‘પૂર્ણ અપૂર્ણ.’
પ્રથમ પ્રેમ કહાનીનું પ્રથમ મિલન
પંદર ડિસેમ્બર ૨૦૧૩
અમારાં બંનેના એક કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટી પર
પહેલીવાર મારી હથેળીનું તેના હથેળીમાં લેવું
એકટીવા ડ્રાઈવ કરતી વેળાએ તેનું મારાં હાથને જકડી રાખવું
પહેલું કન્ફેશન અમારાં ચૌદમાં વિડીઓ કોલ્સમાં
અને પહેલું ચુંબન...
પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી
આવી અગણિત,અંનત અને અનહદ ક્ષણો આવ્યાં છતાં
કેમ તેમાં અધુરપ રહી જાય છે એ હું આજીવન ન સમજી શકી
કહાની હટકે છે
છતાં અટકે છે
મારાં મસ્તિષ્કમાં, અધુરપના અંશો ભૂતાવળની
માફક ભટકે છે
હજુએ ગળામાં કોઈ ગાળિયાની માફક ભરાયું છે
કારણ કે, તે તો ઇઝીલી એક્ઝીટ લઇ લીધી'તી
સિફતથી ચાલુ સફરે..
હું તો આજે પણ..
એ નાદાન મુધાવ્સ્થામાં પાંગરેલા પોતીકા પ્રેમને પંપાળું છું,
સાંભરું છું
આજે ત્રણ વર્ષ બાદ....
કોમામાં પડેલા પૂર્વાપર સંબધની પ્રેમકહાની પર ફૂલસ્ટોપ લાગવાની આશ ઉઠી
જયારે તારા માત્ર બે શબ્દનો મેસેજ આવ્યો
‘મળવું છે’
દિલમાં ગિટાર ઝણઝણવા લાગી અને હું ગીત ગણગણવા લાગી
‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ...’
છાતી ઠોકીને ભરોસો હતો કે,
માણસ જુઠો હોઈ શકે મુહોબ્બત નહીં
મને પણ મનમાં એ જાણવાની તાલાવેલી હતી કે
આટલા વર્ષોમાં, કેટલો બદલાયો હશે ? કેમ બદલાયો હશે ?
આજે આપણી લવસ્ટોરીનું ઓફિસીયલી રજીસ્ટ્રેશન થઈને જ રહેશે
આજ એ આશ સાથે તને મળવા બેતાબ હતી
અને અમે મળ્યાં..
આજે હું એ જ વ્હાઈટ સલવાર કુર્તીના આઉટફીટ હતી
જે મેં આપણી અંતિમ મુલાકાતમાં પહેર્યું હતું
તારી પસંદીદા હેઈર સ્ટાઈલ
તને ગમતી અને ભાવતી લીપ્સ્ટીક
મારાં ઘરની બેક સાઈડ પરથી તે મને પીક-અપ કરી અને
લઇ આવ્યો તારા ઘરે
એ ઘરે જે ઘરના ખૂણા ખૂણાથી હું વાકેફ હતી
વિડીઓ કોલના માધ્યમથી ત્રણ વર્ષ પહેલાં
એ ઘરમાં પ્રથમ વખત પગ મૂકતાં હું રોમાંચિત થઇ ગઈ
તું તારો બેડરૂમ બતાવે એ પહેલાં જ મેં તે શોધી કાઢ્યો
ફૂલ લેન્થનો મિરર
બ્યુ લાઈટ
ઓફ વ્હાઈટ વોલ્સ
અને મરુન કર્ટન્સ
બધું જ બેહદ રોમાન્ટિક
આટલા વર્ષોના સન્નાટાને તે એક સેકન્ડમાં ભરી દીધો
જયારે મારી સામું સ્મિત કરી બસ તું તાકતો રહ્યો
હું તે દિવસે અનહદ ખુશ હતી
તે મને આલિંગનમાં જકડી, પહેલાંની માફક
મારો હાથ પકડ્યો. પહેલાંની માફક
ખુબ મજાક મશ્કરી કરી અને મારાં માટે મારી ‘મિલ્કીબાર’ ચોકોલેટ્સ પણ લાવ્યો
પહેલાંની માફક
ભૂલ્યા વગર
તે દિવસે તે મારો હાથ જરા દબાવીને પકડ્યો હતો..
