લાડકી ફોઈ Aarti bharvad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાડકી ફોઈ

સંસ્કૃતિનો વરસો સાચવીને અને પોતાની પરંપરાઓ ને સાથે રાખીને શિક્ષિત હોવા છતાય પોતે ગામડાના સંસ્કારો ને સાચવી અને પોતાની દરેક માંરીયાદાઓમાં રહીને ગુજરાત રાજ્ય ના દાહોદ જીલ્લાના ગામના લોકો ઘણાજ પ્રખ્યાત અને આગવું સ્થાન ધરાવે છે.આદિવાસી સંસ્કૃતિનું આપણ ને સક્ષાત દર્શન થાય છે,અત્યંત રમણીય અને અહ્લાદકતા નો અહેસાસ ત્યાં થાય,ચારે કોર લીલી હરિયાળી જોવા મળે,દરેક ખેતરોમાં ઉગેલા ધાન ને જોઇને એવું લાગે કે જાણે અપડે સાક્ષાત પ્રકૃતિ માતાના ખોળામાં રમી રહ્યા હોય અને એ ધાન પણ જાણે ધરતીમાં ના ખોળે રહીને મલકાઈ રહ્યા હોય એવું લાગે છે.

દાહોદ જીલ્લાના નાનકડા એક બોરડી ગામમાં ભીમજીભાઈ અને તેમનો પરિવાર વસવાટ કરતો,ભીમજીભાઈ સ્વભાવે સાવ ભોળા આખાય પરિવાર અને બાળકોની જવાબદારી તેમની પર હતી બાળકો નાના હતા એટલે એમના ભરણ પોષણ ની જવાબદારી ને પૂરી કરવા તેઓ રેલ્વેમાં કામ કરવા માટે છેક દાહોદ થી ગોધરા માટે અપ-ડાઉન કરતા,સાથે તેમના પત્ની પણ તેમને મદદરૂપ થવા માટે અને ઘરના ખર્ચ ને પૂરો પાડવા એમની પડખે ઉભા રહેવા માટે ભીમજીભાઈ ની સાથે આવતા હતા,ઓછી કમાણીમાં પણ તેવો પોતાના ઘરનું ગુજરાન ચલાવી લેતા હતા.બે દીકરાઓ અને એક દીકરી હતા અને એમનો નાનો પરિવાર પણ સુખી પરિવાર આખરે તેમને રેલ્વે તરફ થી એક મકાન આપવામાં આવ્યું અને એમને કામ માટે આવામાં સરળતા મળી ગઈ.કારણ કે અપ-ડાઉન કરવા માંથી મુક્તિ મળી ગઈ અને ઘર પણ રેલ્વે ની નજીક માંજ હતું તેથી બાળકો પર પણ ધ્યાન રાખી શકે.તેઓ પોતાના પરિવાર ની સાથે ગોધરામાં સ્થાઈ થયા.અને પોતાનું ગુજરાન ચાલવા માંડ્યા.

કહેવાય છે કે પહેલાના સમય માં નાની વય માજ બાળકોના લગ્ન કરી દેવામાં આવે છે,તેથી બંને દીકરાઓને પણ નાની વયેજ પરણાવી દીધા,બંને પોતાના પરિવારની સાથે ગામ બોરડીમાં જઈને વસવાટ કરવા લાગ્યા અને ત્યાં પારંપરિક કામ ખેતી માં લાગીને પોતાના ગુજરાન ચલાવવાનું સરું કર્યું,ત્યાં એમનો પણ પરિવાર વધવા લાગ્યો એક પછી એક બંને ભાઈઓના ઘરે નવા મહેમાનો નું આગમન થવા માંડ્યું અને આ બાજુ ભીમજી ભાઈ ના ઘરે પણ એક સરસ રૂપાળી દીકરીનો જન્મ થયો,હવે તો બે ભાઈઓ અને બે બહેનો થઇ ગઈ,મોટી બહેન સમજણી હતી એટલે એ નાની બહેન ને સાચવી લેતી હતી,ઘરના કામ ની સાથે એ નાની બહેન ને પણ સાચવતી,નાની દીકરી ઘણા સમય પછી જન્મી એનું નામ રમીલા પાડેલું,આમ તો ઘરમાં એને લોકો છોટી કહીને બોલાવતા કારણકે ઘરમાં સૌથી નાની હતી,સૌની લાડકી અને મમ્મી પપ્પા ની તો ઘરમાં સૌથી માનીતી દીકરી એટલે છોટી.

છોટી નાની હતી ત્યાર થી એકલી રહેવા માટે ટેવાઈ ગઈ હતી કારણકે નાની ઉમર માં એની બહેન ને પણ સાસરે વળવામાં આવી હતી અને મમ્મી અને પપ્પા બંને કામ પર જાય એટલે છોટી સ્કૂલ થી આવે અને જાતેજ ઘરનું તાળું ખોલીને ખાઈ પીને પછી આજુબાજુના બાળકોની સાથે રમતી,સાંજે મમ્મી અને પપ્પા બંને ઘરે આવે એની વાત જોતી હોય,આમ જ એ આવા સમય માં પણ ભણી અને આગળ વધી,સારો એવો અભ્યાસ પણ કર્યો અને કોમ્પ્યુટર લાઈનમાં ગ્રેજ્યુએટ થઇ,કહેવાય છે કે અમુક લોકોના નિર્ણયો સામે આપડે કઈ બોલી શકતા નથી,એમ આ છોટી રમીલા ની સાથે પણ કઈ ક આવુ જ બન્યું કારણ કે એને કોમ્પ્યુટર લાઈન માં માસ્ટર ડીગ્રી લેવી હતી પણ મોટા ભાઈ એ કરેલા નિર્ણય ની સામે એ કઈ જ બોલીના શકી,મોટા ભાઈ ને ગામની છોકરીઓ કોલેજ કરે છે એમ રમીલાને પણ કોલેજ કરાવવી હતી આખરે ભાઈ ના નિર્ણય સામે હારિને એને કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

કોલેજમાં પ્રવેશ તો મળી ગયો પણ એના માથે જવાબદારીનો ઘણો ભાર પણ હતો,બંને ભાઈઓ ને તેમના માતા પિતાએ પોતાની નોકરી સોંપી દીધી હતી,છોટી પણ એમાં પૂરી હકદાર હતી છતાય પોતાના ભાઈઓ ને અને એના પરિવારનું વિચારીને છોટી એ નોકરીમાં કોઈ રસ ના રાખ્યો,બંને ભાઈઓ તો પોતાના પરિવાર સાથે ગામડે રહે અને અહિયાં તો રમીલા એટલે કે આપણી છોટી એકલી મમ્મી અને પપ્પા ની સાથે રહે,કોલેજ ના સમય દરમિયાન એના પર જાણે કે આભ તૂટી પડ્યું હોય એમ પરિસ્થિતિ ઉભી થઇ હતી,મમ્મી અચાનક જ એક મોટી બીમારીનો ભોગ બની અને એની સારવાર પાછળ છોટી પોતાનો કીમતી સમય આપી રહી હતી.જયારે એને એના પરિવારના લોકોની જરૂરત હતી ત્યારે છોટી એકલી જ તેની મમ્મીની બીમારી સાથે ઝજુમી રહી હતી.

મમ્મી ને સારવાર માટે લઇ જવી એને સમય સર પછી સલામત રીતે ઘરે લાવવી એ બધું છોટી એકલીજ કરતી,એ દરમિયાન એને ઘણા કડવા અનુભવો પણ મળ્યા હતા,પણ એને એ સમય દરમિયાન એક સારા સમાચાર પણ મળ્યા કે એને સારી જોબ મળી ગઈ હતી મમ્મી અને પપ્પાને પણ આ વાતનો ઘણો આનંદ થયો, પણ, હવે તો છોટી ના માથે બેવડી જવાબદારી આવી ગઈ,છતાય ઘરનું કામ પતાવી ને મમ્મીને પણ દવા અને જમવાનું આપીને પછી ઓફીસ જતી,એને એ દરમિયાન પોતાની કોલેજ,પોતાનું ઘર અને એની મમ્મી ત્રણેય ને સરખો સમય આપ્યો.મમ્મીને મનમાં ઘણી શાંતિ હતી કે મારી છોટી પોતાના પગ પર ઉભી છે એટલે કે એ સારી નોકરી કરે છે,કહેવાય છે કે સમય ની આગળ કોઈનું ચાલતું નથી એમ કઈ ક એવુ થયું અને અચાનક જ છોટી ની મમ્મી એ દેહ છોડ્યો.છોટી એ ઘણા પ્રયત્નો કર્યા મમ્મીને સાજી કરવા માટે પણ વિધિના લખેલા લેખની સામે કોઈનું ના ચાલે.

સૌથી વધારે આઘાત તો મમ્મીના ગયાનો છોટી ને લાગ્યો હતો,પણ પપ્પાની સામે જોઇને તો હવે છોટી ને આગળ વધવાનું હતું,હવે મમ્મીના દુઃખને મનમાં દબાવી ને પપ્પાની સાથે રહે છે,હવે તો ભાઈઓના દીકરાઓ પણ ઘણા મોટા થઇ ગયા છે અને એમના પણ પરંપરાગત રીતે લગ્ન કરાવ્યા અને એમના ઘરે પણ રડવાના અવાજને બાળકોની કિલકારીઓ સાંભળવા માંડી,એમ હવે તો આપડી છોટી ઘણી મોટી થઇ ગઈ અને ફક્ત બાવીસ વર્ષ ની ઉમરમાં જ “ફોઈ માંથી હવે તો ફોઈબા” બની ગઈ,ગામડે જાય ત્યારે ભાઈ ના છોકરાઓ અને એમના પણ ઘરે નાના છોકરા બધાજ આ રમીલા ફોઈને ઘણું જ લાડ અને માન આપતા અને સૌથી નાની હોવા ના કારણે ભાઈ ના દીકરાઓ વારંવાર જયારે પણ એ પોતાના ગામ જાય ત્યારે કઈક ને કઈક લાવવાની માંગણી ફોઈ ને કરતા અને ફોઈને પણ બધા દુખો ભૂલીને પોતાના ભાઈઓ ના દીકરાઓ પર ઘણો જ પ્રેમ હતો એટલે જયારે પણ જાય ત્યારે કઈક ને કઈક સાથે લઈને જ જાય,એટલે ઘરમાં રમીલા ફોઈના નામની બુમો જ સંભળાતી હોય,

પપ્પાની સાથે રહેતી આ રમીલા ફોઈને જયારે ગામડે જાય ત્યારે પોતાના દરેક દુખ ભૂલીને બસ એના પરિવારની સાથે સમય પસાર કરે અને ફોઈ ને તો ટાબરિયાઓ ચારેબાજુ ઘેરીને ટોળે વાળીને ફોઈની સાથે વાતોમાં વળગી રહે,સ્વભાવે પપ્પા જેવી ભોળી અને નાદાન ફોઈ બધાની લાડકી છે.