recpect his femily books and stories free download online pdf in Gujarati

કુળ ની મર્યાદા

            સ્ત્રી એટલે મર્યાદાનો ભરેલો ભંડાર,સ્ત્રી એટલે એક એવી શક્તિ જે પોતાના માંથી બીજું જીવન આપી શકે છે,સ્ત્રી એટલે દુર્ગા,કાલિકા,લક્ષ્મી અને સરસ્વતી,સ્ત્રી એટલે સંસાર ની જનેતા પણ કહી શકાય જેના વગર સંસાર માં કોઈનું હોવાનું અસ્તિત્વ જ નથી.સ્ત્રી એટલે સહનશક્તિ ની એક ખાણ જેને કેટલું પણ ખોદો તો એને મૌન રહીને કષ્ટ સહન કરવાની શક્તિ એ સ્ત્રીમાં જ જોઈ શકાય છે.સ્ત્રી એટલે વહાલ અને મમતાનો ભરેલો દરિયો જેના પ્રેમ રૂપી મોજા નો હળવો સ્પર્શ માત્ર થીજ ભીંજાઈ જવાય છે.એના વહાલ રૂપી ઓટ આપણને એના દરિયામાં ખેચી જાય છે.એટલે જ કહેવાય છે નારી તું નારાયણી.આવીજ એક આ કહાની આપની સમક્ષ મુકવાનો પ્રયત્ન છે.જેમાં એક સ્ત્રી પોતાની મર્યાદા ક્યારેય પાર કરતી નથી અને બંધ મોઢે બધું સહન કરે છે એની સહનશક્તિ નો થોડોક પરિચય આપના સમક્ષ રજુ કરીએ.

            કહેવાય છે કે સ્ત્રીઓ મર્યાદામાં જ શોભે છે પહેલાના સમયમાં સ્ત્રીઓને લાંબો ઘૂંઘટ કાઢીને ઘરમાં રહેવું પડતું સ્ત્રીનું મોઢું કોઈ જોઈના શકે.ઘરની બહાર પણ એવીજ રીતે નીકળવાનું કે કોઈને પોતાનું મોઢું ન દેખાય,એવાજ રીવાજો લગભગ અત્યારે પણ કેટલાક ગામો માં અને કેટલાક ઘરોમાં પણ જોવા મળે છે.આધુનિક યુગમાં હવે એ ઘૂંઘટપ્રથા બંધ થઇ ગઈ છે પણ, છતાય અમુક રાજપૂત પરિવારોની સ્ત્રીઓ તો અત્યારે પણ એજ ઘૂંઘટ માંજ જોવા મળે છે.કયારેય પોતાનું મોઢું કોઈની સમક્ષ દેખાય નહિ એવી મર્યાદાવાળી સ્ત્રીઓ પોતાના પરિવાર ની મર્યાદા સાચવી રાખે છે.પોતાનો પહેરવેશ પહેરીને જ હમેશા બહાર નીકળે.ભલે પછી કોઈ મોટા હોદ્દા પર હોય છતાય એ પોતાના સંસ્કારો અને મર્યાદાઓ અને પોતાની સંસ્કૃતિ ને ક્યારેય ભૂલતી નથી.

     વિરલબા એ એક સમૃદ્ધ પરિવારની હોશિયાર દીકરી ઘરમાં સૌની લાડકવાયી અને માનીતી દીકરી.વિરલબા ના પિતાનું ઘર એકદમ જાણે કે કોઈક રજાનો રાજ મહેલ હોય એમ લાગે.વિરલબા ભણવામાં એટલી હોશિયાર કે વાત જ ના પૂછો એની સાથે સાથે એને તૈયાર થવાનો પણ એટલો શોખ કે હમેશા અલગ-અલગ સ્ટાઈલ માં તૈયાર થવું અને નિશાળે જવું એને ગમતું.મિત્રો સાથે હમેશા હસતી રહેતી અને ચહેરા પણ એકદમ ચમક જોવા મળતી,હરણી ની જેમ હસતી કુદતી અને પ્રેમાળ ભાવે ઘરમાં પણ સૌની સાથે રહેતી.કોલેજ નો અભ્યાસ માતા પિતાના ત્યાં કર્યો લગભગ નાની ઉમરે જ એના લગ્નની વાતો આવવાની શરૂઆત થઇ ગઈ હતી.ભોળી વિરલબા ને હજીતો મનમાં ભણવાના અને આગળ વધવાના કોડ હતા અને અચાનક જ એમના કોઈક સગા-વહાલના કહ્યા પ્રમાણે એને લગભગ ૧૯ વરસે જ લગ્ન કરાવી દેવામાં આવ્યા,એમને તો મનમાં પણ વિચાર્યું ન હતું કે આવું કઈક થશે પણ અણધાર્યું આ બધું એક સપનાની જેમજ બની ગયું.

વિરલબા એની મમ્મી ની ઘણી લાડકવાયી ભાઈ અને બહેન બે જ સંતાનો એટલે વિરલબા લાડકી હતી અને એ લાડકવાયી ને મમ્મી પપ્પાના ઘર થી દૂર જવું પડ્યું.લગ્ન પણ એવા દૂર ગામમાં થયા કે મમ્મી-પપ્પા ને એ જોવા ની તો દૂરની વાત પણ એ જલ્દી મળી પણ ન શકે.પોતાના પિતાના પરિવારની વાતનું માન જાળવી રાખવા વિરલ્ બા એ દરેક દુઃખ ને જાણે કે પોતાના માં સમાવીને એ પરિસ્થિતિ માં પરોવાઈ ગઈ.પોતાના દરેક સ્વપ્નો અને ઇચ્છાઓ ને જાણે કે મનમાં દબાવીને બસ એના સંસારમાં પરોવાઈ ગઈ.સાસુ-સસરા અને પતિના કુટુંબમાં પોતાની મર્યાદા સંભાળતી એ નાની ઉમરમાં જ જાણે કે જવાબદાર બની ગઈ હોય એમ રહેવા લાગી.મનમાં તો ઘણા દુઃખ અને તકલીફ મમ્મી-પપ્પા થી આટલે દૂર રહેવું અને જ્યાં પોતાના સગવાહલા તો કોઈજ નહિ એવા વાતાવરણમાં રહીને પણ એના મોઢા પર ક્યારેય એના મનનું દુઃખ વ્યક્ત ન થવાદે હમેશા હસતી અને બીજાને પણ હસાવતી.

  લગ્નના એકાદ વર્ષમાં તો ફૂલ જેવી નાનકડી દીકરી એના ઘરે જન્મી અને જાણે કે એને જીવવાની એક ઉમ્મીદ મળી ગઈ હોય એમ એના ચહેરા ની ચમક આવી ગઈ.દીકરી પણ સાવ દેખાવે તો એની જ કાર્બન કોપી ના હોય એવી દેખાય,નખરા પણ એના જેવાજ અને હોશિયાર પણ એવીજ બોલવામાં તો કોઈ નો વારો ન આવવાદે.એનું નામ વિશુબા એ પણ વિરલબા ની જેમ જ ભણવામાં હોશિયાર.એને લાડકોડ આપવામાં હવે વિરલબા નો આખો દિવસ પૂરો થઇ જાય અને ઘરમાં પણ કોઈક વાત બની હોય એ ભૂલી જાય. ઘરના કામ પતાવીને આખો દિવસ બસ વિશુ પાછળ નીકળી જાય.વિશુ લગભગ પાંચ કે છ વર્ષની થઇ ને એને સ્કુલ માં મૂકી દીધી,વિશુ અખો દિવસ સ્કુલે હોય એટલે વિરલબા અખો દિવસ એકલા ઘરમાં કંટાળે.

 એક દિવસ વિરલબા ને ઘરમાંથી કોઈક જોબ માટે ઇન્ટરવ્યુ માટે મોકલી અને ત્યાં એની લાયકાત પ્રમાણે પસંદગી પણ થઇ ગઈ,એને તો જાણે કે જન્નત મળી ગઈ હોય એમ લાગ્યું હશે.પોતાની કાબિલિયત ને સાબિત કરવાનો એને મોકો મળ્યો હતો એ મોકો હવે એ ગુમાવવા નતી માંગતી.ઘરમાં થી ક્યારેય વધારે બહાર જવાનું થતું નહિ બધું ઘરમાં જ હાજર મળી જતું હતું એટલે અચાનક આમ બહાર મોકલવામાં કદાચ એના ઘરના લોકો ખચકાતા હશે,એટલે એને જયારે નોકરી આવવાની શરૂઆત કરી ત્યારે એને મુકવા જતા અને સાંજે છુટવાનાં સમયે લેવા પણ જતા.ઘરનું તમામા કામ પૂરું કરીને જાય,ઘરના દરેક સભ્યોનું જમવાનું,નાસ્તો અને ઘરના બીજા વિશેષ કામો પણ કરીને પછી જોબ પર જતી.ઘરમાં સાસુમાં ને કે બીજા કોઈને કઈ કહેવાનો મોકો આપે નહિ.એવી કર્મનિષ્ઠ વિરલબા નોકરી જતી ત્યારે પણ પોતાના સંસ્કારો અને પોતાનો વરસો તો સાચવી રાખવા માટે પોતાના પહેરવેશ માં જ જતી.ઘરે જતી વેળાએ તો માથાપર પાલવ નાખેલો હોય એ એની કૌટુંબિક મર્યાદા અને એના માતા પિતાના સંસ્કાર હતા.

 વિરલબા પોતાની નોકરી,છોકરી અને પોતાનું ઘર એકદમ જાણે કે બેલેન્સ રાખીને સંભાળતી હોય એમ પોતાના કામ માં એકદમ પરફેક્ટ રહેતી સાંજે ઘરે આવતા ની સાથે જ ઘરના રસોઈ અને બીજા બધા કામો માં લાગી જાય એકદમ રમકડા જેમ જાણે કે ચાવી વાળું રમકડું હોય એમ કામ કરે છતાય ઘરમાં કોઈને એની પરવાહ નહિ હોય? શું એને થાક નહિ લાગતો હોય?આ પ્રશ્ન ક્યારેય કોઈના મનમાં થયો નથી.આવી સ્થિતિમાં પણ જરાય કંટાળ્યા વગર કામ પૂરું કરીને બધાને જમાડી અને પરવારીને વિશુને ભણાવવા બેસી જાય.દીકરીને પણ થોડોક સમય આપવો પડે એટલે એ એને હોમવર્ક પૂર્ણ કરાવીને પછી સુતી,સવારે ઉઠે એટલે પાછુ એનો એજ નિત્ય ક્રમ એકલા હાથે બધું કામ પૂર્ણ કરવાનું અને નોકરી પણ સાંભળવી અને એ પણ મર્યાદામાં રહીને એ વિરલબા કરી શકે.

વિરલ બા નોકરી પણ બધાની સાથે એકદમ હસતી બોલતી અને બધાને હસાવતી રહેતી.આટલી તકલીફોમાં પણ ક્યારેય એના ચહેરા પર કોઈદી ઉદાસી જોવાય નહિ,મમ્મી-પપ્પાને ન મળવાનું દુઃખ એના મનમાં રહેતું એની વાતો એ ક્યારેક એની બહેનપણીઓ સામે કરતી અને વારંવાર મમ્મી ને અને પિયરને યાદ કરતી વિરલબા એની મર્યાદા અને એના સંસ્કારો એના રાજપુત કુળ માટે એક ઉદાહરણ રૂપ છે.કે જે એની સંસ્કૃતિ ને જાળવી રાખીને પોતાના જ પોશાક માં નોકરી પર જાય છે ભલે ગમેતે મોટા પદપર હોવા છતાય એ પોતાની મર્યાદા ને ક્યારેય ભૂલે નહિ એવી સાહસી વિરલ બા નું ઉદાહરણ એક સ્ત્રી પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ને માન-મર્યાદા કેવી રીતે જાળવી છે એનું ઉદાહરણ રૂપ બની છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED