Magic Stones - 8 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 8

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સારા ને અપહરણ કર્તા પાસેથી છોડાવી લે છે, ક્લાસમાં નવા ફિઝિક્સ પ્રોફેસર આવે છે જે થોડા સમયમાં બધાના પ્રિય બની જાય છે, પ્રોફેસર જસ્ટિનને સુપર પાવર વિશે સવાલ કરે છે, હવે આગળ ).

જસ્ટિન પોતાના આશ્ચર્ય ભાવને નિયત્રંણ માં લાવે છે. અને કહે છે ' સર, તમે પણ કેવી વાત કરો છે સુપર પાવર અને મારી પાસે ? લાગે છે તમે માર્વેલ ની ફિલ્મ જોઇને આવ્યા છો.' જસ્ટિન જૂઠી હસી હસતાં કહે છે.
' નાં, મારી આંખો ખોટી ન હોઈ શકે. જે દિવસે સારા નું અપહરણ થયું તે દિવસે રાતે મેં તને જ જોયો હતો. તે એક ચમકદાર ગ્રીન શૂટ પહેર્યો હતો અને થોડી વાર બાદ તું ફરી સામાન્ય દેખાવ માં આવી ગયો હતો.' પ્રોફેસર જસ્ટિનને કહે છે.
' સર, તમે જે વિચારો છો એવું કંઈ નથી. તમે કદાચ કોઈ બીજાને જોયો હશે.' જસ્ટિન પ્રોફેસરને કહે છે.
' ચાલ ઠીક છે હું માની લઉં છું કે મારા જોવામાં ભૂલ થઈ હશે. હું એ તારી સાથે ખેંચતાણ કરી એના માટે માફી ચાહું છું.' પ્રોફેસર જસ્ટિનને કહે છે.
' સર, એમાં સોરી ન કહેવાનું હોય તમને યોગ્ય લાગ્યું, તમે જે જોયું એ મને પૂછ્યું, જવા દો એ બધી વાત.' જસ્ટિન પ્રોફેસરને કહે છે.
પ્રોફેસર ત્યાં થી જાય છે. એમના ગયા બાદ જસ્ટિન ઊંડો શ્વાસ લઈ છોડે છે અને મનમાં કહે છે 'ચાલો માંડ માંડ બચ્યો નહિ તો હમણાં જ મારી પોલ ફૂટી જાત. આ વ્યક્તિથી બચીને રહેવું પડશે. ન જાણે કેમ મને આ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાનું મન નથી થતું.'
પ્રોફેસર જસ્ટિન પાસે થી જતો રહે છે. થોડીવાર બાદ સારા જસ્ટિન પાસે આવે છે.
' હાઈ, જસ્ટિન.' સારા કહે છે.
' હાઈ, સારા. કંઈ કામ હતું મારું ?' જસ્ટિન પૂછે છે.
' એટલે કામ હોય તો જ હું તારી સાથે વાત કરું છું એમ ?' સારા મોઢું ચઢાવતાં કહે છે.
' અરે , મારો કહેવાનો મતલબ એ નથી, કદાચ તને કોઈ કામ હોઈ એટલે મેં પૂછ્યું ' જસ્ટિન ચોખવટ કરતા કહે છે.
' આ તો તને એકલો બેઠેલો જોયો એટલે વિચાર્યું કે તારી સાથે બેસીને થોડા ગપ્પા મારું. મારી દોસ્ત આજે કૉલેજ નથી આવી એટલે મને એકલું એકલું બોરિંગ લાગે છે ' સારા કહે છે.
' ઠીક છે, બેસ નિરાંતે વાતો કરીએ ' જસ્ટિન કહે છે. બંને ખૂબ વાતો કરે છે.
સારા જતા જતા જસ્ટિન ને કહે છે.
" આજે રાતે ૯ વાગે હું રોમિયો પબ માં જવાની છું. તું પણ આવજે.' સારા કહે છે.
' હું કોશિશ કરીશ.' જસ્ટિન સારા ને કહે છે. સારા એક સ્માઇલ આપી ત્યાં થી જતી રહે છે.

