Magic Stones - 3 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 3

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ના ક્લાસમેટ એની કાયમ મઝાક બનાવતા હોય છે. જસ્ટિન ગ્રીન સ્ટોનને સામાન્ય પત્થર સમજીને ફેંકી દે છે જે હરી ફરીને એની પાસે આવી જાય છે. એના સપનાંમાં એક વૃદ્ધ આવે છે જે જસ્ટિન ને કહે છે કે ગ્રીન સ્ટોન માં સુપર પાવર છે અને એ સ્ટોન જસ્ટિન ને પોતાની પાસે રાખવો કહે છે કારણ કે ભવિષ્ય માં એની જરૂર પડશે એમ કહે છે. ગ્રીન સ્ટોન ની પાવરની સામાન્ય જલક આગલી રાત્રિએ જસ્ટિન ને જોવા મળે છે, હવે આગળ.)

રોજની જેમ નિત્યક્રમ પ્રમાણે જસ્ટિન સવારે કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ જતી વખતે જસ્ટિન કોઈ વાહનનો ઉપયોગ કરવાને બદલે એ ચાલી ને જવાનું પસંદ કરે છે. જસ્ટિનના મત પ્રમાણે સવારનો માહોલ કંઇક અલગ જ હોય છે. સવારના સૂર્યનું સૌન્દર્ય અને કામની તાલાવેલી ઉતાવળમાં ઘરથી ભાગતા લોકો ને જોવું, જેમાં એક અલગ જ મઝા હોય છે. જસ્ટિન બધાને જોતો જોતો કોલેજ જતો અમુક જરૂિયાતમંદોને મદદ પણ કરતો. આજે એના મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે ક્લાસના છોકરાઓએ એના માટે આજે શું પ્રેક ગોઠવ્યો હશે, પણ ફરી એ વિચારે છે કે એના માટે તો એ રોજનું છે. તેઓ એમનું કામ કરે છે અને હું મારું. મારે એ બધા વિચાર છોડીને ભણવા પર વધારે ધ્યાન આપવું જોઈએ, એમ પણ ટૂક સમયમાં પરીક્ષા આવી જશે. આમ મનમાં મથામણ કરતા કરતા કોલેજ પહોંચે છે.

ધીમે ધીમે જસ્ટિન ક્લાસમાં જઈને પોતાની બેન્ચ પર બેસી જાય છે. જસ્ટિનને નવાઇ લાગે છે કે આજે એની સાથે જોઈએ મઝાક ન કરી. જસ્ટિન મનમાં થોડો ખુશ થાય છે. જસ્ટિન સારા તરફ જુવે છે અને એનામાં થોડો ખોવાય જાય છે. સારા જસ્ટિન તરફ જુવે છે તો જસ્ટિન પોતાની આંખો શરમ થી નીચે જુકાવી દે છે. જસ્ટિન બહું જ ખુશ થાય છે.

ત્યાંજ કેલ્વિન અને પીટર જે એના ક્લાસના બેક બેંચર ( છેલ્લી પાટલીએ બેસતાં વિદ્યાર્થીઓ ) છે. જેઓ રોજ જસ્ટિનને કોઈ ને કોઈ રીતે નીચું દેખાડવા તત્પર રહેતા હોય છે. તે બંને જસ્ટિન પાસે આવે છે. જસ્ટિન સમજી જાય છે એની સાથે આજે કંઈ અલગ જ થવાનું છે.

કેલ્વિન આવીને જસ્ટિનના માથામાં ટપલી મારે છે, પીટર પણ કેલ્વિન ને સાથમાં જસ્ટિનના માથામાં ટપલી મારે છે.

‘ મેં તમારા લોકોનું શું બગાડ્યું છે તો તમે મને આમ રોજ હેરાન કરો છો. મેં તો તમારું કંઈ બગાડ્યું પણ નથી ?’ જસ્ટિન કહે છે.

‘ ઓહ, એટલે તને સામે જવાબ આપતા પણ આવડે છે હે.’ કેલ્વિન ગુસ્સાથી કહે છે.

‘ તને બો ચરબી આવી ગઈ લાગે છે ‘ પીટર કહે છે અને વિકટરનો હાથ પકડી એને મરોડે છે. વિક્ટર દર્દ થી પીડાય છે. ક્લાસનો કોઈ પણ વ્યક્તિ એની મદદ કરતો નથી. સારા પણ બધું જોય છે પણ તે કંઈ પણ બોલતી નથી.

‘ મારો હાથ છોડી દો મને દર્દ થાય છે. હું તમને છેલ્લી વાર કહું છું નહિ તો પછી સારું નહિ થાય.’ જસ્ટિન બંનેને ચીમકી આપતાં કહે છે.

‘ એટલે તું એમને ધમકી આપે છે એમ, લે છોડી દીધો તારો હાથ. બોલ હવે તું શું કરીશ હે.’ કેલ્વિન જસ્ટિનનો હાથ છોડતાં કહે છે.

‘ જો હું તમારી સાથે ઝઘડવા નથી માંગતો, બસ મને શાંતિ થી ભણવા દો.’ જસ્ટિન કહે છે.

