આશિષ ના જીવન ની આશા.. Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશિષ ના જીવન ની આશા..



વર્ષ 2020 ના આકરા મે મહિનાના ધોમધખતા તાપ માં સ્પંદન હોસ્પિટલના ત્રીજા માળે covid-19 વોર્ડ માં ખીચોખીચ રાખેલા બેડ માં સૌથી ખૂણાના બેડ પર આશિષ તરફડિયા મારી રહ્યો હતો. ડોક્ટર ની મુલાકાત બાદ નર્સ સુચના મુજબ દરેક દર્દીઓને દવા, ઇન્જેક્શન કે બાટલો ચડાવી રહી હતી. બી.પી ડાયાબિટીસ ને ઓક્સિજન લેવલ માપીને નોંધ કરી રહી હતી.આશિષ ની હાલત આજે વધારે ગંભીર દેખાઈ રહી હતી .કોરોના એ તેના ફેફસાને ખાસ્સા ડેમેજ કયૉ હતા.નસૅ આશા એ જોયું તો તેની ચિંતા વધી ગઈ . આવું તો કેવી રીતે બને?એક કલાક પહેલા જ્યારે ઓકિસજન લેવલ નેવું -બાણુ ની આસપાસ બતાવતું હતું ને અત્યારે માત્ર સિત્તેર તેને વિશ્વાસ ન બેઠો તેણે ફરીવાર ઓકિસમીટર આશિષ ની નિસ્તેજ બનેલી આંગળી માં ભરાવ્યું.આજે આશા ની નાઈટ ડ્યુટી હતી ને વળી સ્ટાફ પણ પુરતો ન હોવાથી તેની જવાબદારી વધી ગઈ હતી.એટલે જ તેણે બધા ની નોંધ અને ચેક લીસ્ટ વહેલું બનાવી રાખેલું. ડોકટર ની વિઝીટ પણ થઈ ગઈ ને ત્યારે કોઈપણ દૅદી સિરીયસ ન જણાતાં ડોકટર આજે દસ દિવસે ઘરે ગયા.આશા ના ધબકારા વધી ગયા એક તો કોરોના ની ગંભીર અને નવી બિમારી ને વળી તેની કોઈ દવા નહીં હોવાથી તે સારવાર ના તબક્કા થી પરિચિત ન હતી.તેણે ડોકટર ને તરત જ ફોન જોડ્યો ને સ્થિતી ની જાણ કરી.ડોકટરે તેને ઓકિસજન ઉપર લઇ લેવાનું કહ્યું.કમ્પાઉન્ડરની મદદથી બધું જ વ્યવસ્થિત કરી ને બીજી નસૅને કામ સોંપી તે આશિષ ના બેડ પાસે બેસી ગઈ.આશા ખુબ જ હોશિયાર ને કમૅનિષ્ઠ નસૅ હતી.તેની કામ કરવાની લગની ને લીધે જ તે ટુંકા સમય માં હોસ્પિટલમાં હેડ ઓફ ધી નસૅ નું સન્માન મેળવી ચુકી હતી.આશા દેખાવે સાદી,છતા સુંદર, નમણી સૌમ્યતા ધારણ કરનાર કોઈ નવયૌવના જેવી લાગતી. સ્ત્રી ની ઉંમર ને પારખવી અઘરી એ ન્યાયે તેનું નાજુક,ઘાટીલું શરીર તેની ઉંમર ને ઢાંકી રહ્યું હતું. સદા હસતુ મુખડુ તેના રૂપ માં વધારો કરી રહ્યો હતો. વાન ભલે તેનો ઘંઉવર્ણ હતો છતાં પણ કોઈ રૂપસુંદરીને શરમાવી જાય તેવી અદાઓ તેના વ્યક્તિત્વમાંથી ટપકતી હતી. તેમની વાકછટા પહેલી જ નજરે કોઈને પોતાના બનાવી જાય તેવી અમઝરતી, મધ મીઠી વાણી તે તેના રૂપમાં વધારો કરી રહી હતી. આશા લગભગ એક વર્ષથી સ્પંદન હોસ્પિટલમાં પોતાની સેવા બજાવી રહી હતી તે આ શહેરની તો ન હતી પરંતુ વખાના માર્યા નોકરી અર્થે તે આ શહેરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને માતા-પિતા વિનાનું એકલવાયુ જીવન જીવી રહી હતી. આ તરફ આશિષ પણ જિંદગીથી ઘવાયેલો માત્રને માત્ર પોતાની પુત્રી અને માતા માટે જીવન જીવી રહ્યો હોય તેમ દિવસો એકલવાયા અટુલા કાપી રહ્યો હતો. આશિષ લગભગ ત્રીસેક વર્ષનો ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર તથા દેખાવડો યુવાન હતો. તે કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી રહ્યો હતો પરિવારમાં વિધવા માતા અને બે વર્ષની પુત્રી આરાધ્યા જ હતા. આશિષ ની પત્ની નું બે વર્ષ પહેલાં ડીલેવરી સમયે મૃત્યુ થયું હતું .પુત્રી આરાધ્યાને માતા અને પિતા બંને નો પ્રેમ પોતાના થકી જ મળી રહે અને પારકી મા ના સાંભળેલા પ્રસંગોથી ડરીને તેમણે બીજા લગ્ન કરવાનું માંડી વાળેલ. માં પણ બીમાર હોય વારંવાર લગ્ન માટે સમજાવતી છતાં પણ તે અડગ બની ઘસીને ના કહી દેતો. આજે કોરોના એ જ્યારે તેને હોસ્પિટલના બિછાને આવીને મૂકી દીધો ત્યારે એક તરફ તે પોતાની પુત્રી અને માતાના ભવિષ્ય બાબતે ચિંતિત હતો તો એક બાજુ જીવનના વિવિધ ઘાથી ઘવાયેલા કોઈ પિડીત પંખીની માફક તરફડી રહ્યો હતો. ઘણીવાર તેમને જીવન પૂરું થઈ જાય તો સારું એવું મન થઈ જતું પરંતુ આરાધ્યાનો નિર્દોષ માસુમ ચહેર તેને જીવવા પર મજબૂર કરી રહ્યો હતો. તે નિરાશા ને ઓઢીને સુતો હતો.આશાએ ફરી ચેક કયુૅ તો ઓકિસજન લેવલ માં કોઈ જ સુધારો જણાતો ન હતો.લગભગ રાત્રિ ના બે વાગી રહ્યા હતા. મોટાભાગ ના પેશન્ટ અને હોસ્પિટલનો સ્ટાફ પણ ઊંઘી રહ્યો હતો. જાગતી હતી માત્ર આશા. તેને ખબર નહીં કેમ પણ આશિષ ની વધુ ચિંતા થઈ રહી હતી. તેને વેન્ટીલેટર પર ન લેવો પડે કે કંઈ અજુગતું ન બની જાય તે ચિંતા તેને સતાવી રહી હતી તે આખી રાત લગભગ આશિષ ના બેડ પાસે જ બેસી રહી. સવારે પાંચ વાગ્યા આસપાસ તેની એમ જ મિચાયેલ આંખ ખુલ્લી .આશિષ એ પણજોયું કે આશા હજી અહીં જ બેઠી છે ત્યારે તેમને કહ્યું તમે થોડો આરામ કરી લો મને કંઈ જ નહીં થાય અને થઇ જાય તો પણ કંઈ વાંધો નહીં હવે આ જીવનમાં કોઈ જ આશા રહી નથી. હસતા હસતા આશાએ કહેલું કેમ આવું બોલો છો. જીવનમાં આશા ન હોય તો કાંઇ નહિ પણ આ આશા તો છે જ જે તમને કંઈ નહીં થવા દે. ઘણા સમયે આશિષને એવું લાગ્યું કે પોતાની ચિંતા કરવા વાળો પણ કોઈક છે તેના અંતરે ઊંડે ઊંડે જીવન જીવવાની આશા બંધાય. તે આખો દિવસ આશિષ માટે ખૂબ જ ક્રિટિકલ રહ્યો સવારે વિઝીટ લેવા આવેલા ડોક્ટરે આશાને કહેલું કે પેશન્ટ આશિષને કદાચ કાલે વેન્ટિલેટર પર પણ લેવા પડે ડોક્ટરના આ શબ્દોથી આશાના હૃદય ધ્રાસકો પડ્યો ખબર નહીં કેમ પહેલી વખત તેમને કોઈ માટે લાગણી બંધાઈ ગઈ હતી .બપોરે આશિષ બેડ પર સૂનમૂન પડ્યો હતો. બધું કામ આટોપી આશા આશિષ પાસે ગઈ કોઈ મીઠા ગુસ્સા થી પ્રેમિકા તેના પ્રેમી ને ફરિયાદ કરે તેમ એને કહ્યું તમને ખબર છે અહીં રહેલા દર્દીઓમાંથી મોટાભાગના ને તમારા કરતાં પણ વધુ તકલીફ છે પરંતુ જુઓ તેઓ કેવા તેમના દદૅ ને નજર અંદાજ કરીને જાણે કંઈ છે જ નહીં એ રીતે સૌની સાથે વાતો કરી રહ્યા છે. હસી મજાક કરી રહ્યા છે અને તમે જાણે જીવવા જ માંગતા ન હોય સાજા થવા જ ન માગતા હોય એ રીતે આમ પડ્યા રહો છો. ડોક્ટર તમને આ હોસ્પિટલવાળા એમ છોડશે નહીં સાજા થવું હોય તો પહેલા તમારે પોતે જ નિરાશાને ખંખેરી અને નવા જીવનની આશાઓને આવકારવી જોઈએ ગમે ન ગમે તો પણ બધા સાથે થોડી વાર હસી મજાક કરો બધાની વાતો સાંભળો ઈચ્છા થાય તો તમે પણ વાત કરો જો આમ જ પડી રહેશો તો ડોક્ટર અને હોસ્પિટલ અને હું તમને ક્યાંય જવા દેશુનહીં તમે ઘરે જવા માગો છો કે નહીં? નાના બાળકને માતા ખીજાય એ રીતે આશાએ આશિષને લગભગ ખખડાવી જ નાખ્યો. ખબર નહીં કેમ પણ આશિષને આશાનું ખીજાવુ પણ ખૂબ જ ગમ્યું તે બેડ પર થી બેઠો થયો અને વોર્ડ માં રહેલા તમામ પેશન્ટો પર એક નજર કરી તેને એક નવી આશાનું કિરણ જાગ્યું હોય તે રીતે તેના અંતરમાં પ્રસન્નતાનું એક નવું જ પર ફૂટી નીકળ્યો તેમણે મનોમન આશાની વાત સાચી લાગી કે મારે સાજા થવું જ છે માટે સૌથી પહેલાં તો અમારે દ્રઢ બનવું પડશે તે દિવસ આખો દિવસ આશિષ કટકે કટકે બેડ માં બેસી સૌ સાથે વાતો કરી સાંજે ડોક્ટરે વિઝિટ દરમિયાન જોયું તો તેમને આશિષની તબિયત સુધારા ઉપર આવતી હોય તેવું લાગ્યું તેમને પણ આશ્ચર્ય થયું તેમણે નસૅ ને કહ્યું કે પેશન્ટ આશિષને ધીમે ધીમે ઓક્સિજન કાઢી લઈ ને ચેક કરવું ફેફસા રિકવર થાય તે માટે આ જરૂરી હતું તે રાત્રે આશાની નાઇટ ડ્યુટી ન હતી છતાં પણ આશા બીજી નર્સને સૂચના આપી અને વિદાય થઈ સવારે ખૂબ જ વહેલી આશા આવી ગઈ હતી તેમની સાથે સામાન પણ હતો તેમણે સામાન નર્સ માટેના સ્ટાફરૂમમાં મુક્યો તે બીજી નર્સ સાથે ચર્ચા કરી રહી હતી કે પોતે કોવિડ હોસ્પિટલમાં નોકરી કરે છે એ માટે થઈને તે જ્યાં રહેતી હતી ત્યાંથી તેમને કાઢી મૂકવામાં આવી હતી તેમના મકાન માલિક અને આજુબાજુ રહેતા શેરીના લોકોનું કહેવું છે કે તે કોરોના લઈને આવશે એટલે તેમને રહેવા ન દેવી જોઈએ. આશા ખૂબ જ ચિંતિત હતી કે હવે પોતે શું કરશે? અત્યારે તાત્કાલિક મકાન મળવું પણ મુશ્કેલ હતું એટલે ડોક્ટરની પરવાનગી લઇ જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હોસ્પિટલ એ જ રહે તેવું નકકી કર્યું હતું. હોસ્પિટલનો ઘણો ખરો સ્ટાફ કોઈ હોટેલમાં પણ રહેતા હતા કોરોના ને લીધે ડોક્ટર પણ રોજ ઘરે જતા ન હતા ડોક્ટરે તેમને ત્યાં રહેવા સૂચવ્યું પણ તેમણે કહ્યું શક્ય હશે ત્યા સુધી તે અહીં જ રહેશે એવું લાગશે તો હોટેલ માં જશે. આશા તે આખો દિવસ ચૂપચાપ પોતાનું કામ કર્યે જતી હતી અંદરથી ખૂબ દુઃખી હતી છતાં પણ સસ્મિત ચહેરે પોતાની ફરજ નિભાવતી હતી . આખો દિવસ અને રાતની ડયુટી અને વળી પોતાની સાથે બનેલ ધૃણાત્મક,દયાહીન બાબતથી તે ખૂબ દુઃખી હતી તે દિવસે રાતે તેને ઘરે ફોન કરી અને પુરી ઘટના પોતાના ભાઈ ભાભીને વર્ણવી પરંતુ તેમને આ બાબતમાં કોઈ રસ ન હોય તેવું લાગતા તે નિરાશ થઈ ગઈ. આશિષ તેમની ફોન પરની બધી જ વાત સાંભળી .તે જ્યારે સવારે આશિષ નું બીપી,

ઓક્સિજન લેવલ માપી રહી હતી ત્યારે આશિષ પૂછ્યું હું કંઈ તમને મદદ કરી શકું ?આશા એ કહ્યું શેની મદદ? આશિષ કહ્યું કે તમે કાલે ફોન કરજે વાત કરી રહ્યા હતા .તેના પરથી મને એવું લાગે છે કે તમે કંઈક મુશ્કેલીમાં છો મને પૂરી વાત ની ખબર તો નથી પરંતુ એક મિત્ર તરીકે હું કઈ મદદ કરી શકું જો તમારી ઈચ્છા હોય તો આશા એ કહ્યું એવું કંઈ જ નથી. બે ચાર દિવસમાં લગભગ તો ક્યાંક રહેવાની વ્યવસ્થા થઈ જશે આશિષે પોતાની અને પોતાના ઘરની તમામ વાત આશા ને કહી આપે કહ્યું કે તમને વાંધો ન હોય તો તમે મારા ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહી શકો છો હું મારા ઘરનું સરનામું તમને આપું છું અને મારા મમ્મીને પણ ફોન કરીને જણાવી દીધું છે એ તમને રહેવાની વ્યવસ્થા કરી દેશે .આશા ને શું બોલું તે જ કંઈ સમજ ન પડી તે કંઈ બોલે તે પહેલાં આશિષે તેના ઘરના સરનામા ની એક ચબરખી આશા ના હાથમાં મૂકી દીધી. આશા આભાર વ્યક્ત કરવા સિવાય કંઇ બોલી શકે તેવી હાલતમાં હતી જ નહીં. તઆશિષે કહ્યું આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમે મને જીવન જીવવાની એક આશા આપી તે દિવસે આશિષને તો રજા થઈ ન હતી પરંતુ આશા સામાન લઈને આશિષ ના ઘરે ગઈ આશિષ ના મમ્મી મંજુલાબેન તેમનું સહર્ષ સ્વાગત કર્યું અને તેમને ઘરના ઉપરના રૂમમાં રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી. આશાએ આશિષ ઝડપથી સાજા થઇ ઘરે આવી જશે એવા સમાચારથી દીકરી આરાધ્યા અને મંજુલાબેન ખૂબ ખુશ થયા. તે દિવસે મંજુલાબેને આશા ને પોતાની સાથે જ જમી લેવા માટે આગ્રહ કર્યો આશાએ રસોઈ બનાવી અને ત્રણે સાથે બેસીને જમ્યા ઘણા દિવસ પછી આરાધ્યાને પણ ખૂબ જ મજા આવી તેમણે પોતાની માં ને તો જોયેલી નહીં પરંતુ મળતાવડા સ્વભાવ ની આશા સાથે તે ઝડપથી ભળી
ગઈ સાંજે નાઇટ ડ્યુટીમાં જતી વખતે આશા આશિષ માટે ટિફિન લઈ અને વિદાય થઈ મંજુલાબેન ને તે સાંજે જીવનમાં કંઈક સારું થશે એવી આશા બંધાય .દીકરો હોસ્પિટલ હોવા છતાં પણ આજે તેમણે કંઈક સારું લાગી રહ્યું હતું આશિષ એ ઘરેથી આવેલું ટિફિન જમ્યું આમ લગભગ બે ત્રણ દિવસ બાદ આશિષને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. તેમણે ઘરે એક અઠવાડિયું બધાથી અલગ રૂમમાં રહેવાનું હતું. ઘરે પણ આશા એ આશિષ ની ખૂબ જ સારવાર અને કાળજી રાખી મંજુલાબેન અને આરાધ્યાને તો ભાવતું તું ને મળી ગયું તેના જેવું થયું હવે ઘર હયુૅભયુૅ લાગવા લાગ્યુ હતુ.આશિષ હવે પૂર્ણપણે સાજો થઇ ગયો હતો અને નોકરીએ જવાનું પણ ચાલુ કરી દીધું હતું આશા પણ પોતાની ડ્યુટી મુજબ હોસ્પિટલે જતી હતી મંજુલાબેન ને ઘરમાં પણ મદદ કરતી અને એક ઘરના સભ્ય તરીકે જ દૂધમાં સાકર ભળે તેમ એ આ પરિવાર માં મીઠાશ બની ને ભળી ગઈ. તે આ પરિવારની જ હોય તે રીતે રહેવા લાગી હતી .આશિષને પણ હવે આ ઘર જીવંત લાગી રહ્યુ હતુ આરાધ્યાને તો આશા વગર જરા કઈ ગમતું ન હતું આશા હોય એટલે સતત તેમની સાથે રમે વાતો કર્યા કરે ત્યારે ક્યારેક તેમની પાસે જીદ પણ કરે તેમને તો માં મળી ગઈ હોય તેવું લાગતુ.આમને આમ બે ચાર મહિના પસાર થઇ ગયા .એક દિવસ મંજુલાબેને આશિષને કહ્યું કે તેને આશા ખુબ જ ગમે છે તેને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે. આશિષ ગુસ્સે થયો અને કહેવા લાગ્યો આ તો શું બોલે છે મમ્મી તને ખબર છે ને મારે બે વર્ષની દીકરી છે અને તેમના તો કદાચ લગ્ન પણ નહીં થયા હોય .આપણને તેમના વિશે કંઈ ખબર નથી ભૂલેચૂકે પણ આવું કંઈ બોલતી કે વિચારતી નહીં તે આપણા બધા માટે શું વિચારશે ?એની ખબર છે તને ?મંજુલાબેન ચુપ રહ્યા .કાલે રવિવાર ની હોસ્પિટલમાં રજા હતી .આરાધ્યા સવારથી જીદ કરી રહી હતી. કાલે તો ક્યાંક લઈ જજો હું કેટલા દિવસથી ઘરની બહાર નીકળી જ નથી. આશાએ તેમની જીદ પૂરી કરવા માટે આશિષને કહ્યું ચાલોને આપણે આરાધ્યાને ક્યાંક લઈ જઈએ .બિચારી કેટલા દિવસથી ઘરમાં મૂંઝાઈ રહી છે. મંજુલા બહેને કહ્યું સાચી વાત છે મારો પણ જીવ મુંઝાય રહ્યો છે અને આમ પણ મારે એક માનતા પણ પૂરી કરવાની છે તો આપણે આપણા ગામડે જઈએ તો કેવું રહેશે?આશિષે પહેલા તો ના પાડી દીધી પરંતુ એ ત્રણેના બહુમત સામે તેમનું કંઈ ચાલ્યું નહીં .તેમનું ગામડું શહેર થી થોડું જ દૂર હતું ત્યાં તેના વાડી ખેતર પણ હતા. ઘરની કાર લઈને તે લોકો વહેલી સવારે ગામડે જવા માટે નીકળ્યા. નદીના કિનારે જ આશિષ નું ખેતર હતું તેઓ સીધા ખેતર પર જ ગયા. મંજુલાબહેન ઝાડના છાંયે બેઠા હતા .આરાધ્યા ખેતરમાં આમતેમ દોડાદોડી કરી રહી હતી અને આશા તેની પાછળ મુક્ત મને વિહરતા પંખીની માફક તેમને પકડવા દોડી રહી હતી . આશિષ આ જોઈને મનોમન ખુબ જ ખુશ થઇ રહ્યો હતો.તેને તેનો પરિવાર પુણૅ લાગી રહ્યો હતો. તેમને પણ આશા ગમવા લાગી હતી પરંતુ અંતરમાં રહેલી આ આશા ને તે કઈ રીતે વ્યક્ત કરી શકે મંજુલાબહેન ખેતર થી થોડે દૂર આવેલા કુળદેવી ના મંદિરે ગયા. ખેતરમાં દોડાદોડી કરતા અચાનક જ આશાના પગમાં મોચ આવી ગઈ તે ચાલી પણ શકતી ન હતી. આશિષે તેમને ઊંચકીને વાડીએ ખાટલા પર બેસાડી વાડીએ રહેલા મજૂરે હળદર ગરમ કરી આપી તે તેના પગે લગાવી આપી. આશા ને પણ આ બધું ગમી રહ્યું હતું ખબર નહીં કેમ તેમને પણ આશિષ ગમવા લાગ્યો હતો પરંતુ આ વાત તેમણે કરવી કઈ રીતે તે તેને સમજાઇ રહ્યું ન હતું. આરાધ્યા રમી રહી હતી આશિષ ખાટલાના બાજુ પર રહેલ પથ્થર પર બેસી અને આશા ને કહી રહ્યો હતો મેડમ આશા આજે તો તમે મારા પેશન્ટ બની ગયા. અને હવે જો સાજા થવું હોય તો હું કહું તે પ્રમાણે કરવું પડશે. આશા એ કહ્યું એમ ,પણ શુ કરવું પડશે ?આશિષ એ કહ્યું ,આરામ.આ પરિસ્થિતિમાં એ શક્ય જ નથી. તેમને કોઈ સંજોગોમાં રજા મળે તેમ છે જ નહીં . પેશન્ટની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. સ્ટાફ પણ ઓછો છે તેમને રજા મળે જ નહીં. આશિષે કોઈ પણ હું કાંઈ સાંભળવા માગતો જ નથી. આરામ તો કરવો જ પડશે આ પરિસ્થિતિમાં કામ કેવી રીતે થઈ શકે? બે-ચાર દિવસ આરામ કરીશ તો ઝડપથી સારું થઈ જશે આસાની આંખમાં ઝળઝળિયા આવી ગયા.તેના ચહેરા ને તે છુપાવા મથી રહી પણ આશિષ થી છુપાવી ન શકી. આશિષ એ કહ્યું શું થયું ?શું વાત છે ?કેમ રડે છે? અને તેમણે અંતરના ઊંડાણમાં ધરબાયેલી પોતાની તમામ વેદનાઓ જાણે આજે ઠાલવી દેવાની ઘડી આવી ગઇ હોય તેમ બધી જ હકીકત આશિષને જણાવી દીધી. આશા ના લગ્ન પણ બે વર્ષ પહેલાં થઈ ગયેલા પરંતુ સાસરે ગયા ના એક અઠવાડિયામાં જ તેમના છૂટાછેડા થઈ ગયેલા તેમનો પતિ દારૂડિયો હતો અને તેમણે લગ્નના પહેલા દિવસે આશા ને કહી દીધેલું કે પોતે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે પરંતુ મમ્મી-પપ્પાની ઈચ્છા ના લીધે જ પોતે આશા સાથે લગ્ન કર્યા છે તેમને આશા માં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. તે જ રાત્રે આશા જીવતે જીવત મરી ગઈ હોય તેવું તેમને લાગતું હતું પિયર ગઈ ત્યારે તેમણે તેમના ભાઈ ભાભી ને બધી વાત જણાવી પરંતુ ભાભી ને એવું લાગ્યું કે જો પોતે પિયર પાછી જશે તો તેમના માથે બોજ બની રહેશે એટલે તેમણે પરાણે તેમણે સાસરે વળાવી બે-ચાર દિવસ ત્યાં રહ્યા બાદ પોતે મનોમન નક્કી કરી લીધું કે તે આવી જિંદગી તો નહીં જ જીવે. એટલે તેમણે તેમના ભાઈને પોતે છૂટાછેડા લેવા માગે છે અને તે એકલી પોતાની રીતે જીવન વિતાવશે .તેમના પર બોજ નહીં બની રહે અને શહેરથી દૂર બીજા કોઈ શહેરમાં જઈ નોકરી કરી પગભર બનશે એટલે તેને સમાજ માં કોઈ બાબત સાંભળવી પણ નહીં પડે.ઘણી મુશ્કેલીઓ બાદ તેમના છૂટાછેડા થયા અને એક ફ્રેન્ડની મદદથી તે બીજા શહેર મા હોસ્પિટલમાં નોકરી કરવા લાગી. તેમની નિષ્ઠા અને કામ કરવાની લગન થી તેમને સારી હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ તેનું ભણવાનું અધૂરું હતું તે પણ તેમણે પૂરું કર્યું અને આજે એ સ્પંદન હોસ્પિટલમાં હેડ ઓફ ધ નસૅ તરીકે નોકરી કરી રહી છે. તેમના જીવનમાં તેમના પોતાના સિવાય બીજુ કોઈ જ ન હતુ તેવુ તેમને ઘણી વાર લાગતું હતું તેના માતા-પિતાને ગુજરી ગયાં એ ઘણા વર્ષ થઇ ગયા હતા .ભાઈ ભાભી હતા પણ એ પણ માત્ર કહેવા પૂરતા તેમને મન આશા એક સંબંધ માત્ર હતી. પોતાની વેદનાને ઠાલવીને આશાનું અંતર હળવું ફૂલ થઈ ગયુ. તે ચોધાર આંસુએ રડી રહી હતી. આશિષે થોડી વાર તેમને એમ જ રડવા દીધી. તેમના માથે હાથ મૂકી તે ખેતર મા દોડતી આરાધ્યાને લેવા માટે ગયો. એટલામાં મંજુલાબેન પણ આવી ગયા. તેમણે આશા ના પગ ને જોયો તે પણ ચિંતા કરવા લાગ્યા. પછી બધા સહ પરિવાર ઘરે પાછા ફર્યા . આશિષ અને મંજુલાબેન એ આશા ને બે દિવસ પરાણે આરામ કરાવ્યો.આશા ને હવે પોતે એકલી હોય તેવું લાગતું ન હતુ .માતા,પુત્રી બન્ને નો પ્રેમ તેને મળી ગયો.હવે તેનો પગ સારો થઈ રહ્યો હતો સોજો પણ ઉતરી ગયો હતો. આજે તે હોસ્પીટલ જવાની હતી. સવારે તે ઉઠી ને નીચે આવી ત્યાં આશિષ તૈયાર થઈને બેઠો હતો તેમણે કહ્યું તું ઝડપથી તૈયાર થઈ જા આપણે બહાર જવાનું છે આશા એ કહ્યું કે તેમણે આજે હોસ્પિટલ જવાનું છે એટલે તેમનું આવવું શક્ય નથી .આશિષે કહ્યું મેં ડોક્ટર સાથે વાત કરી તારી રજા લઈ લીધી છે. એટલામાં રૂમમાંથી આરાધ્યાને મંજુલાબેન જાણે કોઈ મેરેજમાં જવાના હોય એ રીતે તૈયાર થઈને બહાર નીકળ્યા .મંજુલાબેન આશાના હાથમાં ઘરેણા ની એક પેટી અને અને સાડી મૂક્યા અને ઝડપથી તૈયાર થઈ જવા કહ્યું આશા કંઈ સમજી શકતી ન હતી તે તૈયાર થઈ અને ઝટપટ નીચે આવી. હાથમાં લાલ ગુલાબ લઈને આશિષ એ તેમને સીડી ઊતરતી હતી ત્યાં જ પ્રપોઝ કરી તેમની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો .થોડીવાર તો આશા હષૅથી મુછિતૅ જેવી થઈ ગઈ. આશા એ સહર્ષ તેમનો સ્વીકાર કર્યો મંજુલાબહેન તો આનંદે પુર્યા સમાતા ન હતા. તે મંજુલાબેન ને પગે લાગી અને કહ્યું કે તમારા આશિષ થી આજે મારા જીવનમાં આશિષ મળી ગયા. ત્યારે આશિષ એ પણ કહ્યું કે આજેઆ આશિષને જીવનની નવી આશા મળી ગઈ. અને આરાધ્યાને પ્રેમાળ માતા મળી ગઈ. આશિષ અને આશા એ વિધિપૂર્વક કોર્ટ મેરેજ કર્યા. આજે જ્યારે કોરોના મહામારીમાં અનેક ઘર ખંડેર બની ગયા છે કેટલાયના જીવન દીપક બુજાય ગયા છે . ક્યાંક ક્યાંક માનવતા મહેકી છે તો કેટલાય અમાનવીય ઘટનાનો શિકાર બન્યા છે ત્યારે આશિષ ના જીવન માં આશા નવી આશા બનીને ફળ્યા છે. આજે આજે તેઓ પ્રેમ સ્નેહ આનંદ થી એક બન્યા છે આશા આજે પણ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓની સેવા કરી રહી છે તો આશિષ તેમની આ નિષ્ઠા માટે તેમને પૂરેપૂરો સહકાર આપી રહ્યો છે. તેમનો પરિવાર આજે પૂર્ણ થયો છે.કોરોના મહામારી નું આ વસમું ૨૦૨૦ તેને ખુબ ફળ્યું.આમ આશિષ ને નવી આશા મળી ગઈ.