પણ...
તારી આંખો તે દિવસે મને કોઈ અજાણ્યાનો અણસાર આપી રહી હતી
તું મારી જોડે નજરો નહતો મિલાવી શકતો..
કયારેક ડાબી તો કયારેક જમણી તરફ સરકી જતી’તી
તારી આંખો
તું કંઇક અસમંજસમાં હતો
કશું કહેવું હતું પણ તું કહી નહતો શકતો.
હજુ હું કશું પુછુ એ પહેલાં તું મારી નજદીક આવ્યો..
અને..
હળવેકથી તારી હથેળીને મારી ગરદન પાછળ સરકાવી અને
મને એક ઝટકા સાથે તારી નજીક ખેંચીને
ચોડી દીધું મારાં હોઠો પર એક તસતસતું ચુંબન..
એ રીતે જેમ પહેલીવાર તે મને ચૂમી હતી
મારું રોમે રોમ પ્રચંડ રોમાન્સથી રોમાંચિત થઇ ઉઠ્યું
પણ..
આ વખતે તારું ચુંબન દીર્ધથી પણ દીર્ધ થતું ગયું..
અને તારી હથેળી...
ગરદન પરથી સરકતી સરકતી
મારાં એક એક અંગો પાંગને સહેલાવી રહી રહી હતી
અને તારા હોઠ મારી છાતી સુધી..
અને..
એટલી જ ત્વરિતતાથી તું મને બિસ્તર પર લાવી ચુક્યો હતો
બ્લ્યુ લાઈટ્સ ઓફ થઇ ચુકી હતી
મને... મને અચાનક આ બધું ગૂંગળાવવા લાગ્યું..
આજ સુધી જેટલી વાતો તે હોઠોથી નહતી કરી
એથી વધુ વાત તું મારા જીસ્મ સાથે કરી રહ્યો હતો
મને એવું લાગી રહ્યું હતું કે,
તું મારાથી કશું ચાહતો હતો પણ
મને નહીં
તું લગભગ મારી પર સવાર થઇ ચુક્યો હતો
તું મારાં બદનને એક ખુલ્લી કીત્તાબ સમજીને
તેના પર તારા ઘેરા રાઝ લખતો રહ્યો
છોળો ઉડાળતી સ્યાહીના દાગ
મને મારા તન પર લાગેલાં કોઈ ઘેરા ધબ્બા જેવાં લાગ્યાં
એક એવાં દાગ જેણે હું કયારેય નહીં મિટાવી શકું
એ સમય દરમિયાન મારી નજર ખોડાઈ રહી, છત પર
બહારથી શાંત પણ અંદર ધમાસાણ યુદ્ધ ચાલતું હતું
હું તારામાં મારો ભૂલાયેલો પ્રેમ શોધવા આવી હતી
તું.. તું આ રીતે તો પ્રેમ નહતો કરતો..
તું તો નજર સાથે નજર મિલાવીને પ્રેમ કરતો’તો
આ આટલો આવેગ આવ્યો ક્યાંથી ?
ગમવાની રીત બદલી અને ગતિ કેમ વધી ?
તું તો લોંગ ડ્રાઈવને ઈશ્ક કહેતો’તો
આ ત્રણ વર્ષમાં તું ખુબ બદલાઈ ગયો
મેં તને કહ્યું’તું કે,
તું મને બાળકની જેમ સાચવજે..
આ પળમાં તે મને રાખી તો ખરી પણ
મારું બચપણ વીખી નાખ્યું
હું આહત એ વાતથી હતી કે,
આવો પણ હોય પ્રેમ ?
અને તું કરી શકે આવો પ્રેમ ?
કહેવાય છે કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો
તેના સંગાથમાં સમયનું ભાન નથી રહેતું.. પણ,
એકવીસ મિનીટ અને સાડત્રીસ સેકંડની યાતના..
એ એક એક ક્ષણમાં હું સેંકડો મોત મરતી રહી
ત્યાં.... અચાનક અવાજ આવ્યો..
મારા મોબાઈલની રીંગ રણકી
મમ્મીનો કોલ હતો
કાયમ મારી મમ્મી મારો અવાજ બનીને ઉભી રહે..
પણ
આજે મમ્મી પણ મોડી પડી
પણ એ કોલની રીંગ પછી તું થંભી ગયો..
પણ તું તારી જાતને રોકે ત્યાં સુધીમાં
હું ભૂલી ચુકી હતી કે તું કોણ છે ? પ્રેમ શું છે ?
છતાં જાતને સમજાવ્યું કે આ પ્રેમ જ છે
દિલ વગર ડીલ સાથેની રમતનો હું કયારેય સ્વીકાર ન કરું
કદાચ હું જાતને ધિક્કારવા લાગત
ત્યાં તે કહ્યું કે,
‘હું તને ઘરે ડ્રોપ કરી જાઉં’
હું ખુશ થઇ ગઈ
એકટીવા પર નહીં પણ. બાઈક પર
એ બાઈકને ત્રણ વર્ષ પહેલાં જોયું હતું, વિડીઓ કોલ્સમાં
બાઈકની બેક સીટ પર બેસતાં મેં કહ્યું
‘એકવાર મારો હાથ પકડી લે ને, પહેલાની માફક.’
તારા જવાબે મારી જિંદગી બદલી નાખી, તે કહ્યું
‘પાગલ છો ? આ એકટીવા નથી બાઈક છે, હાથ પકડવો શક્ય નથી.’
આ જવાબ હું ત્રણ વરસથી શોધી રહી હતી.
રાઈટ.. આ પ્રેમ નથી.. આ તો મોર્ડન લવ મેકિંગ પ્રોસેસ છે
પ્રેમ નથી..
આ પ્રેમ હોઈ જ ન શકે
એ રાત્રે પ્રેમને હું પ્રશ્નાર્થ બનાવીને ઘરે આવી ગઈ
એ પછી મેં ઘણાં પ્રયત્નો કર્યા તારી જોડે સંવાદ સાંધવાના
મારે કહેવું હતું કે,
‘હું સમજી ગઈ કે આ પ્રેમ નથી’
‘આવું નહતું થવું જોઈતું’
‘આ રીતે મારું દિલ ન તૂટે’
ફરી પ્રેમ...? ખુબ ગુસ્સો કર્યો અફ્કોર્ષ જાત પર જ.
હું રીતસર ભાંગી પડી,
તૂટી ગઈ
તે મારાં કોઈપણ સંદેશનો પ્રત્યુત્તર ન આપ્યો..
તને ખ્યાલ હતો કે આ પ્રેમ નથી
પણ, હાં, મને સમજવામાં મોડું થયું
અલ્મોસ્ટ આ ચેપ્ટર હવે ક્લોઝ થઇ ચુક્યું છે
હું એટલું શીખી કે,
ક્યારેય જિંદગીમાં સઘળું ગુમાવ્યા બાદ એવું લાગે કે,
હવે આ કહાની પર મક્કમ થઈને
પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ
પણ વાસ્તવમાં એ સ્ટોરી પર આપણી જાણ બહાર
એક મુદ્દત પહેલાં ફૂલસ્ટોપ લાગી ચુક્યું હોય છે
પણ દર વખતે વારંવાર વાર્તામાં બદલાવ લાવીને
અફસોસ જનક અંત સાથે સમાધાન કરવા કરતાં
હું અલ્પવિરામ મુકવાનું વધુ પસંદ કરીશ
કારણ કે કાયમ પૂર્ણવિરામ મુકવાથી સ્ટોરીનો હેપ્પી એન્ડીંગ નથી આવતો.
વિજય રાવલ
૨૦/૦૮/૨૦૨૨