અડધી રાત ની ચીસ... Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

અડધી રાત ની ચીસ...




રાજકોટ શહેર ના ધનાઢ્ય પરિવાર ગણાતા હિરાણી પરિવાર માં આજે શરદપૂર્ણિમા ના દિવસે આનંદ ઉલ્લાસ છલકાય રહ્યો હતો. ઘરની બધી જ મહિલાઓ સુંદર આભુષણો ને મોંઘી ચણીયાચોળી સાથે હજી ધજી ને સોળે શણગાર સાથે ખુબજ સુંદર લાગી રહી હતી.

શરદપૂર્ણિમા ના રાસ ગરબાનું આયોજન હિરાણી પરિવાર દ્વારા તેમના સ્નેહીજનો ને કમૅચારીઓ માટે ગોઠવાયું હતુ. પુરો જ પરિવાર જવાની તૈયારી માં જ હતા.હિરાણી પરિવાર એટલે ખુશીઓ ને સુખ નુ સાચું સરનામું.

હિરાણી પરિવાર એટલ એક એવો સંયુક્ત પરિવાર જેના ઉદાહરણ લોકો લેતા કે જુઓ સંપ. આમ રહેવાય,ઘર હોય તો આવું.
હિરાણી પરિવાર માં મુકેશ ભાઈ ને મધુબેન તેમના ચાર દિકરા ને તેમના બાળકો એક જ છત નીચે રહેતાં હતા. મુકેશભાઈ ને સૌથી નાના દિકરા દિવ્યેશ ને એક દિકરી ખુશી.ચારભાઈ ના સંતાનો માં ખુશી એક જ દિકરી .ચાર પેઢીએ લક્ષ્મી સ્વરૂપા દિકરી આવી એટલે બધા ની ખુબ જ લાડકી.

આઠ વર્ષ ની ખુશી ઘરમાં સૌથી નાની ને આખા જ ઘર ની ખુશી નુ કારણ.ખુબ જ હસમુખી ને મીઠી ઘર આખા નો જીવ.

આજે ખુશી ક્યારની ચણીયાચોળી પહેરીને દોડાદોડી કરી રહી હતી.એના પગના ઝાંઝર ના રણકાર થી ઘર આખું જીવંત લાગી રહ્યું હતું .

એનો મધમીઠો અવાજ બધાં નો થાક હરી લેતો. ઘર આખ નો જીવ એટલે આ નાનકડી ખુશી.

ઘર ના બધા જ વ્યક્તિ ઓ શરદપૂર્ણિમા માં જવા માટે તૈયાર થઈ ગયાં હતાં.સ્ત્રીઓ શણગાર સજી ને આવીને બધા જ સાથે નીકળવા માટે તૈયાર થઈ ગયાં .

મુકેશભાઈ ની સુચના મુજબ ઘરની બહાર ડ્રાઇવર સાથે ત્રણ ગાડીઓ ગોઠવાય ગઈ .આખું જ ઘર આનંદ ને ઉલ્લાસ સાથે જવા માટેને બધા જ પોતપોતાની ગાડીઓમાં ગોઠવાય ગયા.ખુશી મમ્મી પપ્પા જોડે ન બેઠી. એને દાદા દાદી જોડે બેસવાનું રટણ કરતી આગળ ની ગાડી તરફ દોડી બે ગાડી ઓ જતી રહી.આગળ દોડતી જતા એને યાદ આવ્યું કે એના પગ માં ચપ્પલ ન હતા એટલે એ દોડીને ઘરમાં દોડી ગઈ.દાદા દાદી કાર માં બેઠેલા એમનુ ધ્યાન આ તરફ ન હતું .બધા જ જતા રહ્યા ની ધારણા સાથે દાદા એ ડ્રાઇવર ને કાર ચલાવવાની સુચના આપી.

ખુશી ઘરમાં ગઈ હતી એ બાબત દાદા દાદી ને ખબર જ ન હતી.એમને તો એમ જ કે ખુશી આગલી ગાડી માં જતી રહી છે.ગાડી સ્ટાટૅ કરી ને ડ્રાઇવર એ પુરપાટ દોડાવી મુકી .ખુશી ઘરની બહાર આવી ને ગાડી ને જતા જોઈ ને પાછળ દોડી ને બુમો પાડી પણ ગાડી માં એમનો અવાજ ક્યાં સંભળાવાનો ?એ દોડતી રહી ગાડી ની પાછળ પાછળ ઘણે દૂર સુધી રડતા રડતા એ પહોંચી ગઈ.રસ્તો સુમસામ જણાતો હતો.એ થાકીને લોથપોથ થઇ ને રસ્તા વચ્ચે જ બેસી ગઈ ને થોડીવાર બાદ એ રડતી રડતી ઘર તરફ પાછી ફરી ને ઘર ની અંદર પાકિૅગ માં પ્રવેશી રડતી આંખો ને થાક થી લોથપોથ હતી.અચાનક જ તેનો પગ લપસ્યો ને ચોકીદારે ખુલ્લાં મુકેલા ભો-ટાંકા માં એ સરકી ગઈ. ચીસો પાડી પણ ચોકીદાર તો કાનમાં હેન્સ ફ્રી ચડાવી ગીતો સાંભળવા માં તલ્લીન હતો.
આમ પણ એનું ધ્યાન ભી નહોતું કે ખુશી ઘરે રહી ગઈ હતી.
આમ તેમ તરફડિયાં મારતી એની ચીસો કોઈ સાંભળે એ પહેલાં જ એની ચીસ મૌન થઈ ગઈ.ચોકીદાર નુ પણ આ બાબતે ધ્યાન ન હતું એને તો ખબર જ ન હતી.આ તરફ રાસોત્સવમાં બધા જ ખુશી ને શોધવા લાગ્યા .ઘરે ચોકીદાર ને ફોન જોડ્યો પણ ખુશી ની કંઈ જ ખબર ન મળી.આખરે ક્યાં ગઈ ખુશી??
શરદપૂર્ણિમા ની મજા માતમ માં ફેરવાય ગઈ .ખુશી ની કોઈ જ ખબર મળી નહોતી રહી.પોલીસ એ બંને જ તપાસ કરી પણ કંઈ જ હાથ ન આવ્યુ.


અંતે અડધી રાતે બધા ઘરે પાછા ફયૉ ને ઘરના સીસીટીવી માં જોતા જ આખી ઘટના સામે આવી ને આખું ઘર અડધી રાતે રૂદન ની ચીસો થી ગાજી ઉઠયું પરંતુ ખુશી ની એ ચીસો કાયમ માટે મૌન બની ગઈ.