Need to get married ???? books and stories free download online pdf in Gujarati

પરણવું જરૂરી ????

આજે લોપા, મમ્મીની સાથે વાત કરતાં ગુસ્સે થવાને બદલે હસતી હતી. મમ્મી ને નવાઈ લાગી પણ પૂછીને રંગમાં ભંગ પાડવો ન હતો.

“કેમ આજે બહુ ખુશ છે ” ?

” હા, મમ્મી, હું અને લોકેશ પરણવા તૈયાર નથી” .

‘તો’ ?

‘મિત્ર તરિકે આખી જીંદગી સાથે વિતાવીશું.’

‘મમ્મી તું અને પપ્પા સમજણી થઈ ત્યારથી જોઉં છું, બંને જણા ક્યારેય પ્રેમથી વાત કરતા નથી.

કાયમ મારી અને લાજોની વાતો કરી ઝઘડો છો. ‘

લોપા અને લાજો બંને જોડિયા બહેન હતી. લાજો ભણવામાં હોંશિયાર. લોપા ટાપટીપ માંથી ક્યારેય નવરી ન થાય. રોજ નવા મેકપ ના પરિધાન જોઈએ. મિત્રો પણ ઢગલાબંધ રાખે. કોને ખબર કેમ લોકેશ એની આંખમાં વસી ગયો પછી બીજા બધા સાથે મૈત્રી ઓછી થઈ ગઈ. મમ્મીને થોડી નિરાંત લાગી. કિંતુ બાકી બીજા વર્તનમાં કોઈ ફરક પડ્યો ન હતો.

બારમી પછી લાજોને વિજ્ઞાન ભણવું હતું. ડોક્ટર થવું હતું એટલે તનતોડ મહેનત કરતી હતી. પરિણામ પણ સુંદર આવ્યું. બધી કોલેજોમાં પ્રથમ આવી જેને કારણે પપ્પા ના પૈસા બરબાદ ન થયા. જે. જે. માં એને વગર પૈસે દાખલો મળી ગયો. ઉપરથી થોડી ઘણી રાહત થઈ. લકી સાથે જ ભણતો હતો. બંને મેડિકલ કોલેજમાં હતા.

ખુલ્લા દિલના, કોઈ પણ જાતના બંધનમાં ન માનનારા.લોપા તો નીલ ગગનમાં ઉડતું પંખી જોઈ લો. ફેશન ડિઝાઈનર થઈ. લોકેશ ઈંટિરિયર ડિઝાઈનર હતો. એક બીજાની ઓળખાણ એક પાર્ટીમાં થઈ. ખાસ મિત્ર બની ગયા. બંનેની જિંદગી ની મજા માણવી હતી, કોઈ પણ જાતના બંધન વગર. એ લોપા આજે ખુશ હતી. લોકેશ પણ માની ગયો હતો. લગ્નના બંધનમાં બંધાવા તૈયાર ન હતા.

મમ્મી તો આ વાત સાંભળીને સડક થઈ ગઈ. લાજો અને લકી સાથે ભણતા હતા. હજુ મંઝિલ બહુ દૂર

હતી. લાજો પહેલે વર્ષે ઘરમાં રહેતી હતી. પણ પછી અગવડ પડી એટલે ઘરથી દૂર હોસ્ટેલમાં જતી રહી.

લોપા, લોકેશ સાથે રહેવા જવાના સમાચાર મમ્મીને આપી રહી હતી. મમ્મી વિચારમાં પડી, પપ્પાને આ વાત કઈ રીતે કહેવી. ૨૧મી સદીના માતા અને પિતા હોવા છતાં આવું વર્તન અણછાજતું લાગ્યું.

રાતના પપ્પા આવ્યા, જમીને બેઠા હતા, ત્યાં મમ્મી એ વાતની શરૂઆત કરી. લાજા ના મુખ પર શરમનું નામોનિશાન ન હતું. પપ્પાએ ધીરજપૂર્વક બધી વાત સાંભળી. લાજોએ મમ્મીને કહ્યું હતું, પપ્પાને એ પોતે જણાવશે. શાંતિથી પપ્પાને સફાઈ પૂર્વક જણાવી રહી હતી.

‘પપ્પા મારી પેલી શાળાની મિત્ર તો એક છોકરી સાથે રહે છે. છતાં પણ એના મમ્મી અને પપ્પાને વાંધો નથી. ‘તમે ખુશ થાવ કે હું લોકેશ સાથે રહેવાની છું’.

‘એ જ તો વાંધો છે’!

કાલે ઉઠીને  સમાચાર આપે કે ,’પપ્પા તમે નાના બનવાના છો ‘! તો મારે શું કરવું ?

‘પપ્પા એવી નોબત નહી આવે’.

‘તને કેવી રીતે ખબર પડી ?’

‘અમે બંને એ ગોળી ચાલુ કરી દીધી છે’. નામ હતું લાજો , કિંતુ લાજને અને લાજોને બારમો ચંદ્રમા હતો.

એક પછી એક સમાચાર આપી રહી હતી. પપ્પાને ચૂપ રહેવામાં ડહાપણ લાગ્યું. પ્રતિક્રિયા રૂપે તરત જવાબ નહોતો આપવો.

‘બેટા આપણે રવિવારે નિરાંતે વાત કરીશું, અત્યારે આખા દિવસનો મને થાક લાગ્યો છે’. કહી સુવા ચાલ્યા ગયા. મમ્મીને તો કશું કહેવું જ ન હતું. આખી રાત બંને પતિ અને પત્ની વિચારી રહ્યા. આપણી

કેળવણીમાં ક્યાં ખામી આવી ? બંને દીકરીઓ ૨૧મી સદીના રંગે રંગાયેલી છે. લાડ ભરપૂર કર્યા હતા.

છૂટ પણ આપવામાં કમી રાખી ન હતી. બાળપણમાં દીકરી ને કેળવવાની હોય તે સમયે પોતે જલસા કરવામાં મશગૂલ હતા. ક્યારે બંને દીકરીઓ જુવાન થઈ ગઈ ખ્યાલ ન રહ્યો.

રવિવાર ઘોડે ચડીને આવી ગયો. લાજો થનગનતી હતી. લોપા તો હવે હોસ્ટેલમાં રહેતી હતી, પણ આજે ખાસ પપ્પા ના વિચારો જાણવા આવી હતી. ગરમ નાસ્તો અને ચા આવ્યા.

‘પપ્પા તમારો શું ખ્યાલ છે ‘?

પપ્પા એ આવા સીધા સવાલની આશા રાખી ન હતી. પ્રશ્ન આવ્યો એટલે જવાબ તો આપવો રહ્યો.

” બેટા તમે બંને હવે ઉંમરલાયક થઈ ગયા છો. તમારી રીતે જીવવાનો તમને હક છે. “.

બંને બહેનોને પપ્પા ખૂબ સમજદાર લાગ્યા. ”

પપ્પાએ પછી જે કહ્યું, તે સાંભળીને તેમના હોશ કોશ ઉડી ગયા.

ખૂબ શાંત અને ગંભીર મુદ્રા રાખી પપ્પા એકધારું બોલી રહ્યા હતા. તેમની વાણી ને વિરામ સ્થાન પ્રાપ્ત ન થયું. જ્યારે પોતાનું તેમજ મમ્મીનું મંતવ્ય જણાવી રૂમની બહાર નીકળી ગયા ત્યારે લોપા અને લાજો તેની છાયા માંથી બહાર આવ્યા. બંને દીકરી પપ્પાને ખૂબ વહાલી હતી.

પપ્પા તેમના વર્તનથી ખુશ ન હતા તે સંદેશો મળી ગયો.

હવે બોલ તેમના પાલામાં હતો, ફટકારવો કે કેચ કરવો તેમણે નક્કી કરવાનું હતું  ?

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED