મેજિક સ્ટોન્સ - 17 Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેજિક સ્ટોન્સ - 17

( તમે આગળનાં ભાગમાં જોયું કે લેગોલાસ ફરી જસ્ટિન ઉપર હુમલો કરે છે અને તેને ભયંકર ઈજા પહોંચાડે છે. લેગોલાસ જસ્ટિન ને મારવા જ જાઈ રહ્યો હોય છે ત્યાં એકાએક વિક્ટર આવી ચઢે છે અને લેગોલાસને મારી નાખે છે અને જસ્ટિન ને બચાવી લે છે. હવે આગળ )

વિક્ટર જસ્ટિન ને તરત જ હોસ્પીટલ લઈ જાઈ છે. ડોક્ટર જસ્ટિન ને ઇમરજન્સી વોર્ડ માં તરત દાખલ કરે છે. થોડી વાર બાદ ડોક્ટર બહાર આવે છે.
' જસ્ટિન બચી તો જશે ને ડોક્ટર ?' વિક્ટર ડોક્ટર ને પૂછે છે.
' લોહી વધારે પડતું વહી ગયું છે. આપણે એને લોહી ચઢાવવું પડશે. બની શકે એટલી જલ્દી તમે લોહી નો બંદોબસ્ત કરો તો સારું.' ડોક્ટર કહે છે.
' હું લોહીનો બંદોબસ્ત હમણાં જ કરું છું.' એટલું કહી વિક્ટર બહાર ભાગતો ભાગતો જાય છે.
વિકટર પોતાની કોલેજના વોટસઅપ ગ્રુપ માં મેસેજ લખે છે જસ્ટિન નું એક્સિડન્ટ થયું છે અને એને AB લોહી ની જરૂર છે. જે વ્યક્તિ નું બ્લડ ગ્રુપ AB હોય અને જેને બ્લડ આપવાની ઇચ્છા હોય તે સનસાઈન હોસ્પીટલમાં આવી શકે છે. બધા જ ક્લાસના વિદ્યાર્થીઓ આ મેસેજ વાચે છે અને AB બ્લડ ગ્રુપ વાળા છોકરાઓ ત્યાં આવી પહોંચે છે.
વિક્ટર તેઓને ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર બધાને ચેક કર્યા બાદ સ્વસ્થ ત્રણ - ચાર છોકરાઓનું લોહી લે છે. અને જસ્ટિન ને બ્લડ ચઢાવે છે. વિક્ટર ડોક્ટર ના બહાર આવવાની રાહ જુએ છે.થોડીવાર બાદ ડોક્ટર બહાર આવે છે.
' ડોક્ટર, હવે કેમ છે જસ્ટિન ને ?' વિક્ટર પૂછે છે.
' સમયે બ્લડ મળી ગયું એટલે હવે ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં પેશન્ટ ને હોશ આવી જશે. બ્લડ ખૂબ વહી ગયું હોવાને કારણે હમણાં અશક્તિ જેવું રહશે પણ થોડા સમય બાદ સારું થાય જશે.' ડોક્ટર કહે છે.
' ઠેંક્સ ડોક્ટર.' વિક્ટર કહે છે.
' મોસ્ટ વેલ્કમ..' ડોક્ટર કહે છે અને ત્યાં થી પોતાની કેબિન તરફ ચાલી નીકળે છે.

વિક્ટર બહાર જ બાકડા ઉપર બેસી જસ્ટિનના હોશમાં આવવાની રાહ જુએ છે. થોડીવાર બાદ ત્યાં સારા પણ આવી જાય છે. સારા વિક્ટર નેં જોઈને ચોંકી જાય છે.

' જસ્ટિન ને કેમ છે ?' સારા ડરતાં ડરતાં પૂછે છે.
' બ્લડ વધારે વહી ગયું હતું માટે બ્લડ ચઢાવ્યું છે. હવે જસ્ટિન ખતરા ની બહાર છે, પણ ક્યારે હોશમાં આવશે એની કોઈ ખબર નથી.' વિક્ટર જસ્ટિન ને કહે છે.
' તું ક્યારે આવ્યો ? તું તો બહાર ગયો હતો ને ?' સારા વિક્ટર ને પૂછે છે.
' હું આજે જ આવ્યો. આ એક્સિડન્ટ મારી આંખોની સામે જ થયું હતું.' વિક્ટર જૂઠું બોલે છે.
' ફાધર ની તબિયત કેમ છે હવે ?' સારા પૂછે છે.
' એમની તબિયત સારી છે. હું એમને સ્વસ્થ મૂકીને આવ્યો છું.' વિક્ટર કહે છે.

સારા અને વિક્ટર બહાર જ બાકડા ઉપર બેસી રહે છે. ત્રણ - ચાર કલાક આમ જ વીતી જાય છે પણ જસ્ટિન ને હોશ આવતો નથી.

' ક્યારે હોશ આવશે યાર જસ્ટિન ને.' સારા વિક્ટર ને કહે છે.
' આવી જશે હોશ, તું વધારે વિચારીશ નહિ.' એમ કહી વિક્ટર સારા ને હગ આપે છે.

થોડીવારમાં નર્સ બહાર આવે છે. અને વિક્ટર ને કહે છે.

' પેશન્ટને હોશ આવી ગયો છે. તમે એમને મળી શકો છો. સારા અને વિક્ટર ખુશીથી ઝૂમી ઉઠે છે. બંને ફટાફટ વિક્ટર પાસે જાય છે.બને જસ્ટિન ની પાસે જઈને બેસે છે.

' પેશન્ટ ને હમણાં જ હોશ આવ્યો છે માટે એવી કોઈ વાત ના કરતા જેનાથી એમના મગજ પર કોઈ ભાર પડે.' નર્સ બંનેને કહે છે.
' ઓકે સિસ્ટર.' વિક્ટર કહે છે.

વિક્ટર જસ્ટિન સાથે વાતચીત ચાલુ કરે છે.

' કેવું લાગે છે હવે ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.
' બધું સારું જ છે. તને લાગે છે કે તમારા લોકોનાં હોવાથી મને કંઈ થઈ શકે.' જસ્ટિન કહે છે.
' હા એ પણ છે.' વિક્ટર હસતાં કહે છે.
' બસ તું વધારે બોલીશ નહિ, આરામ કર.' સારા જસ્ટિન ને કહે છે.
' ઓહ, સારા મેડમ પણ આવ્યા છે એમ ને.' જસ્ટિન હસતાં હસતાં કહે છે.
' પ્રિય વ્યક્તિની ખબર કાઢવા તો આવવું પડે ને.' સારા શરમાતાં કહે છે.
વિક્ટર જસ્ટિન ને આંખ મારે છે. એવામાં ત્યાં નર્સ આવે છે.

' ચાલો હવે પેશન્ટ ને આરામ કરવા દો.' નર્સ કહે છે.
' જસ્ટિન તું આરામ કર અમે બહાર જ છીએ.' વિક્ટર કહે છે.
' ધ્યાન રાખજે પોતાનું.' સારા જસ્ટિન ને કહે છે એના બદલામાં જસ્ટિન સારા ને આંખ મારે છે.

થોડા દિવસ જસ્ટિન ને હોસ્પિટલ માં રાખ્યા બાદ જસ્ટિન સ્વસ્થ થતાં એને હોસ્પીટલ માંથી રજા આપી દેવામાં આવે છે. થોડા દિવસ આરામ કર્યા બાદ જસ્ટિન ફરી કૉલેજ જવાનું શરૂ કરે છે.

એક દિવસ જસ્ટિન અને વિક્ટર એકલા બેઠા હોય છે એવામાં વિક્ટર ના મનમાં એક સવાલ પેદા થાય છે.

' જસ્ટિન...' વિક્ટર કહે છે.
' બોલ ને.' જસ્ટિન કહે છે.
' હું એટલી હદે ઘાયલ હતો કે મારું બચવું મુશ્કેલ હતું પછી હું બચ્યો કંઈ રીતે ? મને તો ઘાયલ થયા પછીનું કંઈ યાદ નથી. મને કહીશ પછી શું થયું હતું ?' વિક્ટર પૂછે છે.
' લેગોલાસ ત્યાં થી ભાગી ગયો ત્યારબાદ હું તને લઈ એવી જગ્યા એ લઈ ગયો હતો જ્યાં સ્ટોનધારી વ્યક્તિઓ નો ઈતિહાસ લખેલો છે. મેં તને બચાવવાની કોશિશ કરી પણ હું નિષ્ફળ થયો. જાદુ નો પણ ઉપયોગ કર્યો પણ હું નિષ્ફળ નીવડ્યો. ત્યારબાદ મેં ટેલિપેથી થી વ્હાઇટ ને એક મેસેજ કર્યો હતો. મારો મેસેજ જોઈ તરત જ વ્હાઇટ મારી પાસે આવી ગયો અને મેં વ્હાઇટ ને તને બચાવવા કહ્યું. વ્હાઈટે તમે બચાવાની ના પાડી કેમ કે તું સ્ટોન ફેમિલી નો મેમ્બર નથી. મેં ખૂબ કાલાવાલા કર્યા અને આખરે વ્હાઇટ માની ગયા. તને બચાવવા માટે એમને એ વિદ્યા નો ઉપયોગ કર્યો જેનાથી હું પણ અનજાન છું. એ વિદ્યા ની મદદ થી વ્હાઇટે તને બચાવી લીધો. સાથે સાથે મને પણ એ વિદ્યા શીખવી જેનું નામ છે ' સંજીવની વિદ્યા '. એનો ઉપયોગ જરૂર પડે તો જ કરવો બાકી એનું પરિણામ ઊંધું પણ આવી શકે છે. જે વ્યક્તિ જીવન આપે છે એની અર્ધી ઉંમર સામે વાળાને મળે છે. તને જીવન મળ્યું છે એટલે કે તને વ્હાઇટ ની ઉંમર મળી છે.' જસ્ટિન બધું કહી બતાવે છે.
' હું આ અહેસાન નો બદલો કંઈ રીતે ચૂકવિશ ?' વિક્ટર કહે છે.
' મને બચાવી તે બધું ચૂકવી દીધું છે.' જસ્ટિન વિક્ટરને કહે છે.

જસ્ટિન અને વિક્ટર ફરી કૉલેજ જવાનુ શરૂ કરતાં કોલેજમાં ફરી રોનક આવી જાય છે. ક્લાસમાં ફરી મસ્તી મઝાક શરૂ થઈ જાય છે.

વ્હાઇટ નો જસ્ટિન ઉપર ટેલિપેથી થી એક મેસેજ આવે છે કે સભાના વડા બ્લેકે તને કાલે સભામાં બોલાવ્યો છે.

વધું આવતાં અંકે...

( ગોડ હન્ટર હવે શું કરશે ? જસ્ટિન ને સભામાં કેમ બોલાવવામાં આવ્યો છે ? જાણવા માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ'.)