ભૂખ Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂખ


ભૂખ


મા ની મદદ કરવાના ઇરાદાથી પહેલીવાર પોતાનું અલગ પાથરણું પાથરીને શાકભાજી વેચવા શહેરના લક્ઝુરિયસ એરિયામાં બેસેલ રમલી પોલીસની ઝપટમાં આવી ગઈ. દંડ ભરવાના પૈસા ન હોવાથી કેટલી આજીજી પછી રમલીની મા, ચાર દિવસે એને છોડાવીને ઘરે લાવી. ઝુંપડી ની બહાર તૂટેલી ખાટલી માં રમલીની નાની બહેન સવલી કુતુહલતા થી પુછતી'તી , હેં બુન તન પોલીસની બીક લાગતી'તી ? પોલીસ મારતી'તી ? ના રે મન તો મજા આઇ,નાની સોકરીઓને બઉ ના મારે ખાલી થોડી ધોલ- ધપાટ કરે પણ એંહ ટાઈમે ખાવાનું ચેવું અસ્સલ આલે શાક ને રોટલી ને દાળ ને ભાત ને પાસી થોડીક સાસેય આલે ,તેં હેં બુન આલી વખત મનેય ભેરી લઈ જાજે ન ,આવુ અસ્સલ ખાવાનું મલતું હોય તો એકાદ- બે ધોલ તો મુંય ખઇ લઈશ ,પણ બળી આ ભૂખ નહી સહન થાતી.



બરણી


સુમિત્રા બહેનના ઓટલા પર સોસાયટીની બહેનો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. મુદ્દો હતો વહુ અને દીકરી ને સમાન ગણવા જોઈએ, સુમિત્રાબેન બોલ્યા જો મારા ઘરમાં તો હું મારી દીકરી સેફાલી અને મારી વહુ સોનિયા વચ્ચે જરાય ભેદભાવ ન કરું મારે મન તો જેવી મારી સેફાલી એવી મારી સોનિયા બધી બહેનો સુમિત્રાબેન સામે અહોભાવથી જોઈ રહી , ત્યાં જ કાચની વસ્તુ તૂટવાનો અવાજ આવ્યો, સુમિત્રાબેને બહારથી જ બૂમ પાડી અરે સોનિયા શું થયું થોડું ધ્યાનથી કામ કરતી હો તો, અંદરથી અવાજ આવ્યો મમ્મી બરણી ફૂટી ગઈ, સુમિત્રાબેન બૂમો પાડતા હે ભગવાન કામમાં સહેજ પણ ધ્યાન હોતું નથી કાચના વાસણ કેમ સાચવવા એટલુંય માએ શીખવાડ્યું નથી . કેટલી મોંઘી બરણી હતી !!! મારે તો વહુ ઘરમાં આવી તોય જરાવાર હાશકારો નસીબ નથી. ત્યાં તો સેફાલી બોલી શું મમ્મી તું પણ બરણી મારાથી ફૂટી ગઈ છે સુમિત્રાબેન દોડતા ઘરમાં આવ્યા અરેરે મારી ફૂલ જેવી દીકરી તને વાગ્યું તો નથી ને ??






પુત્રવધુ



આ તમારી દીકરી લાગે છે નહીં? સોસાયટીમાં નવા રહેવા આવેલા પ્રકાશભાઇએ સોહન ભાઈ ને પૂછ્યું , તમારી ભૂલ થાય છે મિત્ર સોહનલાલે જવાબ આપતા કહ્યું નમિતા મારી દીકરી નહીં પણ પુત્રવધુ છે. દીકરી કહી હું તેનું અપમાન કરવા નથી માંગતો કારણ દીકરી તો કદાચ સેવા કરે તો એ આપણું લોહી છે .દીકરો અમારી વાત રાખવા આની સાથે લગ્ન કર્યા ને પછી થોડા સમયમાં એને ગમતી છોકરી સાથે રહેવા ચાલ્યો ગયો. ત્યારથી અમારી બધી જવાબદારી નમિતા સંભાળે છે, ઘરની આર્થિક જવાબદારી અમારી તંદુરસ્તી, હિસાબના કામકાજ બધું એ કરે છે. અમે તેને બીજા લગ્ન કરવા સમજાવીએ છીએ તો કહે છે હું પરણીને આવી ત્યારે જ મેં તમને મારા મા-બાપ માની લીધા છે હવે હું લગ્ન કરીશ તો એવા પાત્ર સાથે જે મારી સાથે તમારી જવાબદારી પણ સંભાળવા તૈયાર હોય. અત્યારના સમયમાં સારો દીકરો કે સારી દીકરી તો ઘણાને મળે પરંતુ આવી પુત્રવધુ તો મારા જેવા નસીબદારને જ મળે .



કર્મનો સિદ્ધાંત




નવા આવેલા સવી બાએ વિપદા વિશે પૂછ્યું, લે સવી તું નથી ઓળખતી ? આપણા સોસાયટીમાં જે મંગળા કાકી રહે છે ને એમની વહુ છે , ત્યાં જ વિપદા આવી મહાદેવ- ગણપતિ , સાંઇબાબા અગિયારસ - પૂનમના માતાજીના મંદિર ચાલતા જવાનું પાંજરાપોળમાં ચારો નાખવો કીડીયારા પુરવા જવું, આનંદનો ગરબો કરવો, ગમે ત્યાં કથા કે યજ્ઞ હોય વિપદા હોય જ . વિપદા બોલી જુઓ માસી હું તો કર્મના સિદ્ધાંતમાં માનું, જેવું કરમ હશે એવો બદલો મળશે , મારે તો સારુ કરમ જ કરવાનું, સવી બા થી ના રહેવાતા બોલ્યા હેં વદુ આટલા સારા કર્મ કરે છે તે આ મંગળા કાકી ન તારા ઘરે રેવા લઈ જા ન . વિપદા જોશથી બે હાથ જોડતા બોલી નારે બાપા માર તો આડોશી કે ડોકરો બે ઘડી ના પોસાય મને બસ મારા ભાગે નીકળતા પૈસા આલી દે એટલે હું છૂટુ , લ્યો હેડો માસી મારે હજી બીજી સોસાયટીમાં કર્મ નો સિદ્ધાંત સમજાવા જવાનું છે.