Magic Stones - 6 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 6

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે સ્ટોન એની પાસે જ કેમ આવ્યો કોઈ અન્ય પાસે કેમ ન ગયો એના જવાબમાં વ્હાઇટ કહે છે કે એની પાછળ પણ એક કિસ્સો છૂપાયેલો છે, હવે આગળ )

એ વાતને શતાબ્દીઓ વીતી ગઈ, પણ આખરે ગ્રીને કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' કંઈ ભવિષ્યવાણી ? અને એના પાછળની કહાની શું છે ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.

' એ પહેલાં તું મારી એક વાત નો જવાબ આપ કે આ સ્ટોન તારી પાસે છે, તું એને લઈને શું વિચારે છે ?' વ્હાઈટ જસ્ટિન ને પૂછે છે.
' બસ એજ કે સ્ટોને મને પસંદ કર્યો છે તો એની પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હશે, હવે મારું કામ એના જતાવેલા મારા ઉપરના વિશ્વાસ ઉપર ખરું ઉતરવાનું છે.' જસ્ટિન કહે છે.

' તારો વિચાર ઉત્તમ છે. હવે હું તને તારા પ્રશ્નનો જવાબ આપું.શતાબ્દીઓ પહેલાંની આ વાત છે, હું અને ગ્રીન એક દાનવ સાથે લડતા લડતા પૃથ્વી પર આવી પહોંચ્યા હતા. ત્યારે તો અમે જાણતા પણ નહોતા કે બ્રહ્માંડમાં કોઈ પૃથ્વી નામનો પણ કોઈ ગ્રહ છે. અમે લડતાં લડતાં પૃથ્વી પરના હિમાલય નામનાં બર્ફીલા પર્વત પર આવી પહોંચ્યા. હિમાલય પર્વત પર અમારા બંને અને પેલા દાનવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એ દાનવ અમને બરાબરની ટક્કર આપી રહ્યો હતો. અમારા વચ્ચે ના યુદ્ધમાં અમને બંનેને એ દાનવે ખૂબ જખમી કર્યા અને હાલત એવી થઈ ગઈ હતી કે અમારા બંને નું મૃત્યુ નજીક જણાય આવતું હતું. એવામાં એક ચમત્કાર થયો. પેલા ભયાનક દાનવે ગ્રીન ને એવો પંજો કર્યો કે ગ્રીન એક બરફની નાની શીલા સાથે જોર થી ટકરાયો. ગ્રીન ના અથડાવાથી બરફ ની શીલા નાં ટુકડા થઇ ગયા. પણ એના તૂટવાથી જે બહાર આવ્યું એને જોઈ અમારા હોશ ઉડી ગયા. શીલા તૂટતાં જ એમાં થી એક વ્યક્તિ બહાર નીકળ્યો. મારી ધારણા પ્રમાણે તે એક અઘોરી હતો. કહેવાય છે કે હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા અઘોરીઓ કરે છે. જે ખાધા પીધા વગર વર્ષો શિવને પ્રસન્ન કરવા હિમાલયમાં તપસ્યા કરે છે. તેઓ બહું ક્રોધી સ્વભાવના હોય છે એમની તપસ્યામાં ખલેલ પાડનાર ને એ શ્રાપ આપી દે છે કા તો એને ભસ્મ કરી દે છે. અઘોરીની તપસ્યા તૂટે છે. અઘોરી ક્રોધ માં આંખો ખોલે છે તો એની સામે વિશાળ દાનવ હોય છે. અઘોરી સમજી જાય છે કે આજ નિશાચરે મારી તપસ્યા માં ભંગ મળ્યો છે માટે એણે ત્રિશુલ ઉઠાવ્યું અને દાનવ સામે આવીને ઊભો રહી ગયો. અઘોરી ખૂબ ગુસ્સામાં હતો અને એણે દાનવ સાથે યુદ્ધ આચર્યું. એ બંને ના યુદ્ધના લીધે અમારો જીવ બચ્યો અને અમારાં સાંસ ના સાંસ આવી. દાનવ અઘોરીને પણ હંફાવી રહ્યો હતો એના મંત્ર તંત્રને વિફળ કરી રહ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર લડાઈ થઈ એમાં અઘોરી લોહી લુહાણ થઈ ગયો અમારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી માટે અમે એની પણ મદદ કરવા સક્ષમ નહોતા. અઘોરીના શ્વાસ તૂટી રહ્યાં હતાં પણ તેને એક અંતિમ દાવ રમ્યો એને એની અંતિમ શિવશક્તિનો ઉપયોગ કરી એના હાથ પગ બરફમાં થીજાવી દીધા અને બધું જોર વાપરી ત્રિશૂળથી એણે દાનવનું સર ધઢ થી અલગ કરી કરી દીધું, ત્યારબાદ એ પણ જમીન પર ધડી પડયો. અમે એની પાસે ગયા અને અમે એનો આભાર માન્યો, તે અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. થોડી વાર બાદ એને પોતાના શ્વાસ ત્યજી દીધા, અંતિમ સમયે માત્ર એણે એટલું જ કહ્યું કે મને અહીંયા જ સળગાવી દેજો કેમ કે હિન્દુ ધર્મમાં લાશને સળગાવવાની પ્રથા છે. અમે એની લાશને સળગાવી દીધી. તે સમયે એની બળતી લાશ સામે ગ્રિને બોલ આપ્યા કે જો આગળ જતા મને કંઈ થાય, હું મૃત્યુ પામુ તો મારો ગ્રીન સ્ટોન આ વ્યક્તિ પાસે જતો રહે જ્યાં એને બીજો જન્મ લીધો હોય. માટે આ સ્ટોન તારી પાસે આવ્યો.' વ્હાઇટ જસ્ટિનને સચ્ચાઈ જણાવે છે.

' તો આ બધી બબાલ પાછળ ની હકીકત આ છે એમ ને, માટે આ બધું મારા નસીબમાં જ લખાયેલું છે, જેથી મારો પીછે હઠ કરવાનો પણ કોઈ મતલબ નથી. જે પણ આગળ થશે હું એના માટે તૈયાર છું.' જસ્ટિન વ્હાઇટને કહે છે.
' તૈયાર થઈ જા, કાલથી તારી ટ્રેનિંગ શરૂ થાય છે ' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' કેવી ટ્રેનિંગ ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.
' તારી પાસે જે સ્ટોન છે તેનો ઉપયોગ કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાં કરવો, એને લગતા નીતિ નિયમોની પણ તને જાણ હોવી જરૂરી છે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે
' મને ટ્રેનિંગ કોણ આપશે ?' જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે.
' હું અને મારા બીજા સ્ટોન ધારી મિત્રો.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' ઠીક છે, હું તૈયાર છું.' જસ્ટિન વ્હાઇટને કહે છે.

બીજા દિવસથી જસ્ટિનને તાલીમ આપવાનું કામ શરૂ થઈ જાય છે. સૌ પ્રથમ જસ્ટિન ને મનને કેવી રીતે કોઈપણ સંજોગોમાં શાંત અને એકાગ્ર રાખવું તેના માટે ધ્યાનની તાલીમ આપવામાં આવે છે જેમાં કલાકો એને પોતાની સ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે છે.

ત્યારબાદ જસ્ટિન ને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે એને વિવિધ પ્રકારની શારીરિક યાતનાઓ આપવામાં આવે છે.જસ્ટિન ને મારવામાં આવે છે, ત્યારબાદ એને પાણીમાં ડુબાડી તડપવવામાં આવે છે, એને થોડા દિવસ માટે ભૂખ્યો પણ રાખવામાં આવે છે, એને બર્ફીલા પ્રદેશમાં થોડા સમય માટે વગર કપડાએ ઉઘાડો છોડી દેવામાં આવે છે. જો કે જસ્ટિન બધી યાતનાઓ વેઠીને લેં છે અને પરીક્ષામાં પાસ થાય છે.

ત્યારબાદ વ્હાઇટ દ્વારા જસ્ટિનને વિવિધ હથિયારો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. થોડા દિવસ ની ઘનિષ્ઠ મહેનત પછી જસ્ટિન દરેક પ્રકારનાં હથિયાર ચલાવવામાં નિપુણતા હાશિલ કરે છે. ખૂબ ટુંકા સમય ગાળામાં જસ્ટિન પોતાની તાલીમ પૂરી કરે છે જેને લઈ વ્હાઇટ પણ ખુશી અનુભવે છે.

' જસ્ટિન એક વાત યાદ રાખજે, જેની પાસે સ્ટોન હોય છે એ વ્યક્તિ બધું સમજી વિચારીને નિર્ણય લેવો પડે છે. પોતાની કોઈ પણ કમજોરી રાખવી નહિ, નહિ તો લોકો એનો ફાયદો ઉઠાવી દુનિયાને નુકસાન પહોંચાડી શકે છે. તું હજી જુવાન છે એટલે માટે તને સમજાવવું પડે છે. તું મારી વાત સમજે છે ને ?' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.

જસ્ટિન જવાબમાં માત્ર માથું હકારમાં ધુણાવે છે.

ત્યારબાદ વ્હાઇટ જસ્ટિન પોતાની આપેલી તાલીમ પ્રમાણે પ્રેક્ટિસ કરતા રહેવાનું કહે છે અને સાવચેત રહેવાની કહી વ્હાઇટ ક્યાંક જવા માટે નીકળી જાય છે. જસ્ટિન વ્હાઇટ ને સામે કોઈ સવાલ કરતો નથી.

એક દિવસ જસ્ટિન જ્યારે કોલેજ પહોંચે છે ત્યારે એને સારા ક્યાંય દેખાતી નથી. થોડી વારમાં એની એક મિત્ર ડરતાં ડરતાં ક્લાસમાં આવીને કહે છે કે કોઈ અજાણ્યા લોકો સારા નું અપહરણ કરી લઈ ગયા છે. ક્લાસના બધા લોકો ડરી જાય છે, જસ્ટિન પણ વિચારમાં પડી જાય છે, ત્યારબાદ એ સારા ને શોધવાં બેગ લઈ નીકળી પડે છે.

વધું આવતાં અંકે...

( સારા ને કોણ ઉઠાવી ગયું હશે ? કોણ હશે એ વ્યક્તિ ? કે પછી જસ્ટિનને ફસાવવાની કોઈ ચાલ હશે ? વધું જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ .' )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED