job mari jaan books and stories free download online pdf in Gujarati

જોબ મારી જાન (પ્રાણ)

મારી જિંદગીની ખરી અને સાચી ઘટનાઓ અને અનુભૂતિઓ મારા આ પ્રકરણમાં મેં મૂકી છે જે આપ સૌને હદય સ્પર્શી બને એવી મારી આશા છે.

       અનોખી નામની છોકરી પોતાના જીવનમાં એની જોબ એની નોકરી ના સમય દરમિયાન કેટલી તકલીફો વેઠી એ આ સ્ટોરી માં આપણને સમજાવે છે.”બાળપણ તો એવું  વીત્યું છે કે મમ્મી પપ્પા એ મને કોઈ વાતની કમી આવવા  દીધી નથી.છેક કોલેજ અને આગળના અભ્યાસ માં પણ મને ઘણો સપોર્ટ કર્યો અને રાજકુમારી ની જેમ મારી પરવરીશ કરી છે.માંગ્યા  પહેલા જ બધી વસ્તુ હાજર થઇ જાય.મોઢે બોલાયેલા બોલ મમ્મી પપ્પા પુરા કરે,અને કોઈ પણ વસ્તુની ખોટ મારા જીવન માં પાડવા દીધી નથી.પણ, મેં એમના આ બધા અહેશાનો ને અવગણી ને મારા જીવનની બરબાદીના રસ્તે પ્રભુતાના પગલા ફક્ત ૧૯ વર્ષ ની ઉમર માં જ પાડી દીધા મને એ વાતનો આજે  ઘણો પછતાવો છે.એ સમયે તો મને પ્રેમ ના ઘણા મીઠા અહેશાસો થતા હતા અને આજ જિંદગી સારી છે એમ વિચારી લીધું હતું.પણ આગળ ના ભવિષ્યનો  કોઈ પણ વિચાર કર્યા વગરનું ભરાયેલું આ પગલું આજે મારી જિંદગી માટે ઘણું જ અઘરું બની ગયું છે.હવે તો ત્યાં થી પાછા કઈ રીતે વળવું એનો પણ કોઈ રસ્તો નથી મળતો. “ અબ પછતાયે ક્યાં હોય,જબ ચીડિયા ચુગ ગઈ ખેત “એવી પરિસ્થિતિ મારી સામે આવી ને ઉભી રહી છે.

જેમ તેમ જિંદગીના પાંચ વર્ષ પુરા કર્યા અને મારા જીવનમાં એક નાની જાન નું આગમન થવાના સમાચાર મળ્યા ત્યારે હું મારા જીવનની દરેક વેઠેલી તકલીફો ને ભૂલી ને બસ હવે એના માટે તો જીવવું પડશે એમ સમજી ને મેં જીવન આગળ મારી દરેક ઈચ્છાઓ ને ન્યોછાવર કરી દીધી.આ સમય પણ મારા માટે ઘણો મુશ્કેલી માં વીત્યો છે, એ સમય પણ મારી સાથે મારા માં-બાપ શિવાય કોઈ ન હતું.કદાચ એ લોકો મારી સાથે ના હોત તો મારું અસ્તિત્વ જ ના હોત.મારી નાની જાન ને દુનિયા દેખાડવા માટે મેં ઘણીજ અગ્નિ પરિક્ષાઓ પાર કરી છે.એના દુનિયામાં આવતાની સાથે જ મારી જિંદગી માં થોડી થોડી ખુશીઓ આવાની શરૂવાત  થઇ ગઈ.મારા મમ્મી-પપ્પા સિવાય મારા પરિવાર માં મારી નાની બહેન અને મારા પતિ એમ અમે બસ છ જણ ની નાની ફેમીલી.ઘણા જ સંઘર્ષ સાથે મેં એ સમય કાઢ્યો છે.

               વરસાદ નો સમય અને મારા બાળક નું આગમન,ઘરના પણ ઠેકાણા નહિ. ઘર તો એવું કે ચારે બાજુ થી પાણી ના નેવા પડે,માતાજીના વ્રત કરતી એ વખતે મૂર્તિ તો જાણે તળાવ માં મૂકી હોય અને પાણી માં બેસવાની પણ ઘરમાં જગ્યા ના હોય એવી પરિસ્થિતિ સર્જાય, હવે આ ઘરમાં મારે મારા નવજાત બાળક ને કેવી રીતે લાવવું એની મૂંઝવણ મારા મનમાં હોસ્પિટલ માં જ ઉભી થવા માંડી  હતી.છતાય મેં મારા બાળક ને મારા ઘરમાં લાવી. એક બાજુ મુશળધાર વરસાદ પડે અને વીજળીઓ ના ચમકારા થાય.અને ઘરના છત પર લગાવેલા પતરા માં પડેલા કાણા માંથી પાણી ઘરમાં પડે કોઈ જગ્યા એવી બાકી નહિ કે જ્યાં પાણી ના પડે.બાળક ને જેમ તેમ પાણી થી બચાવી ને થોડીક કોરી જગ્યામાં સુવાડતાં અને રાત્રે પણ અમુકવાર લાઈટ જતી રહે ત્યારે જે  મને ડર લાગતો હતો એ ડર નો અહેશાસ હજી પણ મારા મન માંથી જતો નથી.એ સમય હું યાદ કરું તો અત્યારે પણ મારી આંખમાં આંશુ આવી જાય છે.

               મારી નાની જાન ના નશીબે મને અચાનક જ કામ કરતા કરતા જ નોકરી ના ઈન્ટરવ્યું માટે ની જાણ થઇ એ સમયે મારી પાસે કપડા પહેરવાના પણ ઠેકાણા નહાતા,બધું કામ પડતું મૂકી ને હું ઈન્ટરવ્યું માટે તૈયાર થઇ ગઈ.ત્યાં જઈને હું  ઇન્ટરવ્યુંમાં પાસ  થઇ ગઈ.બીજા દિવસ થી મને જોબ જોઈન કરવા માટે કહેવામાં આવ્યું,બીજા દિવસે સવારે હું સમયસર ત્યાં પહોચી ગઈ અને મારી જગ્યાની અને કામગીરી ની માહિતી મેળવી ને કામ ની શરૂવાત કરી.નાની જાન ને તો ઘરે મુકીને આવું પણ મારો જીવ તો ત્યાજ હોય કે એ રડશે એને ભૂખ લાગી હશે એ બધી ચિંતાઓ ની સાથે મેં એ સમય પણ પસાર કર્યો,જોત જોતામાં સમય ની સાથે મને મારા કામ માં વધારે રસ પાડવા લાગ્યો અને મારું મન બસ કામ માં જ પરોવાયેલું રહેતું.

                અત્યારે પણ મને મારી જોબ પ્રત્યે એટલી લાગણી છે કે એક પણ દિવસ ગેરહાજર રહેવાનું મન ના  થાય.કદાચ કોઈ કારણોસર રાજા પડવાની થાય તો પણ સોવાર વિચાર કરીને પછી ના છુટકે જ રાજા પાડું.ઘરે રહું તો અખો દિવસ બસ જોબ ના જ વિચારો આવ્યા કરે.ક્યારે બીજો દિવસ થાય અને હું જોબ પર પહોચી જાઉં,”જોબ જ મારી જાન”એવી પરિસ્થિતિ છે.કારણ કે મને મારા કામ પ્રત્યે પ્રેમ છે અને એના વગર મને જરાય ચાલે નહિ.જયારે જોબ પરથી રજા મળી હોય ત્યારે તો જરાય ના ગમે. મારો એક સાચો મિત્ર,મારી ખુશી એટલે મારી જોબ અને “એના વગર મારા ખોળીયામાં કદાચ પ્રાણ પણ ના રહે”.એના થકી તો મારી જીદગી માં વેઠેલા દરેક કપરા સમય ને હું પાર કરી શકી છુ.મારા જીવનને સફળ બનાવનાર એ એક માત્ર મારી જોબ.

                        કોઈ કઈ પણ મારી જોબના વિરુદ્ધ બોલે તો તૈયારીમાં ઉસ્કેરાઈ જવાય છે અને શું કહું સાચી વાત તો એ છે જયારે ઘરમાં જ પોતાની વ્યક્તિ જ કઈક કહે છે તો સીધા આંખો માંથી આસું જ આવી જાય છે.મનમાં એક ડર સતત મને સત્વ્યા કરે છે કે મારી જોબ વગર મારું જીવન જ નથી.એક એવો લગાવ છે એની સાથે કે એનો ખાલી મને અહેસાસ જ છે.જેની હું આપની સમક્ષ રજુવાત નથી કરી શકતી.ભૂખ અને તરસ નો પણ ત્યાં હોય ત્યારે મને કઈ ખબર ના પડે.જીવનમાં જીવવા માટે જેમ આપણને  શ્વાસ ની જરૂરત છે જેના વગર આપણે જીવી શકતા નથી. એમ મારી પણ એવી સ્થિતિ છે મારો જોબ મારી જાન છે.મારો શ્વાસ છે મારું સર્વસ્વ છે.  

બીજા રસપ્રદ વિકલ્પો