નવરાત્રી ના દિવસો Aarti bharvad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવરાત્રી ના દિવસો

નવ નવ દિવસો ની રાત્રી એટલે નવરાત્રી આસો સુદ એકમ ના દિવસ થી નવરાત્રીનો પ્રારંભ થાય છે.નવરાત્રી માં માતા દુર્ગા ની પૂજા કરવા માં આવે છે.આ દિવસો દરમિયાન લોકોના ઘરો માં ધૂપ દીપ અને નૈવેધ માતાજી ને ધરાવવામાં આવે અને લોકો પોતાની કુળદેવી ની અર્ચના કરે છે.નવરાત્રી ના દિવસોમાં વધારે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે.નાના થી લઇ ને મોટા સુંધી દરેક ઉત્સાહિત હોય છે,નવરાત્રી માં માતાજીના નામે ગરબા રમવા માં આવે છે.નવલી નવરાત્રી નો હરખ વધારે પડતો યુવાન લોકોમાં વધારે જોવા મળે છે અને એમને ગરબે ઘૂમવા નો પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે.નવરાત્રી માટે તો એક મહિના અગાઉ બધા સાજ શણગાર ની તૈયારીઓ સરું થઇ જાય.

નવરાત્રી સરું થાય અને પહેલા જ દિવસ થી યુવતીઓ અને યુવાનો સવાર થીજ સાંજે ગરબા રમવા માટે શું પહેરવાનું છે એની તૈયારી માં લાગી જાય જાત જાતના વેશ વાળા ચણીયાચોળી અને લહેંગા ઝબ્બા ખરીદી ને લાવે અને સાંજે ડી.જે ના તાલ પર રમવા માટે તૈયાર થાય,નવરાત્રીની એક ખાસ વાત કરીએ તો આ દિવસો યુવાનો ને વધુ ગમવાનું કારણ ? યુવાનો ને આ તહેવાર વધારે ગમે છે કારણ કે આ દિવસો માં તમામ વ્યક્તિઓ પોતાના ઘરે થી ગામના કે સોસાયટી ના ચોકમાં ગરબા રમવા માટે આવતા હોય અને બધા જ આ નવરાત્રીના દિવસો દરમિયાન આપણ ને જોવા મળે,ભલે કોઈ ને ગરબા રમવા ના હોય કે પછી આવડતું ના હોય છતાય જોવા માટે તો આવેજ અને બધા જ આ દિવસોમાં ભેગા થાય.

યુવાન હૈયાઓ ગરબે ઘુમવા માટે આવે છે એમની નજર તો જાણે ક્યાય હોય પછી એ છોકરો હોય કે છોકરી દરેક ને પોતાના મનના માંણીગર ની જ તલાસ હોય ગરબામાં રમતા રમતા પણ એ નજરો તો માત્ર તેમને જ શોધતી હોય અને આવા કેટલાય પ્રેમી યુગલો જે એકબીજા ને જોઈ ના શકતા હોય એ આ નવરાત્રીના દિવસો માં એક બીજાને મન ભરી ને જોઈન લે છે,ઘણી વાર તો કહું કે નવરાત્રી એટલે કે સાર્વજનિક તહેવાર કહેવાય એટલે બધા સાથે ભેગા મળી ને ગરબા રમે છોકરા છોકરી ઓ સાથે જ ગરબા રમે એટલે આ પ્રેમી યુગલોને પણ એક બીજાની સાથે ગરબા રમવાનો મોકો મળી જાય,યુવાનો નવરાત્રી નો આ કારણ માટે જ રાહ જોતા હોય છે.ગરબા રમતી યુવતીઓ ની વાત કરીએ તો સામે જો એનો પ્રિયતમ જોવાઈ જાય તો એને જોઈ ને વધારે અને વધારે હરખાઈને ગરબે ઝૂમવા માંડે.ઘરના કામ કરવા માં થાકી જાય એ યુવતીઓ એમના પ્રિયતમ ને જોઈ ને ગરબા રમતા થાક પણ નથી લાગતો,રાતના મોડા સુંધી ગરબા ચાલુ હોય તોય છેલ્લે સુંધી ગરબા રમે અને છેલ્લે માતાજી ની આરતી પૂરી થાય ત્યાં સુંધી બેસી રહે અને આરતી પૂરી થાય એટલે પોતાના ઘરે જાય.

એક-બે-ત્રણ.......એમ દિવસો વિતતા જાય છે,દરરોજ નવા નવા ચણીયાચોળી અને લહેંગા ઝબ્બા પહેરી ને એ એક બીજાને બતાવવા માટે જ તૈયાર થાય,આખરે નવમો દિવસ આવે ત્યારે તો વધારે કઈક વિશેષ તૈયારીઓ કરી હોય અને સાંજે બધા ભેગા થાય ત્યારે તો એક થી એક ચઢીયાતા તૈયાર થયેલા જોવા મળે આખી રાત ગરબા રમે અને સવાર અજવાળું થાય ત્યાં સુંધી ગરબા રમાય છલ્લો દિવસ હોય એટલે બધાને ગરબા રમવાનો પણ વધારે જ ઉત્સાહ મનમાં હોય અને અજવાળું થાય એટલે ગરબા બંધ થવાનો સમય થાય એટલે દરેક યુવાન અને યુવતીઓના ચહેરા જોવા જેવા થઇ જાય,બંને એક બીજાની સામે જોઈ રહે કે જાણે ક્યારેય એક બીજાને જોવ મળવાના જ નથી એમ મનમાં ટો નવરાત્રી પૂરી થયા નું દુ:ખ પણ થાય.

નવરાત્રીના એ દિવસો ને જાણે કે કોઈ રાક્ષસ ની નજર લાગી હોય અને રાક્ષસ આ પૃથ્વી લોક પર આવી ને માનવી ને પરેશાન કરવાનું નાકી કર્યું હોય એવું લાગે છે કારણકે આ કોરોના રાક્ષસે આજે એ યુવાન હૈયાઓ માં રહેલી આશાઓ ને મારી નાખી અને જે વર્ષો થી ચાલી આવતી પરંપરાઓ ને આજે સ્થગિત કરી નાખી છે.શું કહીએ આ કાળ નું! રાજકારણીઓ દ્વારા કરવા માં આવેલી સાજીશ છે કે પછી કુદરતનો પ્રકોપ?