મેજિક સ્ટોન્સ - 22 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેજિક સ્ટોન્સ - 22

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટરની પ્રેમિકા માઇરા જસ્ટિનને મારવાં સારા નું રૂપ ધારણ કરીને આવે છે, પણ જસ્ટિન એની ચાલ ને સમજી જાય છે. માઇરા ની અસલિયત વિકટર ખુલ્લી પાડી દે છે. જેથી માઇરા જસ્ટિન અને વિક્ટર ના ચંગુલમાંથી ભાગી જાય છે. વિક્ટર અને જસ્ટિન તરત જ સારા ને ઘરે જાય છે જ્યાં સારા બંધી અવસ્થામાં હોય છે જેને તેઓ છોડાવે છે. હવે આગળ.)

વ્હાઈટ જસ્ટિન ઉપર એક મેસેજ છોડી આપે છે. એમાં વ્હાઇટ જણાવે છે કે તે સભામાં એક પ્રસ્તાવ મૂકવાની માંગણી કરી હતી એની પરવાનગી આવી ગઈ છે. કાલની સભામાં તારે પ્રસ્તાવ લઈને હાજર થવાનું છે. નિયત સમયે પહોંચી જજે. જસ્ટિન વ્હાઇટ નો મેસેજ જોય છે અને પ્રસ્તાવની પરવાનગી મળી છે એ સાંભળી ખુશ થાય છે.

જસ્ટિન (ગ્રીન) સભામાં પોતાનો પ્રસ્તાવ લઈને હાજર થાય છે. જસ્ટિન પોતાની સીટ ઉપર જઈને બેસી જાય છે.થોડીવાર બાદ બ્લેક સભામાં આવે છે અને સભા આગળ વધારવા ઈશારો કરે છે. વ્હાઇટ ઊભો થાય છે અને સભાની વચ્ચે આવે છે.
' આજે આપણે ગ્રીને ( જસ્ટિન ) જે પ્રસ્તાવ ની માંગણી કરી હતી જેને આપણે મંજૂરી આપી હતી. આજે આપણે ગ્રીન નો પ્રસ્તાવ સાંભળવા અને પ્રસ્તાવ ને માન્યતા આપવી કે નહિ આપણે તે માટે હાજર થયા છે.'
' જસ્ટિન હવે તું પોતાની પ્રસ્તાવ સભામાં રાખી શકે છે.' વ્હાઈટ કહે છે.
ગ્રીન ( જસ્ટિન ) પોતાની સીટ ઉપરથી ઉભો થઈ સભાની વચ્ચે આવીને ઊભો રહે છે.
' હું અહીંયા જે પ્રસ્તાવ લઈને આવ્યો છું એ સાંભળી તમને થોડું અટપટું લાગશે કે અત્યારનો આવેલો છોકરો જેને પોતાની શક્તિ ઉપર હજી પુરે પુરી કાબુ પણ નથી મેળવ્યું તે અમારી સામે મોટી મોટી વાતો કરી રહ્યો છે. પણ હા વાત મોટી જ છે કેમ કે એના ઉપર આપણું આવનારું ભવિષ્ય નક્કી થશે.' જસ્ટિન કહે છે.
' અમે સાંભળીએ છીએ.' બ્લેક કહે છે.
' ગોડ હન્ટર જે આપણા ઉપર તાક મારીને બેઠો છે. જેને આપણી પાસે રહેલા મેજિક સ્ટોન્સ જોઈએ છે. મેજિક સ્ટોન મેળવવા માટે ગોડ હન્ટરે મારા ઉપર ઘણા હુમલાઓ કર્યા પણ મેં એની સામે ઘૂંટણ ટેકાવ્યા નહિ અને એનો સામનો કરી એના બધા જ દાવપેચ ને ઊંધા પાડી દીધાં. પણ હવે....' એમ કહી જસ્ટિન રોકાય છે.
' પણ હવે શું ?' બ્લેક કહે છે. બધા સભાસદો એની તરફ જુએ છે.
' પણ હવે એ સમજી ગયો છે કે આપણા ઉપર હુમલો કરી એને સફળતાં મળવાની નથી માટે ગોડ હન્ટર પોતાના પ્લાન માં ફેરફાર કરી રહ્યો છે. તે આપણને છોડીને આપણા અંગત લોકોને નિશાન બનાવી રહ્યો છે. જેથી આપણે હાર માની લઈએ.' જસ્ટિન કહે છે.

બીજી તરફ શિપના દરવાજા ખૂલે છે અને માઈરા ગભરાયેલી હાલતમાં ગોડ હન્ટર પાસે આવે છે.
' માંડ માંડ હું બંને પાસેથી જીવ બચાવીને ભાગી આવી.' માઇરા કહે છે.
' શું થયું ત્યાં ?' ગોડ હન્ટર માઇરા ને પૂછે છે.
' હું ત્યાં સારા નું રૂપ ધરીને જસ્ટિન પાસે ગઈ હતી. પણ સાલા ને ખબર પડી ગઈ કે હું સારા નથી કોઈ ઓર છું.' માઇરા કહે છે.
' એમને તારા ઉપર શક કંઈ રીતે પડ્યો ?' ગોડ હન્ટર પૂછે છે.
' જસ્ટિન બહું બુદ્ધિશાળી છે એને યુક્તિ લગાવીને મને પકડી પાડી હશે, અને ઉપર થી એની સાથે ગદ્દાર વિક્ટર છે.' માઇરા કહે છે.
' જસ્ટિન ને કેટલી વાર મરવા જતા વચ્ચે એ ગદ્દાર આવી જાય છે. જસ્ટિન નું પછી હવે મારે પહેલાં વિક્ટરને થીકાને લગાવવાનું વિચારવું પડશે.' ગોડ હન્ટર કહે છે.
' હા બોસ, પહેલાં એ ગદ્દાર ને રસ્તે થી હટાવવો પડશે.' માઇરા કહે છે.

આ તરફ જસ્ટિન પોતે અનુભવેલી વાતોને બધાંને જણાવે છે.
' તું કહેવા શું માંગે છે એ હવે તું સીધે સીધું કહે.' બ્લેક કહે છે.
' ગોડ હન્ટર આપણને કે આપણા પરિવારજનો કે કોઈ મિત્ર કે કોઈ ખાસ ને નુકશાન ન પહોંચાડે એ માટે આપણે એના ઉપર જ હુમલો કરવો જોઈએ. ગોડ હન્ટર આપણને નિશાનો બનાવે એ પહેલાં આપણે જ એણે નિશાનો બનાવી દઈએ તો ?' જસ્ટિન પ્રસ્તાવ મૂકે છે.
' પણ કંઈ રીતે આપણે એને મારી શકીએ ? તને લાગે છે કે એ એટલું સરળ છે ? તને શું લાગે છે કે અમે પ્રયત્ન ન કર્યો હોય ?' બ્લેક કહે છે.
' હું તમારી શક્તિ ઉપર સંદેહ નથી કરી રહ્યો. હું માત્ર મારો મત તમારી સમક્ષ રાખી રહ્યો છું. તમને નીચું દેખાડવાનો મારો કોઈ ઈરાદો નથી.' જસ્ટિન કહે છે.
' એ વાત છોડ, તારી પાસે પ્લાન શું છે એ જણાવ અમને ?' બ્લેક કહે છે.
' તમે જેમ કહ્યું એ પ્રમાણે ગોડ હન્ટર ને મારવો એ કોઈ ખાવાના ખેલ નથી. આપણે એની માટે એને બેવકૂફ બનાવવો પડશે. સિંહ ને પકડવા માટે આપણે ચારો નાખવો પડશે.' જસ્ટિન કહે છે.
' ચારો અને કંઈ રીતે ? થોડું ખુલીને વાત કર.' રેડ કહે છે.
' આપણે એક અફવા ગોડ હન્ટર સુધી પહોંચાડ શું કે આપણે બધા આર્ગો - એસ ગ્રહ ઉપર પિન્ક સ્ટોન શોધવા માટે જઈ રહ્યાં છે.' જસ્ટિન કહે છે.
' પિન્ક સ્ટોન પણ એવો તો કોઈ સ્ટોન નથી.' બ્લૂ કહે છે.
' મારી વાત પહેલાં પૂરી થવા દો. આપણે એના સુધી વાત પહોંચાડી શું કે આપણે બધા પિન્ક સ્ટોન શોધવા આર્ગો - એસ ગ્રહ ઉપર જઈ રહ્યા છે. પિન્ક સ્ટોન જેની પાસે હોય એ વ્યક્તિ અમર થઈ જાય છે. અમર થવાનું સાંભળી ગોડ હન્ટર ત્યાં આવ્યા વગર નહિ રહે અને આપણે આપણા પ્લાન ને અંજામ આપી શકીશું.' જસ્ટિન એની વાત સભા સમક્ષ રાખે છે.'
' પણ આપણો આ દાવ આપણા ઉપર ઊંધો પણ પડી શકે છે.' બ્લેક કહે છે.
' તમારી પાસે કોઈ બીજો રસ્તો છે ? ગમે ત્યારે તો આપણે એની સામે લડવું તો પડશે જ, તો હમણાં કેમ નહિ. હમણાં સ્ટોન ધારીઓની સંખ્યા પૂર્ણ છે. અગર આપણાં માંથી કોઈ પણ મૃત્યુ પામ્યું તો આપણી તાકાત ઓછી થઈ જશે અને આપણે પૂર જોશથી ગોડ હન્ટર ને ટક્કર નહિ આપી શકીએ.' જસ્ટિન કહે છે.
' તારી વાત માં પણ દમ છે. પણ મારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બધા સભ્યોની રાય લેવી પડશે. બધા નો મત શું છે એના પર થી હું અંતિમ નિર્ણય લઈશ. હું જે પણ નિર્ણય લઈશ એ આપણા સ્ટોન સમુદાયના હિતમાં જ હશે. તું થોડીવાર માટે બહાર જા. અમે થોડી અંદર અંદર વાતો કરી લઈએ.' બ્લેક કહે છે.
' ઠીક છે, હું તમારા જવાબ ની રાહ જોઇશ.' એમ કહી જસ્ટિન સભાની બહાર જતો રહે છે.

વધું આવતાં અંકે...

( શું જસ્ટિન નો પ્રસ્તાવ બધા સભાસદો માની લેશે ? શું બધા મળીને ગોડ હન્ટર ને ફસાવવામાં સફળ રહેશે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)