પ્રેમ અસ્વીકાર - 9 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 9

બંને ક્લાસ ભરી ને ઘરે જવા નીકળી ગયા અને રોજ નાં જેમ અજ અજય બસ સ્ટેન્ડ માં ઉતરી ને ચાલ્યો ગયો, અને હર્ષ ત્યાં બેસી ગયો, ફરી થી હર્ષ ને થયું કે આજે દુકાન માં કોણ છે એતો જોવું પડશે એટલે દુકાન તરફ ચાલવા લાગે છે.
ત્યાં દુકાન એ જાય છે તો ત્યાં ઈશા ને ઉભી જુએ છે અને ખુશ થઈ જાય છે અને ત્યાં ત્યાં જઈ એને જુએ છે, ઈશા બોલે છે કે" બોલો શું જોઈએ? " " પાણી ની બોટલ " " બહાર ફ્રીઝ માં છે " ફ્રીઝ માંથી બોટલ લઈ ને તે પૈસા આપવા લાગે છે, ત્યાં ઈશા પૈસા લઈ ને બોલે છે કે " તમે ઘરે થી બોટલ નથી લાવતા? " " નાં નાં હું લઉં છું પણ 3 દિવસ થી ભૂલી જઉં છું " " હમમ, પણ મે આજે કોલેજ માં તમારા હાથ માં બોટલ જોઈ હતી " હર્ષ વિચારે છે કે અરે હૂતો ભરાઈ ગયો " નાં નાં એતો મારા ફ્રેન્ડ ની હશે " " હમમ, પણ મે એ પણ જોયું હતું કે તમે તમારા બેગ માંથી બોટલ કાઢતા હતા " " નાં નાં એતો મારો ફ્રેન્ડ અજય મારા માં બોટલ મૂકે છે એટલે પી કીધું હશે." " હમમ ઠીક છે."
એમ બોલી ને ધીમે થી હસવા લાગે છે.
" તો ચાલો હું નીકળું બસ આવી જશે" " હા "
એમ કહી ને નીકળી જાય છે અને બસ સ્ટેન્ડ માં જઈ ને પોતાની જાત ને બોલે છે કે શું હર્ષ તને કોઈ વાત બનાવતા નથી આવડતી, " પણ ઈશા સવાલ એવો પૂછ્યો એટલે હું જવાબ આપવા નો હતો, અલ્યા તે એમ કીધું કે ફ્રેન્ડ ની બોટલ છે તો હવે કોઈ દિવસ બોટલ ને હવે વાપરી નાઈ સકે, એ ગયું તેલ લેવા પણ કલર થઈ ગયો.
એમ ને એમ ઘરે પહોંચી જાય છે અને રૂમ માં જઈ અરીસા સામે જોઈ ને બોલવા લાગે છે કે, છોકરીઓ ને જોતા હર્ષ તારી બોલતી બંધ થઈ જાય છે, અને પાછા ઉપડ્યા પ્રેમ કરવા, જ્યારે જ્યારે એ મળે છે તારો કલર કરી નાખે છે, "અરે એતો હજ કલર જેવા કામ કરું છું એટલે" " ચાલ છોડ હવે
" પણ એક વાત સમજ માં નાં આવી કે ને એને જોઈ તો એ મને 1 વાર સામે જોયાં પછી એને મારી તરફ એક વાર પણ નથી જોયું તો એને એટલી બધી કેવી રીતે ખબર પડી કે આ બોટલ મારી જ છે" " અને હું પાછો એને જૂઠું બોલું છું કે મારી બોટલ નથી " " એક વાત તો છે કે ઈશા પણ મને ફોલો કરે છે.
