Magic Stones - 16 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 16

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન વિક્ટરની સચ્ચાઈ જાણી જાઈ છે અને એને એની સાથ વાત કરવા માટે એકાંત માં લઈ જાય છે. ત્યાં લેગોલાસ નામનો એલ્ફ એકદમ આવીને વિક્ટર ની છાતીમાં ભાલો ઘોંપી દે છે. જસ્ટિન અને લેગોલાસ વચ્ચે લડાઈ થાય છે. જેમાં જસ્ટિન લેગોલાસને જખ્મી કરી દે છે. લેગોલાસ ત્યાંથી ભાગી જાય છે. બીજી બાજુ ફિયાસ પ્લનેટ પર ગયેલા સિલ્વર ને ગોડ હન્ટરના માણસો મોતને ઘાટ ઉતારે છે. હવે આગળ )

એકાએક વધી રહેલા હુમલાઓના કારણે ફરી આપાતકાલીન સભા બોલાવવામાં આવે છે. બધા સમયે પોતપોતાની સીટ ઉપર આવીને બેસી જાય છે.

આ તરફ જખ્મી થયેલો લેગોલાસ જખ્મી હાલતમાં ગોડ હન્ટર પાસે પહોંચે છે.

' હવે આપણે જસ્ટિન એટલે કે ગ્રીન ને સભામાં સ્થાન આપી દેવું જોઈએ. હવે એને ગ્રીન ની ખુરશી ઉપર બેસવા દેવું જોઈએ. શું કહેવું છે તમારાં લોકોનું ?' વ્હાઇટ સૌને સંબોધીને કહે છે.

બધા અંદર અંદર વાતો કરવા લાગે છે.

' શાંત થઈ જાઓ બધાં.' બ્લેક સૌને કહે છે.

' એ છોકરાએ પોતાની જાતને પુરે પુરી સાબિત નથી કરી હજી, વ્હાઇટ.' બ્લેક વ્હાઇટ ને કહે છે.

' ગ્રીન સ્ટોને એને પસંદ પસંદ કર્યો છે પછી હવે સાબિતીની જરૂર જ ક્યાં છે. એણે સારા સારા યોદ્ધાઓને પર ધૂળ ચતાવી છે.તો હજી કેટલી સાબિતી આપવી પડશે એણે.' વ્હાઈટ થોડા ગુસ્સામાં કહે છે.

' હું એને સભામાં સ્થાન આપવાની વિરૂધ્ધમાં નથી પણ હું હજી એને એટલી જલ્દી ગ્રીનની ખુરશી ન આપી શકું. મને વિચારવા માટે થોડો સમય જોઈશે. હું તને વિચારીને જવાબ આપીશ.' બ્લેક વ્હાઇટ ને કહે છે.

' મતલબ કે જસ્ટિન હવે સભામાં તો આવી શકે છે એમ ને.' વ્હાઇટ કહે છે.

' હા.' બ્લેક કહે છે.

સભા પૂરી થાય છે અને બધા અંતર્ધાન થઈ જાય છે.

( શીપમાં )

લેગોલાસ બોસ એટલે કે ગોડ હન્ટર પાસે આવીને ઊભો રહે છે. ગોડ હન્ટર ત્રાસી આંખે એનું નિરીક્ષણ કરે છે.

' તને કોઈને મરવા માટે મોકલ્યો હતો માર ખાવા માટે નહિ. એક છોકરા પાસે થી માર ખાઈને ભાગીને આવતાં તને શરમ ન આવી.' બોસ ગુસ્સામાં માથું હલાવતાં કહે છે.

' મેં પેલા ગદ્દાર ના પેટમાં તો મારો આખો ભાલો ઘૂસેડી દીધો હતો અને એના તો કદાચ રામ પણ રમી ગયા હશે. પણ ગ્રીન સ્ટોન વાળો છોકરો કોઈ સામાન્ય છોકરો નથી. એની પાસે શક્તિની સાથે સાથે બુદ્ધિ પણ છે. એને હરાવવો કોઈ ખાવાના ખેલ નથી.' લેગોલાસ બોસને કહે છે.

