જીવન તરવૈયા Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન તરવૈયા


કોરોના ના કપરા કાળની થપાટે મમતા અને સંજય ના હર્યાભર્યા જીવનને ઉથલપાથલ કરી નાખ્યું . રહેવા માટે ન ઘર રહ્યું ન રહી એની સપનાની શાળા કે જે એમની આર્થિક ધરોહર જ નહોતી પરંતુ તેના સમગ્ર પરિવારના આત્મા સમાન હતી. પિતાના મુત્યુ બાદ સંજય અને મોટાભાઈએ પિતા ની તમામ મુડી અને ગામડાની થોડી સુકી જમીન હતી એ વેચીને કંઈક નવું કરવાની ઈચ્છા હતી.સંજયનુ હંમેશા થી સપનું હતું કે એ એક એવી શાળા બનાવશે જ્યાં ગામડાની દિકરીઓ ઓછા ખર્ચ થી શિક્ષણ અને સંસ્કાર મેળવી શકે.મોટાભાઈને પણ સંજયની કાબેલિયત પર પુરો ભરોસો હતો. મોટા ભાઈનો ધંધો પણ ઠીક ઠીક

ચાલતો એટલે બન્ને એ પિતા ની વારસાઈ મુડી ની સાથે બેન્ક લોન લઈ એક વિશાળ જગ્યામાં ખુબ જ વિશાળ ને સુંદર હોસ્ટેલ સુવિધા સાથે ની શાળા નું નિર્માણ કર્યું.સંજયના ઉમદા વિચારને નિષ્ઠા રંગ લાવી ને શાળા પરિવાર વિશાળ બનવા લાગ્યો . શરૂઆત ના સમય માં તો સંજય અને એનો પરિવાર પણ શાળાના કેમ્પસમાં જ રહેતા મમતા અને સંજય ના માતા જ હોસ્ટેલની દિકરીઓ માટે ભોજન બનાવતા .સંજય શાળાની દિકરીઓને ઉતમ કેળવણી ને સંસ્કાર નું સિંચન કરતો મમતા પણ એને આ કાયૅમા મદદરૂપ થતી.પાંચ વર્ષ ના ટુંકા સમય માં તો આ શાળા આ પથંકની ખુબ જ પ્રખ્યાત અને શ્રેષ્ઠ શાળા જ નહીં પરંતુ સૌથી મોટી શાળા બની ગઈ.
હવે તો સંજય એક ખુબ જ પ્રખ્યાતને મોટી સ્કૂલ નો માલિક બની ગયો હતો.સંજયના મોટાભાઈએ પણ માંડ માંડ રોટલા કાઢતો તેમનો ધંધો બંધ કરી શાળા સાથે જોડાય શાળાના વહીવટી હિસાબો ની જવાબદારી ઉપાડી લીધી . બન્ને ની મહેનત અને લગનથી શાળા દિવસે ને દિવસે વધુને વધુ નામના કરી રહી હતી.માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક ની માન્યતાઓ પણ મળી ગઈ ને બિલ્ડીંગ નાનું પડવા લાગ્યું મોટાભાઈએ બેંકમાંથી મોટી લોન લઈ ને નવા બિલ્ડીંગ નું નિર્માણ કરવાનું શરૂ કર્યું.સંજય શિક્ષણ ને લગતી તમામ જવાબદારી નિભા
વાતો જ્યારે મોટાભાઈ વહીવટી તમામ વ્યવહારો કરતા બંને ભાઈઓ વચ્ચે ખુબ જ પ્રેમ અને વિશ્વાસ એટલે ક્યારેક પણ બન્ને વચ્ચે અણબનાવ ન થતો. નવું બિલ્ડીંગ બની જાય પછી કેમ્પસ ની બહાર ઘર લેવાનું નક્કી કર્યું.અત્યારે તો કેમ્પસમાં પોતાનું જે મકાન હતું એ રહેવા માટે પુરતું હતું.
કહેવાયુ છે ને કે કાલની કોઈ ને ખબર નથી . ભગવાન રામે પણ ક્યાં વિચાર્યું હશે કે કાલે જ્યાં સિંહાસન પર બેસવાનું હતું એને વનવાસ ભોગવવો પડશે.
