પ્રેમ અસ્વીકાર - 25 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 25

જ્યાં સુધી નિધિ નાં આવે ત્યાં સુધી....આપડે ....નક્કી નહિ કરી શકીએ....."
એટલું વાત કરી ને બંને ઘરે ચાલ્યા ગયા...
ઘરે જઈ ને હર્ષ એ બહુ બધું વિચાર્યું કે ..." વાત તો અજય ની સાચી છે જ્યાં સુધી ઈશા કોને પ્રેમ કરે છે? એ ખબર ના પડે ત્યાં સુધી...એને ખોટી નજર થી ના જોવાય અને પ્રેમ કરવા નું છોડી પણ નાં દેવાય....
( હર્ષ ને ઈશા ને ભૂલવી એટલી સહેલી ન હતી....)
બીજા દિવસે જ્યારે હર્ષ મંદિરે જાય છે તો એ જુએ છે કે ઈશા ત્યાં મંદિર માં દર્શન કરતી હતી...અને એના બાજુ માં નિધિ પણ હતી...
હર્ષ આ દૃશ્ય જોતાં ખુશ ખુશ થઈ જાય છે....હર્ષ ખુશ થઈ જાય છે કે....નિધિ ત્યાં આવી હતી અને એના જોડે થી...ઈશા વિશે વધુ જાણવું હતું...પણ પ્રોબ્લેમ એ પણ હતો કે...ત્યાં એની સાથે ઈશા પણ હતી...એટલે ત્યાં એને વાત કરવું યોગ્ય નાં સમજ્યું.....
હર્ષ પણ દર્શન કરી ને બહાર ગાર્ડન માં બેસી જાય છે અને ... એ બંને કઈક વાત કરી રહ્યા હતા એ જોઈ રહ્યો હતો...ઈશા મારી સામે ગુસ્સા ની નઝર થી જોઈ રહી હતી....
હર્ષ એ વિચાર્યું કે ..."બંને વાત કરે છે તો ....ઈશા મારી સામે ગુસ્સા થી કેમ જોઈ રહી હશે? ...કદાચ એ બંને મારી વાત તો નહિ કરી રહ્યા હોય ને?"
પછી થોડી વાર રહી ને હર્ષ ત્યાં થી ઘરે ચાલ્યો જાય છે.....અને કોલેજ જવા તૈયાર થઈ જાય છે...
જેવો કોલેજ જાય છે ત્યાં બહાર એજ અજય ઉભો હોય છે અને ...તે હર્ષ ને કહે છે કે " અરે ભાઈ ક્યારનો વાટ જોતો હતો તારી...." " કેમ ભાઈ " " કઈ નહિ મને જાણવા મળ્યું છે કે....નિધિ આજે કોલેજ આવવા ની છે" " હા ભાઈ આજેજ એને અને ઈશા ને બંને ને મંદિરે જોયા હતા...." " અરે ભાઈ ફોન નાં કરાય મને?, હું મંદિરે આવી જાત" " ભાઈ પણ હુજ બહુ નાતો રોકાયો" " હમમ...તો ચાલ હવે અંદર જઈએ...."
બંને અંદર રૂમ માં ગયા અને જોયું તો ...ઈશા ને બેઠેલી જોઈ....અને ઈશા કોઈક ની જોડે વાત કરી રહી હતી...
ત્યાર બાદ ક્લાસ જ્યારે શરૂ થયો...તો એવા માં નિધિ ની પણ એન્ટ્રી ત્યાં થઈ....એવું જોતા હર્ષ તો ખુશી ને મારે ફૂલી ગયો...
ક્લાસ પૂરો થયો અને જેવા બહાર નીકળ્યા...તો હર્ષ નિધિ નાં જોડે ચાલ્યો ગયો અને નિધિ ને કહવા લાગ્યો કે નિધિ મારે તારા જોડે કઈક વાત કરવી છે...મારે ઈશા વિશે વધારે જાણવું છે....જે છોકરા ને પ્રેમ કરે છે એના વિશે જાણવું છે....એક મિનિટ ઊભી રહી જા.....મારે વાત કરવી છે....
એટલું કહેતાં ત્યાં અજય પણ આવી જાય છે અને બોલે છે હા નિધિ તું ઈશા ને સમજાવ.....એટલું બોલતાં નિધિ બોલે છે...કે હું કાલે વાત કરું....મને કૉલ નાં કરતા...મારો ફોન મારા ભાઈ જોડે છે...અને....હું કાલે ...તમને મંદિર ની બહાર મળીશ....અને અત્યારે મને લેવા માટે...મારો ભાઈ ગેટ આગળ ઉભો છે...અને મને રાહ જુએ...છે....હું બધીજ વાત શાંતિ થી કરીશ....
એટલું કહી ને ત્યાં થી નીકળી જાય છે....
તો જોઈએ આગળ શું થાય છે...
( તો આશા છે કે મિત્રો અમારી વાર્તા તમને પસંદ આવતી હશે...જો પસંદ આવે તો એક લાઈક કરવા નું ભૂલતા નહિ....એમને એક કૉમેન્ટ કરી ને ...પ્રોત્સાહિત કરવા નું ભૂલતા નહિ......તમારો એક પ્રતિભાવ એમને ખૂબ પ્રોત્સાહિત કરે છે...એટલે એક રેટિંગ તમારા તરફથી જરૂર આપજો...આભાર..
. .
)