જસ્ટિન રાતે પોતાની કેબ લઈને જઈ રહ્યો હોય છે. એક સૂમસામ રસ્તાએ એની કારનું પંચર પડે છે. જસ્ટિન કારમાં થી ઉતરી સ્પેર વ્હીલ કાઢે છે અને પોતે એને બદલવાનું શરુ કરે છે.
જસ્ટિન ટાયર બદલી રહ્યો હોય છે એવામાં છ વ્યક્તિઓ એની પાસે આવે છે અને કહે છે ' અમે કંઇક મદદ કરીએ?'.
' નાં, હું જાતે કરી લઈશ. પૂછવા માટે તમારો આભાર.' જસ્ટિન પેલા લોકોને કહે છે.
' પણ, અમારે તો તમારી મદદ કરવી છે ને.' એમ કહી તે લોકો જસ્ટિન ને ધસેડીને બહાર કાઢે છે.
' કોણ છો તમે લોકો ? અને મારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો ?' જસ્ટિન તેઓને કહે છે.
' તને મારવાના અમને પચીસ હજાર ડોલર મળ્યા છે.' એ લોકો જસ્ટિનને કહે છે.
' મને મારવાં માટે પૈસા તમને કોને આપ્યા છે ?' જસ્ટિન પાંચેવ ને પૂછે છે.
' અમારે તો માત્ર પૈસા થી લેવા દેવા છે, કોને આપ્યા એ અમે નથી જાણતા.' તેઓ જસ્ટિનને કહે છે અને એના પગ પકડી ઉછાળીને દૂર ફેંકી દે છે. જસ્ટિન કણસતો ઊભો થાય છે પેલા લોકો એના તરફ ધસી આવે છે.
' મારે કોઈ ખૂન ખરાબો નથી કરવો માત્ર કૃપા કરીને અહીંયા થી જતા રહો.' જસ્ટિન તેઓને કહે છે.
' તું અમને ધમકી આપે છે, લે આ.' આમ કહી એક વ્યક્તિ ગન કાઢી જસ્ટિન ઉપર ગોળી ચલાવે છે. જસ્ટિન જાદુથી તેના તરફ આવતી ગોળી રોકી લે છે. પેલો વ્યક્તિ ગુસ્સે થઈને જસ્ટિન ઉપર સતત ગોળીઓ ચલાવે છે પણ જસ્ટિન એની બધી ગોળીઓ રોકી લે છે. ગોળીઓ પૂરી થતાં તેઓ જસ્ટિન સાથે બે બે હાથ કરવા દોડી જાય છે. જસ્ટિન બધા ને બરાબર નો મેથીપાક આપે છે. પાંચેવ જસ્ટિન સાથે હાથ પાય કરે છે, પણ છઠો વ્યક્તિ જસ્ટિન ની લડવાની પદ્ધતિ જોયા કરે છે. જસ્ટિન પાંચેવ ને મારી મારીને અધમૂઆ કરી દે છે તેઓ જમીન ઉપર મૂર્છા પામી પડી જાય છે.
એવામાં છઠ્ઠો વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી એક હેન્ડલ કાઢે છે.
' સ્ટોર્મ ત્રૂપર ' અહીંયા ક્યાંથી ? જસ્ટિન પોતાને સવાલ કરે છે.
હેન્ડલ બહાર કાઢતા જ એમાં થી લાલ લેસર જેવો પ્રકાશ નીકળે છે. આ જોતા જ જસ્ટિન ની આંખો ડરી જાય છે અને એના મોમાં થી એક શબ્દ નીકળે છે.
' ડાર્ક સેબર ' હું સપનું તો નથી જોઈ રહ્યો ને ? મને લાગતું હતું ડાર્ક સેબર ખાલી વાર્તાઓમાં કહેવાતું એક કાલ્પનિક હથિયાર છે. પણ ખરેખર એ હકીકત છે અને હકીકત મારી આંખો ની સામે છે.
' ડાર્ક સેબર ' એક લેસર તલવાર હોય છે જે ગમે તેવી મજબૂર વસ્તુ કે ધાતુ ને એક વારમાં કાપી શકે છે. પણ એને ચલાવવા માટે ખાસ પ્રશિક્ષણ ની જરૂર હોય છે. એણે ચલાવવાં વાળા અને એને ચલાવતું શિખવાડવા વાળા જૂજ લોકો હવે આ દુનિયામાં રહ્યાં છે.
' ડાર્ક સેબર સામે લડવું એ મારા માટે આત્મહત્યા સમાન છે. હું એને હરાવી નહિ શકું પણ મારી પાસે અન્ય કોઈ રસ્તો પણ નથી.' જસ્ટિન મનમાં કહે છે અને જાદુથી એક આર્મર અને પોતાના માટે પણ એક ડાર્ક સેબર ઉત્પન્ન કરે છે જેમાંથી ગ્રીન લેસર નીકળતી હોય છે.
સ્ટ્રોમ ત્રૃપર સોલ્જર ગ્રીન ઉપર ડાર્ક સેબર થી પ્રહાર કરે છે જેના બચાવ માં ગ્રીન પણ ડાર્ક સેબરનો ઉપયોગ કરે છે. સોલ્જર જસ્ટિન ઉપર ડાર્ક સેબર થી જોર જોર થી પ્રહાર કરે છે જેનો બચાવ જસ્ટિન માંડ માંડ કરે છે. જસ્ટિન મનમાં વિચારે છે કે અહીંયા લડીને હું એની સામે જીતી નહિ શકું માટે મારે મેજિક નો સહારો લેવો પડશે. જસ્ટિન એનો હાથ એક ઝાડ તરફ લાંબો કરે છે અને પેલા સોલ્જર તરફ ખેંચે છે. જોત જોતામાં જમીનમાંથી ઝાડના મૂળિયાં નિકળે છે અને સ્ટ્રોમ તૃપર ને જકડીને બંધી બનાવી લે છે જેના લીધે એનું ડાર્ક સેબર છૂટીને નીચે પડી જાય છે. જસ્ટિન આ તકનો ફાયદો ઉઠાવી એનું જ ડાર્ક સેબરથી જસ્ટિન સ્ટોર્મ ટ્રુપર નું ગળુ ઉડાવી દે છે.
એક વ્યક્તિ સંતાઈને આ લડાઇ જોઉં રહ્યો હોય છે. જે સ્ટોર્મ ટ્રુપર નાં મરતા કહે છે. 'સાલું કોઈ જ કામનું નથી લાગે છે હવે મારે જ મેદાન માં ઉતરવું પડશે ' એમ કહી તે વ્યક્તિ ત્યાં થી જતો રહે છે.

( કોણ હતું એ વ્યક્તિ અને એનું જસ્ટિન સાથે શું દુશ્મની છે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED