નમસ્કાર મિત્રો ,
હા મને થોડું થોડું યાદ છે ,એ સમય હતો જ્યારે હું માધ્યમિક માં ભણતો ,એ દિવસે ગુરુવાર હતો એટલે અમે બધા ભાઈઓ યુવકેન્દ્રમાં ભેગા થયા ,એ દિવસે મંતવ્ય દર્શન હતું ,મોટા ભાઈ એ વિષય લીધો ,આમતો મંતવ્ય દર્શનમાં એક વિષય ઉપર યુવાનોના મંતવ્યો જાણવામાં આવે અને એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવામળે બધા ભાઈઓ ના અલગ અલગ વિચારો અને વિચાર સર્ણી આપણને જોવા મળે, તે દિવસે વિષયના અંતમાં સાચી સમજ મોટા ભાઈ એ બધાને આપી,અને વિષયની પૂર્ણાહુતિ થઈ, બધા ભાઈઓ ને નક્કી મુજબ સોંપેલ જેમકે કોયડા કે વાતજે વિસરાય ના સમજાવવાનો વારો આવ્યો ,મને વાત જે વિસરાય ના સોંપેલ હોવાથી મે તેની બે લાઈનો બોલી મોટાભાઈ એ તેનો અર્થ પણ સમજવી દીધો અને આવતાં ગુરુવારે ચરિત્ર દર્શન નચિકેતા નું છે,એમ કહ્યું, મે વિચાર્યું કે આતો નામ જ પહેલી વાર સાંભળ્યું ,બધા થોડી જ વારમાં જય યોગેશ્વર બોલી છૂટા પડ્યા ,
હવે કહાની અહીથી ચાલુ થાય છે,આગળ વાંચક ને ખબર પડે તેમાટે ધીમી શરુઆત રાખીશ,
આ જ અઠવાડિયામાં આમારી શાળા માંથી અક્ષરધામ (ગાંધીનગર) નો પ્રવાસ રાખેલો ,મારી તો જવાની કંઈ જ ઈચ્છા ન હતી પણ મિત્રો તૈયાર થયા એટલે મે પણ જવાનું નક્કી કર્યું , અમારો એક દિવસ નો પ્રવાસ નક્કી થયો ,અમે ત્યાં અક્ષરધામ મંદિરે પહોંચ્યા અને ત્યાંના ભવ્ય મંદિરના દર્શન કર્યા , થોડી વાર ફર્યા પછી સાંજ પડી ખબર પણ ન પડી ,અને સમય થયો વોટર શો નિહાળવાનો અમે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં બેઠક વ્યવસ્થા એ જઇ બેઠા , હું અને મારા મિત્રો પાછળ ની બાજુ એ બેઠા કારણકે શો ને સારી રીતે નિહાળી શકાય ,ત્યાં મારી બાજુમાં એક લગભગ જામનગર કે જૂનાગઢ ની એક શાળાનો છોકરો બેઠો હતો મે પૂછ્યું હતું તેને પણ અત્યારે નામ ભૂલી ગયો છું,તે પણ પ્રવાસે આવેલો અમરી સ્કૂલના વિદ્યાર્થીઓ ની બાજુમાં જ તેમની સ્કૂલના વિદ્યાર્થીઓ હતા ,થોડીવાર પછી તે તેના મિત્ર પાસે ચાલ્યો ગયો અને ચાલતા ચાલતા મારી સાથે હાથ મિલાવ્યો અને કહેતો ગયો ચાલો ભાઈ મિત્ર પાસે જાઉં છું, થોડી જ વારમાં શો શરૂ થયો , મને ખબર પણ ન હતી કે આમાં એ જ નચિકેતાની વાર્તા જોઈશ જે હવેના ગુરુવારે સાંભળવા મળશે,થોડી વારમાં જેમ જેમ શો આગળ ચાલવા માંડ્યો તેમ ખબર પણ પાડવા લાગી કે આં એ જ નચિકેતા ની વાર્તા છે, જે ચરિત્ર દર્શનમાં હું સાંભળીશ,એટલામાં જ મારી આગળ બેઠેલો મારો સહપાઠી મિત્ર બોલ્યો વંશ આં એજ નચિકેતા ની કહાની છે,સમજ્યો કઈક? ચરિત્ર દર્શન મે પણ તેને કહ્યું હા એજ છે ,હવે અમે આખી કહાની નિહાળી ,અને અંતમાં તો પાણીના ફુવારા જ્યાં અમે બેઠા હતા ત્યાં સુધી પાણીની વર્ષા કરતા હતા, સોમવાર ની શુભ રાત્રી એ બધા પ્રવાસ બાદ ઘરે પાછા આવ્યા ,એક દિવસનો પ્રવાસ બધાને ગમ્યો અને મને તો ખૂબ જ વધારે એનું કારણ હતું નચિકેતા ની કહાની,
બે દિવસ પછી ગુરુવાર આવ્યો અમે બધા કેન્દ્રમાં ભેગા થયા ,વાત હતી નચિકેતા વિશેની જાણકારી એ દિવસ પણ કેવો હતો ,અઠવાડિયા પહેલાં મને કઈજ ખબર ન હતી અને તે દિવસે બધી જ જાણકારી હતી ,જાણે એ પ્રવાસમાં હું માત્ર તે જાણવા જ ગયો હતો એવું લાગતું હતું,
બધાને જે પણ જાણકારી હોય તે પૂછવામાં આવી , અમે બધા યુવા મિત્રો એ પોત પોતાના વિચારો વ્યક્ત કર્યા,પછી ચરિત્ર દર્શન સાંભળ્યું,એક રાજા જેનું નામ વાજશ્રવા જે યજ્ઞ કરે છે ,અને ગુસ્સામાં આવીને અજાણતા પોતાના પુત્ર નચિકેતા ને એમ કહે છે કે તને યમરાજા ને દાનમાં આપ્યો જા, પુત્ર પણ પોતાની આજ્ઞાનું પાલન કરે છે ,અને યમલોક ચાલ્યો જાય છે ,યમરાજા યામલોકમાં હોતા નથી તેથી તે ત્રણ દિવસ સુધી દ્વાર ઉપર ,ભૂખ્યો અને તરસ્યો , રાહ જોઈને બેસી રહે છે ,અને ત્રણ દિવસ પછી યમરાજા આવે છે અને યમલોક માં આવવાનું કારણ પૂછે છે ,નચિકેતા તેની આખી વાત યમરાજને કરે છે ,યમરાજ આવી પિતૃ ભક્તિ થી પ્રસન્ન થઈને વરદાન માંગવા કહે છે,..
નચિકેતા એક નાનો યુવાન હોવા છતાં ,આત્મજ્ઞાન ની માંગ યમરાજા પાસે કરે છે ,યમરાજા કહે છે ,તું બીજી કોઈપણ વસ્તુ માંગ ,સ્વર્ણ , હીરા બ,જવહરત ,જેવી અમૂલ્ય વસ્તુઓ નું પ્રલોભન આપવા છતાં નચિકેતા તો માત્ર એક જ વાત ઉપર અડગ રહે છે અને કહે છે મારે માત્ર આત્મજ્ઞાન જ જોઈએ છે ,યમરાજા કહે છે આત્મજ્ઞાન એ સંસારનું ખૂબ જ અમૂલ્ય જ્ઞાન છે ,ઋષિમુનિઓ તેને મેળવવા સદીઓ સુધી તપ કરે છે ,પણ તારી આં અડગ ઈચ્છાને હું ન મારી શકું કારણકે મે તને વચન આપ્યું છે ,અને યમરાજા નચિકેતા ને આત્મજ્ઞાન આપેછે, અને નચિકેતા ને પોતાના પિતા પાસે જવાની આજ્ઞા પણ આપેછે ,
આત્મ જ્ઞાન એટલે કે આત્મા કે જે અમર છે ,નાતે જન્મે છે ,કે ના મૃત્યુ પામે છે ,આત્મા તો માત્ર શરીર બદલે છે,એટલે આત્મા અમર છે,
આજ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં પણ અર્જુનને કહ્યું છે,અને ગીતાના મહિમા દ્વારા માનવને પણ સંદેશ આપ્યો છે,
તે દિવસે વિષય પૂરો થયો પણ અત્યાર સુધી એક વાત મારા મનમાં ચાલી રહી છે કે આપણે, માણસો છીએ ,આપણને ખબર હોવા છતાં કે આત્મા અમર છે ,તે માત્ર શરીર જ બદલે છે,તો પણ આપણે માણસના શોક માં રહીએ છીએ,
મારું માનવું છે કે જ્યાર સુધી માણસમાં લાગણી નો ભાવ રહેશે ત્યાર સુધી ,આત્મજ્ઞાન સમજવું મુશ્કેલ છે,કારણકે માણસ કેવી રીતે ભૂલાય તેની લાગણી તેની સાથે વિતાવેલ સમય આપણે ન જ ભૂલી શકીએ ,કારણ કે આત્મા નવા શરીરમાં વાસ કરશે પણ તે લાગણીઓ આપણને બીજા શરીરમાં જોવા નઈ મળે એજ કારણ છે ,કે માણસ આત્મ જ્ઞાન નહિ સમજી શકે ,
એટલે મહાપુરુષો જ આત્મજ્ઞાનની સિદ્ધિ ને મેળવી શકે છે,
થોડું લાંબુ છે પણ લાગણીઓ સાથે લખ્યું એટલે કઈ ભૂલ હોય તો તમારા મિત્ર ને માફ કરજો
🌷🌺🙏આભાર 🙏🌼🌷