Dr. Introduction to the life of A P J Abdul Kalam books and stories free download online pdf in Gujarati

ડૉ. એ પી જે અબ્દુલ કલામનો જીવન ૫રિચય

વૈજ્ઞાનિક જગતની એક મહાન પ્રતિભાએ રાષ્ટ્રની પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સલામતીની દ્રષ્ટિએ રાષ્ટ્ર ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે આપણા દેશની છે. તે પ્રતિભાનું નામ છે. મિસાઇલ મેન અબુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામજી {ડૉ.. એપીજે અબ્દુલ કલામજી} છે. ભારતના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કરી ચુકેલા આ પરમાણુ વૈજ્ઞાનિકને તેમના યોગદાન બદલ ભારતભરમાં આદર અને ગૌરવ સાથે યાદ કરવામાં આવે છે. તેઓ એક આદર્શ માનવી પણ હતા.

અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને માતા અશિઅમ્મા ગૃહિણી હતા. માતાપિતાના ગુણો અને મૂલ્યોનો બાળપણથી જ તેમના પર પ્રભાવ હતો. પિતા પાસેથી પ્રામાણિકતા અને સ્વ-શિસ્તની ભાવના, અને માતા પાસેથી ભગવાનમાં વિશ્વાસ અને કરુણા ના ગુણો પ્રાપ્ત થયા. આ તેમના જીવનની સર્જનાત્મકતા માટે પ્રેરણા બની હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી તેમણે નાનપણથી જ કામ કરવું પડ્યું. બાળક અવસ્થામાં કલામ તેમના પિતાને આર્થિક મદદ કરવા માટે શાળા પછીના સમયમાં અખબાર વેચવાનું કામ કરતા હતા.

તેમના શાળાના દિવસો દરમિયાન ડો. અબ્દુલ કલામ ભણવામાં સામાન્ય હતા પરંતુ હંમેશાં કંઇક નવું શીખવા માટે તૈયાર અને તત્પર રહેતા. તેમને ભણવાની ભૂખ હતી અને તે કલાકો સુધી ભણવામાં ધ્યાન આપતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ રામાનાથપુરમ શ્વાર્ટઝ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી કર્યું અને ત્યારબાદ સેન્ટ જોસેફ કોલેજમાં, તિરુચિરાપલ્લીમાં અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે 1954 માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યારબાદ વર્ષ 1955 માં તેઓ મદ્રાસ ગયા જ્યાંથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. વર્ષ 1960 માં કલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેના પિતા તેમને કલેક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કલામને ખગોળશાસ્ત્રમાં રસ હતો. નાનપણથી જ તે આકાશમાં ઉડતા પક્ષીઓનાં રહસ્યો વિશે ઉત્સુક હતા.

વિદ્યાર્થી જીવનમાં તેઓ તેમના શિક્ષકોથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમને તેમના હાઇસ્કૂલના શિક્ષક અયદુરાઇ સોલોમન સાથે વિશેષ લગાવ હતો; કેમ કે સોલોમન વિદ્યાર્થીઓમાં રહેલી શક્યતાઓ, તેમની ક્ષમતાઓ અને શક્તિને જાણી લેતા હતા, અને તેને વઘારવા માટે પ્રોત્સાહન આ૫તા હતા.

મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કલામ એક વૈજ્ઞાનિક તરીકે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (Defence Research and Development Organisation-ડીઆરડીઓ) માં જોડાયા. ડૉ. કલામે ભારતીય સૈન્ય માટે નાના હેલિકોપ્ટરની રચના કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૫રંતુ ડૉ. કલામને ડીઆરડીઓમાં કામ કરતાં સંતોષ નહોતો મળી રહ્યો. ડૉ. કલામ પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા રચિત ભારતીય અવકાશ સંશોધન સમિતિના સભ્ય પણ હતા. આ સમય દરમિયાન તેમને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇ સાથે કામ કરવાની તક મળી.

ભારતનો પ્રથમ ઉપગ્રહ ‘રોહિણી’ વર્ષ 1980 માં પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઇસરોમાં જોડાવાનું એ ડૉ.કલામની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ વળાંક હતો અને જ્યારે તેમણે સેટેલાઇટ લોન્ચ વાહન પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું કે જાણે તે વિચાર કરે છે તેવું જ તે કરી રહ્યું છે.૧૯૬૩-૬૪ દરમિયાન, તેમણે યુએસ સ્પેસ સંસ્થા નાસાની પણ મુલાકાત લીધી. પરમાણુ વૈજ્ઞાનિક રાજા રમન્ના, જેમની દેખરેખ હેઠળ ભારતે પ્રથમ પરમાણુ પરિક્ષણ કર્યુ, તેમણે કલામને ૧૯૭૪ માં પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ જોવા માટે આમંત્રણ પણ આપ્યું.

ભારત સરકારે મહત્વાકાંક્ષી ‘ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ ડૉ.કલામની દેખરેખ હેઠળ શરૂ કર્યો. તેઓ આ પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી હતા. આ પ્રોજેક્ટ દ્વારા દેશને અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો આપવામાં આવી છે.જુલાઇ ૧૯૯૨ થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી, ડૉ. કલામ વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના સચિવ હતા. આ સમયગાળા દરમિયાન ભારતે તેની બીજી પરમાણુ પરીક્ષણ હાથ ધરી હતી. તેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ડૉ.કલામ આર.ચિદમ્બરમની સાથે આ પ્રોજેક્ટના સંયોજક હતા. આ સમય દરમિયાન મળેલ મીડિયા કવરેજે તેમને દેશના મહાન પરમાણુ વૈજ્ઞાિક બનાવી દીઘા.સંરક્ષણ વૈજ્ઞાનિક તરીકે તેમની સિદ્ધિઓ અને ખ્યાતિને ધ્યાનમાં રાખીને, એન. ડી. એ. ગઠબંધન સરકારે તેમને વર્ષ ૨૦૦૨ માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા. તેમણે પોતાના હરીફ લક્ષ્મી સહગલને મોટા અંતરથી હરાવ્યા અને ૨૫ જુલાઈ ૨૦૦૨ ના રોજ ભારતના ૧૧ મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ડૉ. અબ્દુલ કલામ દેશના એવા ત્રીજા રાષ્ટ્રપતિ હતા કે જેમને રાષ્ટ્રપતિ બન્યા પહેલા જ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ અગાઉ ડૉ.રાધાકૃષ્ણન અને ડૉ.જકીર હુસેનને રાષ્ટ્રપતિ બનતા પહેલા ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો.

ડૉ.કલામ 27 જુલાઇ 2015 ના રોજ “ક્ર્રિ્રિયેટીંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ” વિષય પર પ્રવચન આપવા આઈઆઈએમ શિલોંગ ગયા હતા, જ્યારે તેઓ સીડીઓ ચઢી રહયા હતા તે વખતે તેમણે થોડી અગવડતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે તેને ગણકાર્યા વગર સભાગૃહ તરફ પ્રયાણ કર્યું હતું. વ્યાખ્યાનમાં માત્ર પાંચ જ મિનિટ વ્યાખ્યાન આપ્યા ૫છી લગભવ સવારે ૬.૩૫ કલાકે તેઓ અચાનક વ્યાખયાન કક્ષમાં જ ઢળી ૫ડયા હતા. ગંભીર હાલતમાં તેમને ‘બેથની હોસ્પિટલ’ લઈ જવામાં આવ્યા હતા. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેની હાલત ખરાબ હતી. સવારે ૭: ૪૫ વાગ્યે, હૃદય હુમલાથી તેને મૃત જાહેર કરાયા હતા. ભારતની સાથે આખુ વિશ્વ એક મહાન વેજ્ઞાનિક ગુમાવવાના કારણે શોકમગ્ન બની ગયુ હતુ.


અબ્દુલ કલામ નો સંદેશ:-
“હે ભારતના નવયુવકો જો સ્વપ્ન નહી હોય, તો ક્રાંન્તિકારી વિચાર નહિ આવે અને વિચાર નહી આવે તો કર્મ સામે નહી આવે. જેથે હે અભિભાવકો(માતા-પિતા)! હે શિક્ષકો! બાળકોને સ્વપ્ન જોવા માટેની અનુમતિ આ૫ો. સ્વપ્નો ૫ર જ સફળતા ટકેલી છે.”

ડો. કલામ સાહેબ ને વંદન🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED