raising books and stories free download online pdf in Gujarati

ઉછેર

ના મમ્મી...... તું મારી પાસે રહે, મારે તારી સાથે રમવું છે. નાનકડો વ્યોમ જીદ કરી રહ્યો હતો. તને કેટલી વાર કહ્યું છે આવી જીદ નહીં કરવાની માયા .,... ઓ માયા .... જી દીદી ? બધું કામ પડતું મૂકીને પહેલા વ્યોમ સાથે રમ એ ને મનાવ બહુ જીદ કરતા શીખી ગયો છે. મારે અત્યારે ક્લબમાં મહિલા મંડળની મીટીંગ છે સ્પીચ આપવાની છે
ત્યાં જ ફોનની રીંગ વાગી, રીવા ફોન રિસીવ કરતા બોલી અરે હા હા મને યાદ જ છે આજે મીટીંગ ની સ્પેશ્યલ ગેસ્ટ હું છું અને મારે સ્પીચ આપવાની છે અફકોર્સ સબ્જેક્ટ મારા ધ્યાનમાં જ છે, બાળકનો ઉછેર કેવી રીતે કરવો એ જ સબ્જેક્ટ છે ને અરે આપ બિલકુલ ચિંતા ન કરશો આજના બાળકોને કેવી રીતે હેન્ડલ કરવા જેથી કરી એ જીદ્દી ના બની જાય અને એટલે જ પેરેન્ટ્સે ખાસ કરીને માતાએ બાળકને ક્વોલિટી ટાઇમ આપવો જોઈએ. હું બધા જ પોઇન્ટ કવર કરી લઈશ ડોન્ટ વરી.......


પ્રેમના રંગ


સલ્ય અને શાલ્વી ની જોડી એટલે જાણે સારસ બેલડી . આઇ લવ યુ કહીને જ ઓફિસ જાય. કામ કરતી રામી પૂછતી હેં બુન સાહેબ આખો દિવસ શું કે ? ખડખડાટ હસતા એજ કે એ મને પ્રેમ કરે છે કેમ રઘુ નથી કહેતો? કે તો જ પ્રેમ હોય એવું થોડું સ , મન ખબર સે રઘલો મને બહુ જ પ્રેમ કરે સે .
આજે અચાનક શલ્ય ગરમ થઇ ગયો અને શાલવી પર હાથ ઉગામી બેઠો ને ગુસ્સામાં નીકળી ગયો . રામી એ કહ્યું ચાલો બુન જમી લો શાલવીએ જોયું તો રડીને આંખો સૂજી ગઈ હતી મારના નિશાન પણ હતા. શાલવી અકડાઈ ફરી મારી ? ક્યાં હતી બે દિવસ ? ચલ
જમી લે પછી રઘુની વાત છે .ના બુન ઘરના એ માર્યું છે મેં બે દિવસ થી જીદ માં ખાધું નથી તો રઘુ એ પણ એક
કોળીયો મોંઢામાં નથી મુક્યો હવે હું એને મૂકીને કેમ ખાઈ લઉં ?


સમાનતા


હે રેણુકાબેન તમારા પોત્રી ને પોત્રો બેય ને હવે તો નિશાળ મેલ્યા હશે.
હાસ્તો ભણવા તો મેલવા જ પડે ને , અને છોકરો હોય કે છોકરી આપણે તો બેયને ભણાવવાના. હવેના જમાનામાં તો છોકરી ને છોકરા બધા સરખા સાચી વાતને કમુ ?
તે કઈ સ્કૂલમાં મૂક્યા બેય ને ?
આ રાજવીને ગુજરાતી સરકારી નિશાળમાં મૂકી અને રાજને ઓલી નવી અંગ્રેજી નિશાળ બની છે એમાં.
કેમ એમ બેય ને આ અંગ્રેજી નિશાળમાં જ મુક્યા હોત તો ....
અરે કમુ .. છોકરાઓને ભણી-ગણીને કમાવવાનું હોય , ગમે એવી નિશાળ માં ભણી ને ય છોકરીઓને તો રસોડું જ સંભાળવાનું છે ને !!!!!

સેવા કે ધંધો ?


અરે કેમ છો ભાસ્કરભાઈ ? શુ હાલચાલ છે ?


અરે .. વિનયભાઈ બસ મજામાં હો . આપણે શું ચિંતા છે ? બસ ખાઈ પીને મોજ કરવાની શું કહેવું ? બાકી તમે જણાવો.

બસ આપણે પણ મોજ છે. શું કરે બંને દીકરાઓ , સાંભળ્યું છે સરસ સેટ થઈ ગયા છે બંને.

હા હા બંનેને બિઝનેસ છે ને સારામાં સારો ચાલે છે.

અચ્છા શું બિઝનેસ છે ?

જો એક દીકરાએ સરસ મજાની સ્કૂલ બનાવી છે અને એક દીકરાએ હોસ્પિટલ.....

ધંધા નો ધંધો... અને સેવાની સેવા... શું કહેવું??...


કારજ


ખરેખર..... કેવું પડે બાકી બહુ સરસ કારજ કર્યુ છે મા નું , મા પાછળ કેટલા લોકોને જમાડ્યા, કેવી સરસ રસોઈ કરાવી અને દાન પુણ્ય પણ એટલું કર્યું છે .


અને સિદ્ધપુરમાં અંતિમ ક્રિયા થાય એટલે મોક્ષ તો મળ્યો જ સમજો.

રેવાબા ના પાંચ દીકરા છે પણ પાંચેય મળી બહુ સરસ મરણ વિધિ કરી. રેવાબા તો ધન્ય થઈ ગયા.

ગામના લોકો ને જ્ઞાતિ બંધુઓ અંદર અંદર વાતો કરી રહ્યા હતા


જુઓ આપણે બાઈ ની બધી મરણોત્તર વિધિ તો સરસ રીતે પતી ગઈ. બાના જે ભેગા કરેલા પૈસા પડ્યા હતા તેમાંથી આ બધું ખર્ચ કાઢતા હજુ થોડા પૈસા વધે છે તો શું કરશું ? મોટાભાઈ

અરે એમાં વિચારવાનું શું? પૈસા વધ્યા છે તો બા ની તિથિ અને શ્રાદ્ધ પણ એમાંથી થઈ જશે અને સમાજમાં સારું પણ લાગશે કે કેવું સરસ શ્રાદ્ધ કર્યું શું કહો છો .........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED