નમસ્કાર મિત્રો,😊
જય માં દુર્ગા 😊🙏🙏
આજે તમારાં સમક્ષ હું જે વાત મૂકી રહ્યો છું એ જાણીને તમને પણ એક હર્ષનિ લાગણી માનસપટલ ઉપર ઉભી થશે 😊
આપણા ગુજરાતના એક્ મહાન રાણી ની કહાની ,જેમને રાજમાતાનુ બિરુદ મળેલું હતું એવા ,મહાન રાજમતા અને રાણી ,રાજમતા નયિકા દેવી જી ના જીવન અને એમના શોર્ય રૂપી પરાક્રમ ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે એ પણ આપણા ગુજરાતી ભાષા અને ગુજરાતી કલાકારો, લેખકો, નિર્દેશકો, પ્રસ્તુત કર્તાઓ બનાવી રહ્યા છે,ચાલો એની વાત કરીએ,
ફિલ્મ ની મુક્ય્ ભુમિકામા આપણને જોવા મળશે, ખુશી શાહ,મનોજ જોશી,રાહુલ દેવ ,જયેશ મોરે, ચિરાગ્ જાની, સહિત અન્ય કલાકારો પણ ફિલ્મા અલગ અલગ ભુમિકમા છે,
હમણાં જ્ તેનું teaser રીલેસ કરવામાં આવ્યું તેની થોડી ઝલક બતાવું હું તમને 😊,
પહેલા જ્ સીન માં જોરદાર શંખ નાદ સાથે teaser ની શરૂઆત થાય્ છે ,ત્યારબાદ ધીમે ધીમે teaser માં અલગ અલગ દ્ર્શ્યો જોવા મળે છે,
અહીં ભારત ની 12 સદીનિ વાત છે જેમાં સોલંકી શાશકોનો ડંકો આખા ભારત્ અને દુનિયામાં વગતો હતો 😊
ત્યાર પછી એક સીન જે ઉપર મુજબ છે એમાં પાટણને દેખદવામા આવે છે ,એટલે રાજમતા, નયિકાદેવિનું શાશન😊,
આ બાદ તીર નીકળતાં બતાવ્યા છે જે સીધા જઈને મુગલ્ સેનાના ક્રૂર સૈનિકોને માટીમા ભેલ્વિદે એવા દ્ર્શ્યો છે,😊
અહીં તમે જોઈજ્ રહ્યા હશો કે એક એક તીર કેવા મેહમુદ ઘોરી ની સેના ને છલ્લિ કરી રહ્યા છે,😊
અને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમારે લાસ્ટ સીન માં નયિકા દેવી જેવા મહાન રાણી ને એક હાથ માં તલવાર અને એક હાથ માં ઢાલ જે શાક્શાત્ માં દુર્ગાના સ્વરૂપ સમાન છે ,આ જોઈને જ્ મનમા એક વિચાર આવે છે કોણ કહે છે નારી તું નિર્બળ છે,
આપણા ભારતનિ દરેક નારિ માટે ,હું કંઈક કહેવા માંગું છું ,
હે નારીતું નારાયની,.........
શબ્દે શબ્દે તું શોર્ય ની આ ગાથા.................
અંતરમા ગૂંજે તારા નવદુર્ગાનિ ભાષા............
સૂર્ય જેમ તેજતુ શક્તિ સમાન નવિન અભિલાષા........
શક્તિનો અંશતુ અગ્નિ સમાન તારી દ્રદ્ શાંતવના.....
હે નારીતુ નારાયણી ગૂંજે આખા જગમા તારી જ્ ગાથા....
નારીતુ નારાયણી,નારીતુ નારાયણી,ભલે ડગલે ને પગલે હોય મુશ્કેલિઓનિ રચના........
બધે જ્ તું મોખરે એવી તારી પ્રતાપિ રચના,
પુત્રી ,પત્ની,અને મતરુપિ તારી એક આશા મને પણ સમ્માન મળે એવી મારી અભિલાષા,
નારી તું નારાયણી ,નારી તું નારાયણી તારી પણ એક અભિલાષા..............🌺🌺
ચાલો તમને થોડું ઈતિહાસ દર્શન કરાવીએ😊
12મિ સદી ની વાત છે,પાટણના મહાન રાજા સિદ્ધરાજ્ જય્સિહ્ એ પાટણના એક મહાન સમ્રાટ કહેવાય છે એમનું શાશન હતું,તેમની કહાની મને મારા નાનીએ ખૂબ જ્ સરસ કહેલી છે એવા વીર અને પ્રજા પ્રેમી રાજા હતા એ,પાટણ એ વખતે ગુજરાતનુ પતનગર્ કહેવાતું,
રાજા સિદ્ધરાજ્ જય્સિહ્ પછી પાટણના રાજા કુમાર પાળ આવ્યા અને એમના પછી પાટણ ઉપર શાશન કરવા એમના પુત્ર અજય પાળ આવ્યા,
રાજા અજય પાળ ના લગ્ન ગુજરાતની પૂર્વ એ આવેલા કદમ્બ્ નામના રાજ્ય જે અત્યાર નું ગોવા તરીકે ઓળખાય છે,તેની રાજકુમારી સાથે થયા અને તેમનું નામ નાયિકા દેવી ,
લગ્ન ના થોડા વર્ષો પછી એમને એક પુત્ર,પ્રપ્તિ થઇ જેમનું નામ મૂળરાજ ,પણ નિયતિ ને કંઈક અલગ જ્ મંજૂર હતું થોડા વર્ષોમા રાજા અજયપાલ્ નું મૃત્યુ થયું અને આખા રાજય ની પ્રજા ભાંગી પડી ,અને રાણી ને પણ દુઃખ જોવુ પડ્યું પણ એ એક વિરાન્ગના હતા એમને તત્કાલ નાના મુલ્દેવ ને ગાદી એ બેસાડ્યો અને રાજ્ય ની કમાન હાથ માં લીધી,
થોડા સમય્બાદ્ ક્રૂર આતંકી, મેહમુદ ઘોરિનિ નજર એકલી રાણી વડે ચાલતા પ્રદેશ ઉપર પડી અને એને હુમલો કરવા માટે પાટણ ઉપર ચડાઈ કરી , આ બાજુ સ્વયં દુર્ગા નું સ્વરૂપ એવા માં નયિકાદેવિ એ ઉત્તરના રાજાઓ પાસે મદદ માગી અમુક રજઓએ પોતાની સેનઓ મદદે આવ્યા અને યુદ્દ્ર્ વખતે પહેલા સ્વયં શક્તિ નું રૂપ એવા નયિકાદેવિ જી આવ્યા અને મેહમુદ ઘોરી ની સેના ને ગાજર મૂળા ની જેમ કાપી નાખતા એના તરફ આગલ વધ્યા, ઈતિહાસ માં એવું ,કહેવામાં એવું આવે છે કે નયિકાદેવિ જી ની તલવાર મેહમુદ ઘોરી ના પેટ માં ખુપિ જય અને એ પોતાની સેના લઇ ને પોતાના દેશ એ નાઠો તે પછી એને ઘણા સમય સુધી ભારત તરફ જોયું પણ નહીં,
અને એ લગાઈ માં તલવાર ના એક જ્ ઘાથિ એ નપુન્શક્ બની ગયો હતો એવું પણ કહેવામાં આવે છે,
આવા એક વીરાન્ગના રાણી નયિકા દેવી ની કહાની ને ફિલ્મ રૂપે મોટા પડદા ઉપર જોવા મળશે એ જોઈ હું ખૂબ જ્ ઉત્સુખ્ છું ,😊
આવા મહાન રાણી ને મારા ,શત શત નમન 😊🙏🙏
જય માં દુર્ગા 😊🙏
આ ફિલ્મ આવે એટલે હૂતો જરૂર જોઇશ તમે જોશો કે નહીં ?
મળીએ ફરી એક આવી જ્ ફિલ્મ અને ઈતિહાસનિ અધ્ભુત્ વાતો સાથે😊
જય માં જગત જનની ભવાની 😊🙏🙏