મા એટલે પ્રેમનું અવિરત ઝરણું.... Jas lodariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

મા એટલે પ્રેમનું અવિરત ઝરણું....

”મા એટલે પ્રેમનું અવિરત ઝરણું.”

માતાનો પ્રેમ તેના બાળક માટે ખૂબ વધારે છે. જો દુનિયામાં કોઈ તમને સૌથી વધુ પ્રેમ કરે છે, તો તે તમારી માતા છે. માતાનો પ્રેમ શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.

બહારથી કમજોર દેખાતી સ્ત્રીને ભગવાને એટલી મજબૂત બનાવી છે કે જરૂર પડે ત્યારે એ એના મા-બાપનો દિકરો અને પોતાના સંતાન માટે બાપ પણ બની જાય છે.

મા આપણું પાલનપોષણ કરવાની સાથે જ જીવનમાં માર્ગદર્શક અને શિક્ષકની ભૂમિકા નિભાવે છે. આપણે આપણા જીવનમાં જે પણ પ્રારંભિક જ્ઞાન કે શિક્ષણ મેળવીએ છીએ તે આપણને મા દ્વારા જ આપવામાં આવે છે. એ જ કારણ છે કે મા પ્રથમ શિક્ષક તરીકે પણ ઓળખાય છે.

આપણા આદર્શ જીવનના નિર્માણમાં આપણને આપણી માએ આપેલી શિક્ષા ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેમ કે નાનપણથી જ મા પોતાના બાળકને સારા કાર્યો, સદાચાર અને હંમેશાં સત્યના માર્ગે ચાલવા જેવી મહત્ત્વપૂર્ણ શિક્ષા આપે છે. જ્યારે પણ આપણે જીવનમાં રસ્તો ભટકી જઈએ છીએ તો આપણી મા હંમેશાં આપણે સદમાર્ગે લાવવાનો પ્રયાસ કરે છે.

કોઈ પણ મા ક્યારેય એ નથી ઇચ્છતી કે કે તેનો દીકરો કે દિકરી ખોટા કામોમાં સંડોવાય. આપણા પ્રારંભિક જીવનમાં આપણને આપણી મા દ્વારા ઘણું એવું જરૂરી શિક્ષણ અપાય છે જે આજીવન કામ લાગે છે. એટલે એક આદર્શ જીવનના નિર્માણમાં માનું ખૂબ મોટું યોગદાન મનાય છે.

આપણે આપણા જીવનમાં ગમે તેટલા શિક્ષિત કે ઉપાધિધારક કેમ ન બની ગયા હોઈએ પરંતુ જે વસ્તુઓ આપણે મા પાસેથી શીખેલી હોય છે, તે આપણને બીજું કોઈ શીખવી શકતું નથી. એ જ કારણ છે કે મારી મા મારી સૌથી સારી શિક્ષક છે કેમ કે તેમણે ન માત્ર મને પ્રારંભિક શિક્ષણ આપ્યું પણ મને જીવન જીવતા પણ શીખવ્યું છે.

”જનનીની જોડ સખી નહી જડે રે લોલ” એમ કવિ બોટાદકરે પોતાની કવિતામાં માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગયો છે.

”મા” શબ્દોમાં જ એટલી મીઠાશ છે કે એનો અનુભવ કોઇ પણ વ્યક્તિ એ નાનું બાળક હોય કે મોટું સૌ કોઈ તેનો અનુભવ કરી શકે છે.

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ મોટાભાગે તેની માતા જ હોય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન પહોંચી શકે આથી જ તેમણે માતાનું સર્જન કર્યું હશે. દરેક મનુષ્યનું જીવન માતા થી શરૂ થાય છે અને તેમાં જ આખું વિશ્વ સમાય જાય છે.

માતા એટલે ત્યાગની મૂર્તિ” માતા પોતાના બાળક માટે પોતાની બધી જ ઇચ્છાઓ નું બલિદાન આપતા અચકાતી નથી. બાળકને પોતાના પરિવારજનો માંથી સૌથી વધુ પ્રેમનો અનુભવ થતો હોય તો તે પોતાની માતા તરફથી હોય છે. ”માતાએ બાળકનું સર્વસ્વ છે અને બાળક એ માતાનું વિશ્વ છે”.

ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર’

”સ્નેહ અને મમતા ના રસ થી ભરેલું વટવૃક્ષ એટલે મા.” માતૃપ્રેમ શબ્દ જ એ સંપૂર્ણ લાગણીથી ભરાયેલો છે. આપણે પુરા જગત ની સરખામણી ‘મા’ સાથે કરીએ તો એ થઈ જાય પણ ‘મા’ ની સરખામણી જગતમાં કોઈ સાથે કરવી શક્ય નથી.

એક માતા સો શિક્ષકની ગરજ સારે છે”

માતા બાળકને જન્મ આપે અને કષ્ટ વેઠી બાળકનો ઉછેર કરે છે અને બાળકની કાળજી રાખે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે બાળક પથારી ભીની કરે છે, તો માતા પોતે ભીનામાં સૂઈ જાય અને બાળકને સુકામાં સુવડાવે આવે છે. ‘મા’ ની મમતાને આપણે શબ્દોમાં વર્ણવી ખૂબ જ મુશ્કેલ છે. ‘મા’ એ તો ભગવાનનું સ્વરૂપ છે. આપણે ‘મા’ ના આશીર્વાદ લઈને ઘરેથી નીકળીએ તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી. તેથી જ તો એક પંક્તિ છે.

”વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ

માડીનો મેઘ બારે માસ રે…..’

ઈશ્વરનું સાચુ સ્વરૂપ જો ક્યાંય હોય તો ‘મા’ ની આંખોમાં છે. એક જ પ્રસિદ્ધ પંક્તિ છે.—

”પૈસાથી બધું જ મળે છે, તો હું બધું જ આપી દઉં, શું મને મારી મા મળે ખરી?”

તેથી જ તો કહેવાયુ છે ને કે ‘મા’ની મમતા ના તોલે કોઈ આવી શકતું નથી. એક પંક્તિ છે

”ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે”

ગંગાનાં નીર તો વધે અને કોઈક દિવસ ઘટે પણ માતાનો પ્રેમ બાળક પ્રત્યે વધતો કે ઘટતો નથી. બારેમાસ સરખો જ વહેતો હોય છે.

”છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય”

ખરેખર માતાનો મહિમા અજોડ છે. ‘મા’ ના પ્રેમની તોલે કોઈ આવી શકતું નથી. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગનાના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે. તેથી જ તો કહેવાયું છે કે ”મા તે મા બીજા બધા વગડાના વા.”