"પણ એ તને કેમ છોડી ગયો ?!" જ્યારે તેને એણે કહ્યું, તે પોતાને સંભાળી શકી નહિ, તે રડી પડી!
"અમારું,..." તે આગળ બોલવા માંગતી હતી પણ બોલી શકી નહીં!
"તેણે મને ઘણો સાથ આપ્યો છે. આજે હું જે પણ છું અને ફક્ત તેના કારણે!" તે બોલી રહી હતી.
"હા, પણ એણે તમને..." એની વાતને અડધેથી કાપતા તેને કહ્યું - "મારો પરિવાર મને ભણવા પણ દેતો નહોતો, જો તે મારી સાથે ન હોય તો!"
તેણે તેની વાત પણ સાંભળી.
"એક વાત કહો, તમે મને પ્રેમ કરશો ?!" તેણે તેને ખૂબ જ નરમ સ્વરમાં પૂછ્યું.
"હું મારા દિલમાં તે જગ્યા કોઈને આપી શકું નહીં!" તે પાછળથી રડવા લાગી.
તે એક ખૂબ જ સુંદર વસંત ઋતુની રાત હતી. બેક ગ્રાઉન્ડ પર હળવું મ્યુઝિક વાગી રહ્યું હતું. થોડે થોડે અંતરે ઘણા ટેબલો મૂકવામાં આવ્યા હતા. એવા જ એક ટેબલ પર આ બંને લોકો હતા.
છોકરો અહીં તેની નવી થનાર પત્ની સાથે વાત કરવા આવ્યો હતો! પણ તેને ખબર નહોતી કે તે પોતાનો પહેલો પ્રેમ યાદ કર્યા પછી આટલું રડશે!
બંનેએ ઓર્ડર આપી દીધો હતો, પણ કંઈ જ ખાતા ન હતા!
"જુઓ, પ્લીઝ રડશો નહીં!" છોકરાએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો.
"એક વાત કહો?!" યુવતીએ તેને પૂછ્યું.
"હા બોલો!" છોકરાએ કહ્યું.
"હું બહુ જ દિલગીર છું, પણ હું તમને એનું જે સ્થાન છે એ નહિ આપી શકું!" તેણે માત્ર રડતાં કહ્યું.
"આઇ અન્ડરસ્ટેન્ડ!" છોકરાએ કહ્યું.
"તમે જાણો છો, અમે સાથે અભ્યાસ કર્યો! ખરેખર તો, તેના કરતા વધુ કોઈ મને પ્રેમ કરી શકે નહીં!" તેણે ઉત્સાહથી કહ્યું!
"એક વાત કહે, તે તને એટલો જ પ્રેમ કરતો હતો?!?" છોકરાએ તેને પૂછ્યું જે ક્યારનો એ પૂછવા પ્રયત્ન કરી રહ્યો હતો!
"હા, તેણે પણ મને ખૂબ પ્રેમ કર્યો, પણ ..." તેણે બોલવાનું બંધ કર્યું જાણે એણે બોલવું જ ન હોય!
"તમે નાનપણથી સાથે હતા ?!" છોકરાએ તેને પૂછ્યું.
"હા, અમે બંનેનું ઘર સામસામે જ હતું!" યુવતીએ સમજાવ્યું.
"જો તે છોકરો પણ તને ખુબ ચાહતો હતો, અને તું પણ એને એટલો જ પ્રેમ કરે છે, તો પછી તમે બંને કેમ લગ્ન ન કરી શક્યા?!" છોકરાએ ખૂબ જિજ્ઞાસાથી સવાલ કર્યો.
"કેમ કે અમારું ઘર સામસામે હતું, પાસપાસે નહિ! અમારી જાતિના લોકો અમારા મકાનમાં રહેતા હતા અને બીજી જાતિના લોકો અમારી સામે રહેતા હતા! એક જ ગામના તો પણ ફળિયા જુદા જુદા હતા!" તેણે કહ્યું.
"અમારા બંનેને ખૂબ પ્રેમ હતો, પરંતુ અમારું નસીબ અમને સાથ આપવા નહોતું માંગતું!" તે છોકરી એ કહ્યું તો એનાથી રડાઈ જવાયું.
"મહેરબાની કરીને તમે રડશો નહીં!" તરત જ તે છોકરાના મોં માંથી શબ્દો નીકળી પડ્યા! તે છોકરો કોઈને આ રીતે રડતો જોઈ શકતો નહોતો, અને આ છોકરી તેની પોતાની બનવાની છે ...
"હું આ લગ્ન બસ એની માટે જ કરું છું, અને ફક્ત તેના આનંદ માટે! કૃપા કરીને મારો ભૂતકાળ સાંભળ્યા પછી આ લગ્નને ના પાડો નહીં! તેમણે મને કહ્યું કે જો હું બીજા કોઈ સાથે લગ્ન કરું તો તે ખૂબ ખુશ થશે!" છોકરીએ રડતાં રડતાં કહ્યું.
"આય લવ યુ, તમે ખૂબ સારી છોકરી છો!" તેણે કહ્યું અને તેને આલિંગન આપ્યું.
"સાંભળ, તું એની જ જાતિનો છું, અને બધી રીતે તું તેના માટે બરાબર છું. પ્લીઝ યાર, તેની સાથે લગ્ન કર, જો તે ખૂબ સારી છોકરી છે. કોઈન પણ એની કરતાં વધુ સમજદાર અને ઘરેલું છોકરી નહીં મળે તને. જો જો તું એને ખુશ રાખીશ તો હું પણ ખુશ રહીશ! " તેના દોસ્તે જે કહ્યું હતું તે તેને હજી યાદ હતું.
જો આ છોકરી ઇચ્છતી હોત, તો તે આ બધી બાબતો મારાથી છુપાવી શકતી હતી, પણ તેણે તે કર્યું નહી, યાર, મારા દોસ્તે કહ્યું તેમ તે ખૂબ સારી છે! એણે વિચારવાનું શરૂ કર્યું.