સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -46 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -46

સાવી પસ્તાવામાં આંસુ સાથે ગુરુ સામે ઉભી રહી હતી એની શક્તિઓ કુંઠીત થઇ ચુકી હતી એ હવે અધૂરી અઘોરણ હતી એ ગુરુ સામે જ જોઈ રહી હતી પછી એણે અન્વીનાં શબ તરફ જોયું અને બોલી દેવ મારાંથી જે થયું એ હવે સુધરવાનું નથી મારી શિષ્યા તરીકે તમને જે દક્ષિણા આપવાની છે એ વિધી પુરી કરાવો.

ગુરુજી હું જાણું છું હું બધું ગુમાવી ચુકી છું મારો પ્રેમ, મારો રોબ, મારુ ચરિત્ર, મારાં ઉપર લૂંટાઈ ગયાનાં ઘા તાજા છે હું મારાં પ્રેમીને લાયક નથી રહી આ શરીર પણ પેલાં નરાધમથી ચૂંથાયું ચોળાયું અને લૂંટાયું છે હું ક્યાંયની નથી રહી...

ગુરુજી તમે પૂછ્યું ને કે એ મારુ શિયળ લૂંટી રહેલો મને ભોગવી રહ્યો હતો ત્યારે હું એને સાથ આપતી હતી મારી વાસના સંતોષી રહેલી ? મને આનંદ આવી રહેલો? દેવ હું વિવશ હતી મારુ શરીર મારાં કાબુમાં નહોતું પ્રેમનો ખોટો એહસાસ પણ મને મારાં પ્રેમીનો થતો હતો મારાં એ ગુપ્ત અંગો મારાં પ્રેમીને મારાં સ્વામીને સમર્પિત હતાં પેલાં હેવાનને નહીં એ ભોગવટો એ હેવાન નહીં મારો પ્રેમી કરી રહેલો...

ગુરુજીએ અટહાસ્ય કરતાં કહ્યું બેવકૂફ છોકરી કોને ડફોળ બનાવે છે ? તારું શિયળ લૂંટાઈ રહ્યું હતું અને તું તારાં પ્રેમીમાં હતી ? એનો એહસાસ કરી સંભોગ બીજા સાથે કરી રહી હતી હટ ધિક્કાર છે તને તારાં લૂંટાયેલાં શરીર અને ઇજ્જતથી તારી કોઈ પાત્રતા રહી નથી કુલટા...તારાં શરીર પર હજી પેલા શેતાનનાં વીર્યની ગંધ છે હું અનુભવી શકું છું.

તારું ચરિત્ર શરીર પવિત્ર પાત્રતા વાળું કરી લાવે પછી અધૂરી વિધી પુરી થશે અને તારી આ બહેન... હા... હા... હા... એ અવગતિએ ગઈ છે એનું પણ અધૂરું છે બધું પ્રેત થઈને ત્યાંજ ફરે છે... તારું હવે શું થશે સાવી હું બધુંજ જોઈ રહ્યો છું...

સાવીએ ગુરુજીનાં પગમાં પડતાં કહ્યું મને માફ કરો મને માફ કરો મારી ગંદકી મને જ નડી છે.

મારો વિરોધી હતો હું નફરત કરતી હતી એ શેતાન હતો મારુ બધું બરબાદ કરી ચુક્યો હતો છતાં એની વાસના મને આભડી ગઈ હું વશ થઇ બરબાદ થઇ મારી કોઈ શક્તિઓએ મને બચાવી નહીં હું પાયમાલીની ગર્ભમાં સરકી ગઈ દેવ મને ઉગારો તમે કહેશો એ કરવા તૈયાર છું આ શરીર ભ્રષ્ટ થયું છે ને ? બરબાદ થયું છે ને ? એનો ત્યાગ કરીને મારો અંદરનો આત્મા સૂક્ષ્મ દેહ ધારણ કરીને તમારી વિધી પુરી કરશે હું તમને તમારી દક્ષિણા જે કહેશો એ આપીશ પૂર્ણ અઘોરણ થઈશજ મને માર્ગ બતાવો હે ગુરુદેવ મને ઉગારો.

ગુરુજી સાવીની સામે જોઈ રહ્યાં... ક્યાંય સુધી તાંકી રહ્યાં અને વિચારી રહ્યાં પછી બોલ્યાં... સાવી તું મારી શિષ્યા રહી છો મને દરેક કાર્યમાં વિધી-વિધાનમાં મદદ કરી છે ઘણો સંઘર્ષ વેઠ્યો છે તે શિક્ષા દરમીયાન ક્યારેય કોઈજ આજ્ઞા નું ઉલ્લંઘન નથી કર્યું... શિષ્ટતા પાળી છે કાયમ...તે તારી ક્ષમતાથી શિષ્યા ની પાત્રતા કેળવી છે એટલે તને માફ કરી એક અંતિમ તક આપવા માંગુ છું પણ એ પહેલાં અઘોરણ તરીકે તેં જેને જેને જે મદદ કરી હોય પ્રારબ્ધ ઉજ્વળ કરવા તંત્ર મંત્ર કર્યા હશે એ બધુંજ હવે નિષ્ફ્ળ થશે બલ્કે એલોકો વધુ દુઃખ પીડા ભોગવશે...તારું અગ્નિમાં શરીર બળી ભસ્મ થશે એની સાથે ચરિત્ર તારું પવિત્ર થશે એનાં પ્રશ્ચાતાપમાં તું પ્રેત યોનીમાં રખડીશ...

આ પછી પ્રેત રૂપે શુક્ષ્મ શરીર સાથે મારી વિધી થશે એ વખતે તને ભયાનક અવનવા અનુભવ અને ખુબ પીડા થશે જે વિધી હું બતાવીશ અને તું એમાંથી સફળતા પૂર્વક પસાર થયા પછી સંપૂર્ણ અઘોરણ બનીશ તું પ્રેતયોનીમાં રહીશ તોય સિદ્ધ શક્તિઓનું સંચય અને સંચાલન કરી શકીશ...

પણ સાવી એ પહેલાં આવનારી મુશ્કેલીઓ અને ઉપાધીઓ તારે અને તું જેની સાથે સંકળાયેલી છું બધાને આવશે. તારું ચરિત્ર સાફ કરવા પવિત્ર કરવા થતી વિધીમાં અસહ્ય પીડા સહેવી પડશે જો એમાં તું સંમત હોય તો તને બધી વિધી જણાવું. અને એ કરવાની તૈયારી કરું.

*****

સવારે ઉઠી સોહમ તૈયાર થયો. ઓફીસ નીકળવાની તૈયારી કરવા લાગ્યો. ગઈકાલનું બધું યાદ આવી ગયું એ ઉદાસ થઇ ગયો. એણે જોયું બંન્ને બહેનો ઘરમાં નથી સમજી ગયો કોલેજ ગઈ હશે. સુનિતા પછી જોબ પર જશે. બાબા પણ ઘરમાં નહોતાં એણે તૈયાર થઈને માં ને કહ્યું માં મને ટીફીન આપી દે હું ઓફીસ માટે નીકળું. માં એ ટીફીન આપતાં કહ્યું સોહમ આપણે સાથેજ નીકળીએ હું પણ તૈયાર છું મારે પણ પાર્ટી ઓફીસ જવાનું છે.

હાં ચાલ માં. બંન્ને ઘર બંધ કરીને નીકળ્યાં. ત્યાં રસ્તામાં આઇએ કહ્યું બેટા સુનિતાને જોબ કરવા દે તું બહું બધાંની ચિંતા ના કર જે નસીબમાં હશે એ થશે. આટલી છોકરીઓ નીકરીઓ કરે છે તારી બહેન નવાઈની નથી અમારી પાર્ટી ઓફીસમાં કેટલી નાની નાની છોકરીઓ આવે છે કામ કરવા. જમાના પ્રમાણે બદલાવું પડે અને આપણી આર્થિક સ્થિતિ હવે સારી છે તારું ઓફીસમાં સારું ચાલે છે એટલે થોડો સમય પહેલાનો વિચાર કર યાદ કર તો તને સમજાઈ જશે.

માં હું બધું સમજુ છું... લો તમારી ઓફીસ આવી ગઈ મારે ફાસ્ટ પકડવાની છે હું સ્ટેશન જઉં. સોહમ એની માં થી છૂટો પડ્યો અને વિચાર્યું માં ની બધી વાત સાચી છે... નસીબમાં શું છે ?સાવી નાં વિચાર મનમાં આવતા ઉદાસ થઇ ગયો એને થયું લાવ સાવી સાથે વાત કરી લઉં એણે સતત રીંગ મારી પહેલાં બીઝી આવ્યો, પછી ફોન કાપ્યો અંતે એણે સ્વીચઓફ કરી દીધેલો સોહમને કંઈ સમજાયું નહીં અને જેવી ટ્રેઈન આવી બેસી ગયો.

******

ઓફીસ પહોંચ્યો સોહમે જોયું કે બોસ એનીજ રાહ જોઈ રહેલાં... પ્યુને કહ્યું સર તમને પહેલાંજ બોલાવે છે ખુબ ગુસ્સામાં છે.

સોહમે વિચાર્યું શું થયું હશે ? એ એનાં બોસની ચેમ્બરમાં પ્રવેશ્યો અને એનો બોસ બરાડ્યો...

વધુ આવતા અંકે પ્રકરણ -47