ચંદ્રકાંતની જીદગીમાં એવા સેંકડો બનાવ બની ગયા છે કે લોકો તેને પારસમણી કહે.
તેણે એવુ તે કેવુ મુહર્ત કરી નાખ્યુ કે એ પછી શ્રીનાથ એસ્ટેટ વાળા કીરીટભાઇ અને મનોજભાઇનીચલ પડી...ચપોચપ શિવ આશિષનાં ફ્લેટ ઉપડવા માંડ્યા...ચંદ્રકાંતની કપોળબેકમાં શાખ વધી ગઇહતી એટલે વીસ હજારની ફાઇનલ લિમિટ સુધી ઓવરડ્રાફ્ટ મળી ગયો હતો અને જગ્યાનો એક બાજુકબજો લીધા પછી રુમ અને રસોડામા પંખા નખાવ્યા...(ઓફિસનાં મિત્ર રમેશ લાખાણી ટ્યુબલાઇટકીંગે ડીસકાંઉન્ટથી પંખા અપાવ્યા હતા...ત્યારે ચંદ્રકાંતે મજાક કરી હતી "રમેશ આ પંખા તોઓરીજનલ ઉષાના છે કે સીતા ઔર ગીતાના..?")
શનિવારે બારભાયા કપોળ ક્લબમાં જમતી વખતે એ જુના અમરેલીમા મિત્રોને સમાચાર આપ્યા “હવેઆપણે આવતીકાલે સવારે જે સરનામું લખાવું ત્યાં આપણા ફ્લેટનું ઉદ્ઘાટન કરવાનું છે ,આમ તોઆપણે ભામણ નથી ને ભલામણને બોલાવવાના પસા પણ નથી એટલે જાતે જ દોરી કાપીને ગૃહ પ્રવેશકરવાનો છે ,સર્વ લુખેશોએસમયસર પહોંચી જવું…
હવે આ રવિવારે શેઠ ગેસ્ટ હાઉસને રામ રામ કરી ફોર્મનું ગાદલુ એક ઓછાડ કપડા બેગ બિસ્તરોબાંધીને ટેક્સીમાં વહેલી સવારે ફ્લેટ ઉપર પહોંચ્યા ત્યારે “ચંડાળચોકડી”સ્વાગતમાં હાજર હતી...
"આવ આવ ચંદુ..."કહી બધા ભેટી પડ્યા ત્યારે એક આઇટમ ઔર ઉમેરાઇ ગઇ હતી ....અરવિંદપારેખ...ટપુર ટપુર ચીપી ચીપીને ધીમુ ધીમુ બોલતો અરવિંદ રંગે શ્યામ..મધુ પારેખ પણ કાળો બાપુટેંટીયો પણ ઘંઉવરણો...ભરત ગાંધી ને ચંદ્રકાંત બન્ને ઘઉવરણા ..પણ ફલેટ ખોલીને બધા ઓહોઓહો કરતા રહ્યા...સામાનમાં એક મોટી બેને આપેલો મુંગો પ્રાઇમસ સાણશી બેથાળી બે વાટકા બેકપ રકાબી...એક છરી એક લોટનો ખાલી ડબ્બો ...
મધુ બોલવામા બહુ જબરો એટલે બાપુને બધા પાંસેથી દસ રુપીયા ઉધરાવી મોકલ્યો પાછો આવ્યોત્યારે એક કીલો ઘંઉનો લોટ ૨૫૦ ગ્રામ તેલની પોટકી મીઠુ ખાંડ મરચુ ની નાની પડીકી એક કીલોબટેટા એક કીલો કાંદા ચાર ટમેટા મરચા...ઉપરથી ચાર ધાણાદાળની પડીકી...
વોચમેનને પકડી તેની લોઢી ઉપાડીને ચાર રસોયા નાનકડી ચડ્ડીભર ગોઠવાઇ ગયા...કલાકમા જુનાછાપા પેપર ઉપર દેશના મોટામાંમોટા શેફે બનાવેલી ઉત્તમ જાડી વાંકીચુકી રોટલીઓનો ખડકલો અનેકાંદા બટેટાનું શાક...ડુંગળી ઉર્ફે કાંદા અને ટમેટાનું કચુંબર...એ અદ્ભુત જમણવાર પાંસે આજેજીંદગીભરના બધા જમણવાર ફીકા લાગે ..આંખો દિવસ ધમાલ મસ્તી ચાલતી રહી .
રાતના આઠવાગે ઠઠા મશ્કરી કરતા ફરીથી શાહી જમણ જમ્યા.અરવિંદ સાહિત્યનો શોખીન મધુ વેજનોનવેજ જોકનો શહેનશાહ..ચંદ્રકાતની આમા ક્યાંય બહુ પીપીડી વાગતી નહોતી એટલે એ અને ભરતહસવામાંથી ઉંચા આવતા નહોતા...પછી અનંતકડી શરુ થઇ ત્યારે મુકેશ કીશોર રફી તો ઠીકશમશાદના બાપુએ અવાજ કાઢીને છક્ક કરી દીધા...રાતના એક વાગે આખા બિલ્ડીંગમા એકજફ્લેટમા રહેવા આવેલા આ લઠ્ઠાઓ એ જે આનંદ મજા કરી હતી તે હજી બહુ યાદ આવે...
આજે અરવિંદ પારેખ રાવળભાઇ સાથે પ્રેમ નગરમા એસ્ટેટ એજંટના બહુ કામ ક્યા પછી બિલ્ડર બનીગયો..મધુ પારેખ ઇમીટેશન જ્વેલરીમાં નાનાભાઇ જીતુ સાથે અખંડ કુટુંબ રાખીને બહુ મોટુ નામ બનીગયો..છે..ભરત ગાંધી રેડી ટુ કુક ફુડમાં પડી ગયો..છે પણ આ આખી ચંડાળ ચોકડીની શરુઆત બહુજ કરુણ અને દારુણ સ્થિતિ હતી..બહુ મહેનત દિવસરાત કરીને સહુ આગળ આવ્યા છે...
ચંદ્રકાંત બેનને ધરે બીજા રવિવારે ગયા ત્યારે સહુ મિત્રોએ પહેલી મિજબાની કેવી મસ્ત કરી તેનીરસીક વાતો કરી...
"હાય હાય. નવા ઘરમાંતો પહેલા લાપશી રાંધવાની હતી ગણપતિ સ્થાપન કરવાનું હતુસત્યનારાયણની કથા કરવાની હતી... તે તમે બધા લડધાઓએ એ ઘર અભડાવી નાંખ્યું . હું જયાબાને શું જવાબ આપીશ ? પછી બેન ગંભીર થઇ ગઇ . ચંદુ ,સાંભળ ભાઇનો અમરેલીથી ફોન હતોજયાબાએ આપણા ગોદરેજનાં કબાટની અંદર ગોદડા ઓશીકા ઓછાડ વાસણો અને ચાર ગાદલાઉપર વીંટીને એવુ બધુ સવાણી ટ્રાસપોર્ટમાં મોકલ્યું છે એ લોકો મુંબઇ અંદર નહી લાવે પણ તેનીમીરારોડ ઓફિસથી તારે લાવવું પડશે લે આ મીરારોડનું સરનામુ...હવે ઝાડુ સુપડી બાલદી ટંબલરસાવરણો એવુ બધુ તો તારે વસાવી લેવુ પડશે..
ચંદ્રકાંત ભાણીયાને તાલી આપતા બોલ્યા "ઘર બસાકે દેખો.."
બેને વાતમાં ઉમેરો કર્યો “ઘરવાળી ઉમેરવાની બાકી છે “
“મામા આ ઘરવાળી એટલે શું ?” મામાંના ખોળામાં અડીંગો જમાવતા નાના લાડકા ભાણિયાએસવાલ કર્યો .
“તારી દુશ્મન… મામી .આપણા બે ની વચ્ચે બરોબર ધુસી જશે તો ? તારે બરોબર ધ્યાન રાખવાનુંજરાક એ દુશ્મન મામી ચાલાકી કરે તો એટેક કરવાનો . ચોખ્ખું કહી દેવાનું “મામા ઇઝ માઇન “બેનરસોડામાંથી મામા ભાણિયાની જૂગલબંધી સાંભળી રહી હતી .
કામધંધો છોડીને સોમવારે ચંદ્રકાંત સવાણી ટ્રાંસપોર્ટનીઓફિસે પહોંચ્યા .