' એક તો એની પાસેથી માર ખાઈને આવ્યો છે ને ઉપરથી તું એની તારીફ કરે છે. એક તો નાકામ થઈને આવ્યો ને પાછો દુશ્મન ના વખાણ કરે છે.' બોસ ગુસ્સામાં કહે છે.

' હું એના કોઈ વખાણ નથી કરી રહ્યો. હું માત્ર એના વિશે માહિતી આપી રહ્યો હતો. અને વાત ડરવાની તો હું એના થી નથી ડરતો. બીજી વાર એનો અને મારો સામનો થશે ત્યારે મારો ભાલો હશે અને એની મુંડી હશે. બસ મને એક વધું તક આપો.' લેગોલાસ બોસ ને કહે છે.

' જા આપી બીજી તક, પણ જો તારા થી પણ કામ ન થયું તો તારી હાલત પેલા ગદ્દાર વિક્ટર કરતા પણ બુરી થશે.' બોસ લેગોલાસને ચેતવણી આપતા કહે છે.

' જી બોસ.' એટલું કહી લેગોલાસ ત્યાંથી ચાલી નીકળે છે.

વ્હાઇટ પૃથ્વી ઉપર આવે છે અને જસ્ટિન ને મળે છે.

' તને એક ખુશ ખબર આપવાની હતી.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.
' કેવી ખુશ ખબર ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.
' તને સભામાં આવવાની પરવાનગી મળી ગઈ છે.' વ્હાઇટ ખુશ થતાં કહે છે.
' શું વાત કરો છો. એટલે બ્લેક રાજી થઈ ગયા. વાઉ, આ તો ખરેખર સારી ખબર છે.' જસ્ટિન અત્યંત ખુશ થતાં કહે છે.
' પણ ગ્રીનની ખુરશી ઉપરનો તારો હક એના ઉપર હજી પણ પ્રશ્નાર્થ ચિન્હ છે.' વ્હાઇટ મોઢું બનાવતા કહે છે.
' સભામાં એન્ટ્રી મળી ગઈ છે તો ખુરશી ઉપર પણ હક મળી જશે.' જસ્ટિન વ્હાઇટ ને સાંત્વના આપતાં કહે છે.
' સાચી વાત...' વ્હાઇટ કહે છે.

જસ્ટિન અને વ્હાઇટ ઘણી બધી વાતચીત કરે છે. ત્યારબાદ વ્હાઇટ અંતર્ધાન થઈ જાય છે.

બીજા દિવસ રાતે જસ્ટિન કાર લઇ રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યો હોય છે. એવામાં એની કાર સાથે કોઈ વસ્તુ જોરદાર રીતે અથડાય છે. અથડામણ એટલી જોરદાર હોય છે કે જસ્ટિનની કાર ત્રણ - ચાર પલટી ખાઈ જાય છે. જસ્ટિન બરાબરનો જખ્મી થઈ જાય છે. જસ્ટિનના માથા માંથી ખૂબ લોહી નીકળી રહ્યું હોય છે. જસ્ટિન દરવાજો ખોલી બહાર આવવાની કોશિશ કરે છે પણ એનો ડાબો ખભો ખરાબ રીતે ઝખ્મી થયો હોવાથી હાથ કામ બરાબર કામ કરી રહ્યો નહોતો. જસ્ટિન માંડ માંડ દરવાજો ખોલી બહાર નીકળે છે. દૂર દૂર સુધી કોઈ ગાડી આવતી દેખાતી નથી. જસ્ટિન ઘસડાતો ઘસડાટો રોડની એક બાજુ આવી જાય છે. ત્યાં જ એની સામે એક વ્યક્તિ આવીને ઉભો રહે છે. જેને જોઈ જસ્ટિન ના ચહેરાનો હાવભાવ બદલાઈ જાય છે.

