વસુધા - વસુમાં - પ્રકરણ-78 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-78

વસુધા અને ગામ લોકોએ સહકારથી ડેરી ઉભી કરી એનું ઉધ્ધાટન કરવા મોટી ડેરીનાં મોટાં માથા અને ચેરમેન ઠાકોરભાઇ પટેલ પોતે આવ્યાં હતાં. મોટી ડેરીની સરખામણીમાં આ સાવ નાની ડેરી હતી ક્યાંય સરખામણી શક્ય નહોતી એ સ્વાભાવીક છે છતાં ઠાકોરભાઇની ચકોર નજર બધે ફરી હતી ડેરીની સાથે સાથે પશુ દવાખાનું ઉભું કરવું ડેરીની સફળતા પછી એમાં વિકાસ કરવા જગ્યાની અનુકૂળતા અને એની ઉપલબ્ધી... બધાં પાસાં વિચારેલાં હતાં... તદ્દન સ્વચ્છ બધુંજ... એમણે હરખાઇને વખાણ કર્યા શાબાશી આપી.

ઠાકોરભાઇએ કહ્યું “મારો બધોજ સહકાર રહેશે તમે ગામજનો અને દીકરી વસુધાની દૂરદેશી સહકાર જોઇ મને કહેવાનું મન થાય છે કે તમે જો એક વર્ષનાં ગાળામાં તમારું લક્ષ્ય હાંસિલ કરી લેશો તો તમને મોટી ડેરી સાથે ધંધો કરવાની પણ ઓફર આપીશું નવાં ઉત્પાદનો માટે શિક્ષણ આપીને આગળ વધવાની તક આપીશું.”

ઠાકોરભાઇનાં વ્યક્તત્વને બધાએ તાળીઓથી વધાવી લીધુ વસુધા આનંદમાં આવી ગઇ એ આજે ખૂબ ખુશ હતી પછી ઠાકોરભાઇએ વસુધાને બોલાવી અને કહ્યું “ તે ભલે માઇકની વ્યવસ્થા ના કરી પણ મારો સંદેશ બધાને પહોંચી ગયો છે હવે તું પણ બે શબ્દ બોલ...”

વસુધા એમનું સાંભળી થોડી અચકાઇ પણ પછી પૂરા આત્મવિશ્વાસ સાથે બોલવાનુ શરૂ કર્યું.

“માનનીય ઠાકોરભાઇ સાહેબ, સુરેશભાઇ, નાથાકાકા મારાં પ્રેરણાદાયી પિતાજી મને જન્મ આપનાર પિતાજી મારી સખી સરલાબેન, બધી ગામની બહેનો, ભાઇઓ માનનીય ઠાકોરભાઇ સાહેબે જે પ્રેરણા આપી છે એને લક્ષ્ય બનાવીને કામ કરીશું. બધાનો સહકાર છે તો ડર શેનો ? અને બહેનો માતાઓ ખંતથી કામ કરીશું બધાનો સહકાર અને આશીર્વાદ મળતા રહેશે એવી આશા રાખું છું.”

“આજે ઉધ્ધાટન કર્યા પછી ડેરી ચાલુ થઇ ગઇ છે એ કાયમ ગતિમાન રહેશે કદી બંધ નહીં થાય એવો વિશ્વાસ આપું છું દોરવણી અને પ્રેરણા અમારાં પ્રેરકબળ છે એને અનુસરીને કામ કરીશું આજે હાજર રહેનાર સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું” એમ કહી બધાને નમસ્કાર કર્યા.

**************

ડેરીનાં ઉધ્ધાટન થયે આજે 10 દિવસ ઉપર થઇ ગયાં. બઘાને એમની યોગ્યતા પ્રમાણે કામ સોંપાઇ ગયું હતું જે અપેક્ષા હતી એંથી વધુ સારી રીતે કામ થઇ રહેલું અને એનાં રીપોર્ટથી સુરેશભાઇ ત્થા અન્ય આગેવાનોને સંતોષ હતો ગામ આખાનું દૂધ ડેરીમાં ભરાતું હતું, દૂધ મંડળીનું બધું દુધ ડેરીમાં ભરાય એનાં પૈસા ચૂકવાય. બધાને ફેટ પ્રમાણે પૈસા ચૂકવાતાં હતાં.

ડેરીનાં પ્રોડકશનમાં હવે માખણ, ચીઝ અને શ્રીખંડ બનાવવાનું ચાલુ કરવાનું પણ આયોજન થઇ રહ્યું હતું. ખાવાનું દૂધ અલગ, એની ફેટ એટલે કે એની ચરબી અલગ કરીને એમાંથી વિવિધ બનાવટો બનાવવાનું ચાલુ કરવા માટે મશીન કામ કરવા લાગ્યાં હતાં એનાં પેકીંગ માટેની ડીઝાઇન તૈયાર થઇ રહી હતી અત્યારે જથ્થામાં દૂધની ફેટ અલગ કાઢીને મોટી ડેરીને મોકલી દેવાતી હતી એમાં સારાં પૈસા મળી રહ્યાં હતાં.

દૂધની બનાવટો બનાવ્યા પછી છૂટી પડતી છાશ મંડળીનાં સભ્યોને મફત આપી દેવાતી હતી અને આયોજન હતું કે દર સોમવારે અને ગુરુવાર બધાં ગામ લોકોને છાશ મફત આપવી.. છાશનું માર્કેટીંગ કરવા માટે અલગ કમીટી બનાવી હતી. બધું કામ આયોજન પ્રમાણે ચાલી રહેવું....

*****************

વસુધા દોડીને રૂમમાં ગઇ રડતી આકુને ઊંચકી વહાલ કરવા માંડી પણ આકાંક્ષા રડી રહી હતી એને આરામ નહોતો. વસુધાએ સરલાએ કહ્યું “કુમારને કહીને શહેરમાં આપણને લઇ જાય... દિવાળી ફોઇ અને માં એ જો બધાં પ્રયત્ન કર્યા હોય ઘરગથ્થુ તો બીજો ઉપાય એને દવાખાનેજ લઇ જવી પડશે.”

વસુધાએ કહ્યું “ભાવેશકુમાર તો ડેરીનાં કામે શહરમાંજ ગયેલા છે. માખણ, ચીઝ, છાશ, શ્રીખંડ બધાનાં પેકીંગ માટે ડીઝાઇન બનાવવા આપી હતી એ લેવાં ગયાં છે સાથે પાપા પણ ગયાં છે ઘરે કોઇ નથી.,”

ત્યાં ભાનુબહેને કહ્યું “અરે કરસનને ફોન કરને એને બોલાવી લે મોટરસાયકલ પર લઇ જશે તમે કુમારને ફોન કરી દો પાછા વળતાં એમની સાથે આવી જવાશે”.

વસુધાએ કહ્યું “હાં માં એવુંજ કરીએ આકુની પીડા મારાંથી જોવાતી નથી..” સરલાએ કહ્યું “હું કરસનભાઇને ફોન કરું છું..”. દિવાળીફોઇએ કહ્યું “બેટા ત્યાં સુધી હું એની ડુંટીએ હીંગ ભીની કરીને લગાડી દઊં પણ મને લગાવવાજ નથી દેતી પેટને અડતાંજ એ બૂમો પાડવા લાગે છે.”

વસુધાએ કહ્યું “તમે હીંગ લાવો હું લગાવું છું “ એને સમજાવીને દિવાળી ફોઇ રસોડામાંથી નાના છાલવામાં હીંગ ભીની કરીને લાવ્યાં.

વસુધાએ આકુને કહ્યું “બેટા હવે તો તું મોટી થઇ ગઇ. મારી બહાદુર બેટી આમ રડે સારુ લાગે ? હીંગ લગાવુ તરતજ મટી જશે..”. એણે આકુને સમજાવી પટાવી હળવેથી હીંગ લગાવી દીધી.

સરલાએ કહ્યું “કરસનભાઇ આવેજ છે તમે જઇ આવો હું ભાવેશને પણ ફોન કરુ છું. એ તમને ત્યાં મળશે પાછા વાળતાં ગાડીમાં આવી જજો.” ભાનુબેન કહે “આપણી ગાડી પડીજ છે પણ ચલાવે કોણ ? હું કેટલાય સમયથી કહુ છું ગાડી શીખી લો તમે બંન્ને જણાં... પણ મારુ કોઇ સાંભળતુજ નથી આવાં સમયે કેટલું કામ લાગે ?”

સરલાએ કહ્યું “માં ગાડી શીખવાનો સમય તો મળવો જોઇએ. પણ હવે શીખી લઇશું તારી વાત સાચી છે. વસુધાએ શીખવાની ખાસ જરૂર છે.”

ત્યાં કરસન આવ્યો બોલ્યો “શું થયું આકુને ? ચાલો ભાભી હું લઇ જઉં છું હું ડેરીએજ હતો હું રમણકાકાને સોંપીને આવ્યો છું જો કે ત્યાં રશ્મી અને રાજલ બધાં છે જ.”

વસુધા આકુને લઇને બાઇક પર બેસી ગઇ...

**************

વધુ આવતા અંકે - પ્રકરણ-79