कुरुक्षेत्र के रण में रावण संहार, युद्ध की ज्वाला में सीता स्वयंवर
આ વાક્ય રામ ત્યારે બોલે છે જયારે, ટ્રેનમાં પહેલીવાર સીતા અને રામની પહેલી મુલાકાત થાય છે, જે રામ માટે તો અજાણી હોય છે પરંતુ સીતા માટે અનેરી હોય છે,
સીતા જાણતી હોય છે કે રામના પરિવારમાં કોઈ નથી, કાશ્મીરમાં આજરાક તત્વોથી જયારે રામ તેણે બચાવે છે ત્યારેથી જ રામ તેના હૈયામાં વસી ગયેલો હોય છે....
સીતા પત્ર લખે છે અને પત્રને રામ વાંચે છે, ઘણા બધા પત્રો સીતાએ અજાણી રીતે એડ્ડ્રેસ વિનાના લખેલા હોય છે પરંતુ તેમાં એક વસ્તુ કોમન રહેતી હોય છે તારી સીતામહાલક્ષ્મી...
ખરેખર એક પારિવારિક રીતે lovestory કેવી રીતે લખવી અને તેનું નિરૂપણ એવી રીતે પડદા ઉપર કરવું જેથી કથાને જોનાર પણ તેનો અનેરો ભાગ બની જાય આ વાત તેલુગુ ભાષાની ફિલ્મોમાં આપણે ખુબ જ જોઈ શકીએ છીએ...
ફિલ્મમાં રામનું પાત્ર ભજવનાર દુલકર અને સીતાનું પાત્ર ભજવનાર મૃણાલ ઠાકુર વચ્ચેની પાત્ર અભિનયતા અને બંનેની સમજણ પણ ફિલ્મને ખુબ અનેરી બનાવે છે....
, કહાની ફ્લેશબ્લેકમાં ચાલતી હોય છે અને તેણે આગળ વધારનાર મુખ્ય પાત્ર તરીકે આપણને રશ્મિકા મંદના જોવા મળે છે ખરેખર એમનું પણ કામ આપણને રસપ્રદ લાગે છે...
મુવીમાં આપણને રામની દરેક વ્યથા અને તેની ખુશીમાં પોતાનું સુખ જોનાર સીતાની અનેરી પ્રેમ કહાની જોવા મળે છે,
હું આ ફિલ્મના જેટલાં વખાણ કરું એટલા ઓછા છે તેલુગુ ભાષાની ફિલ્મોની અનમોલ વાતો એ છે કે તેમાં બૉલીવુડની જેમ અંગ પ્રદર્શન કરી શારીરિક પ્રેમ નહિ પરંતુ હૃદયથી ઉમરતા ભાવો વાળી વાસ્તવિકતા આપણને જોવા મળે છે એ ખાસ કરીને જોવા મળે છે...
ऐसी खूबसूरती झूठ बोले तो सच? सच भी मान जाता है।
આ dilouge રામના મોઢેથી એક અનેરો અહેસાસ સીતા માટે વહેતો જોવા મળે છે....
ખરેખર એકવાર આપણે ફિલ્મ જોવાનું શરુ કરીએ ત્યારે ઘણી દર્શનિક વાતો જાણવા મળે છે...
आपको चार बाते क्या लिखकर भेज दी, आप कश्मीर को बर्फ के हवाले कर आ गए।
રામ એક મહિનાની રજા મૂકીને સીતાને મળવા માટે આવી જાય છે અને ત્યારબાદ આ dilouge સીતા બોલે છે અને ફિલ્મને એક રમુજી અંદાજમાં જોવા મળે છે...
इतनी दूर बुलाकर बारिश में भीगा रही हो, गलत नहीं है ये ?
વરસતા વરસાદમાં ઘણીબધી બાબતો આપણને નાયક અને નાયીકાના ચહેરા ઉપર મનોહર રીતે જોઈ શકીએ છીએ, જાણે કે અનેરી રીતે જોયેલી વાસ્તવિકતા સમાન લાગતી હોય છે...
કહાની જાણે એવી રીતે આપણને બાંધી રાખવામાં સફળ થતી રહે છે કે કોઈ કવિની કવિતા જકડી રહી હોય....
सफर में जिसका इंतजार था वो मिली या नहीं? - રામ
जवाब देना चाहता हूं पर हालत इज्जत नहीं दे रहे हैं। - मृणाल ठाकुर
આ dilouge એક પ્રેમ સાથે લાગણીમય દર્શનિકતા આપણને જાણવામાં સરળ રહે તેવી બાબત માટે સહાનુભૂતિ ભરતી લાગે એવી અનુભૂતિ દર્શાવે છે,
ફિલ્મની કથાને વધુ હું તમારી સમક્ષ રજુ નહિ કરું પરંતુ આ એક અનોખી કહાની છે તમારે ફેમિલીવેલ્યુ સાથે એક અનમોલ કહાની જોવામાં વધુ રસ હોય તો આ ફિલ્મ જોવાની ખુબ મજા આવશે, ફિલ્મ છપાઈ જશે તમારીલાગણીઓ સાથે...
મને આ ફિલ્મ ખુબ જ ગમી, આ ફિલ્મના મેકરસ પ્રભાશ સાથે project -K નામની movie પણ 2024 માં રજુ કરશે જેનું બજેટ ઇન્ડિયન સિનેમામાં અત્યાર સુધીની ફિલ્મોથી સોંથી વધુ છે.... જે word war 3 પછીની કહાની જોવા મળશે ખરેખર આ ફિલ્મના પ્રોડ્યૂસર્સનું વિઝન આવનારા સમયમાં ખુબ અનેરું છે, જો આવા જ ઇમોશન્સ આપણને project k માં પણ જોવા મળશે તો વાત જ અનેરી લાગશે...
તમને આ ફિલ્મ કેવી લાગી અને ખાસ ખાસ મારું radhesyam movie રિવ્યૂ જરૂર વાંચજો તમને જરૂર ગમશે 😇💗