પેરેલીસીસ બુક રિવ્યૂ vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેરેલીસીસ બુક રિવ્યૂ

નમસ્કાર મિત્રો મને તમે જાણતા જ હશો હું Aka વિશેષ આજે કઈક નવી વાત રજૂ કરવા જય રહ્યો છું તમારી સમક્ષ

વાત છે મારો 18 મો જન્મ દિવસ એટલે કે 18,12, ના દિવસે આવે અને હું તેના થોડા દિવસ પછી ગયેલો મારા મામા ના ઘરે ત્યાં રોકાયો એટલે મે મામા ના ઘરે હતી એ બુકો વાંચી અને એક ને ઘરે પણ લઈ આવ્યો એનાથી એક હતી પેરેલિસિસ એને ખાસ વાંચવા કહેલું મારા ફોઈ એ અને મારી બેગ માં મૂકી એમને કે આ ખાસ રીડ કરજે તને ક્યારેક લખવા માં પણ હેલ્પ થશે એનાથી એને exam ના ટેન્શન માં મને સમય ના મળતો વાંચન નો તો 6 મહિના પડી રહી બૂક અને આખરે મે એને આખી વાંચી લીધી હવે,

વાત કરીએ આ બૂક ના લેખક ની તો એમનું નામ ચંદ્ર કાંત બક્ષી એમનું મૂળ વતન પાલનપુર હા હું જે શહેર નો એજ શહેર એ પણ આમ તો પાલનપુર થી હું 4 km દૂર રહ્યુ છું પણ અમારું ગામ ને નાતો શહેર કહી શકાય કે ના ગામડું એમ કહી શકાય half city😅 , પણ દિલ થી પાલનપુર મારા મન માં વશે અરે કેમ ના વસે મારા મામા નું ઘર છે ,અને આખું બાળપણ ત્યાંના ગલી મહોલ્લા,બજાર માં વિતાવ્યું છે☺️ ,બધી જ યાદો છે આંખ માં હજી વહી રહેલી,

પેરેલિસિસ ના લેખક ચંદ્ર કાંત બક્ષી જીનો અભ્યાસ પ્રાથમિક પાલનપુર માં થયો , અને એમને કલકતા માં પણ અભ્યાસ કરેલો અને Ba,llb સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ મુંબઈ માં અધ્યાપક તરીકે કામ કરેલું અને લેખક તરીકે પોતાની રચનાઓ ને પ્રકાશિત કરતા,

મે એમની પેરેલિસિસ વાંચી એની વાત કરું હવે તમને અને અનુભવ જણાવું ☺️😊

પેરેલિસિસ કહાની એ સામાન્ય રીતે જેમ કહાની માં જોવા મળે એમ નથી કઈક અલગ જ છે ,એક માણસ જે સપનાંમાં થી જાગી ને વહેલા વાદીઓ વચ્ચે ફરવા નીકળે છે એની ઉંમર 49 વર્ષ ની છે ,અને અચાનક બેહોશી સાથે નીચે પટકાઈ જાય છે અને સવારે હોસ્પિટલ માં તેને ખસેડવા માં આવે છે ત્યાર પછી તેને પેરેલિસિસ જેવી ગંભીર બીમારી થાય છે ,ત્યાંની વોર્ડન ની થોડો લાગણી અને મિત્રતા વાળો સબંધ બંધાય અને નવું જીવન મળવા લાગ્યું હોય એમ તેનામાં એક ઉજાસ જાગે છે,

એક એ પણ સસ્પેન્સ છે હું અહી નહિ જનાવું કે એની પાછળ ની લાઇફ શું હતી કેવી રીતે પેરેલિસિસ સુધી નો સફર આ રહ્યો અને આ કાહની નો અંત કેવો હશે એ તમને હું સસ્પેન્સ માં જાણવું તો ?


કહાની 140 page ની બૂક માંથી મે વાંચી છે ,અને એન્ડ આપને ધારીએ એવો નથી લેખક કહાની ને ક્રૂરતા થી દબાવી દે છે,

લાગણી થી ભરેલા બે સબંધો પણ છે એક દીકરી સાથે પિતા નો અને પત્ની તથા પતિ નો ,

ખરેખર આ બૂક ને લેખકે 18 વર્ષે લખી હોય એવું લાગતું જ નથી જ્યારે ચંદ્રકાંત બક્ષી 18 વર્ષ ના હતા ત્યારે લખેલી એમને આ સ્ટોરી,

મને તો ખૂબ ડુબાડી દીધો આ સ્ટોરી એ ,કહાની પણ કઈક અલગ તચ આપે એવી છે,

અત્યારે લેખક તો આપણી સાથે નથી પણ એમની અનેક રચનાઓ મૂકી ગયા છે અને એમની કલ્પનાઓ અને વિચારો સાથે આપણ ને કઈક નવું અને અલગ લખવા પ્રેરિત કરતી રચનાઓ છે,

બૂક વાંચ્યા પછી મે એમના જૂના ઇન્ટરવ્યૂ જોયા એમાં એમને એક વાત તો બવ જ મન ને ગમે એવી કહી કે લખાણ ને મે છૂટું મૂક્યું છે વ્યાકરણ નો ભાર નથી જોયો આમ જ મન ની કલ્પના ને વાંચકો સમક્ષ રાખી છે,.

બક્ષી બાબુ તરીકે ઓળખાતા લેખક ચંદ્ર કાંત બક્ષી એ અમારા નાનકડા શહેર ને ખૂબ જ ગર્વ ની અનુભૂતિ કરાવી છે,😊

તો આજે હું પણ બચ્ચન સાહેબ ની જેમ કહીશ કે કૂચ તો દિન ગુજારો ગુજરાત મે ઓર થોડા ઓર સમય હો તો કભી અંબે મા કે દર્શન કરને આ જાના બનાસકાંઠા મે ઓર પાલનપુર બીચ મે આયે તો રૂક જાના ફૂલો કી નગરી કો દેખ કે જાના, બાકી શહેર નું વર્ણન હું એક દિવસ જરૂર કરીશ મે પણ હજી આખું ફરવાનું બાકી છે હા 😊



તમને કેવું લાગ્યું આ મારું પહેલું પુત્સક રિવ્યૂ અને બક્ષી બાબુ ની કલમ નો જાદુ પણ કઈક અલગ જ છે હા,

દિલ થી આવા લેખક ને શત શત નમન 😊🙏🙏

ફરી મળીશું

જય જય ગરવી ગુજરાત,
જય હિન્દ , જય ભારત 🇮🇳