‘ તારે ઝઘડવું નથી પણ અમારે તો ઝઘડવું છે ને.’ એમ કહીને પીટર જસ્ટિનના પેટમાં એક મુક્કો મારો છે. જસ્ટિન પીડાથી વાંકો વળી જાય છે. કેલ્વિન અને પીટર હસતાં હસતાં એકબીજાને તાલી મારે છે.

‘ બસ હવે બહુ થયું, તમે લોકો પ્રેમની ભાષા નહિ સમજો એમ લાગે છે મને.’ જસ્ટિન પીડાતા કહે છે.

‘ માર ખાય ને પણ તને ભાન નથી પડતું, હજી માર ખાવો છે તારે.’ માર્કો કહે છે અને જસ્ટિન ઉપર હાથ ઉઠાવે છે. જસ્ટિન કેલ્વિનનો હાથ પકડી લે છે.

‘ બસ હવે બો થયું.’ જસ્ટિન કહે છે અને એની આંખનો રંગ એક પળ માટે લીલો થઈ જાય છે. જસ્ટિન કેલ્વિનને એક મુક્કો મારે છે અને માર્કો દૂર જઈને પડે છે. પીટર જસ્ટિન મરવા જાઈ છે ત્યાં જસ્ટિન પીટરને પણ એક મુક્કો મારી દૂર ફેંકી દે છે. જસ્ટિન ચકિત થઈ જાય છે કે આટલી બધી તાકાત એનામાં ક્યાંથી આવી ?.

બંને કળ વળીને ઊભા થાય છે અને બંને સાથે મળીને જસ્ટિન ઉપર હુમલો કરે છે. જસ્ટિન બંને ને બરાબર ની ટક્કર આપે છે. જસ્ટિન બંને ને બરાબર ના ધોઈ નાખે છે. કેલ્વિન અને પીટર ના અન્ય દોસ્તો ને એ બંને ની માર ખાવાના સમાચાર મળતાં તેઓ એમને બચવા ત્યાં આવી જાઈ છે અને જસ્ટિન ઉપર હુમલો કરે છે. જસ્ટિન એક સાથે આટલા બધા નો સામનો કરવા સક્ષમ હોતો નથી માટે તે ત્યાં થી ભાગી જાય છે, એની પાછળ કેલ્વિન, પીટર અને એના દોસ્તો દોડે છે.

જસ્ટિન ભાગતા ભાગતા જંગલ વાળા વિસ્તારમાં આવી પહોંચે છે જ્યાં ચારે બાજી એકલા ઝાડવાઓ હોય છે. જસ્ટિન થાકી ને ત્યાં ઊભો રહે છે. એટલામાં પેલા લોકો પણ દોડતા દોડતા એની પાસે આવી પહોંચે છે.

‘ હજી કેટલું ભાગીસ, તને આજે અમારા થી કોઈ બચાવી નહિ શકે.’ કેલ્વિન જસ્ટિનને કહે છે. અને તેઓ જસ્ટિન તરફ આગળ વધે છે. અચાનક તેઓ રોકાઈ જાય છે અને બધા ડરના માર્યા જસ્ટિન ની પાછળ જુએ છે. જસ્ટિન ને ખબર નથી પડતી કે એ લોકો કેમ ડરી રહ્યા છે. જસ્ટિન પણ પાછળ ફરીને જોઈએ છે તો એની પાછળ એક વિશાળ વરું ઊભેલું હોય છે જેનું કદ સામાન્ય વરું કરતા ત્રણ ઘણું હોય છે. કેલ્વિન અને એની ગેંગ વરું ને જોઇને ત્યાં થી દુમ દબાવીને ભાગી જાય છે.

વરું ની આંખ લાલ હોય છે અને ઘુરકિયા કરતું જસ્ટિન ની તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું હોય છે. જસ્ટિનને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલું મોટું વરું પણ હોય શકે, જસ્ટિન પણ ધીમે ધીમે પીછે હઠ કરે છે. વરું પોતાની ઝડપ વધારી જસ્ટિન પણ હુમલો કરવા માટે ત્રાટકે છે એટલામાં સફેદ પ્રકાશ થાય છે. પ્રકાશ શાંત થતાં જ જસ્ટિન જુવે છે કે એની સામે એક સફેદ વસ્ત્ર ધરી એક વ્યકિત ઊભેલી હોય છે, અને પેલું વરું દૂર ફંગોદાયેલું જોવા મળે છે. વરું પીડાથી કળસે છે અને માનવ રૂપમાં આવે છે. જસ્ટિનને આશ્ચર્ય થાય છે.

‘ આજે તો તે એને બચાવી લીધો પણ બીજી વખત હું એને જીવતો નહિ છોડું આટલું કહી ફરી વરું રૂમ ધારણ કરી જંગલમાં ભાગી જાય છે.

( વરું રૂપ ધારણ કરનાર વ્યક્તિ કોણ હતો ? જેને જસ્ટિન ને બચાવ્યો એ શ્વેત વસ્ત્રધારી વ્યક્તિ કોણ હતું ? અને એણે જસ્ટિનને શા માટે બચાવ્યો ? વધું જાણવા માટે વાંચતાં રહો ‘ મેજીક સ્ટોન્સ’.)

વધુ આવતાં અંકે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED