Magic Stones - 2 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 2

જસ્ટિન બીજા દિવસે સવારે કોલેજ જવા માટે નીકળે છે જે એનો રોજનો નિત્યક્રમ હોય છે. પહેલાં કોલેજ, કોલેજ પત્યાં બાદ લંચ અને પછી એનું કેબનું કામ બસ આજ હતું એનું રોજીંદુ જીવન. એનામાં કોઈ પણ જાતના ફેરફાર વગર જસ્ટિનનું જીવન ચાલી રહ્યું હતું.

રોજની જેમ આજે પણ જસ્ટિન સાથે પ્રેક કરવા માટેની તમામ તૈયારીઓ એના ક્લાસના છોકરાઓએ કરી રાખી હતી. જસ્ટિન ક્લાસમાં પહોંચ્યો તો ત્યાં નું વાતાવરણ શાંત હતું. જસ્ટિન ને ખુબ નવાઈ લાગી કે આજે એને કોઈ હેરાન નથી કરી રહ્યું. જસ્ટિનને ખબર ન હતી કે આ તો તોફાનના આવવાનાં પહેલાંની ખામોશી હતી. જસ્ટિન જેવો જઈને એની ખુરશી પર બેસે છે એટલામાં એની ખુરશીના પાયા તૂટી પડે છે અને એ જમીન પર પડી જાય છે. જમીન ઉપર પડતા પહેલાં એના માંથા માં ટેબલ વાગે છે અને તેના માંથા માંથી લોહી પણ નીકળે છે. બધા એની મદદ કરવાને બદલે એના ઉપર હસવા લાગે છે. જસ્ટિન બધાની પરવા કર્યા વિના અન્ય બેન્ચ પર જઈને બેસી જાય છે જાણે કશું થયું જ ના હોય. આ બધા માં એક સારા નામની છોકરી હોય છે જેને આ બધું ખોટું લાગતું હોય છે પણ એ આખા ક્લાસના વિરુદ્ધ જઈને કંઈ પણ કહી શકતી ન હતી. ક્લાસના અમુક વિદ્યાર્થીઓએ જસ્ટિનની ખુરશીના પાયા કાપીને ખાલી સારા દેખાય એ પ્રમાણે ગોઠવી દીધા હતા. જસ્ટિન જેવો આવીને તેના ઉપર બેસ્યો અને પાયા તૂટેલા હોવાથી તે તરત જ પડી ગયો.
જસ્ટિનના મનમાં દુઃખ થાય છે અને સૌના ઉપર ગુસ્સો પર આવે છે. પણ આખા ક્લાસ સામે એ કરી પણ શું શકતો હતો. ત્યારબાદ ક્લાસમાં ટીચર ભણાવા આવે છે અને આખો ક્લાસ શાંત થઈ જાય છે. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે.

કોલેજ પતાવી જસ્ટિન પોતાના રોજિંદા કામમાં લાગી જાય છે. કોલેજ થી સીધો ટ્રાન્સપોર્ટ ઓફિસ પહોંચી કારની ચાવી લે છે અને કસ્ટમર શોધવા નીકળી પડે છે. જસ્ટિન એના ખીસામાંથી ગ્રીન પત્થર કાઢે છે અને મનમાં વિચાર છે કે જો ખરેખર આ પત્થરમાં કોઈ જાદુઈ શક્તિ હોત તો એ મને આજની મુસીબત માંથી બચાવી લેત, આ પત્થર ખરેખર કોઈ કામનો નથી, હું જે આ પત્થરને લઈને મનમાં વિચારી રહ્યો હતો એ ખોટું હતું. એમ વિચારી જસ્ટિન એ પત્થરને કાંચ ખોલી કાર માંથી રસ્તા ઉપર ફેંકી દે છે.

જસ્ટિન રાત્રે કસ્ટમરને છોડીને ફરી જંગલે વાળા રસ્તેથી ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફ જવા નીકળે છે. આજે એને મોડું થયું હોતું નથી તો પણ એને જંગલ વાળો રસ્તો પસંદ હોવાથી જસ્ટિન કાયમ એજ રસ્તેથી નીકળે છે. જસ્ટિન જંગલ વાળા રસ્તા પરથી જઈ રહ્યો હોય છે. કારમાં જોર જોરથી અંગ્રેજી ગીતો વાગી રહ્યા હોય છે. ત્યાં જ જસ્ટિન અચાનક કારને બ્રેક મારે છે. વિકટરની આંખો આગળ જે દ્રશ્ય હતું એના ઉપર જસ્ટિનને ખુદ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. વિકટરે જે પત્થર સિટીનાં રસ્તા ઉપર નાખી દીધો હતો, એજ પત્થર એની આંખની સામે પડેલો હતો. જ્યાં એ પત્થર જસ્ટિનને કાલે મળ્યો હતો, આજે પણ પત્થર બરાબર એજ જગ્યા એ હતો. પત્થરમાંથી આજે પણ લીલો પ્રકાશ નીકળી રહ્યો હતો. જસ્ટિનને હવે મનમાં પાકું થઈ ગયું હતું કે આ કોઈ જોગાનુજોગ નથી. આ પત્થર ખરેખર એના જ નસીબમાં હશે માટે ફરી વળી વળીને એની પાસે જ આવી જાય છે. જસ્ટિન કારમાંથી ઉતરે છે અને પત્થર ને પોતાના હાથમાં લે છે. હાથમાં લેતાં ની સાથે એમાંથી પ્રકાશ નીકળતો બંધ થઈ જાય છે. એવામાં ઝાળીઓની પાછળ જસ્ટિનને કઈક હલન ચલન જણાય છે. જસ્ટિન તે તરફ જોવા જાય છે પણ પછી વિચારે છે કે કોઈ જંગલી જાનવર હશે, એમ જસ્ટિન એના ઉપર વધારે ધ્યાન આપતો નથી. જસ્ટિન પત્થરને ખીસામાં મૂકી દે છે. જસ્ટિન કારમાં બેસવા જઈ રહ્યો હોય છે ત્યારે એની પાછળ કોઈ હોવાનો અહેસાસ થાય છે. જસ્ટિન પાછળ જુએ છે તો ચાર ઝરખ એની સામે ઘુરકી ને જોઈ રહ્યા હોય છે. જસ્ટિન તેઓને જોઇને ગભરાઈ જાય છે. જસ્ટિન દોડીને કારમાં બેસવા જાય છે એવામાં એક ઝરખ એનો પગ પકડી છે, બીજા ઝરખ પણ એના ઉપર હુમલો કરે છે. જસ્ટિન નો પગ ઝરખે એટલો મજબૂતી થી પકડ્યો હોય છે કે એમાં થી લોહી નીકળવા લાગે છે. જસ્ટિન દર્દ થી કણસવા લાગે છે. જસ્ટિન ને બચવા માટે હવે અંતિમ પણ જોખમી ઉપાય દિમાગમાં આવે છે. જસ્ટિન ખીસામાંથી પત્થર કાઢે છે અને ઝરખ સામે ધરે છે. પત્થર માંથી લીલો પ્રકાશ નીકળે જેને જોઈ ઝરખો જસ્ટિન ને છોડી દૂર ખસી જાય છે. જસ્ટિન ને દૂર ઊભા રહી ઘુરકિયા કરે છે. જસ્ટિન ઝારખો ની આંખમાં આંખ નાખી જુએ છે. જસ્ટિન ની આંખો લીલો થઈ જાય છે જેને જોઈ ઝરખા સમોહિત થઈ જાય છે. તેઓ જસ્ટિન ની પાસે આવીને એના ઘાવ ચાટવા લાગે છે. ત્યારબાદ ઝરખાઓ ત્યાંથી જતા રહે છે. જસ્ટિન પત્થર ફરી ખીસામાં મૂકી દે છે. હવે જસ્ટિન ચાલવાની કોશિશ કરે છે પણ એ જુવે છે કે એના પગના ઘાવ ભરાઈ ગયા હોય છે. જસ્ટિન નાં મનમાં એકાએક કોઈ વિચાર આવે છે તે દોડીને કારમાં બેસી જાય છે અને કાચમાં જુએ છે. જસ્ટિન કાચમાં પોતાને સવારે વાગેલા ઘાવ ની નિશાની જુએ છે પણ માથામાં કોઈ નિશાની હોતી નથી ઘાવ આપોઆપ ભરાઈ ગયો હોય છે. જસ્ટિન હવે તમામ વાત સમજી જાય છે. ત્યારબાદ જસ્ટિન કારમાં બેસી જાય છે. જસ્ટિન કારને ટ્રાન્સપોર્ટ ઓફિસ મૂકી ને પોતાના ઘરે પહોંચે છે.

ઘરે આવીને ફ્રેશ થયા બાદ જસ્ટિન જમીને ટીવી જુએ છે. ત્યારબાદ એ સૂઈ જાઈ છે. જસ્ટિનને અર્ધી રાત્રે એક સપનું આવે છે. જેમાં એક લીલા કપડાં પહેરેલાં એક વૃદ્ધ હોય છે જેની મોટી મોટી દાઢી હોય છે જેનો ચહેરો દેખાતો હોતો નથી પણ એના ઉપર થી લાગે છે કે આ એજ વૃદ્ધ હોય છે જે જસ્ટિનને જંગલમાં દેખાયો હોય છે જેને જસ્ટિન શોધતો હતો. તે જસ્ટિનને કહે છે તું આ પત્થરને ફેંકિશ નહિ આ પત્થર તારો જ છે મેં જ એ પત્થરને તારી પાસે મોકલ્યો છે. પત્થર ના પાવર થી તું અજાણ છે પણ આગળ જતા તું બધું જાણી જઈશ. હું આ દુનિયામાં નથી પણ મારા સમુદાય ના અન્ય લોકો હજી જીવીત છે જે પત્થરની શોધમાં તારી પાસે આવશે. તારી પાસે પત્થર જોતા એ તમામ હકીકત જાણી જશે અને તને વધુ જાણવામાં મદદ કરશે. થોડા સમય બાદ બહુ મોટી મુસીબત આવવાની છે જેનો ધરતીવાસી ઓને અંદેશો પણ નથી. જેમાં તારે પણ પોતાનો ફાળો આપવો પડશે. આટલું કહેતાંની સાથે સ્વપ્ન પૂરું થઈ જાય છે. જસ્ટિન ગભરાઈને ઊંઘમાંથી ઉઠી જાય છે. એના દિલની ધડકન ગતિ પકડી રહી હોય છે અને એ પરસેવે નવાઈ ગયો હોય છે. જસ્ટિનને સમજમાં આવતું નથી કે આ બધું એની સાથે શું થઈ રહ્યું છે.

( પત્થર માં એવી તો શું સુપર પાવર હશે ? પત્થર જસ્ટિન પાસે જ કેમ આવ્યો, જસ્ટિન જ કેમ ? પેલો વૃદ્ધ વ્યક્તિ કોણ હતો અને એના અન્ય સાથી કોણ હશે ? તે આવનારી કંઈ મુસીબતની વાત કરી રહ્યો હતો ? વધું જાણવા માટે વાંચતાં રહો ' મેજીક સ્ટોન્સ'.)

વધુ આવતાં અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED