પ્રેમ અસ્વીકાર - 11 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 11

બધા કોલેજ થી છૂટે છે અને નિધિ અને ઈશા પણ ત્યાં ગેટ આગળ ઊભા હોય છે અને ત્યાં અજય અને હર્ષ બંને જણા ગેટ પર ત્યાં મળે છે. પછી બધા શોપિંગ કરવા જાય છે.ત્યાં હર્ષ ઈશા વાત કરવા માટે તે નવી નવી વાતો ઉકેલે છે પણ ત્યાં અજય અને નિધિ હોવા થી તે કઈ બોલી શકતો ન હતો.
ત્યાં બજાર માં બધા જાય છે અને ત્યાં એ અજય અને નિધિ એક કપડાં ની દુકાન માં જાય છે કપડાં પસંદ કરવા તો ત્યાં દુકાન માં ઈશા અને હર્ષ બંને જોડે બેઠા હોય છે અને બંને વાત શરૂ કરે છે.
" ઈશા તમારે કઈ કપડાં ની ખરીદી નથી કરવી" " નાં નાં હું અમારા ગામડે થી કપડાં લઇ ને આવી છું, પણ જોઈએ સારાં હોય તો થોડા કપડાં ખરીદી લઈશ પણ પેલા નિધિ ને કપડા પસંદ કરી લેવા દો, અને તમારે કપડાં નથી લેવા નાં? " " હા હા લેવા નાં છે ને, પણ મારે તો કપડાં પસંદ કરવા માં વાર નાઈ લાગે" " હમમ" " ત્યાં નિધિ અજય ને કપડાં પસંદ કરી ને એક પછી એક ચેન્જ કરવા મોકલતી હતી" ત્યાર પછી ઈશા બોલે છે કે " આમને તો કપડાં ની પસંદ માં આટલી વાર લાગે છે, બીજી ખરીદી માં કેટલો ટાઈમ લાગશે? " " હા હો એ વાત સાચી" ત્યાર બાદ હર્ષ પૂછે છે કે " તમારા પાપા નાં પડતા હતા ? ટૂર પર આવવા માટે? " " નાં નાં એવું નથી પણ" એટલું કહેતાં કહેતાં નિધિ અને અજય આવી ગયા બોલવા લાગ્યા કે તમારે કઈ લેવું નથી ? " " નાં નથી લેવા બીજે થી લઈ લઈશું " એમ કહી ને હર્ષ તે વાત પૂછતો હતો એ વાત દબાઈ ગઈ, પછી બધા બીજી ખરીદી કરવા ચાલ્યા ગયા. ત્યાં પણ હર્ષ ઈશા ને વાત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ ઈશા હર્ષ ની વાત પર ધ્યાન ન આપતી હતી, પછી બધા ખરીદી કરી ને છુટા પડ્યા.
અજય હર્ષ ને એના ઘરે મૂકવા જાય છે અને બોલે છે કે "કાલે તૈયાર રહેજે સવારે આપડે નીકળવા નું છે." " હા ભાઈ "
એમ કહી ને હર્ષ ઘરે ચાલ્યો જાય છે અને એના રૂમ માં જઈ ને વિચારે છે કે " હું ઈશા ને બહુ પ્રેમ કરું છું પણ ઈશા મને પ્રેમ નથી કરતી મને લાગે છે કે એ મને પસંદ નથી કરતી, પણ હું હાર નહિ માનું કારણ કે કદાચ એમ પણ બની શકે કે મારા પર નાઈ કોઈ પણ છોકરાં ને ઈશા ભાવ નાં આપતી હોય?, ઈશા નો સ્વભાવ બઉ સારો છે એટલે એ મને પસંદ આવે છે અને હું ટૂર પર જાઉં એટલે એને વધારે ઓળખીશ અને એને ટૂર પર એવું લાગશે તો મારા દિલ ની વાત પણ કરી દઈશ" એમ કહી ને હર્ષ પોતાનો સામાન પેક કરવા લાગે છે અને રાત્રે સુઈ જાય છે.
સવારે વહેલા ઊઠી જાય છે અને સવાર નાં ચાર વાગે તે ટૂર પર જાવ તૈયાર થઈ જાય છે. હર્ષ નાં મમ્મી અને પાપા પણ તેને ટૂર પર જવા માટે મૂકવા કોલેજ માં જાય છે અને એને બસ આગળ મૂકી ને ચાલ્યા જાય છે....થોડી વાર રહી ને બસ ઉપડવાની હોય છે અને ત્યાં હર્ષ એનો ફ્રેન્ડ અજય ને શોધતો હોય છે. હર્ષ અજય ને ફોન લગાવે છે અને થોડી વાર માં ત્યાં અજય આવી જાય છે અને હર્ષ ને ગળે મળે છે અને બોલે છે કે " ચાલ ભાઈ તૈયાર છે ને? " " હા હા ભાઈ પણ નિધિ ક્યાં છે? " " હા એ આવે છે અને પેલી પકાઉ પાયલ પણ આવે છે, અને એક વાત કહું ?, હું નિધિ ને પ્રપોઝ મારવા નો છું અને તેમાં તારે મારો સાથ આપવા નો છે." " હા હા ભાઈ કેમ નહિ પણ બીજું કોઈ એની ફ્રેન્ડ ને બધા નથી આવવા નાં? " " નાં નાં કોઈ નહિ આવે પેલી નિધિ ની ફ્રેન્ડ ઈશા છે એને કાલે રાત્રે તાવ આવ્યો એટલે એ તો આવવા ની નાં પડતી હતી " " શું ? તાવ ? અરે કાલે તો આપડે સાથે ફરી ને ખરીદી કરી છે તો એટલા માં તાવ ? " "અરે ભાઈ તાવ થોડો પૂછી ને આવે?, તબિયત બગડી એટલે નાઈ આવવા ની હોય, છોડ ને હવે આપડે તો એન્જોય કરવા નાં ને? " " હા પણ નિધિ એકલી પડી જશે ને? " " નાં નાં ભાઈ પાયલ ને બધા છે, એમાં કોઈ વાંધો નથી અને કોઈ નાં હોય તો હૂતો છું જ ને? " " હા ભાઈ હા "
એટલું સંભાળી ને તે નિરાશ થઈ જાય છે અને એવા માં નિધિ આવી જાય છે અને બોલે છે કે બધા તૈયાર છો ? " અજય બોલ્યો " હા હા તૈયાર છીએ પણ તે કેમ એટલી બધી વાર કરી ? " " કઈ નાઈ ઈશા ની ખબર કાઢવા જઈ હતી એને તાવ આવ્યો હતો એટલે " " તો શું ઈશા નહિ આવે? " નિધિ હસવા લાગી અને બોલી કે નાં નાં એવું નથી પાછળ જુઓ " જેવું પાછળ જોયું તો ઈશા ત્યાં ઊભી ઉભી હસતી હતી...
( તો શું થશે આગળ .....હર્ષ ઈશા ને પોતાના પ્રેમ ની વાત કરી શકશે ?, અને શું અજય પણ નિધિ ને પ્રેમ ની વાત કરશે? એના માટે મળતા રેહજો આગળ નાં ભાગ માં.........)