વસુધા - વસુમાં - પ્રકરણ - 67 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ - 67

વસુધા - વસુમાં

પ્રકરણ  - 67

 

     મોક્ષ ઘર આંગણામાં બગીચામાં કામ કરતો હતો અને એમણે અવંતિકાનો ગભરાયેલો અવાજ સાંભળ્યો. હાથમાં ઓજાર હતાં એ બાજુમાં મૂક્યાં અને અવંતિકાનાં અવાજ તરફ...વાડા તરફ દોટ મૂકી અને પહોંચી પૂછ્યું શું થયું ? અવંતિકાનો ચહેરો ભયથી કાંપી રહેલો... અવંતિકા કંઈ બોલીજ ના શકી એણે વાડા તરફ આંગળીથી ઈશારો કર્યો.

મોક્ષ સીધા વાડા તરફ ગયાં તો ત્યાં ગૌરી માટે જે ગમાણ બનાવેલું ત્યાં ખૂણામાં મોટો કાળોતરો નાગ હતો મોક્ષ સમજી ગયાં એમણે કહ્યું “અવંતિકા તું ચિંતા ના કર ડરીશ નહીં આ સામાન્ય સર્પ નથી નાગ છે એને તમે છંછેડો અથવા એને ભય અનુભવાય તોજ હુમલો કરે છે પણ હું રેપ્ટાઈલ લવર ગ્રુપમાં ફોન કરી પકડવા વાળાને બોલાવી લઉં છું તેઓ પકડીને પછી જંગલમાં છોડી દેશે.”

એમણે તરતજ મોબાઈલ કાઢીને ગ્રુપમાં ફોન કર્યો સામેથી તરતજ રીસ્પોન્સ મળ્યો અને મોક્ષે પોતાનું લોકેશન સમજાવ્યું અને સામેથી જવાબ મળ્યો કે અહીંથી નીતાબેન ત્યાં આવી જાય છે તમે નાગ તરફ ધ્યાન રાખતાં રહેજો ત્યાંથી બીજે ક્યાંય સરકી ના જાય. અને ફોન મુક્યો.

મોક્ષે કહ્યું “હું અહીં ઉભો છું નાગને છેડવાનો નથી એ શાંતિથી બેસી રહ્યો છે 10 મીનીટમાં તો નીતાબહેન આવી જશે. તેઓ પકડી લેશે”.

અવંતિકાએ પૂછ્યું “નીતાબહેન ? છોકરી આવશે ? અરે છોકરીને ડર નહીં લાગતો હોય ? હું તો ડરી જ ગયેલી મારી આ ગૌરી પણ ગભરાઈ ભાંભરી રહી હતી.”

મોક્ષે કહ્યું “જેટલો ડર આપણને એમનો લાગે એ લોકો પણ આપણાંથી એટલુંજ ડરે... અને એમને અસલામતિ લાગે તો જ ડસવા હુમલો કરે બાકી એ લોકો દેખા દે અને પછી એમની સલામત જગ્યાએ જતા રહે...”

અવંતિકા કહે “પણ મોક્ષ અહીં કેવી રીતે નાગદાદા આવ્યાં આપણે તો ચારે તરફ દિવાલ કરી છે એ જાણવું પડે નહીંતર આપણને કાયમનો ભય રહેશે. એકવાર આમ અંદર આવી જાય પછી ગમે ત્યારે આવે.”

મોક્ષે કહ્યું “અવું અહીં દિવાલ બાકી બધે તો તારફેન્સીંગ છે આતો ફરતું જાનવર છે ગમે ત્યાંથી આવી જાય... કંઈ નહીં હવે અહીં ઝાંપલી મુકાવી દઈશું તો ગમાણમાં ગૌરીને બાંધવી પણ નહીં પડે એપણ છૂટી હરીફરી શકશે.” અવંતિકાએ કહ્યું “હાં હાં એ વિચાર સારો છે આપણે એવુંજ કરાવી લઈશું પછી ગૌરીની કોઈ ચિંતાજ નહીં.”

ત્યાં બાઈકનો અવાજ આવ્યો રોડ પરથી મોક્ષનાં ફાર્મનાં એક બાઈક પર યુવતી સવાર થઈને આવી રહી હતી. મોક્ષ અને અવંતિકા એમની તરફ ગયાં. પેલી યુવતી આવીને બોલી “તમેજ મોક્ષ ?”

મોક્ષે કહ્યું “હાં મેં જ તમને ફોન કરેલો.” પેલીએ પૂછ્યું “ક્યાં છે નાગ ?” મોક્ષે કહ્યું “અહીં વાડાની અંદરજ છે હમણાં સુધી હું નજર રાખીને જ ઉભો રહેલો... આવો આ તરફ...”

પેલી યુવતી એની પાસે બે સળીયા જેવું સાધન હતું એ લઈને વાડામાં પ્રવેશી અને નાગ તરફ નજર કરી. એને જોઈને આશ્ચર્યથી બોલી “આ તો કોઈ જબરજસ્ત નાગ છે સામાન્ય નથી... આ ડરતો પણ નથી અને એનાં માથામાં અને ગળામાં અજાયબ આકૃતિ છે મેં પણ આવો નાગ પહેલીવાર જોયો છે.”