શાળા નું બિલ્ડીંગ પુરૂ થવા માં જ હતું એ અરસા માં જ એક ભયાનક ,ઘાતકી, આતંક સમગ્ર દુનિયામાં ફેલાયો કોવિડ-૧૯ નામના આ કોરોના વાઇરસને એક જ ઝાટકે સમગ્ર દેશને ઉભો રહેવા મજબૂર કરી દિધો.સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું.તયારબાદ શાળા કોલેજો બંધ રહી.શરૂઆતના સમયમાં સંજય ને આ બાબત ની ગંભીરતા નો ખ્યાલ ન આવ્યો માનવતા ની રૂએ એણે હોસ્ટેલ ને શાળાની ફી માફ કરી પરંતુ એને ક્યાં ખબર હતી કે આ ભલાઈના બદલામાં એમને એમનું સવૅસ્વ ગુમાવવું પડશે.કોરોનાનો કેર અટકવાનું નામ લેતો ન હતો.શાળાને હોસ્ટેલ બંધ થતાં આવક બંધ થઈ.નવા બિલ્ડીંગ માટે લીધેલી બેન્ક ની મસમોટી લોનના હપ્તા શરૂઆત માં તો ભરાય ગયા પરંતુ શાળા બંધ રાખવાની મુદત લંબાવવા લાગી એમ હપ્તા ભરવા મુશ્કેલ થવા લાગ્યા.ધંધો કે રોજગાર નું પણ કોઈ જ માધ્યમ ન રહ્યું .
ઘણા લાંબા સમય પછી એને મોટાભાઈએ હપ્તા ભરાતા નથી એ હકીકત જણાવી ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ.વહીવટી બાબતે એ ક્યારેય માથું ન મારતો એટલે આટલી મોટી લોન લીધી છે એ બાબત નો પણ ખ્યાલ ન હતો.હપતા એટલા ચડી ગયા હતા કૈ હવે તો પ્રોપર્ટી વેચવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન રહ્યો મંદીનો માહોલ કોરોના નો કહેર આ બધા માં કોઈ પ્રોપર્ટી ખરીદનાર પણ મળ્યું નહીં ને આખરે બેન્ક ને જ આ પ્રોપર્ટી વેચવાના દિવસો આવ્યા ‌નોટિસને મુદતો આવી ગઈ. આખરે સંજયે ઘર ને શાળા બધું જ ગુમાવ્યું.આગળ શું કરવું ? ક્યાં જવું ? કંઈ જ સમજાતું નહોતું. આ બધા ની અસર થી એના ભાભીને મગજ પર અસર થી ગઈ ને એના મમ્મી પણ બિમાર થઈ ગયાં.
એકબાજુ આર્થિક સંકડામણ ને ઉપર થી દવાખાનું .આવા કપરા સમયમાં તો ભલભલા માણસ હિંમત હારી જાય.
સંજયની સહનશીલતા ને ધીરજ ખૂટી રહ્યા હતા.
પોતાનુ સર્વસ્વ આ કોરોના ભરખી ગયો . એક રાતે અંધારામાં બેસીને એ જીવનમાં આવેલા અંધકાર વિશે વિચારીને સંજય રડી રહ્યો હતો.તે જીવનમાં બધું જ હારી ગયો હતો.બધી જ બાજુ ઘોર અંધકાર સિવાય કંઈ જ દેખાતું ન હતું . તેને ક્યાંય પણથી પ્રકાશ નો એક પુંજ પણ દેખાતો ન હતો.ભાભી ની માનસિક બિમારી ગંભીર થતી જતી હતી જેના લીધે મોટાભાઈ પણ હિંમત હારી ને હતાશ થઈ ગયા હતા . મમ્મી ની તબિયત પણ વારંવાર ખરાબ થઈ જતી હતી.આવી વિકટ પરિસ્થિતિમાં પરિવાર ના બે બાળકો છે આ કહેર થી સાવ અજાણ જ હતા એમની જવાબદારી પણ સંજય અને મમતા પર આવી ગઈ હતી.સંજય ને આમ અંધારામાં બેસીને રડતો જોઈ મમતા એ તેના ખભે હાથ મૂકીને કહ્યું આપણો સમય બદલાયો છે આપણે નહીં.

જો હિંમત હારી જઈશું તો આ ખરાબ સમય જીતી જશે અને કોરોના ની માફક જ કહેર વરતાવશે.મને તમારા પર પુરો ભરોસો છે. આપણી આવડત,નિષ્ઠા ને પરસ્પર નો પ્રેમ એમ જ અંકબધ છે. સહિયારા પ્રયાસથી એકબીજા ના સથવારે નવા રસ્તે આગળ વધીશુ બસ એક વચન આપો કે ક્યારેક ખુદને એકલા નહીં સમજીએ કે નહીં હતાશ થઈએ. મમતાના આ શબ્દો સાંભળી એ એમને ભેટીને રડી પડ્યો ને મનોમન કહેવા લાગ્યો મારી અમુલ્ય મુડી મારો પરિવાર ને મારી મમતા સાથે છે ત્યાં સુધી મને કોઈ જ હરાવી નહી શકે.એમના હતાશ થયેલા મનમાં શકિતનો સંચાર થયો.
બીજા જ દિવસે એમણે સવારે મોટાભાઈને કહ્યું કે આપણે આ ગામ છોડી શહેરમાં જતું રહેવું જોઈએ માસીનો ફ્લેટ ત્યાં ખાલી પડયો છે તેમાં અત્યારે રહીશું ને પછીથી એમને ભાડું આપી દઇશું, શહેરમાં કોઈ ને કોઈ કામ મળી રહેશે ને આ સ્થળે થી દુર જઈને કદાચ મમ્મી ને ભાભી ની તબિયત પણ સારી થશે.નજર સામે જ બધું રહેશે તો ભુલવું પણ મુશ્કેલ થશે.મોટાભાઈને પણ સંજયની વાત સાચી લાગી એટલે તેમને આ માટે સંમતિ આપી.
શહેરમાં તો જઈ રહ્યા હતા પરંતુ ત્યાં જઈને કામ શું કરશે ?
કંઈ જ સમજાતું નહોતું પરંતુ તેમને અંદરથી વિશ્વાસ હતો કે ત્યાં જતાં કંઈ ને કંઈ કામ તો મળી જ રહેશે. બેન્ક પ્રોપર્ટી પર સીલ કરી રહ્યા હતા ત્યારે આંખો પરિવાર ચોધાર આંસુડે રડી રહ્યો હતો.પોતાનુ સવૅસ્વ ગુમાવીને આ પરિવાર રસ્તા પર આવી ગયો હતો.ન રહેવા માટે ઘર રહ્યું કે ન એમની રોજગારીના સાધનરૂપ શાળા રહી .એમનું સપનું ધુળમાં રગદોળીને કોરોના એ એમને કંઈ ના ન રહેવા દિધા.જાત મહેનત થી ઉભા થયેલાં સંજય અને મમતા તથા એનો પરિવાર કોઈ પણ પ્રકારના વાંક કે ભુલ વગર આવી વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા.
આખી રાત એમજ જાગતા પસાર થઈ ત્યારે મમતાએ મનોમન નક્કી કર્યું કે જિંદગીની આ વિકટ પરિસ્થિતિમાં હું હારીને બેસી નહીં રહું ને મારા પરિવારને આમ તુટવા નહીં જ દઉં.જિદંગી હું તારી સામે ડબલ જોમથી લડવા તૈયાર છું.સવારે પડતા જ એણે સંજયને શહેરમાં રહેવા જવા માટે કહ્યું.બધાને ખુબ જ આશ્ચર્ય થયું કે મમતા આવી હાલતમાં શહેરમાં રહેવા જવાનું કેમ કહે છે.
સંજય પણ મમતાની આ વાત પર ખુબ જ અજીબ લાગી પરંતુ એણે આ સમયે કંઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું.થોડીવારમાં જ મમતા નો માસીનો દિકરો ભાઈ આવીને ચાવી આપી ગયો ને સામાન માટે નું મેટાડોર પણ સાથે જ લઈને આવ્યો.બેન્કે પ્રોપર્ટી સીલ કરી એટલે સામાન તો પેક કરીને બહાર બનાવેલ ચોકીદાર ની ઓરડી માં મુકાય ગયો હતો.બધા ની આંખોમાં આંસું ને અંતરમાં અંધકાર છવાયેલો હતો.જિંદગી નો ખરાબ સમયે જાણે જિંદગી જ અટકાવી દિધી હતી.બધા જ કંઈ પણ બોલ્યા વગર સામાન સાથે મેટાડોર માં ગોઠવાઈ ગયાં.બધા શહેરમાં મમતા ના માસી નું એક બંધ મકાન હતું ત્યાં આવ્યા સામાન ઉતારી બધા ભારે હ્દયે ઘરમાં પ્રવેશયા .ઘણા દિવસો સુધી આ હસતા ખેલતા પરિવાર માં ભેંકાર શાંતિ ને નિરાશા છવાયેલા રહ્યા જમવાનું પણ કોઈ બરોબર જણાતું ન હતું આખરે મમતા એ મૌન તોડતા કહ્યું કેટલા દિવસ આમ જ રડ્યા કરીશું આમ તો જિંદગી હારી જઈશુ.પરિવારના સભ્યો ને પોતે પાપડ અથાણાં બનાવવા નું વિચારી રહી હોવાની વાત જણાવી.
શરૂઆતમાં રોકાણ બહુ ન કરી શકવાથી એ આસપાસ ના લોકો ને ઓડૅર મુજબ પાપડ, અથાણાં,ખાખરા બનાવી આપવા લાગી. સખત મહેનત કરી આખો દિવસ ને મોડીરાત્ર સુધી તે પાપડ વઢતી ઘણીવાર તો એના હાથ રાત્રે સુઝી જતા છતાં તે કોઈ જ પ્રકારની ફરિયાદ વગર પુરા પરિવાર ને હુંફ આપતી રહી.બધાને એમની વસ્તુ પસંદ આવવા લાગી એટલે એમણે વધુ ને વધુ વેરાયટી ના પાપડ,વેફસૅ,ખાખરા ને નાસ્તોને ફરસાણ ની વિવિધ વસ્તુ બનાવાની શરૂ કરી. તેની મહેનત રંગ લાવી ને પરિવાર ના સભ્યો ના સહકાર થી એમને મમતા ગૃહ ઉદ્યોગ ની શરૂઆત કરી પછી તો એના માટે એમને એક મકાન ભાડે રાખ્યું કામ કરવા માટે બહેનો રાખી સંજય અને એના મોટાભાઈ ડિલેવરી ને સામાન લાવી આપવામાં મદદ કરવા લાગ્યા.હવે તો શહેરના દરેક વિસ્તારમાં મમતા ના ખાખરા ,પાપડ ને નાસ્તા ની ડિમાન્ડ વધવા લાગી.સંજય પણ જે એક સમયે પ્રખ્યાત શાળા નો માલિક હતો એ જરાપણ નાનપ અનુભવ્યા વિના મમતા ને મદદ કરવા લાગ્યો .સાથે એક શાળામાં મેનેજમેન્ટ તરીકે નોકરી પણ કરવા લાગ્યો. મોટાભાઈએ પણ એક ફેક્ટરી માં કામ કરવાનું શરૂ કર્યું સંજય ના ભાભીની પણ સારવાર ને પરિવારના પ્રેમ ને હુંફ થી તબિયત સુધરવા લાગી,સંજયના મમ્મી એ તો બેવડા ઉત્સાહ થી ઘરની જવાબદારી ઉપાડી લીધી .
મમતા ગૃહ ઉદ્યોગ આજે એક વટવૃક્ષ બની ગયું હતું એમની મજબૂત શાખાઓ ફક્ત એક જ શહેરમાં નહીં પરંતુ અનેક શહેરો સુધી ફેલાય ચુકી હતી.સંજયે પણ હવે નોકરી મુકી મમતા ગૃહ ઉદ્યોગ ને સંભાળી ને મમતાને મદદ કરવા લાગી મોટાભાઈએ પણ ફરીવાર વહીવટી જવાબદારી ઉપાડી લીધી.પાંચ વષૅના ટુંકા સમયમાં મમતા ગૃહ ઉદ્યોગ ટોપ પર પહોંચી ગયું હતું.
આજે થી બરાબર પાંચ વષૅ પહેલા જ સંજય અને મમતા નું સપનું ધુળમાં રગદોળીને ટોરોન્ટો હસી રહયો હતો .જ્યારે આજના દિવસે મમતા ગૃહ ઉદ્યોગ નું વિશાળ યુનિટ શરૂ થવા જઈ રહ્યું હતું. મમતાએ રિબન કાપીને મનોમન કહ્યું એ જિંદગી ન હું ત્યારે હારી હતી ના આજે હારી છું. જ્યાં સુધી મારો પરિવાર એકમેક ની સાથે છીએ તું જ શું કોઈ પણ આફત અમને નહીં જ હરાવી શકે. અમે તો જીવી જ લઈશું.....