સ્વામી વિવેકાનંદ MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વામી વિવેકાનંદ

શિકાંગોની ધર્મસભામાં એક યુવા સંત પોતાનું ભાષણ ચાલુ કરે છે અને ત્યાં બેઠેલા વિવિધ ધર્મના વાહકો સઆશ્ચર્ય સાથે એમને સાંભળે છે. એ સમયે ગુલામ ભારતમાં રહેલી આધ્યાત્મિક ચેતનાની એક માત્ર ઝલક પુરી દુનિયા અને ખાસ કરી ખ્રિસ્તી લોકોએ જોઈ જે પોતાને પૃથ્વીના માલિક માનતા હતા.

સ્વામી વિવેકાનંદ એ માત્ર એક વ્યક્તિત્વ નથી. પણ એ પૂર્ણ ભારતવર્ષની વિદ્યવતા, આધ્યાત્મિકતા, માનવધર્મ ની અજય મૂર્તિ છે. સ્વામીજી ખૂબ નાની ઉંમરમાં જ આ પૃથ્વી છોડે ગયા, પણ ભારત દેશ ખુમારી સાથે આગળ વધી શકે એવા અનેક વિચારો અને કાર્ય મૂકી ગયા છે.

સ્વામીજીએ માત્ર ને માત્ર ધર્મની જ વાત નથી કરી, એમને સમસ્ત જીવના કલ્યાણની વાત કરી છે, દેશમાં રહેલા ગરીબ, વંચિત, દલિત, શોષિતની વ્યથા અને પ્રશ્નને વાચા આપી એમના ઉધ્ધારની પણ વાત સ્વામીજીએ કરો જ છે. તમારે તમારા ધર્મને મજબૂત બનાવવો હશે તો તમારા ધર્મના ગરીબ, દલિત અને શોષિત વર્ગનું પણ સન્માન કરી એમને આદર સાથે અપનાવવા પડશે.

સ્વામીજીએ ધર્મની જીવનમાં શુ આવશ્યકતા છે એ બખૂબી આપણને સમજાવ્યું છે, સ્વામીજી કહે છે કે, "માનવજાતનું ભાવિ ઘડવામાં જે પરિબળોએ કામ કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે, તે બધામાં જેની અભિવ્યક્તિને આપણે ધર્મ કહીએ છીએ, તેમાં કરતા વધારે શક્તિશાળી પરિબળ બીજું એકેય નથી. બધી સામાજિક સંસ્થાઓની પ,
પાશ્વ્રૅભૂમિકા તરીકે ક્યાંક ને ક્યાંક તે વિશિષ્ટ બળની ક્રિયાશક્તિ હોઈ છે. માનવ ઘટકોને એકબીજાની જોડે એકઠા રાખનારી મોટામાં મોટી પ્રેરણા આ શક્તિમાંથી મલેવવામાં આવી છે."

સ્વામી વિવેકાનંદની જન્મ તારીખ ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે ત્યારે યુવાનોને સંબોધિત કરી અનેક વ્યાખાનો આપ્યા છે. એમાં એક મહત્વનું છે જ્ઞાનયોગ. જે માણસ પાસે જ્ઞાન ન હોઈ એ માણસ પશુવૃત્તિ સમાન થઈ જાય છે. જ્ઞાનયોગમાં સ્વામીએ કહ્યું છે, " જો મને માટીના એક ઢેફાનું જ્ઞાન થાય તો સમગ્ર માટીનું જ્ઞાન થઈ જાય.' એ જ યોજના પર સમગ્ર વિશ્વની રચના થઈ છે. માટીના ઢેફાની પેઠે વ્યક્તિ તો માત્ર એક અંશ છે. જો આપણે માનવ આત્માને જાણીએ- જે સમગ્રના એક અણુ સમાન છે- તેનો આદિ અને તેનો સામાન્ય ઇતિહાસ જાણીએ તો આપણે સમસ્ત પ્રકૃતિને જાણીએ. જન્મ, વૃદ્ધિ, પરિણામ, અપક્ષય અને નાશ : સમગ્ર પ્રકૃતિમાં આ ક્રમ લાગુ છે અને વનસ્પતિ તેમજ માનવને પણ તે જ લાગુ પડે છે. તફાવત ફક્ત ને ફક્ત સમયનો જ હોઈ છે. એક કિસ્સામાં એક ચક્ર એક જ દિવસમાં પૂરું થાય, તો બીજામાં સિત્તેર વર્ષમાં; પરંતુ પદ્ધતિઓ તો એક જ છે. વિશ્વના સાચા પૃથક્કરણે પહોંચવાનો એક માત્ર રસ્તો આપણા પોતાના મનના પૃથક્કરણ દ્વારા જ છે. ધર્મની યથાર્થ સમજણ માટે યોગ્ય મનોવિજ્ઞાન આવશ્યક છે. કેવળ તર્કથી જ સત્યને પહોંચવું અશક્ય છે, કારણ કે અપૂર્ણ એવો તર્ક પોતાના જ મૂળભૂત પાયાનો અભ્યાસ કરી ન શકે. તેથી મનનો અભ્યાસ કરવાનો એક જ માર્ગ છે કે હકીકતો મેળવવી, પછી બુદ્ધિ તેમને ગોઠવશે અને તેમાંથી સિદ્ધાંતો તારવશે. બુદ્ધિને એક ઘર બાંધવાનું છે પણ એ ઈંટો વિના તે બાંધી ન શકે, તેમ તે પોતે ઈટો બનાવી ન શકે. માટે હકીકતોને મેળવવાનો નિશ્ચિતમાં નિશ્ચિ માર્ગ જ્ઞાનયોગ છે.

કેટલી સરળતાથી ઉદાહરણ સાથે સ્વામીએ સમજાવ્યું કે, જ્ઞાનની અને ધર્મનું જીવનમાં શુ જરૂર છે. માણસ ને માનવ બનવા તરફનો આ એક અલૌકિક માર્ગ છે. એવું નહોતું કે સ્વામીજી ના સમયે વિરોધીઓ ન હતા. હતા પણ સ્વામીએ પોતાના કર્મમાં ધ્યાન આપી કર્મયોગનું પાલન કર્યું તેથી જ ભારતના મહાન ફિલોસોફરના સ્વામી વિવેકાનંદ અવલ્લ છે.

મેં જેટલા સ્વામીને વાંચ્યા છે, એમની ફિલોસોફી, એમનું હરેક બાબત પરનું ગુઢજ્ઞાન, અરે એ જ્યારે એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરતા ત્યારે જે કઈ ખર્ચ થયો હોય એ પત્રમાં લખતા. આવું મહાન વ્યક્તિત્વ ફરીવાર ભારતને નહિ મળે. તેથી એમના વિચારો પર આજની પેઢીએ અનુશરવાદી બની દેશ, ધર્મ અને સમાજને એક નવા વિશ્વગુરુ ભારતની ભેટ આપવી જોઈએ.


મનોજ સંતોકી માનસ