મોક્ષને આશ્ચર્ય થયું એણે કહ્યું “ઓહ મને તો ખ્યાલ જ ના આવ્યો.” અને પેલી યુવતી નાગની નજીક ગઈ અને એણે એનાં સળીયાનાં વળાંકમાં નાગનાં શરીરને વચ્ચેથી ઉચક્યું નાગ એમાંથી સરકી જવા પ્રયત્ન કરી રહેલો પણ પેલી સતર્ક અને ચપળ હતી એણે બંન્ને સળીયાની મદદથી એને કાબુમાં કરી લીધો. ત્યાં મોક્ષ એક ખાતરનો કોથળો લઈને નજીક આવી ગયો.

પેલી યુવતીએ થેન્ક્સ કહ્યું અને બોલી “મને આપો “ એમ કહી થેલો લઈને નાગને પૂંછડીથી હાથથી પકડીને થેલામાં નાંખી થેલો બંધ કરી દીધો.

મોક્ષ અને અવંતિકા ધ્યાનથી જોઈ રહેલાં. અવંતિકાએ નિરાંતનો શ્વાસ લીધો... બોલી "હાંશ પકડાઈ ગયો મને તો એટલો ડર લાગી ગયેલો".

અવંતિકાએ પેલી યુવતી નીતાને પૂછ્યું “તમને ડર નથી લાગતો ?એક છોકરી થઈને... તમે તો બઉ બહાદુર છો.” પેલી છોકરીએ કહ્યું “મેડમ અમારું આખું રેપ્ટાઈલ ગ્રુપ ચાલી રહ્યું છે અને અમે એમને મારતાં નથી મારવા દેતાં નથી અમને ખુબ પસંદ કરીએ છીએ અત્યારે ગામડાં અને ખેતર તૂટતાં જાય છે જંગલ ઓછાં થતાં જાય છે આ પ્રાણીઓ એમાંય રેપ્ટાઈલ શું કરે ? એમની જગ્યાઓએ માનવે અતિક્રમણ શરૂ છે એ જાનવરો ક્યાં જાય? એટલે તેઓ બધે સલામતિ માટે ફરતાં હોય છે એમાં એમનો વાંક નથી આમે એમનું રક્ષણ કરીએ છીએ આમ રહેઠાણવાળા વિસ્તારમાં આવી જાય તો અમે પકડી એમને જંગલમાં છોડી દઈએ છીએ.”

અવંતિકાએ કહ્યું “બહેન તમે ખુબ સારું કામ કરો છો અને હિંમતવાળા પણ છો મને એક પ્રશ્ન થાય છે પૂછું ?” પેલી છોકરી નીતાએ કહ્યું “પૂછો પૂછો.” એમ કહીને હસી અવંતિકાએ પૂછ્યું “અમે ન્યુઝમાં અને પેપરમાં વાંચીએ છીએ ઘણાં નાગ,સર્પ, અજગર, મગર, પ્રાણીઓ વગેરેને પકડી એની ચામડી ઉતારી એનો ધંધો કરે છે અને આમ વન્ય જીવોનો નાશ થતો જાય છે તો તમે પકડીને આમ છોડી દો અથવા તમારામાં એવું કોઈ ન્યુસન્સ તત્વ ગ્રુપમાં હોય કે જે પકડીને આવો ધંધો કરતું હોય ? માફ કરજો નીતાબેન હું તમારાં ઉપર શંકા કે આરોપ નથી ઘડતી પણ વિચાર આવ્યો.”

નીતાએ હસીને કહ્યું “તમારી વાત તદ્દન સાચી છે મને કંઈ ખરાબ નથી લાગ્યું આવો ધંધો કરનારાં શિકારીઓ છે... આવાં લોકો ઘણો ધંધો કરીને આવા વન્ય જીવોનો શિકાર કરે છે દાણચોરી કરે પણ અમારું ગ્રુપ એવી પણ થાય તરતજ આની સ્પેશીયલ સ્ક્વોડ છે એને જાણ કરી દઈએ છીએ”.

“અમે તો આવાં મૂંગા જાનવરને ખુબ સલામત સ્થળે છોડી દઈએ છીએ. તમે આટલી રસપૂર્વક વાત કરી અને પ્રશ્નો પૂછ્યાં એટલે કહું છું જંગલ ખાતાવાળા પણ અમને સહકાર આપે છે અને એમનાં અસલ સ્થાને પણ પહોંચી જાય છે એમની પાસે આવી કુદરતી એવી શક્તિ હોય છે અને અમને એનો આનંદ છે અમારાં અભ્યાસ અને અમારાં સીનીયર્સનાં અનુભવે હું આ કહી શકું છું... “

અવંતિકાએ કહ્યું “અરે વાહ આ નવું જાણવાનું મળ્યું તમે સાચેજ ખુબ સરસ કામ કરો છો”. મોક્ષે એમનો આભાર માની પૂછ્યું “બહેન કેટલાં પૈસા આપવાનાં છે ?” પેલી યુવતીએ કહ્યું “કંઈ નહીં આમાં અમે કોઈ ચાર્જ લેતાં નથી પણ ગમે ત્યારે અમારું NGO ચાલે છે એની મુલાકાત લેજો ત્યાં આવીને અમને સહકાર આપજો...”

 

વધુ આવતા અંકે પ્રકરણ -68