મેજિક સ્ટોન્સ - 23 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેજિક સ્ટોન્સ - 23

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ને સભામાં પ્રસ્તાવ મૂકવાની પરવાનગી મળી જાય છે. બીજી તરફ માઇરા પોતાનો જીવ બચાવી ભાગીને ગોડ હન્ટર પાસે પહોંચે છે. બીજી તરફ જસ્ટિન પોતાનો પ્રસ્તાવ સભામાં રાખે છે અને કહે છે કે ગોડ હન્ટર આપણાં તરફ આવે તે પહેલાં આપણે જ એણે ખતમ કરી દઈએ. બધા જસ્ટિન ના પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરે છે. હવે આગળ )

સભામાં બધા અંદર અંદર વાતચીત કરે છે અને તેઓ કોઈ નિર્ણય ઉપર પહોંચે છે. જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે.જસ્ટિન પોતાની સીટ ઉપર આવીને બેસી જાય છે.
બ્લેક વ્હાઇટ તરફ હાથ ઊંચો કરી ઈશારો કરે છે. વ્હાઇટ એનો ઈશારો સમજી જાય છે અને માથું નમાવી હકારમાં જવાબ આપે છે.
' જસ્ટિન બધાએ તારો પ્રસ્તાવ સાંભળ્યો અને એના ઉપર અમે લોકોએ દીબેટ પણ કરી અને અંતે અમે એ નિર્ણય લીધો છે કે તું સત્ય કહે છે કે હમણાં નહિ તો પછી આપણે ગોડ હન્ટર સાથે મુકાબલો તો કરવો જ પડશે. તો અત્યારે જ કેમ નહિ.અમે તારા પ્રસ્તાવ ને માન્યતા આપીએ છીએ.' વ્હાઇટ કહે છે.
' બધા સભાસદો નો હું આભારી છું કે એમને મારા પ્રસ્તાવ ઉપર વિશ્વાસ દાખવ્યો.' જસ્ટિન પોતાની જગ્યાએ ઊભા થઈને કહે છે.
' આગળનો પ્લાનિંગ શું છે ?' બ્લેક કહે છે.
' આપણે આપણા પ્લાન પર વળગી રહેવાનું છે. જો આપણાં ધાર્યા પ્રમાણે જો થયું તો જીત આપણી જ થશે.' જસ્ટિન કહે છે.
' ગોડ હન્ટર સુધી ખબર પહોંચાડશે કોણ ?' બ્લેક કહે છે.
' મારી પાસે એનો પણ રસ્તો છે.' જસ્ટિન કહે છે.
' કેવો રસ્તો ?' બ્લેક પુછે છે.
' જેમ તેઓની ગતિવિતી ઉપર આપણે નજર રાખીએ છીએ એમના બધા મેસેજ ને ટ્રેસ કરીએ છીએ. તેમ એ લોકો પણ આપણને પકડવા માટે આપણને પણ ટ્રેસ કરતા હશે. આપણે એજ સિસ્ટમ નો ફાયદો ઉઠાવીશું.' જસ્ટિન કહે છે.
' કંઈ રીતે ?' બ્લેક પૂછે છે.
' જેમ કે એ લોકો આપણા મેસેજ ટ્રેસ કરવાની કોશિશ તો કરતાં જ હશે, તો આપણે એજ તક નો ફાયદો ઉઠાવી એક મેસેજ મોકલીશું. મેસેજ એ રીતે વ્હાઇટ મારા ઉપર મોકલશે કે જેથી એ લોકો સરળતાથી ટ્રેસ કરી શકે. અને એમાં એજ માહિતી હશે જે આપણે એના સુધી પહોચાડવા માંગીએ છીએ. ગોડ હન્ટર ને તો એજ લાગશે કે એને આપણી ગુપ્ત માહિતી જાણી લીધી. ને આપણું કામ થાય જશે ' જસ્ટિન કહે છે.
' ઉમદા તરકીબ છે, શાબાશ છોકરા.' બ્લેક જસ્ટિનને કહે છે.

વ્હાઇટ જસ્ટિન ઉપર એક વીડિયો મેસેજ છોડે છે. એમાં જસ્ટિન ને માહિતી આપવામાં આવે છે કે આર્ગો - એસ ગ્રહ ઉપર પિન્ક સ્ટોન હોવાની સંભાવના છે. પિન્ક સ્ટોન જેની પાસે પણ હશે તેને એ અમર બનાવી દેશે. એ વ્યક્તિને અમરત્વ પ્રદાન કરશે. આમ મેસેજ જસ્ટિન ઉપર મોકલે છે. ગોડ હન્ટર નો ખાસ માણસ સાઇન્તિસ્ત એન આ મેસેજ ને ટ્રેસ કરી લે છે અને દોડતો દોડતો ગોડ હન્ટર પાસે જાય છે.
' તું આટલો ઉતાવળમાં ક્યાં જાય છે.' ગોડ હન્ટર એને પૂછે છે.
' હું તમારી પાસે જ આવી રહ્યો હતો.' સાઇન્તિસ્ત એન કહે છે.
' એવી તો એવું ઇમરજન્સી આવી ગઈ ?' ગોડ હન્ટર પૂછે છે.
' આપણી ટીમે એક મેસેજ ટ્રેસ કર્યો છે. જે તમારે જોવો અત્યંત જરૂરી છે.' સાઇન્તિસ્ત એન કહે છે.
' ઠીક છે ચાલ.' એમ કહી ગોડ હન્ટર અને સાઇન્તિસ્ત એન બંને કંટ્રોલ રૂમમાં જાય છે. ત્યાં જઈને સાઇન્તિસ્ત એન ગોડ હન્ટર ને મેસેજ બતાવે છે. સાઇન્તિસ્ત એન વિડિયો મેસેજ પ્લે કરે છે.
' જસ્ટિન આપણે આર્ગો - એસ ગ્રહ ઉપર જવું પડશે. ત્યાં પિન્ક સ્ટોન હોવાની સંભાવના છે. પિન્ક સ્ટોન જેની પાસે પણ હશે એને અમર બનાવી દેશે,એ વ્યક્તિને અમરત્વ પ્રદાન કરશે. આપણે એને ગોડ હન્ટર પહેલાં મેળવી લેવો પડશે.' આ પ્રમાણે મેસેજ હોય છે.
' તમે આ મેસેજ ટ્રેસ કરીને બહું મોટું કામ કર્યું છે. અત્યાર સુધી આપણે એક પણ સ્ટોન મેળવવામાં સફળ થયા નથી, પણ આપણે પિન્ક સ્ટોન એમની પહેલાં જઈ મેળવી શકીએ છીએ.' ગોડ હન્ટર કહે છે.
' આમાં એ લોકોની કોઈ ચાલ પણ હોઈ શકે છે.' સાઇન્તિસ્ત એન કહે છે.
' જો ચલ હશે તો પણ તેઓ આપણી આટલી મોટી સેના સામે નહિ ટકી શકે. તું કમાન્ડર બેન ને કહે કે સેના તૈયાર કરે આપણે આર્ગો - એસ ગ્રહ ઉપર જઈ રહ્યા છીએ.' ગોડ હન્ટર કહે છે.
' જી બોસ.' સાઇન્તિસ્ત એન કહે છે અને ગોડ હન્ટર ત્યાંથી જતો રહે છે.
સાઇન્તિસ્ત એન કમાન્ડર બેન સાથે વાત કરી ગોડ હન્ટર નો મેસેજ કામાન્ડર ને આપે છે. કમાન્ડર બેન નેં સાઇન્તિસ્ત એન ની વાત ઉપર વિશ્વાસ ન થતાં પોતે ગોડ હન્ટર નેં મળવા જાય છે. કમાન્ડર બેન અને ગોડ હન્ટર વચ્ચે ગંભીર ચર્ચા થાય છે.
બીજી તરફ મેજિક સ્ટોન ફેમિલી જસ્ટિન ના પ્લાન પ્રમાણે પોતાની સેના તૈયાર કરે છે અને આર્ગો - એસ ગ્રહ ઉપર જવા નીકળે છે.
આ તરફ ગોડ હન્ટર અને કમાન્ડર બેન પણ પોતાની સેના ને ભેગી કરે છે. કમાન્ડર બેન સેના ને પ્રોત્સાહિત કરવા માટે ભાષણ આપે છે.
' મિત્રો, એક યોદ્ધા ક્યારે ખુશ થાય છે ? જ્યારે એને યુદ્ધમાં જવાનું મોકો મળે છે ત્યારે, પોતાની બહાદુરી બતાવી પોતાના બોસ ને જીતનો સ્વાદ ચખાડે છે ત્યારે, અને એ દિવસ આજે આવી ચુક્યો છે. પોતાની બહાદુરી બતાવવાનો આજે સુવર્ણ સમય છે. આજે આપણે કોઈપણ રીતે આપણા મકસદ માં કામિયાબ થઈશું. તમે બધા મારી સાથે છો ?' કમાન્ડર બેન ઉચા અવાજે પૂછે છે.
' હા.' બધા સૈનિકો ઊંચા અવાજે કહે છે.

આખી સ્ટોન ફેમિલી અને એમની સેના આર્ગો - એસ ગ્રહ પર આવે છે અને સંતાઈને ગોડ હન્ટર અને એની સેનાનો આવવાની રાહ જુએ છે.
' ગોડ હન્ટર આવશે ખરો ? ગોડ હન્ટર એટલી સરળતાથી ઝાસા માં આવે એવો નથી લાગતો.' રેડ વ્હાઇટ ને કહે છે.
' થોડીવાર રાહ જોઈએ, આવે છે કે નહિ એ આપણને ખબર પડી જ જશે.' વ્હાઇટ કહે છે.
' ગોડ હન્ટર જરૂર આવશે.' જસ્ટિન બંને વચ્ચે ટપકતાં કહે છે.

થોડી વાર બાદ આકાશમાંથી એક શિપ આવતું દેખાય છે. જે ત્યાં આવીને લેન્ડ કરે છે. શિપ ના દેખાવ ઉપર થી લાગતું હતું કે શિપ ગોડ હન્ટર નું હતું. શિપ નો દરવાજો ખૂલે છે અને એમાં થી ત્રણ વ્યક્તિ બહાર આવે છે. તેઓની પાછળ પાછળ એમની આખી સેના બહાર આવે છે. વ્હાઇટ નો ઈશારો મળતાં જ આખી સેના લડવા માટે બહાર એવી જાય છે અને ગોડ હન્ટર ની સેના સામે આવી જાય છે. પણ આ શું ત્યાં જઈને તેઓ જુએ છે કે ગોડ હન્ટર ત્યાં હોતો નથી. ત્રણ વ્યક્તિ માં એક માઇરા હોય છે, બીજી વ્યક્તિ માઇરા ની દોસ્ત ફ્રેયા હોય છે અને ત્રીજો વ્યક્તિ કમાન્ડર નો સાગરીત નેક્સસ હોય છે. આ બધો નજારો જોતા જસ્ટિન અને વ્હાઇટ ના હોશ ઉડી જાય છે.

વધું આવતાં અંકે...

( શું ગોડ હન્ટર ને સ્ટોન ધારીઓની ચાલ વિશે ખબર પડી ગઈ હશે ? ગોડ હન્ટર અહીંયા નથી આવ્યો તો ક્યાં ગયો ? સ્ટોન ફેમિલી ગોડ હન્ટર ની ચાલમાં ફસાઈ ગઈ ? વધું જાણવા વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)