દ્રઢ સંકલ્પ ની અમુલ્ય ભેટ Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્રઢ સંકલ્પ ની અમુલ્ય ભેટ



"દ્રઢ સંકલ્પ ની અમુલ્ય ભેટ "

આજે ગણેશ ચતુથીૅ ની તૈયારીઓ થઈ રહી હતી.સોસાયટી માં ગણેશ સ્થાપના કરવા યુવાનો થનગની રહ્યા હતા.બધે જ આનંદ ઉત્સાહ નો માહોલ હતો.ગણપતિજી ની સ્થાપના ધામધુમ થી કરવામાં આવી રોજ આરતી ને પ્રસાદ ને જમણવાર ને એકદમ ઉત્સવ નો માહોલ હતો.તમામ કાયૅ માં નિલેષ અને તેના બે ત્રણ મિત્રો આગળ પડતાં હતાં.નિલેષ એક શાંત અને સરળ અને સીધો સાદો વ્યકિત .એક સાંજે આરતી બાદ તેને એક વિચાર‌ આવ્યો કે ગણપતિ બાપા આપણે આંગણે આવ્યા છે તો આપણે તેના ચરણે કંઈક સંકલ્પ કરવો જોઈએ તેને પોતાનો આ વિચાર મિત્રો પાસે રજુ કયૉ .બધાને તેનો વિચાર ગમ્યો પણ સંકલ્પ શું કરવો??? બધા મનોમન વિચારવા લાગ્યા .તેમાંના એકે કહ્યું કે કંઈક દાન પુણ્ય કરવાનો સંકલ્પ કરી શકાય.બીજા એ કહ્યું દર વષૅ ગણપતિ સ્થાપના કરશુ એવું કંઈક વિચારી શકાય.પણ નિલેષ ના મન માં તો કંઈક અલગ જ આવ્યું તે પાન ફાકી નો શોખીન હતો ધારવા છતાં છોડી નહોતો શકતો તેણે તેના મિત્રો ને કહ્યું કે આપણે આ પાન ફાકી છોડવાનો સંકલ્પ કરીએ તો બધા ને તેની વાત ગમી કે વિચાર તો સારો છે પણ વ્યસન છુટશે ખરૂં!! જે થાય તે પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ આમ નક્કી કરી ને તે સાંજે ગણપતિ આરતી ના સમયે નિલેષે દ્રઢમન થી નક્કી કયુૅ કે પોતે આજ થી પાન ફાકી છોડી દેશે ને તેના માટે પોતે ખચૅતા રૂપિયા અલગ રાખી ને યોગ્ય રકમ એકઠી થયે પોતાની દિકરી ને કંઈક ભેટ આપશે. આ વાત તે કોઈને પણ ન કરી ને પોતાના સંકલ્પ પર દ્રઢ રહીને વ્યસન છોડી દીધુ ને પોતે દર મહિને વ્યસન પાછળ ખચૅતો તે રૂપિયા અલગ થી એકઠા કરવા લાગ્યો.તેમના મિત્રો એ તો થોડો ટાઈમ પછી ફરી વ્યસન ચાલુ કરી દીધું પણ પોતે અડગ રહ્યો બધા તેને આગ્રહ પણ કરતા પણ તેનું મન ડગ્યુ નહીં ને તે પોતાના સંકલ્પ પર દ્રઢ રહ્યો તેમને આ સંકલ્પની વાત કોઈને પણ કરી નહોતી આજે તેની દિકરી -અચીૅ નો જન્મદિવસ હતો બે - ત્રણ વષૅ થી પોતે એકઠા કરેલા પૈસા પણ સારા એવા થઈ ગયા હતા તેમને પોતાની પત્ની ને દિકરી અચીૅને તૈયાર થવાનું કહ્યું ને અચીૅ તો ખુશ થઈ .પત્ની એ પુછ્યુ કે પણ જવાનું ક્યા છે? એ તો કહો પણ તેને કહ્યું સરપ્રાઈઝ છે .અચીૅ તો ઝડપ થી તૈયાર થઈ ગઈ પણ તેનેય સમજાતું નહોતુ કે જવાનું ક્યા હશે? નિલેષે પોતે એકઠા કરેલા પૈસા કાઢ્યા દોઢ લાખ જેવી રકમ એકઠી થઇ હતી .તેને અંદર થી ખુબ આનંદ ને સંતોષ ની લાગણી થઈ રહી હતી. પત્ની ને દિકરી ના આશ્ચય વચ્ચે તે તેને સોની ની દુકાને લઈ ગયો ને દોઢ લાખ સુધી ના બજેટ નું ગળા નું સેટ કે ચેન બતાવવાનું કહ્યું પત્ની તો અવાક થઈ ગઈ કે અચાનક આટલું મોઘુ!!! તે તેની સામે મુક રીતે જોઈ રહી નિલેષે તેના ખભે હાથ રાખી ને કહ્યું તું પસંદ તો કરાવ અચીૅ ને કેવું સારૂં લાગશે? પણ પણ.આટલુ મોંઘુ ??? પત્ની ને વચ્ચે અટકાવતા જ કહ્યું તમે પસંદ કરી લો પછી નિરાંતે તને બધી વાત કરીશ. ઘણા બધા નમુના જોયા બાદ અચીૅ ને એક સેટ પસંદ પડ્યો ને તે બજેટ માં ગોઠવાય ગયો .દીકરી પણ કહેવા લાગી કે નાનકડું કંઈ લઈ આ તો બહુ મોંઘો છે પણ નિલેષે કહ્યું કે તને ગમે છે ને એ આપણા બજેટ માં જ છે.આમ બીલ ચુકવી ને ત્રણે જણા ઘરે આવ્યા આખા રસ્તે પત્ની ને દીકરી અસંમજસ માં જ હતા કે અત્યારે આટલા પૈસા આવ્યા ક્યાથી? ઘરે પહોંચતા જ અચીૅ એતો સેટ પહેરી ને બધાને બતાવ્યો તે તો આ મોંઘી ભેટ થી ખુબ ખુશ હતી જ્યારે પરિવાર ને પત્ની એ પુછ્યુ ત્યારે નિલેષે ત્રણ વષૅ પહેલા પોતે કરેલા સંકલ્પ ને એકઠા કરેલા પૈસા ની વાત કરી ત્યારે બધાને તેના પર ખુબ જ માન અને ગવૅ થયું દિકરી અચીૅ ને પણ પોતાના પિતા ની આ દ્રઢ સંકલ્પ ની અમુલ્ય ભેટ પર ગવૅ થયું
ખરેખર ! અમુલ્ય ભેટ હતી એ વ્યસન મુક્તિ,દ્રઢ સંકલ્પ ને અવિરત લાગણી ની........