વ્હાલમ Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વ્હાલમ

પપ્પા ના આગ્રહ નું માન રાખવા સૌમિલ સૌમ્યા ને જોવા ગયો. બંને ની મુલાકાત ગોઠવાઈ. સમાજમાં બંને ના ખાનદાન સારી નામના ધરાવતા હતા તેથી બંને એકબીજાને જોયે ઓળખતા. ક્યાંક સામાજિક પ્રસંગો માં મુલાકાત થતી પરંતુ લાંબો પરિચય નહીં. સૌમ્યા ખૂબ જ શાલીન, સંસ્કારી અને આકર્ષક વ્યક્તિત્વનવાળી, સૌમિલ ના પપ્પા હર્ષવર્ધન ની આંખો માં વસી ગયેલી. સૌમ્યા ના પપ્પા કૃષ્ણકાંત હર્ષવર્ધન ના ભાઈબંધ હતા તેથી તેમની ખૂબ જ ઈચ્છા આ દીકરીને પોતાના કૂળની કૂળવધૂ બનાવવાની. કૃષ્ણકાંત નું અચાનક આકસ્મિક અવસાન થતાં આ ઈચ્છા દ્રઢ નિર્ણય બની ગઈ.
સૌમિલ આજ્ઞાંકિત સંસ્કારી પુત્ર હતો પરંતુ લગ્ન મારી મરજી થી હું કહું ત્યારે અને હું પસંદ કરું તે છોકરી સાથે થાય, પહેલાં ની જેમ મારા પર ઘરના પોતાની પસંદ થોપે એ હરગીઝ નહીં ચલાવી લઉં એવી વિચારસરણી વાળો પરંતુ પપ્પા ના કહેવાથી સૌમ્યા સાથે મુલાકાત માટે તૈયાર થઈ ગયો. મુલાકાત પછી સૌમ્યા માટે તેનો જવાબ માંગતા છોકરી સારી છે પણ તમારી પસંદ છે એટલે મારે લગ્ન કરી લેવા એ જરૂરી નથી કરી ઉડાઉ જવાબ આપી દીધો અને પપ્પા ની જીદ આવી સરસ છોકરી છે વધારે શું જોઈએ? બસ વાત અહમનો મુદ્દો બની ગઈ. બંને જીદે ચડી ગયા સૌમિલ ની ના હોવા છતાં હર્ષવર્ધને સગપણ પાકું કરી દીધું અને લગ્ન પણ નક્કી કરી દીધા. સૌમિલ ને ધમકી આપી દીધી અગર તે આ સંબંધ માટે ના કહી છે તો મારા મૃત્યુ નું કારણ બનીશ. સૌમિલ પોતાનો ગુસ્સો સૌમ્યા પર ઉતારતો. તે ન તો સૌમ્યા ને મળવા જાય ન ફોન કરે અને સૌમ્યા ફોન કરે તો પણ વાત ન કરવાના બહાના શોધતો હોય. સૌમ્યા સમજી ગઈ કે સૌમિલ કંઈક છુપાવે છે તેણે આ બાબત બહુ પૂછતાં આખર સૌમિલ ના હૈયાની વાત હોંઠો પર આવી ગઈ. તેણે જણાવી દીધું કે તુ મારી પસંદ નહીં પપ્પા ની પસંદ છો I don't like you સૌમ્યા ભાંગી પડી તે તો લાગણી ના તાંતણે બંધાઈ ચૂકી હતી. બાપ- દીકરાની જીદ માં સૂડી વચ્ચે સોપારી જેવી હાલત સૌમ્યા ની થઈ.
આખર લગ્ન પણ લેવાઈ ગયા. સૌમ્યા લગ્ન કરી ને સૌમિલ ના ઘરે આવી. બાપ - દીકરાની જીદની લડાઈ માં જીત હર્ષવર્ધન ના અહમની થઈ હતી પરંતુ ભોગ લેવાયો હતો સૌમ્યા ની જિંદગી નો - ખુશીઓનો હવે લડાઈ સૌમ્યા એ લડવાની હતી. સૌમ્યા એ કમર કસી સૌમિલ ની નફરત ને પ્રેમ માં બદલવા માટે. મારો પ્રેમ - મારી લાગણી બધું જ સૌમિલ છે. હું સૌમિલ ની પસંદ નથી પણ એ તો મારી પસંદ છે ને અગર મારો પ્રેમ સાચો છે - મારા પ્રેમમાં તાકાત છે તો સૌમિલ ચોક્કસ મારો બનશે. રાત - દિવસ સૌમિલ નું ધ્યાન રાખવું અને સૌમિલ ને ગમતું બધું કરી છૂટવું એ જ એની જિંદગી નું મકસદ બની ગયું. હવે રાત - દિવસ પોતાની પાસે રહેતી સૌમ્યા ની અચ્છાઈ અને સચ્ચાઇ સૌમિલ ને પાગલ બનાવી મૂકતી. તેની લાગણી ની ગહેરાઈ સૌમિલ ને સ્પર્શવા લાગી. પોતે જાણે - અજાણે તેની સાથે અન્યાય કરી રહ્યાે છે એ વાત થી એ બેચેન બની જતો, પોતાની જાણ બહાર પોતે સૌમ્યા ના પ્રેમ બંધન માં બંધાવા લાગ્યો,. સૌમિલ ને એકલો છોડી ને સૌમ્યા પિયર જવાનું પણ ટાળતી.
પણ અચાનક સૌમ્યા ને થોડા દિવસ માટે પિયર જવાનું થયું. સૌમિલ તેને મૂકી તો આવ્યો પણ સૌમ્યા વગર નું ઘર જાણે તેને ખાવા દોડતું. સૌમ્યા ની ગેરહાજરી તેને ડંખવા લાગી. સૌમિલ હવે તેનો આદિ થઈ ચૂક્યો હતો. તે બેચેન બની ગયો ખબર નહોતી પડતી આ શું થઈ રહ્યું છે, આ કેવો અહેસાસ છે!!! તેણે સૌમ્યા વિના થોડા દિવસ માંડ કાઢ્યા અને આખરે તે સૌમ્યા ને લેવા તેના પિયર પહોંચી ગયો. સૌમ્યા આવી તો ગઈ પણ તેની તબિયત બરાબર નહોતી લાગી રહી માથું ભારે ભારે લાગતું હતું. તે રૂમમાં જઈ ને સુઈ ગઈ. સૌમિલ તેની પાસે ગયો. સૌમ્યા ને ખૂબ જ તાવ હતો. સૌમિલે તેને દવા આપી અને માથું દબાવવા બેસી ગયો. તેને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. આ કદાચ એ જ લાગણી છે જે સૌમ્યા એ મારામાં રોપી છે.
થોડી વાર પછી સૌમ્યા જાગી, તેણે આંખો ખોલી હવે તેને સારું લાગી રહ્યું હતું. સૌમિલ ને આમ પોતાની પાસે બેઠેલો જોઈને તે સફાળી બેઠી થઈ ગઈ શું થયું સૌમિલ? સૌમિલે હસતાં હસતાં જવાબ આપ્યો બસ તારો ચેપ લાગી ગયો સૌમ્યા ગભરાઇ ગઈ શું તને પણ તાવ આવી ગયો ? ના.. ના તાવ નો નહીં તારા પ્રેમ નો - તારી લાગણી નો ચેપ લાગ્યો છે. સૌમ્યા આજે વેલેન્ટાઇન ડે છે મને મારી લાગણી ઓને વ્યક્ત કરતાં નથી આવડતું પણ બસ એટલું જ કહીશ કે મારી નાદાનીઓને માફ કરી ને મારા પ્રેમ ને સ્વીકારી લે, મારી જિંદગી ની હરેક ક્ષણ મારે તારી સાથે જીવવી છે માત્ર યુવાની નહીં મારે તારી સાથે મારા ઘડપણને માણવું છે ને સૌમ્યા વેલ બની વ્હાલમ ને વીંટળાઈ વળી.


રેટ કરો અને રિવ્યુ આપો

Hinaa Desai

Hinaa Desai 4 માસ પહેલા

Chhaya Mumbaikar

Chhaya Mumbaikar 5 માસ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 5 માસ પહેલા

Sukesha Gamit

Sukesha Gamit 5 માસ પહેલા

HARSHAD PARMAR

HARSHAD PARMAR 5 માસ પહેલા