" તો તો હવે આપડે દિલ થી એને ફોલો કરવા નાં "
એટલા માં એના 12 માં ધોરણ નાં વિજ્ઞાન નાં સર નો ફોન આવે આવે છે. " હા બોલો સર " " બેટા તું કેમ હમણાં થી આપડી પ્રયોગ શાળા એ આવતો નથી " " તારે 12 ધોરણ પુરુ એટલે ભૂલી જવા નું ? " " તું આવે તો બીજા નાના નાના છોકરા ઓ ને પ્રોજેક્ટ વિશે માહિતી આપે એને એમને પૂરતું વિજ્ઞાન નું જ્ઞાન મળે," " હા સર હું આવીશ આવીશ " " નાં બેટા તું હાલ અજ આવ અને ચાલ આપડે વિજ્ઞાન ની વાતો કરીએ "
હર્ષ ને વિજ્ઞાન નાં પ્રયોગો અને નવા નવા સંશોધન માં બઉ શોખ હતો, એ રાત્રે નવી નવી વાર્તા લખતો અને દિવસે તે એવા વિજ્ઞાન નાં પ્રયોગો માં તે અશ્વિન સર ની મદદ કરતો.
અને ત્યાં ઈશા ને બુક્સ વાંચવા નો અને લખવા નો બઉ શોખ હતો, એ ઘણી બધી વાર્તા લખતી.
હર્ષ ને કોઈ વિષય વાર્તા લખવા કરતા તે વિજ્ઞાન નાં ટોપિક ને વધારે ધ્યાન આપતો.
હર્ષ ત્યાં પ્રયોગ શાળા એ જાય છે અને અશ્વિન સર ને મળે છે અને બંને ઘણી બધી વાતો કરે છે.
પછી હર્ષ રાત્રે ઘરે આવે છે અને તે જમી ને સુઈ જાય છે, બીજા દિવસ સવારે અજય અને હર્ષ બંને કોલેજ તરફ જાય છે અને જુએ છે કે કોલેજ નાં ક્લાસ રૂમ ની બહાર બઉ બધી ભીડ જમી હતી.તો બંને એ જઈ ને જોયું કે આ બધી ભીડ શેની છે તો કોઈ ફ્રેન્ડ એ કીધું કે ભાઈ ટૂર પર જવા ની નોટિસ છે.
" ઓહ્ તો ભાઈ હર્ષ આપડે ટૂર પર જઈશું ને? " " ભાઈ પેલા ચાલ પછી વાત કરીએ, અને હા ભાઈ ચાલ આપડે કેન્ટિંન માં મળીશું" " શું કેન્ટિંન હમણાજ તારા ક્લાસ માં આવું છું તારા ક્લાસ માં મે સેટિંગ કરી દીધું છે અને પાયલ નું પણ " " શું વાત કરે છે ભાઈ " "હા " " એ કઈ રીતે કર્યું? " લાંબી સ્ટોરી છે પછી કહીશ " " હમમ, ચાલ મળીયે " " હા ભાઈ"
બંને પોત પોતાના ક્લાસ માં ચાલ્યા ગયા અને મેડમ પણ હર્ષ નાં ક્લાસ માં આવ્યા, જે નોટિસ બહાર હતી એ લઇ ને, અને બોલવા નું ચાલુ કર્યું કે આપડે 3 દિવસ નો ટૂર રાખેલ છે જે વિદ્યાર્થી ને એવા નું હોય તો બોય અને ગર્લ્સ ગ્રુપ બનાવી ને નામ મને 2 દિવસ માં લખવી દેવું." એમ કહી ને મેડમ ચાલ્યા જાય છે. હર્ષ એ વખતે ઈશા ની સામુ જુએ છે કે ઈશા ટૂર પર આવશે કે નહીં, તો એના હાવ ભાવ પર થી તે તપાસે છે.
હર્ષ મનોમન વિચારે છે કે જો ઈશા ટૂર પર જાય તો હું જઈશ નાઈ તો હું નાઈ જાઉં કારણ કે હું એને 3 દિવસ પણ જોયા વગર નહી રહી સકુ, કારણ કે જો એ જશે તો એની સાથે જવા માં આવશે અને જો નહિ જાય તો હું પણ નહિ જાઉં.
તો જોઈએ કે આગળ શું થાય છે કે ઈશા ટૂર પર જશે કે નહિ?