દરિયાયી મોજા Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયાયી મોજા

દરિયાયી મોજા આપણને ઘણું શીખવાડે છે, મોજા દૂરથી કેટલાય km સફર કરી ને આવે અને પાછા સાથે કઈંક લયી જાય પણ મૂકી જાય એ બહુજ કિંમતી હોય તેવી જ વાતો અહીં પ્રસ્તુત કરીયે છીએ.
1.
*કેટલું દૂર...?*

સારી રીતે કમાવવાની તક મળે એ માટે એક વ્યક્તિએ તેનું રહેઠાણ નાના શહેરમાંથી મોટા શહેરમાં બદલ્યું કર્યું. તે ભાડાનું ઘર શોધી રહ્યો હતો અને તેમાં તેને તેના બજેટને અનુરૂપ ઘર મળ્યું! *તેણે માલિકને પૂછ્યું - આ ઘરથી મેટ્રો સ્ટેશન કેટલું દૂર છે?*

માલિકે જવાબ આપ્યો - જો તમે એવી રીતે ચાલશો કે જાણે તમે કોઈ મોલમાં ખરીદી કરી રહ્યા છો *તો - 30 મિનિટ લાગશે...*

જો તમે મોર્નિંગ વોક માટે જઈ રહ્યા છો તેમ ચાલશો તો -
*20 મિનિટ લાગશે…*

પરંતુ જો તમે ઝડપથી ચાલશો, જાણે કોઈ કૂતરો તમને કરડશે.... *તો તમે 10 મિનિટથી ઓછા સમયમાં પહોંચી જશો...!!*

*મિત્રો, તમે તમારા લક્ષ્યને હાંસલ કરવા અને તમારા સપનાને પૂરા કરવા માટે જીવનમાં કેવી રીતે ચાલો છો તેના પર આધાર રાખે છે. કેટલીવાર ધીમું ચાલવું અને તમારી આસપાસની દુનિયાનો આનંદ માણવો પણ સારો છે... સમય અનુસાર તમારા સપનાંના સ્ટેશન સુધી પહોંચવા માટે યોગ્ય ગતિ રાખો.
2. Accident
હાઈવે પર એક નાનકડો એકસીડન્ટ થયો
એક બાઈક અને કાર વચ્ચે.

બન્ને પાર્ટી ઘાઈમાં હતી.. બાઈક સવાર કાર સવારને મારી રહ્યો હતો અને લગભગ એવી રીતે માર્યો કે કાર સવાર લોહીલુહાણ થઇ ગયેલો, પણ કાર સવાર માર ખાતા ખાતા એકજ વાત કરી રહ્યો હતો કે “મને જવાદે”. રાહદારી વચ્ચે પડ્યા અને બન્નેને અલગ કર્યા અને બાઈક સવાર રીક્ષા શોધવા લાગ્યો કેમ કે બાઈક ચાલુ નહોતી થઇ રહી

અને

કાર સવાર પોતાનું કાર્ડ આપી જતો રહ્યો.
બાઈક સવાર પોતાની બાઈક સાઈડમાં મુકી રીક્ષા પકડી પોતાને મુકામે જવા રવાના થઇ ગયો.

રીક્ષા એક હોસ્પીટલમાં પહોચી અને બાઈક સવાર ભાડું ચૂકવી હોસ્પિટલ અંદર પહોચ્યો.

બાઈક સવારના દીકરાનું ઓપરેશન ચાલુ હતું. બાઈક સવાર તેની પત્નીને દિલાસો આપી રહ્યો હતો કે સહુ સારાવાના થઈ જશે અને ત્યાંજ નર્સ આવી અને કહ્યું કે એમનું સંતાન મૃત્યુ પામ્યું છે.

વાઈફ પોતાના ઈમોશનને કંટ્રોલ નહોતી કરી શકી રહી અને રડતા રડતા એટલુજ કહી રહી હતી “ડોક્ટર જલ્દી આવી ગયા હોત તો મારો દીકરો બચી ગયો હોત” . ગુસ્સામાં બાઈક સવાર ઓપરેશન થીયેટર અંદર દાખલ થાય છે અને જુએ છે કે
*તેના દીકરાની બાજુના ટેબલ કાર સવાર જે હજી લોહીલુહાણ છે તે પોતાની પાટા પીંડી કરાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો.... “પેલા માણસે મને જવા દીધો હોત તો મેં આ છોકરાને જવા ના દીધો હોત”*

આપણે જવા દેતા ક્યારે શીખીશું ?
કોઈ જતું રહેશે ત્યારે ?
3.
*મેં આ સવારથી ઓછામાં ઓછું 5 વાર વાંચ્યું છે. ખુબ જ સાચું અને સુંદર લખ્યું છે*

એક મહિલા બસમાં ચઢી અને એક માણસની બાજુમાં બેઠી, મહિલાના હાથમાં થોડોક સામાન હતો એ સામાન ભરેલી બેગ બાજુમાં બેઠેલા માણસ ને વાગી.

જ્યારે તે વ્યક્તિ મૌન રહ્યો, ત્યારે મહિલાએ તેને પૂછ્યું કે જ્યારે તેણીએ તેની બેગથી તેને વગાડ્યુ ત્યારે તેણે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યો ..?

માણસે સ્મિત સાથે જવાબ આપ્યો:
"આટલી નજીવી બાબત વિશે અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે આપણી *એકસાથેની મુસાફરી ખૂબ ટૂંકી છે* કારણ કે હું આગલા સ્ટોપ પર ઉતરી જવાનો છું"

આ જવાબથી સ્ત્રી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે પુરુષને માફ કરવા કહ્યું અને વિચાર્યું કે આ શબ્દો સોનામાં લખવા જોઈએ.

આ જગતમાં આપણી પાસે નો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, *એકબીજા ને લડાવી મારવા ઈર્ષ્યા,* બીજાઓને માફ ન કરવા ની જીદ્દ અસંતોષ અને ખરાબ વલણથી જીવન માં અંધારું કરવું એ સમય અને શક્તિનો હાસ્યાસ્પદ બગાડ છે.

શું કોઈએ તમારું હૃદય તોડ્યું છે? શાંત રહેા.
*સફર બહુ ટૂંકી છે*

શું કોઈએ તમને દગો આપ્યો, ધંધા માં છેતર્યા ,ડરાવ્યા, કે અપમાન કર્યું ?
શાંત રહો આરામ કરો - તણાવમાં ન રહો
*સફર ખૂબ ટૂંકી છે*.

શું કોઈએ કારણ વગર તમારું અપમાન કર્યું છે? શાંત રહેા. તેને અવગણો.
*સફર ખૂબ ટૂંકી છે*.

શું કોઈએ એવી ટિપ્પણી કરી છે જે તમને ગમતી નથી?
શાંત રહેા. તેને અવગણો. ક્ષમા કરો, તેમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો અને તેમને કોઈ કારણ વગર પ્રેમ કરો.

*સફર બહુ ટૂંકી છે*

કોઈક આપણી સમક્ષ ગમે તેટલી સમસ્યાઓ ઊભી કરે, પણ જો આપણે તેનો વિચાર કરીએ તો જ તે સમસ્યા છે, તે યાદ રાખો
*આપણી સાથેની સફર બહુ ટૂંકી છે*.

*આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી. કાલ કોઈએ જોઈ નથી. તે ક્યારે તેના સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી.*

*આપણી સફર બહુ ટૂંકી છે!*
લખશો ને comment માં. ☕️ ચા પીતા પણ લખી શકાયઃ