“ભાઇ અમરેલીથી જગુભાઇ સંઘવીએ કબાટ અને બીજોસામાન મોકલ્યો હતો એ આવી ગયો છે ?”
તમે કોણ ? સેલ્ફ રસીદ છે એટલે તમારું નામ કહો “
“ચંદ્રકાંત જગુભાઇ સંધવી બરોબર આ મારો રેલ્વે નો પાસ એમાં નામ વાંચી લ્યો “
“ભાઇ અમારે વજૂકાકાને અમરેલી સવાણી ટ્રાંસપોર્ટમા જવાબ દેવોપડે એટલે પુછ્યું.આ તમારો તાબૂતજો સામે ઉભો સાડા છ ફુટનો . લઇ જાવ .“ બહાર લાલચુ નજરે ચંદ્રકાંતને નિહાળતા ઉસ્માનટેપોવાળો ઓફિસમાં આવ્યો . “અપના ટેમ્પો હૈ “
ચંદ્રકાંતે મામલો હાથમાં લીધો
“બઢીયા મીંયા બહોત બઢીયા . કાંદીવલી ઇસ્ટમે જાના હે હાથવેંત કે પાસમેં . ગ્રાઉંડફ્લોર હૈ ઉપરચંડીના નહી હૈ સમજે . અબ સમજકે બોલો . સામને ટંપોકી લાઇન લગી હૈ દેખી ?”
“અરે બાબુ દોસો રુપીયા દેના બસ..”ઉસ્માન બોણી કરવાના ભાવમાં ઉતરી ગયો .
“મીંયા દોસો રુપીયામે બસનહી ટ્રેન આ જાયેગી ..દેખ ધંધા કરનેકા ભાવ બોલ સો રુપીયા પુરા દેગા “
હા ના હા ના “અરે બાબુજી માર ડાલોગે ક્યાં ઇત્તી કમ ? “ કરતા કરતા એના જોડીદારને બોલાવીલીધો બન્નેને કબાટ ઉર્ફે તાબૂત ઉંચકી ટેંમ્પામાં મુક્યો . સ્વામીની રજા લઇને ચંદ્રકાંત એ નાનકડા થ્રીવિલર ટેંપોમા સાથે બેસી ગયા …
શિવઆશિષમા લોક ખોલી સામાન મુકીને ઉસ્માન બોલ્યો “ભાઇ સો કે ઉપર એક દસ રુપીયા બક્ષીસદેના જી”
“લે બસ ,” ચંદ્રકાંતે આજ દિવસ સુધી દરેક ગરીબ મહેનતી માણસને ક્યારેય નારાજ નથી કર્યો તેનીદુઆઓની જ અસરઆજ સુધીરહી છે…
----
જયાબા નાનીબેન અને જગુભાઇ બોરીવલી સ્ટેશન ઉતર્યા ત્યારે ચાર પાંચ બેગ ગોદડાનુ વધારાનુંબિસ્તર..માંડ માંડસામાન ઉતાર્યો...જગુભાઇએ કુલીને પૈસા આપવા બંડીમાં હાથ નાખ્યો..."હેં.?".પછીપોતેજ હસી પડ્યા.."જો ચંદ્રકાંત "ચાર આંગળાનો અંદરના ખીસ્સામાં કાપો હતો તેમાથી બહારઆંગળા કાઢીને જાત ઉપર હસ્યા... જયાબા લાલચોળ થઇ ગયા... લોકોનુ ટોળુ જમા થઇ ગયુ..રેલ્વેપુલીસ પ્રગટ થયો..."કાકા કીતના પૈસા ગયા..?"
"પચાસ સાંઠ હોગા મગર હમારા ટીકીટભી ગયા..."
ટીકીટ ચેકર હાજર થઇ ગયો .શુધ્ધ ખાદીધારી જગુભાઇને ધારી ધારીને જોઇને નમન કર્યુ.પુલીસનેબોલ્યો.."માલુમ નહી કોન હૈ..?
પછી કાનમા મોઢુ નાખી કંઇક ગુડગુડ કર્યુ..એટલે પોલીસે જગુભાઇને સલામ કરી ...કુલીએ સામાનઉંચકીને ટેક્સીમા મુક્યો એટલે સહુ ભેગા થયેલાઓ ગગનભેદી અવાજમાં બોલ્યા"મોરારજીભાઇકીજૈ.."