સોહમ સુનિતાને સખ્તાઈથી ગુસ્સે થઈને બધું પૂછી રહેલો કે સ્ટ્રીટ -69 નાં દરિયા કિનારે જ્યાં કાયમ એકાંત હોય છે ત્યાં બધાં વિધીઓ કરે છે સલામત જગ્યા નથી ત્યાં તું કોને મળવા ગઈ હતી ? મેં મારી નજરે તને ત્યાં જતાં જોઈ છે અને અચાનક ગાયબ થઇ ગઈ. ત્યાં એનાં આઈ બાબા ઘરમાં આવ્યાં.
એમણે સોહમને ગુસ્સાથી સુનિતા સાથે વાત કરતો જોયો. આઇએ કહ્યું ‘સોહમ બેટા શું થયું ? સુનિતાએ શું કર્યું ?’ સોહમે કહ્યું “કંઈ નહીં આઈ અમારી વાત છે પણ સુનિતાને જોબ કરવાની જરૂર નથી હું બધો ખર્ચ ઉપાડી લઈશ.”
ત્યાં બાબાએ વચ્ચે પડતાં કહ્યું “સોહમ...સુનિતા એની મોર્નીંગ કોલેજ પતાવીને પછી જાય છે રાત્રે તો પાછી આવી જાય... એને કંઈક શીખવા મળે, થોડાં પૈસાની આવક થાય તારા પર પણ ભાર ઓછો રહે, વળી લગ્ન કરીને જાય તો એ એના પગભર હોય એમજ બેસી રહેવાં કરતાં... ખોટું શું છે ?”
સોહમ બાબાની સામે જોઈ રહ્યો કંઈ બોલ્યો નહીં એણે સુનિતા સામે જોયું અને બોલ્યો... “તમે જાણો.. તમારી દિકરી છે મેં મારી ફરજ બજાવી લીધી... એમ કહી ગુસ્સામાં એનાં રૂમમાં જતો રહ્યો અને જોરથી દરવાજો બંધ કર્યો.
*****
ગુરુજીની ગુફામાં સાવી અન્વીનો દેહ લઈને પ્રવેશ કરી ગઈ અને ધ્યાનમાં બેઠેલાં અઘોરી પાસે દેહ મૂકીને સામે પલાંઠી વાળી બેસી ગઈ. થોડીવાર પછી અઘોરીએ આંખો ખોલી સાવી સામે જોયું અને એમણે ડર લાગે એવું વિચિત્ર મૉટે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યાં..”.સાવી જોઈ લીધું પરિણામ ?”
અઘોરીએ એની આંખો વધુ વિશાળ ખોલી મોટી કરીને એમનાં લાલ તગતગતી કીકીઓથી સાવી સામે જોઈને કહ્યું "બેવકૂફ, ઘમંડી છોકરી તારુંજ કરેલું તારી સામે આવ્યું ગુરુની આજ્ઞા માની નહીં અધૂરું છોડી અઘોરણ થઇ ગયાનો મદ સેવી લીધો ? એનું આવુંજ પરિણામ આવે... હવે શું કરવાં અહીં આવી છે ?”
સાવીની આંખમાં આંસુ આવી ગયાં એણે હાથ જોડી અઘોરીની માફી માંગતાં કહ્યું “ગુરુજી મને માફ કરો હજી સિદ્ધિ પુરી મળે એ મનમાં પચાવું પહેલાં મને એનું અભિમાન થઇ ગયું એનો મેં આદર કરવાની જગ્યાએ સીધો ઉપયોગ કરવા માંડ્યો તમે બતાવેલી બીજી વિધી અધૂરી મૂકી દીધી મને માફ કરો ભગવન... મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવાં આવી છું હું અઘોરણનાં રોબમાં મારી બહેનને બચાવવા એનાં પેલા શેતાનનો કરવા ગઈ હતી પણ મને મારી સિદ્ધિ શક્તિઓએ મદદ ના કરી.”
“ગુરુજી મને માફ કરો... જેને હું પ્રેમ કરવા માંડી છું એનાં વિશે મેં ખોટી આગાહી કરી જે બરબાદી મારાં ઘર કુટુંબમાં થવાની હતી એ મેં એની સમજી... બધું ઉલટું થયું...દેવ તમે જે કહેશો એ સેવા કરીશ પ્રાયશ્ચિત કરીશ પણ મને માફ કરો...પણ મારુ શિયળ...”
ગુરુજીની આંખો થોડી શાંત થઇ એમણે કહ્યું “આવી ઉતાવળ આવો ઘમંડ બરબાદીજ લાવે... મને બધી ખબર છે હું તારું બધુંજ જોઈ રહેલો... તારાં મોઢામાં શબ્દો ખોટી આગાહીનાં મેં જ મૂક્યાં હતાં... તારી શક્તિને મેં બંધક બનાવી હતી વળી સામે મુસ્લિમ હતો એણે એનાં તંત્ર મંત્ર વિચિત્ર હતાં એણે એક કુંવારી ,મુસ્લિમ કન્યાનાં પ્રેતને સાંધેલું હતું એની સાથે એ... છોડ તારે એમાં પડવાની જરૂર નથી.”
