Magic Stones - 4 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 4

( તમે આગળનાં ભાગમાં જોયું કેલવિન, માર્કો અને એના મિત્રો જસ્ટિનને મારવાં માટે એની પાછળ દોડે છે. તેઓ જંગલમાં પહોંચે છે, ત્યાં એક વરું આવી જતા બધા એને જોઈ ભાગી જાય છે. જસ્ટિન ઉપર વરું હુમલો કરવા આગળ વધે એવામાં કોઈ આવીને જસ્ટિન ને બચાવે છે. હવે આગળ )

વરું રૂપ ધારણ કરીને આવેલો વ્યક્તિ પેલા શ્વેત કપડાં વાળા વ્યક્તિને જોઇને ભાગી જાય છે. જસ્ટિન તો થોડી વાર તે વ્યક્તિનું અવલોકન જ કરતો રહી જાય છે. સફેદ વસ્ત્રો, કપડાંની જેમ સફેદ વાળ અને સફેદ દાઢી. લાંબા વાળ અને લાંબી દાઢી. હાથમાં એક છડી હતી જેને જોતા લાગતું હતું કે તે કોઈ ખાસ લાકડાંમાંથી બની હશે. આવો વ્યક્તિ એણે પોતાના જીવનમાં પહેલી વાર જોયો હતો.

શ્વેત વસ્ત્રધારી જસ્ટિન પાસે આવે છે, તે જેમ જેમ આગળ આવે છે તેમ તેમ જસ્ટિન ડર ના કારણે પાછળ પાછળ હટે છે.

' ગભારાઈશ નહિ, હું તને મારવા નહિ પરંતુ તારી મદદ કરવા માટે આવ્યો છું, મારું નામ 'વ્હાઇટ' છે.' શ્વેત વસ્ત્રધારી વ્યક્તિ જસ્ટિનને કહે છે.

' તમે ખરેખર છો કોણ અને અહીંયા શું કરો છો ? પેલો વ્યક્તિ કોણ હતો અને એ મને શું કામ મારવા માંગતો હતો ? આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે ?' જસ્ટિન પેલા શ્વેત વસ્ત્રધારી વ્યક્તિ ઉપર સવાલોનો વરસાદ કરે છે.

' હું તને હમણાં કંઈ પણ કહીશ તો તને મારી વાતો પર વિશ્વાસ નહિ આવે, માટે હું તને એક જગ્યા એ લઈ જાઉં છું. તું ત્યાં આવીશ એટલે તને બધું આપોઆપ સમજાય જશે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' હું તમારા ઉપર ભરોસો શા માટે કરું ?' જસ્ટિન કહે છે.
' આજે તારી પાસે ગ્રીન સ્ટોન તે કોનો છે એ હું જાણું છું અને એ સ્ટોન તારી પાસે કંઈ રીતે આવ્યો એ પણ હું જાણું છું. માટે હું તને કહું છું તું મારી સાથે ચાલ તને આપોઆપ બધું સમજાય જશે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' ઠીક છે.' જસ્ટિન કહે છે.
' ચાલ તો આ છડી પકડી લે.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે. જસ્ટિન છડી પકડી લે છે. બંને પળવારમાં એક ગુફામાં આવી પહોંચે છે.
' હવે ચાલ મારી સાથે ?' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' તમે મને આ ક્યાં લઈ આવ્યા છો, મને આ જગ્યાએ રોકવું યોગ્ય નથી લાગતું.' જસ્ટિન વ્હાઇટ ને કહે છે.
' અહીંયા તને કોઈ પણ પ્રકારનો ખતરો નથી, તું બસ મારી સાથે ચાલ,તને તારા બધા સવાલોના જવાબો મળી જશે અને તારો ડર પણ દૂર થઈ જશે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.

જસ્ટિન વ્હાઇટ ની પાછળ પાછળ ચાલતો જાય છે. એની નજર દીવાલ ઉપર કંડારાયેલા ચિત્રો ઉપર જાય છે. જેમાં લાલ, કાળો, સફેદ,પીળો, લીલો, બ્લૂ રંગના વસ્ત્રો વાળા છો વ્યક્તિઓ વિવિધ લોકો સામે લડાઇ કરતા નજરે પડતાં હતાં. તેમાં કેટલાક તો જાનવરો જેવા દેખાતાં હતા, કેટલાંક રોબોટ હતા, કેટલાક એલિયન કહી તેવા પ્રકારના માણસો અને જાનવરો હતા.

બંને ચાલતાં ચાલતાં ગુફા ના અંત ભાગે પહોંચે છે, ત્યાં જઈને વ્હાઇટ રોકાઈ જાય છે. અને જસ્ટિન ને કહે છે ' મેજિક સ્ટોન્સ' ની ફેમિલીમાં તારું હાર્દિક સ્વાગત છે.

જસ્ટિન વ્હાઇટ ની વાત અવગણી ને દીવાલ પાસે જાય છે જ્યાં વિવિધ ચિત્રો દોરેલાં હોય છે. જેમાં આગળ અલગ જાદુઈ પત્થર વિશેની તમામ માહિતી લખેલી હોય છે. જસ્ટિન એને ધ્યાન રહી વાચે છે પણ એને કંઈ સમજ પડતી કારણ કે લખાણ લેટિન માં અને અમુક મંત્રો સંસ્કૃતમાં હોય છે. તો પણ જસ્ટિન વાચવાની કોશીસ કરે છે એ જોઇને વ્હાઇટ જસ્ટિન ઉપર હશે છે.
' તને નહિ સમજ પડે, હું તને સમજવું છું. તારે સમજવું હોય તો તારે પહેલાં આ બધી ભાષા શીખવી પડશે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.
' પહેલાં તું આ જો.' આમ કહી વ્હાઇટ જસ્ટિનને દીવાર પર દોરેલી એક સભાનું ચિત્ર બતાવતા કહે છે.
' આ આપની સભાનું ચિત્ર છે. જ્યારે પણ યુનિવર્સ કોઈ મોટી સમસ્યા આવે છે ત્યારે સભાનું આયોજન કરવામાં આવે છે. આ જે તું મુખ્ય સીટ જોઈ રહ્યો છે એના ઉપર બ્લેક બેસે છે. બધા સાથે ચર્ચા વિચારણા કરી બાદ અંતિમ નિર્ણય બ્લેક લે છે. તેની આજુબાજુ બીજી સાત સીટ હોય છે જેમાં અનુક્રમે રેડ, વ્હાઇટ, ગ્રીન, બ્લૂ,યલો બિરાજે છે. અમારું મુખ્ય કામ સૃષ્ટિનું સમતોલન જાળવી રાખવાનું છે.' વ્હાઇટ જસ્ટિનને માહિતી આપતા કહે છે.
' આ તો વાત થઈ આપણી ટીમની હવે આપણે વાત કરીએ જાદુઈ પત્થરોની. કુલ મેળવીને આપણી પાસે આઠ જાદુઈ પત્થર છે. જેમાં, બ્લેક સ્ટોન, રેડ સ્ટોન, વ્હાઇટ સ્ટોન, ગ્રીન સ્ટોન, બ્લૂ સ્ટોન, યલો સ્ટોન છે.દરેક જાદુઈ પત્થરની પોતાની અલગ અલગ ખાસિયત છે. બ્લેક સ્ટોન જે સર્જન અને સંહાર બંનેનું કામ કરે છે, તેને ધારણ કરવાવાળો વ્યક્તિ ગુસ્સાવાળો પણ ન્યાયી હોય છે. ત્યારબાદ આવે છે રેડ સ્ટોન જેમાં અગ્નિની શક્તિ હોય છે, જેને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે, તેને માત્ર પવિત્ર ચરિત્ર ધરાવતો વ્યક્તિ જ ધારણ કરી શકે છે. ત્યારબાદ આવે છે વ્હાઇટ સ્ટોન પવન, તોફાન અને બરફ બનાવાની શક્તિ હોય છે, વ્હાઇટ સ્ટોન શુદ્ધતા નું પ્રતિક છે માટે આજીવન ભ્રમચર્ય વાળો વ્યક્તિ જ એને ધારણ કરી શકે છે. ત્યારબાદ આવે છે ગ્રીન સ્ટોન જેમાં સૃષ્ટિ ની તમામ જીવંત વસ્તુને એટલે કે કુદરતે બનાવેલી વસ્તુને કાબૂ કરવાની અને એ તમામ જીવંત વસ્તુઓની શક્તિ એમાં સમાયેલી હોય છે જેને એક પ્રકૃતિ પ્રેમી અને દયાવાન વ્યક્તિ જ ધારણ કરી શકે છે. ત્યારબાદ આવે છે બ્લૂ સ્ટોન જેમાં સમયને રોકવાની અને એને આગળ પાછળ કરવાની શક્તિ હોય છે જે વ્યક્તિને પોતાની ઇન્દ્રિયો પણ પૂર્ણ કાબૂ હોય, જે વ્યક્તિ કોઈપણ સંજોગોમાં પોતાની લાગણીઓને કાબૂ કરી શકતો હોય એવો જ વ્યક્તિ આ સ્ટોનને પહેરી શકે છે. ત્યારબાદ આવે છે અંતિમ સ્ટોન એટલે કે યલો સ્ટોન કોઈ પણ જાતની રચત સર્જી શકે છે હથિયાર થી માંડીને મશીન, મહેલ વગેરે, આ હતો પથ્થરોની ખાસિયત. હવે તારા મનમાં કોઈ અન્ય સવાલ હોય તો તું મને પૂછી શકે છે.' વ્હાઇટ જસ્ટિનને કહે છે.

' ગ્રીન સ્ટોન મારી પાસે કંઈ રીતે આવ્યો ?' જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે.
' અમારા મોટા માં મોટા દુશ્મને ગ્રીનની હત્યા કરી છે, ગ્રીન ની મૃત્યુ બાદ ગ્રીન સ્ટોન એના નવા માલિક એટલે કે તારી પાસે આવ્યો છે. વ્હાઇટ જસ્ટિનને કહે છે.

' ગોડ હન્ટર હું તને જીવતો નહિ છોડું. ગ્રીન ની હત્યાનો બદલો હું જરૂર લઈશ.' વ્હાઇટ ગુસ્સાથી ગુફાની દીવાલ પર મુક્કો મરતા કહે છે. જેના પ્રહારથી દિવાળી પર તિરાડો પડવા લાગે છે.

( કોણ છે આ ગોડ હન્ટર ? શા માટે એને ગ્રીનનો જીવ લીધો ? વ્હાઇટ સાચું કહી રહ્યો છે કે પછી આ કોઈ જસ્ટિન માટે જાળ છે ? જાણવા માટે વાંચતા રહી રહો ' મેજિક સ્ટોન્સ'.)

વધું આવતાં અંકે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED