Mobile in life or mobile only life? books and stories free download online pdf in Gujarati

જીવનમાં મોબાઇલ કે મોબાઇલ જ જીવન?

Alexa Where is Statue of Unity??,Alexa what is meaning of Hexagon??,Alexa.....O my God આવા તો હજારો સવાલો બાળકો Alexa ને પુછતા હશે.કયારેક તો આપણા જુના દિવસો યાદ આવે કે સ્કુલ માં જયારે કોઈ વિષય પર લખવાનું હોય તો અમે બધીજ બુકસ ,સમાચાર પેપર મા શોધતા કે કયાક થી સારી માહિતી મળે ને લખી એ ને હવે તો છોકરાઓ તરત જ Google પર Search ચાલુ કરી દે...આ બધુ જોતા એવું લાગે કે આપણે મોબાઇલ ને એકસેસ નથી કરતાં પણ એ આપણને જરૂર એકસેસ કરે છે ને તમારી રજેરજ ની માહિતી પણ એની પાસે હોય છે.સાચી વાત ને..

સમય ટેકનોલોજીનો યુગ છે. ૨૧ મી સદીએ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે.કોમ્યુનિકેશન ક્ષેત્રમાં ખૂબ જ જબરદસ્ત કા્ન્તિ લાવી છે. આપણને કદાચ એ દિવસો જરૂર યાદ હશે..!! જ્યારે આપણે આપણા સગા – સંબધીઓનો એક અવાજ સાભળવા માટે ટ્રન્કકોલ કરતા અને કલાકો સુધી રાહ જોતા અને આજે ફક્ત બટન દબાવતા જ આપણે દુનિયા ના કોઈપણ ખૂણેથી ગમે તેનો સંપર્ક કરી શકીએ છીએ છે ને અદભુત વાત..!!

મોબાઈલથી વાતચીત સિવાયના ઘણા ઉપયોગી કામો કરી શકાય છે પણ આપણે સાચી સમજણના અભાવે બિનઉપયોગી કામ વધારે કરી રહ્યા છીએ જેથી આ બધી વસ્તુના મનફાવે તેવા અતિરેકથી ઘણીવાર બીજા લોકોને પણ માનસિક ત્રાસ પહોચે છે જે આપણે સમજી શકતા નથી કે કદાચ સમજવા માંગતા નથી.. આજે મોબાઈલનો જરૂર પુરતો ઉપયોગ જ કરવાનો હોય તેની બદલે આપણે આપણી ઈચ્છા મુજબ મનફાવે તેમ દુરપયોગ ચાલુ કરીએ છીએ મોંધવારીનાં આ જમાનામાં મોબાઈલમાં વાત કરવી સસ્તી થઇ ગઈ છે અને એટલો જ બીજા લોકો માટે ત્રાસ પણ વધ્યો છે. મોબાઈલનાં ટાવરોનાં વ્યાપને લીધે આપણી ઘરે આપણા સ્વજનો સમાં પંખીઓ આવતા બંધ થઇ ગયા છે. પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોચી રહ્યું છે જે લીમડાની મીઠી ડાળની છાંયડી આપણને મળતી તેની જગ્યાએ આપણને હવે મોબાઈલનાં તરંગો મળે છે.

મને યાદ છે પહેલા ના સમય મા લોકો વાર તહેવાર ની રાહ જોતા કે કયારે આવે ને કયારે બધા સાથે મળીને ખૂબ બધી વાતો કરી ને મજા કરીએ પરંતુ હવે તો કોઈ પણ તહેવાર હોય તો WhatsApp he naa... 🤦‍♀️🤦‍♀️સવાર પડે ને જેવો મોબાઇલ On કરો એટલે ઢગલાબંધ મેસેજ હશે... આવા ઘણા એપ છે જે બધા ઉપયોગ કરે છે એનો ઉપયોગ કરવાની ના નથી પરંતુ તમે તમારી આસપાસ ના લોકો સાથે તો જોડાયેલા રહો..

મોબાઈલ ના ઉપયોગની જ્યાં વાત છે ત્યાં આજે સામાન્ય વાતચીતમાં પણ લોકો જોરજોર થી બરાડા પાડીને પોતાનું ઘર હોય તેમ વર્તન કરતા જાહેરમાં જોવા મળે છે આ ઉપરાંત ટ્રેનમાં, બસમાં, સ્કુલો, હોસ્પિટલો જેવી જાહેર જગ્યાઓ ઉપર પણ લોકો આ પ્રકારે કોઈપણ જાતની શરમ વગર પોતાનું વર્તન ચાલુ રાખીને બીજાને નડતરરૂપ થતા જોવા મળે છે ચાલુ વાહને મોબાઈલ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાડી વાતો કરવાથી કે મ્યુઝીક સાંભળવાથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે છતાં પણ આપણે સુધરવા માંગતા નથી ગમે તે જગ્યાએ જરાક પણ આપણો મોબાઈલ નવરો થયો એટલે મ્યુઝીક, ગીતો કે ગેમો, વોટ્સઅપ, સોશીયલ મીડિયા ચાલુ કરી દઈએ છીએ આપણા મોબાઈલ થી થતો ઘોંઘાટ કે આપણું વર્તન બીજાને ગમતું હોય કે ન ગમતું હોય તો પણ આપણે બીજાની તકલીફ વિષે જરાપણ વીચાર કરતાં નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમુખે તે બાળકોના માતા-પિતાને કડક ચેતવણી આપી છે કે જેમના બાળકો વધારેમાં વધારે સમય મોબાઈલ પર પસાર કરે છે.


મોબાઇલ ફોન પર વધુ પડતું કનેક્ટ થવું વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ સાથે સંકળાયેલો છે.સેલ ફોન આપે છે વિદ્યાર્થીઓ ટૂલ્સ અને એપ્સને ઍક્સેસ કરે છે જે તેમને તેમના વર્ગ કાર્યને પૂર્ણ કરવામાં અને ટોચ પર રહેવામાં મદદ કરી શકે છે.પરંતુ વિધાથીૅઓ એની જગ્યાએ ગેમ અને you tube એ બધા મા સમય પસાર કરે છે. જે એમના અભ્યાસ પર ખૂબ માઠી અસર પાડે છે.

મારુ કહેવું એજ છે કે આપણા જીવનમાં દરેક વસ્તુ નુ અલગ મહત્વ હોય છે.તો મોબાઇલ તો એક એવી વસ્તુ છે રોજ બરોજના જીવન માટે ઉપયોગી છે પરંતુ તેનો કયાં ને કઈ રીતે ઉપયોગ કરવો એ જુઓ. વર્તમાન વિશ્વમાં, મોબાઈલ ફોન ખરેખર દરેકના જીવન માટે જરૂરી છે. પરંતુ, આનો અર્થ એ નથી કે તમે મોબાઇલ ફોન વિના જીવન જીવી શકતા નથી...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED