આજની યુવા પેઢી ની Marriage વિષેની વિચાર ધારા Jas lodariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજની યુવા પેઢી ની Marriage વિષેની વિચાર ધારા

For all those times you stood by me
For all the truth that you made me see
For all the joy you brought to my life
For all the wrong that you made right
For every dream you made come true
For all the love I found in you
I’ll be forever thankful baby
You’re the one who held me up
Never let me fall
You’re the one who saw me through through it all...

Singer: Celine Dion
Album: Power Of Love

પ્રેમમાં ઘણી તાકાત હોય છે , સમજ હોય છે, સહનશીલતા હોય છે, જે વસ્તુ અસંભવ હોય તે પણ કયારેક સંભવ બની જાય છે..

પરંતુ આજની યુવા પેઢી એ આ વ્યાખ્યા ને જ બદલી નાખી.. કેમકે એમના વિચારો એમને બાંધવા નથી માગતા પરંતુ મુક્ત મને વિચારવાનું કહે છે જે Marriage મા નથી થતુ.. Marriage કોઈ બંધન નથી પરંતુ તમને કોઈ ને સાથે બંધાતો સંબંધ છે જે તમારી સાથે જીવે છે અને સાથે જ મરે છે..

આજકાલ લગ્ન માટે વિવિધ શરતો હોય છે તેમની પસંદ- ના પસંદ બધુ જ વિચારી ને આગળ જવાનો નિર્ણય હોય છે. ને એમાં પણ ઘણા લોકો નિષ્ફળ રહે છે.. આ બધા જ કારણ થી લોકો હવે લગ્ન પ્રથા થી દુર જઈ રહ્યા છે.

આજકાલ યુવાનો પહેલા કરિયર બનાવા ચાહે છે અને કયારેક એની સાથે એમની લગ્ન ની ઉમર પણ જતી રહે છે. અને સમય સાથે એમની ડિમાન્ડ વધતી જાય છે અને commitment ઓછુ થતુ જાય છે. એ લગ્ન ને એક જવાબદારી નહિ પરંતુ એક બોજારૂપ સમજવા લાગ્યા છે.

સૌથી મોટુ પરિબળ હોય તો એ છે Western Culture...
આજકાલના સમય મા દેખાદેખી વધી ગ ઈ છે. જેનુ અનુકરણ હવે બધાના જવનમા આવી ગયુ છે.

વધતા જતા છુટાછેડા.. અત્યારે જોડાવા ની સાથે છુટાછેડા નુ પ્રમાણ પણ વધી ગયુ છે જેની અસર યુવાનો પર થાય છે. આજકાલ લોકો મા સહનશીલતા ને સમજ ઓછી થતી જાય છે અને એના લીધે અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જો આવી નાનીમોટી સમસ્યાઓ ને હલ કરી ને લોકો લગ્ન જીવન ટકાવી રાખે તો અનેક પ્રકારની સમસ્યાઓ થી બચી શકાય. અને લગ્ન જીવન ની ખોટી માન્યતા ને દુર કરી શકાય.

પતિ-પત્નીને તેમના સહજીવન દરમિયાન વાંત જોવો બહુ સહેલો છે પરંતુ એકબીજાએ શું કર્યું છે, કયા ગુણ છે તે જલદીથી જોવામાં કે ધ્યાનમાં લેવામાં આવતું નથી આપણા દુ:ખ માટે આપણે પોતે કેટલાં જવાબદાર છીએ તે જોવું જોઈએ. જીવનને સુખમય બનાવવા પ્રયત્નશીલ રહો. જેમ બને તેમ જીવનમાં બનતા પ્રસંગો, જવાબદારીઓ સરળતાથી, હકારાત્મક વલણ સાથે ઉપાડો.

સ્વાર્થવિહીન વલણ અપનાવવું દાંપત્યજીવન માટે ખૂબ મહત્ત્વનું છે. હંમેશાં સાથીને કશુંક આપવાની ભાવના મનમાં રાખવી. નાના-મોટા ઘણાં પ્રસંગો જીવનમાં ઘટતા રહે છે. જેમાં થોડો ત્યાગ કરવાથી તમારા તરફ તમારાં સાથીનો પ્રેમ વધશે. તમારી 'આપવાની' વૃત્તિ ધીરે-ધીરે એવું પરિણામ લાવશે કે તમારા સાથી પણ આ ટેવનો સ્વીકાર કરશે. અને જ્યારે આપવા અને લેવાનું પ્રમાણ સરખું થઈ જશે ત્યારે જીવન સુખના પહાડના શિખરે હશે. પરંતુ લેવા માટે ગુમાવવા કે આપવાની વૃત્તિ ન કેળવશો, વધારે ગંભીર પરિસ્થિતિ સર્જશે.

બદલાતા જતાં સમય અને સંજોગો સાથે તે પ્રમાણે બદલાવાનું શીખો. આનો મતલબ છે જીવન સતત ગતિશીલ છે. તેમાં સતત પરિવર્તનો આવ્યા કરે છે. તેનાથી ગભરાયા વગર કઈ પરિસ્થિતિમાં તમારી જાતે કઈ રીતે રહેવું યોગ્ય છે તે વિચારી તે પ્રમાણે ઘટતું કરવું જોઈએ. લગ્નના પ્રથમ વર્ષે જે પ્રમાણે તમારું જીવન હોય તે પાંચમા વર્ષે અને તે પ્રમાણે દશમા વર્ષે રહેવું જ જોઈએ તેવી જડ માન્યતામાં ન માનતાં સમય સાથે અનુસરે.

દાંપત્યજીવન સરળ બનાવવા માટે એક-બીજાને સારી રીતે સમજવું ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિમાં ભિન્નતા રહેલી હોય છે, જ્યારે દંપતી એકબીજામાં સામ્ય શોધવાની મથામણ કરી રહ્યાં હોય છે. સુથી થવાનો સરળ ઉપાય તો એ જ છે કે તમે તમારી જાતને તમારા સાથી સામે ખુલ્લી કિતાબની જેમ પ્રસ્તુત કરો.જો આ બધી વાતો યુવા પેઢી સમજી શકે તો એમની Marriage વિષે ની ગેરમાન્યતા દુર થઈ જાય.. ને બધા ને લગ્ન જીવન મા આવતી મુશ્કેલીઓ પણ દુર થઈ જાય જેથી જીવન સુખમય બની રહે... 😇😇😇