જેવું તેને પાછું વળી ને જોયું તો તેને ઈશા ને દર્શન કરતા જોઈ, અને તે બોલવા જતો એના પેલા ઈશા ની આંખો બંધ હતી તે ભગવાન ને પ્રાથના કરતી હતી.
હર્ષ ને થયું કે એ જ્યાં સુધી આંખો નાં ખોલે ત્યાં સુધી તે એના સામેજ રહે અને જેવી આંખ ખોલે એટલે તે બોલાવે પણ એમાં એને વિચાર આવ્યો કે " કદાચ એ મને નાઈ ઓળખે તો ખોટી પેહલિજ નજર માં ખોટી ઇમ્પ્રેશન થશે એટલે અહીં થી નીકડીજ જવું જોઈએ, એટલે હર્ષ ત્યાં થી નીકળી જાય છે અને મંદિર નાં બહાર બાંકડા પર બેસે છે અને ઈશા ની રાહ જુએ છે,
એવા માં ઈશા દર્શન કરી ને એની ફ્રેન્ડ સાથે બંને જના બહાર આવે છે, અને તે મંદિર નાં બગીચા માં તે બાંકડા તરફ આવા લાગે છે, હર્ષ તે જોઈ ને ખુશ થઈ જાય છે અને બુમ પાડવા જાય છે, પણ તે વખતે ઈશા ને ફોન આવે છે અને તે મંદિર ની બહાર નીકળી જાય છે.
પછી ત્યાં બેઠા બેઠા હર્ષ બોલે છે કે " હે ભગવાન સુ તમે પણ, એમ મુલાકાત પણ નાં થવા દીધી, તમારા દ્વારે એનો અવાજ સંભાળવા મળ્યો હોત તો તમારું શું જવા નું હતું, હવે મને કોલેજ માં એના સાથે એક વાત તો કરાવો? " એમ કહી ને હસવા લાગે છે.
ત્યાર પછી એ પણ ત્યાં થી નીકળી જાય છે, અને ઘરે જઈ ને કોલેજ જવા નીકળી જાય છે, રોજ ની જેમ હર્ષ અને અજય કોલેજ જવા નીકળી જાય છે, રસ્તા માં અજય હર્ષ ને પૂછે છે "કે કેમ ભાઈ ક્લાસ માં કોઈ સારી છોકરી મળી ?"
" નાં ભાઈ એમાં સુ મળવા ની ? " "આપડે તો તને ખબર છે ને કેવી છોકરી જોઈએ?" "હા હા ભાઈ તમે તો તમારા લેવલ ની છોકરી જોઈએ ને? "
" નાં નાં ભાઈ લેવલ ની વાત નથી" " હા ભાઈ તમારે તો પાછી તમારા કાસ્ટ ની જોઈએ ને? " " હા ભાઈ એતો છે ને? એતો પેલા "
" હા ભાઈ તો તો તમને કોલેજ માં મળી રહી, થોડું તો સમજવું પડે યાર, અને જુઓ જો તમારા કાસ્ટ ની હોય અને તમને નાં ગામડે તો ? " " તો કઈ વાંધો નાઈ એમાં જબરદસ્તી થોડી કરવા ની હોય ? "
એમ ને એમ બંને કોલેજ ચાલ્યા ગયા અને હર્ષ પોતાના ક્લાસ માં ચાલ્યો ગયો, ત્યાર પછી એને ક્લાસ માં જોયું કે ઈશા આવી છે કે નહિ તે જોવા લાગ્યો પણ ત્યાં ક્લાસ માં ઈશા દેખાઈ નહિ, એ વખતે પણ હર્ષ નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે "શું થયું હશે કેમ નાઈ આવી હોય? એને કઈ થયું તો નઈ હોય ને એને કોઈ નો ફોન આવ્યો હતો એટલે કોઈ તફલીફ માં તો નાઈ હોય ને?" એવા વિચાર આવવા લાગ્યા.
પછી થોડી વાર માં ઈશા ની એન્ટ્રી ક્લાસ માં થઈ તો હર્ષ તેને જોતાજ રહી ગયો. એને સિમ્પલ ડ્રેસ પેહરીયો હતો પણ એ ડ્રેસ માં પણ એ સુંદર દેખાતી હતી. પછી તે આવી ને ત્યાં બાજું વાળા વિભાગના ખૂણા માં બેસી ગઈ,અને ક્લાસ ચાલુ થઈ ગયો.
થોડી વાર માં લેક્ચર પૂરો થયો એટલે બધા ત્યાં થી કેન્ટિંન માં જવા લાગ્યા તો હર્ષ અજય જોડે કેન્ટિંન માં ચાલ્યો ગયો,અને ત્યાં પણ ઈશા આવી હતી તો એને નિહાળી રહ્યો હતો,