The wonderful secrets of the Kedarnath temple. books and stories free download online pdf in Gujarati

કેદારનાથ મંદિરના અદભૂત રહસ્યો.

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.

બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થ‌ઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.જેટલા અંતરે આવેલું છે.

ઇ.સ. ૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા તેમના પિતરાઈ ભાઇઓ એટલે કે કૌરવો માર્યા ગયા, ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા. પંડવોએ પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના કરવા ઇચ્છતા હતા. પરંતુ પાંડવો પર ક્રોધ કરનારા ભગવાન શિવ, તેમને જોવા ન માંગતા હતા, જેના કારણે તેમના દર્શન કાશી વિશ્વનાથમાં કરવા આવેલા પાંડવોને મહાદેવે દર્શન ન આપ્યા અને કેદારમાં આવીને અંતર્ધાન થયા અને અહીં તેમણે સ્થાયી થવા વિચાર્યું. પરંતુ પાંડવોએ તેમના ઇષ્ટ દેવ ભગવાન શિવને શોધીને આકરું તપ કર્યું અને ભોળાનાથની ભક્તિથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા.

તે પહેલાં શિવે એક લીલા કરી. પાંડવો જ્યારે કેદાર પહોંચ્યા ત્યારે શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું. જ્યારે પાંડ્વોમાંથી ભીમે આ રહસ્ય જાણ્યું કે અહીં શિવ બળદ સ્વરૂપે હાજર છે તો તેમણે એક યુક્તિ કરી. તેમણે પોતાનું વિશાળકાય સ્વરૂપ ધારણ કરીને પડાડને બે ભાગમાં ચીરી મૂક્યો. ત્યાંથી બધા બળદ અને ગાય પસાર થઈ ગયા પરંતુ બળદના રૂપમાં ભગવાન શંકર પસાર થયા નહીં. ભીમ જેવા તેમનાથી નજીક જવા લાગ્યા આ બળદે તેમનું આખું શરીર જમીનમાં સમાવવા લાગ્યું. આ જોઈને ભીમે તેમની પ્રાર્થના યાચના કરી ત્યારે માત્ર બળદની પીઠ બહાર હતી. ભોળાનાથનો આક્રોશ સમ્યો ત્યાર બાદ અહીં જ્યોતિર્લિંગ પ્રગટ થયું.

કેદારનાથના આ ભૂમિ પર તેમણે પાંડવોને બધા પાપોથી ભોલનાથ છુટકારો આપ્યો. એવું કહેવાય છે કે ત્યારથી આ મંદિર ત્યાં સ્થપાયું હતું. અહીં શિવલિંગ સ્વરૂપે બળદની પીઠને પૂજવામાં આવે છે.

તે સમયની એક દંતકથા પણ પુરાણોમાં પ્રચલિત છે કે મહા સંન્યાસી પુરુષો અને નારાયણના ઋષિઓએ અહીં કઠોર તપસ્યા દ્વારા શિવને પ્રસન્ન કર્યા હતા. તે ઋષિઓને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભગવાન શિવને તેમની તપસ્યાથી પ્રસન્ન કરી અને તેમને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં હંમેશ માટે અહીં સ્થાયી થવાનું વરદાન માગ્યું હતું. કહેવાય છે કે અહીં આજે પણ મહાદેવના આશીર્વાદ સાક્ષાત મળે છે. દ્વાર ખુલતાં ભક્તોએ બમ બમ ભોલેના શબ્દોથી આકાશ ગૂંજવ્યું…

અહીંયા પહાડ જ નહીં પરંતુ પાંચ નદીઓનો પણ સંગમ થાય છે, મંદાકીની, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી. આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું પરંતુ અલકનંદાની સહાયક મંદાકીની નદી આજે પણ મૌજૂદ છે. તેના જ કિનારે કેદારેશ્વર ધામ છે. અહીંયા શિયાળામાં કેદારનાથ ધામની ચારેય બાજુ ભારે બરફવર્ષા થાય છે. આ ઉત્તરાખંડનું સૌથી મોટું શિવ મંદિર છે, જે કટવા પથ્થરોના વિશાળ શિલાખંડોને જોડીને બનાવાયું છે. આ શિલાખંડ ભૂરા રંગના છે. મંદિર લગભગ 6 ફૂટ ઉંચા ચબૂતરા પર બનેલું છે.

દિવાળીના બીજા દિવસે ઠંડીમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. ત્યારે ત ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે.
પવિત્ર એવા આ કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિરના દશૅન કરવા એ જીવન માં એક લહાવો છે. હર હર મહાદેવ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED