વસુધા - વસુમાં - પ્રકરણ-83  Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-83 

વસુધા અને ગુણવંતભાઇ રણોલી ગામ જવા નીકળ્યાં. વસુધા ગાડી ચલાવી રહી હતી. ગુણવંતભાઇએ કહ્યું બીજા લોકો સાથે લીધાં હોત તો સારુ થાત તું કેવું બોલે છે એ બધાને સાંભળવા મળત.

વસુધાએ કહ્યું મેં રાજલ, રશ્મીનો વિચાર કરેલો પણ ડેરીએ એ લોકોની હાજરી જરૂર હતી ત્યાં કરસનભાઇ એકલાજ હતાં. સરલાબેન અને કુમાર ઘરે છે. પાપા એકવાત મારાં મનમાં છે ઘણાં સમયથી...

ગુણવંતભાઇએ કહ્યું બોલને દીકરા... વસુધાએ કહ્યું આપણી ડેરી સરસ ચાલી રહી છે નફો પણ સારો થાય છે દૂધ મંડળીનું કામ પણ ઉત્તમ ચાલે છે. આપણાં ગામમાં સારુ દવાખાનું નથી આપણે કંઇ એવું મોટુ થાય કોઇ બીમારી થાય શહેરમાં દોડવું પડે છે ગામમાં દવાખાનું હોવુ જોઇએ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એમાં કોઇ એવી સારવાર નથી થતી. ભંડોળ ઉભુ કરીએ અથવા કોઇ એવો દાતા શોધીએ જે ગામનાં નાની તો નાની હોસ્પિટલ ઉભી કરે.

ગુણવંતભાઇએ કહ્યું તારી વાતતો સાચી છે પણ એટલાં પૈસા લાવવા ક્યાંથી ? સારો દાતા મળવો જોઇએ ગામમાં જમીનની ખોટ નથી. એ તો સરપંચને કહીએ તો સરકારી જમીન ફાળવાની કાર્યવાહી કરી શકે.

વસુધાએ કહ્યું પાપા મોટી ડેરીનાં ઠાકોરકાકાને વાત કરીએ ? એ પોતે શક્તિમાન છે અથવા હોસ્પિટલ માટે ભંડોળ કેવી રીતે એકઠું કરવું એની દોરવણી પણ આપી શકે મને ઘણો સમયથી આવો વિચાર આવે છે એકવાર ઠાકોરકાકાને વાત તો કરીએ.

પાપા તમે છો લઘુકાકા, રમણકાકા, માસ્તરકાકા બધાં ભેગા થઇને જઇએ અને ઠોકરકાકાને વાત કરીએ જે અનુદાન આપે એમનાં નામેજ હોસ્પીટલ કરીએ કંઇક પ્રયત્ન કરીશું તો કામ થશે. આપણે ફાળો ઉઘરાવીશું. થોડા આપણે પણ આપીશું.

ગુણવંતભાઇએ કહ્યું તારી વાત સાચી છે આપણે 2-3 દિવસમાં બધાને વાત કરીને ઠાકોરભાઇને મળવા જઇશું. આતો લોકઉપાયોગની અને કલ્યાણનું કામ છે બધાનો સહકાર મળી જશે.

ત્યાં રણોલી ગામ આવી ગયું..... પંચાયત પાસે ગાડી ઉભી રાખી. પંચાયતમાંથી સરપંચ બહાર આવ્યાં એમની સાથે લઘુભાઇ પણ હતાં. ગુણવંતભાઇએ કહ્યું મુખી તમે અહીંજ છો સારુ થયું. રણોલીગામનાં સરપંચે કહ્યું મેં મુખીને સવારથીજ અહીં બોલાવી લીધેલાં ગુણવંતભાઇએ કહ્યું સારું થયું.

લધુભાઇએ કહ્યું વસુધા બેટા આ ગામની બહેનો ક્યારની અહીં આવી ગઇ છે. બધાને એજ જણવાનું કૂતૂહૂલ છે કે ગાડરીયાની વસુધા આવવાની છે એણે બધી બહેનોને ભેગી કરી ડેરી ખોલી છે જે ઘણો નફો કરે છે બધાને કામ રોજગાર મળી ગયો. અહીં અમારે પણ ખોલવી છે. વસુધાએ કહ્યું હું પહેલાં બધી બહેનોનેજ મળવા માંગુ છું.

રણોલીનાં સરપંચે કહ્યું આવ દીકરા અને પંચાયતનાં પટાંગણમાં જોયુ તો 50-60 બહેનો બેઠી હતી એમાં યુવાન છોકરીઓ વધારે હતી બધી વસુધાને જોવા સાંભળ્વા એકઠી થઇ હતી.

સરપંચે ત્યાં પહોચી માઇક હાથમાં લઇને જાહેરાત કરી કે ગાડરીયાની દીકરી વસુધા આવી ગઇ છે એ તમારી સાથે વાતો કરશે દોરવણી આપશે.

વસુધાને થયું આ લોકોએ તો માઇકની વ્યવસ્થા કરી છે એને બહુ નવુ નવુ લાગી રહેલું. એણે બધાં સામે હાથ જોડ્યાં અને માઇક પાસે ઉભી રહી.

સામે બેઠેલી બહેનો સ્ત્રીઓમાં ગણગણાટ થવા લાગ્યો કે અમને હતું કે કોઇ ઉંમરવાળી બહેન હશે આતો નાની છોકરી જેવી છે એ શું બોલશે ?

વસુધાની છઠ્ઠી ઇન્દ્રીઓ એને સમજાવી દીધું એણે માઇક સામે ઉભા રહી ફરીથી નમસ્કાર કરીને કહ્યું મારી બહેનો, તમને હતું કે હું ઊંમરવાળી હોઇશ પણ હું તમારાંમાંની જ એક છું. તમારી જેમ હું ઘરકામ કરુ છું દીકરી છે મારે... જરૂરીયાત માણસ પાસે બધાં કામ કરાવે.

ગામની બહેન દીકરીઓએ સ્વાવલંબી ઘણું જોઇએ એવું હું દ્રઢ રીતે માનું છું. કોઇનાં પણ આધારે જીવવાં કરતાં આપણે જાતે આગળ આવવું જોઇએ આપણે બધાં સંસ્કારી માં બાપનાં સંતાનો છીએ આપણે આપણાં ઘરમાં આપણી માં ને બધાં કામ કરતાં જોઇ છે. ઘરમાં - વાડામાં ગાય ભેંશ બળદ હોય છે.

ઘણાં પાસે ઘેટા બકરાં પણ હશે. આ પશુધન આપવું સાચું ધન છે. એમની સેવા બધાં કરતાંજ હશે દૂધ ઉત્પાદન કરતાંજ હશે. એમાંથી આપણો ઘર ખર્ચ નીકળતો હોય છે આપણી પાસે તો ખેતી પણ છે. આપણો આ ખેતી અને પશુપાલન બહુ મોટો ધંધો બની શકે. ખેતીને ધંધો બનાવો એમાં બારમાસનું અનાજ ખાવા મળી રહે છે માત્ર એટલુંજ નહીં પણ બાગામત અને ખેતી નિષ્ણાંતો કહે છે કે રોકડીયા પાક લો એમ આપણાં પશુપાલનમાં કાળજી રાખી દૂધ ઉત્પાદન વધારીએ. જેટલું વધુ દૂધ એટલી વધુ આવક.. દૂધ ઉત્પાદન વધશે એમા "ફેટ" નું પ્રમાણ મળશે પૈસા વધારે મળશે.

અહીંની બહેનો ખૂબ મહેનતું છે મહેનત પ્રમાણે પૈસા મળવા જોઇએ. આત્મનિર્ભર બનવું જોઇએ તમારી દૂધ મંડળીનું દૂધ પણ અમારી ડેરીમાં ભરાય છે. તમે પણ અહીં ભેગાં થઇને સહકારી ડેરી ઉભી કરો બધાને કામ અને વધુ આવક મળી રહેશે.

ખેતીમાં... આપણી જમીનમાં પાક, ઘાસ બધુજ ઊગે છે એ શેઢા પર ઝાડ ઊગાડો અને પાક કરતી જમીનમાં ઊંચી જાતનું ઘાસ ઊગાડો આપણી ગાય ભેંશને તાજી ઘાસ આપો બીજાં ઘણાં ઉપાયો નિષ્ણાંતો સૂચવે છે મારે વધારે બોલવાનું ના હોય આમાં ઘણાં અનુભવી પશુપાલકો હશે બહેનો હશે મને જણાવવામાં આવ્યું કે મારે મારો અનુભવ તમને કહેવો. મારાં કામથી કોઇ પ્રેરીત થશે તો એ મારું અહોભાગ્ય હશે. હું તમને ક્યાંય મદદરૂપ થઇ શકું તો એનાંથી વધુ કોઇ આનંદ મને નહીં હોય.

બહેનો હું તમને મારી ડેરીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપું છું મને જે સહકાર મળ્યો છે એવો તમને મળશે.... તમે કંઇ વધુ વિશ્વાસ કરશો તો મારુ અહીં આવવું સાર્થક થશે.

તાળીઓનાં ગડગડાટથી બધાએ વસુધાનું ભાષણ વધાવી લીધું એમાંથી એક આગેવાન મહીલાએ કહ્યું અમે તમારી ડેરીએ આવીશું બધુ જોઇશું અહીં અમે પણ ડેરી ઉભી કરીશું.

વસુધાએ કહ્યું ચોક્કસ ઉભી થશે. ત્યાં બીજી એક છોકરીએ ઉત્સુક્તાથી પૂછ્યું કે.... એ સાંભળી...



વધુ આવતા અંકે - પ્રકરણ-84