Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૫

"તમે બહુ બદલાઈ ગયા છો હા....પહેલાં કરતાં!"- હળવા મૂડમાં જોઈને નયને માયાને કહ્યું.

"કેમ? પહેલા કેવી હતી?"- માયાએ સામે સવાલ પૂછ્યો.

"આપણે બહુ ઝગડતા હતા ને લાસ્ટ ટાઈમે?"- નયને એને જૂની યાદ તાજી કરાવી.

"હા... એ તો સમય સાથે બધું બદલાઈ જાય!"- માયા થોડી ગંભીર થઈને બોલી.

"એક વાત પૂછી શકું? જો તમને ખોટું ન લાગે તો!"- નયને એને જરાક શાંત અવાજથી પૂછ્યું.

"બોલો ને! મને શું ખોટું લાગવાનું?"- માયાએ જાણે વાતને સ્વીકારી હોય એમ કહ્યું.

"તમે હજી સુધી મેરેજ કેમ નથી કર્યા?"- નયને સીધો સવાલ પૂછી લીધો.

"કોઈ ખાસ કારણ છે, જેથી હવે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો!"- માયાએ એની સામે જોતા કહ્યું.

"કોઈ ખાસ કારણ મતલબ?"- નયને એની આંખમાં આંખ મિલાવી પૂછ્યું,માયાની આંખમાં ઝળહળીયા આવી ગયા, એને મોઢું ફેરવી લીધું.

"કશું નહિ!"- માયા બોલી.

"મને એક મિત્ર તરીકે તમારી વ્યથા જણાવી શકો છો, ટ્રસ્ટ મી...!"- નયને એને સાંત્વના આપતાં કહ્યું.

"હમ...હું કોઈને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ મારો પ્રેમ એને પામવામાં અસફળ રહ્યો!"- માયાએ આંસુ લૂછતાં કહ્યું.

"આઈ મીન એકતરફી હતો તમારો પ્રેમ?"

"હા...હું જેને ચાહતી હતી એના લગ્ન થઈ ગયાં અને મે મનોમન એને મારો જીવનસાથી બનાવી લીધો હતો, માટે હવે એકલી જ રહીશ!"

"પરંતુ એકલા જિંદગી કેવી રીતે જશે?"

"એટલે તો સમાજસેવામાં મારું મન ફેરવી લીધું!"

"તો પણ....!"

"તમે નહિ સમજી શકો...તમે તો લગ્ન કરીને પોતાનો સંસાર વસાવી લીધો છે...મારી જગ્યાએ તમે હોત તો તમે પણ એકલા જ રહેવાનું પસંદ કર્યું હોતે!"

"હા કદાચ....પરંતુ હું પણ એકલો જ છું હવે તો!"- નયને નિસાસો નાખ્યો.

"મતલબ?"- માયાએ નયનના આ વાક્ય સાથે જ અચંબિત થઈને એને પૂછ્યું.

"મતલબ...મારા લગ્ન તો થઈ ગયા હતા પરંતુ લગ્નજીવન ટકી ના શક્યું, મે ડિવોર્સ લઈ લીધા છે બે વર્ષ પહેલા!"- નયને એની વાત કહી, માયાને જાણે સરપ્રાઇઝ મળ્યું હોય એમ મનોમન ખુશ થઈ ગઈ, પરંતુ આ વાત પર એ એની ખુશી જાહેર કહે એ એને યોગ્ય ના લાગ્યું.

"ઓહ... સોરી....!"- માયાએ એને વળતો જવાબ આપ્યો.

"યા....મારી જ ભૂલ હતી કે લાલચી બનીને મે સબંધને પૈસે તોલી નાખ્યો, જેને હું પ્રેમ સમજતો હતો એ પ્રેમ નહિ માત્રને માત્ર સ્વાર્થ હતો!"-

"એ તો જીવન છે, ચડાવ ઉતાર આવ્યા રાખશે, કશું નહિ બધું ભૂલીને આગળ વધવાનું!"- માયાએ એને સાંત્વના આપી.એકબીજાના મનની વાતોને પ્રગટ કરીને બન્નેએ પોતાના મનને હળવા કર્યા, આજે તેઓ એક હમદર્દ બનીને ઊભા રહ્યા.

તેઓ એકબીજાની ભાવનાઓને સમજી શક્યા પરંતુ વ્યક્ત કરી શકતા નહોતા, એક અદૃશ્ય દીવાલ એમની સામે આવીને ઊભી રહી ગઈ હતી, તેઓને એકબીજા માટે જે ફિલિંગ હતી એનો ઈઝહાર કરવા માટે તેઓ મનોમન આતુર હતા પરંતુ શબ્દ બનીને બહાર આવી શકતું નહોતું, એના માટે શ્યામા અને શ્રેણિક કોઈ ભાગ ભજવે તો થાય!

તેઓ ઘર સુધી પહોંચ્યા, શ્યામા રાહ જોતી એને જોઈ રહી હતી, એની આંખ જરાક સુઝેલી હતી એને અણસાર આવી જ ગયો હતો કે નક્કી કોઈ વાત થઈ હશે બન્ને વચ્ચે, તેને તરત જ માયાને પૂછ્યું, "શું થયું?"

"કઈ જ નહિ..કેમ?"- માયાએ એને નજર છુપાવતા જવાબ આપ્યો.

"નયનભાઈ શું થયું માયાને?"- શ્યામાએ નયનને પૂછ્યું.

"મને શું ખબર? તમારી બેનપણી છે તમે જ પૂછી લો!"- કહીને એ બહાર જતા રહ્યા.

"લાગે છે ઝઘડ્યા હશે પહેલાની માફક!"- કહીને શ્યામાએ બધાની સામે વાતને મજાકમાં લઈને હસી કાઢી, વાસ્તવમાં વાતની ગંભીરતા ચકાસીને બન્નેને યોગ્ય નિર્ણય લેવડાવામાં શ્રેણિક અને શ્યામા ગડમથલ કરી રહ્યા હતા, કોઈ સરખો સુઝાવ મળી રહ્યો નહોતો અને લગ્નના દિવસો સાવ નજીક હતા, લગ્ન બાદ તેઓએ હનીમૂન પર જવાનું હતું માટે સમય સાવ ઓછો! એમાંય આ બન્ને નાના બચ્ચાંઓ જેવું વર્તન કર્યા કરે!

ક્રમશઃ