“સાવી તું તારું ચારિત્ર ખોઈ બેઠી છે તારું શિયળ પેલાએ લૂંટી લીધું છે હું બધું જાણું છું... સાવી મને એક નથી સમજ પડતી કે ભલે તારી સિદ્ધ શક્તિઓ કુંઠિત થઈ ગઈ હતી પણ એક સ્ત્રી તરીકે તેં પેલાં હેવાનનો સામનો કેમ ના કર્યો ? તેં તો તારાં ઉગતા પ્રેમને પણ દગો દીધો ? મારી વિઘી પુરી કરવાની પાત્રતા પણ ગુમાવી દીધી છે અને પરધર્મ સાથે તારો શરીર સંબંધ બંધાઈ ચુક્યો છે તું બધુંજ ગુમાવી ચુકી છે તેં એનો સામનો એક સ્ત્રી તરીકે કેમ ના કર્યો ? બધી વખતે સિદ્ધિઓ પર આધાર કેમ રાખ્યો ? તારું શરીર અભડાઈ ચૂક્યું છે એણે તારો સંભોગ કર્યો ત્યારે તું તારાં આપામાં ના રહી અને સમર્પિત થઇ એવું શું હતું કે તે વિરોધ ના કર્યો ?”
“તારાં શરીરમાં પણ વાસનાની ભૂખ ભભૂકી ઉઠી હતી ? અહીં મારી પાસે મારી પસંદગી તારે દક્ષિણા ચુકવવાની હતી અંતિમ વિધી અઘોરણ સમર્પણની અધૂરી હતી તારે મને સમર્પિત થવાનું હતું હું અઘોરી તારામાં મારુ વીર્ય સ્થાપિત કરવાનું હતું તું બધીજ રીતે પુષ્ટ થઇ હોત એ મારી વાસના નહીં પણ ગુરુભોગ હતો અઘોરી જમાતમાં તારો પૂરો પ્રવેશ હતો... પણ તું બીજા યુવાનથી આકર્ષાઈ એનાં પર સિદ્ધિ શક્તિ વાપરી ન્યાલ કરવા પ્રયત્ન કર્યો...”
“સાવી હવે ખુબ મોડું થઇ ગયું છે ના તું ગુરુ દક્ષિણા લાયક છે ના તારાં પ્રેમીને લાયક. તું ભ્રષ્ટ થઇ ગઈ છે અભડાઈ ચુકી છે તું કશા કામની નથી રહી.”
સાવીએ રડતાં રડતાં કહ્યું “ગુરુભોગ મારે આપવો હતો દક્ષિણા પુરી ચૂકવવી હતી પણ સંભોગ કરીને નહીંજ મારે મારાં પ્રેમીને પુરા વફાદાર રહેવું હતું ભોગ વિધી નહોતી કરવી પણ એનાં બદલે તમે જે કહેત એ કરવા તૈયાર હતી પણ હું અટવાઈ ગઈ.”
અઘોરનાથે કહ્યું “જરૂરી નથી ગુરુભોગમાં સંભોગજ થાય... બીજો રસ્તો છે જ તું નદીમાં વહાવેલ મૃત શરીર લઇ આવ અને એનાં પર થતી વિધી કરીને પણ તું ગુરુદક્ષિણા ચૂકવી શકે છે મને તારાં શરીરમાં કોઈ રસ નથી અને નહોતો... અમારી બધી વાસના તો અઘોરી થવામાં નશ્વર જ પામે છે અને ક્યારેય કોઈ સ્ત્રી સામે કુદૃષ્ટિથી નથી જોતાં એવો રસ જ નથી હોતો પણ વિધી આવી પણ હોય છે અને ભોગ લેવાનાં બીજા રસ્તાં પણ છે જે શિષ્ય પોતાનું ચઢેલું ઋણ ઉતારે છે.”
સાવી ભીની આંખે બધું સાંભળી રહીં પછી બોલી “દેવ મારી બહેનનું શબ છે જ તમે કહો એવી વિધી હું પુરી કરવા તૈયાર છું કોઈ અજાણ્યું પણ નથી મારી સગી મોટી બેહેનનું શબ છે...”
ગુરુજીએ કહ્યું “એ અધૂરી અઘોરણ... તને ખબર છે હવે આગળ કેટલું ભયાનક બધું થવાનું છે ? તને કોઈ અંદાજ છે તારા હાથે શું થઇ ગયું ? હજી શું થવાનું ?”
વધુ આવતા અંકે - પ્રકરણ 46