' લેગોલાસ.' જસ્ટિનના મોઢે ધીમે થી આ શબ્દ નીકળે છે.
' તે દિવસ તો હું બચી ગયો પણ તને આજે મારા હાથે થી મરતા કોણ બચાવશે ?' લેગોલાસ અત્તહાશ કરતા કહે છે.
' મારે તને તે દિવસ ભાગવા દેવાનો મોકો આપવાનો જ નહોતો. તને મારી જ નાખવાનો હતો.' જસ્ટિન દર્દ થી કણસતા કહે છે.
' હા સાચું કીધું તે, ચાલ હવે મરવા માટે તૈયાર થઈ જા.' એમ કહી લેગોલાસ જસ્ટિન ને ભાલો મરવા જાય છે.

ત્યાંજ એકાએક હવામાં ઉડતી ઉડતી આગથી સળગતી તલવાર લેગોલાસ તરફ આવે છે. સીધી આવીને લેગોલાસ નાં હાથમાં ટકરાય છે જેથી લેગોલાસ નો જમણો કપાયને જમીન ઉપર પડે છે. લેગોલાસ જોર જોર થી દર્દ થી ચિલ્લાવા કહે છે. તલવાર પછી જ્યાં થી આવી હોય છે એ દિશા તરફ પરત જતી રહે છે. જે એક વ્યક્તિ પાસે જઇને એના હાથમાં રોકાઈ જાય છે. એ વ્યક્તિ નો ચહેરો અંધારામાં દેખાતો નથી. ધીમે ધીમે એ વ્યક્તિ ઉજાસમાં આવે છે. એનો ચેહરો જોઈ લેગોલાસ ની આંખો ફાટી જય છે.

' વિક્ટર તું ? તું હજી જીવિત છે ? લેગોલાસ આશ્ચર્ય અનુભવે છે.
' હા હું જીવિત છું અને તારો કાળ બનીને આવ્યો છું.' વિક્ટર લેગોલાસ પાસે આવતાં કહે છે.
' જસ્ટિન તું ઠીક તો છે ને ?' વિક્ટર જસ્ટિન ને પૂછે છે.
' હા હું ઠીક છું.' જસ્ટિન કહે છે.
' તું ટેન્શન ના લે, આજે હું આનો કિસ્સો જ ખતમ કઈ દઉં છું.' વિક્ટર જસ્ટિન ને કહે છે.

વિક્ટર તલવાર લઈ લેગોલાસ ઉપર તૂટી પડે છે. લેગોલાસ નો મુખ્ય હાથ જ કપાય ગયો હોવાથી એનાથી બરાબર લડાતું નથી. વિક્ટર આ વાત ની ફાયદો ઉઠાવી એના ઉપર સતત પ્રહાર કહે છે. પ્રહાર ન સહેવતા લેગોલાસ નાં હાથમાંથી ભાલો છૂટી જાય છે. આ તક નો લાભ લઇ વિક્ટર લેગોલાસ નું માથું ધડ થી અલગ કરી દે છે. વિક્ટર તરત દોડીને જસ્ટિન પાસે જાય છે.

' હું તને હોસ્પીટલ લઈ જાઉં છું. તું સારો થઈ જઈશ.' વિક્ટર જસ્ટિન ને કહે છે.
' સારું થયું તું સમયસર આવી ગયો નહિ તો આજે મારો અંતિમ દિવસ જ હતો.' એટલું કહી જસ્ટિન બેભાન થઈ ગયો. વિક્ટર જસ્ટિન ને તરત હોસ્પીટલ લઈ જાય છે.

વધું આવતાં અંકે.

( વિક્ટર તો મરી ગયો હતો પછી એ જીવંત કંઈ રીતે થયો ? જસ્ટિન સારો થશે કે નહિ ? ગોડ હન્ટર હવે કંઈ નવી ચાલ રમશે ? જાણવા માટે વાંચતાં રહો '
મેજિક સ્ટોન્સ'.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED