પ્રેમ ક્ષિતિજ - ભાગ-૨ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૨

મેડી આગળ આવીને ઉભેલા હેમલરાયે સરલાને બૂમ પાડી, "સરલાવહુ, શ્યામા તૈયાર છે ને?"
દર વખતે સવાલ પૂછતાંની સાથે જવાબ આપવાવાળી સરલાનો કોઈ જવાબ આવ્યો નહિ, હેમલરાયને જરાક અકળામણ થવા માંડી, એ નીચે ઊભા આઘાપાછા થવા માંડ્યા, બાજુમાંથી જતાં પ્રયાગને એમણે અટકાવ્યો, " ભઈલા, જરા એક ટાપુ કર ને!"
"જી દાદાજી, શું કરવું છે તમારે?"
"જરા, ઉપર તારી મમ્મી શ્યામાને તૈયાર કરવા લઈ ગઈ છે, જોતો આવને શું ચાલી રહ્યું છે?"
"જી ભલે!" - પ્રયાગે હાથમાં રહેલા ઓશિકા નીચે મૂક્યા ને એ પગથિયાં ચડીને મેડીએ પહોંચ્યો.
મેડીએ જતાની સાથે જ એ ગભરાઇ ગયો, અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ જોઈને એને પાક્કો અંદાજો આવી ગયો કે નક્કી કઈ થયું છે, એ ઉતાવળા પગલે શ્યામની રૂમ તરફ ધસી ગયો અને જોતાં જ એનું મોં પહોળું રહી ગયું, એની આંખો સામેનું દૃશ્ય જોઈ એનાથી ચીસ નીકળી ગઈ," મમ્મી! મમ્મી!"
ધ્યાન એ તરફ ગયું, ચાર પાંચ મોટા મેડીએ એની વહારે ગયા, મહેશે નીચે ઉભેલા હસમુખભાઇને ચિંતા સાથે કહ્યું, " હસુભાઈ, જલ્દી એમ્બ્યુલન્સને ફોન કરો નહિતર ડોક્ટરને!"
" શું થયું મહેશ? કેમ આમ હાફડો ફાફડો થાય છે?"- હેમલરાય ચીંતાસભર એને પૂછી રહ્યા.
" સરલા બેહોશ છે! ખબર નહિ શું થયું છે?"
" અને શ્યામા?" દાદાએ શ્યામાનું તરત જ પૂછ્યું.
" દીદી પણ નથી રૂમમાં!"- પ્રયાગ પાછળ આવીને બધાને કહી રહ્યો.
"શું? શ્યામા ક્યાં ગઈ?"- ગૌરીબેનને ધ્રાસકો પડ્યો.
"પ્રયાગ જરા સરખી રીતે જો, મેડી એ જ હશે!"- દાદાએ એને ફરીથી ચકાસવા માટે કહ્યું .
" દાદા, મે બધે જોયું, દીદી નથી!"- એને નિરાશ વદને કહ્યું.
ઘરમાં ચાલી રહેલી તૈયારીઓમાં અચાનક બ્રેક વાગી ગઈ, બધાનું ધ્યાન આ બાજુ હતું, સૌ શ્યામા ક્યાં ગઈ એ અટકળોમાં અટવાઈ ગયા, ત્યાં તો એમનાં ફેમીલી ડોક્ટર પિનાકીન પરીખ આવી પહોંચ્યા, આજુબાજુની ભીડ જરા હળવી કરી તેઓ મેડીએ પહોંચ્યા ને સરલાને સારવારમાં જોતરાઈ ગયા.
એમને નિદાન કર્યું કે સરલાનું બીપી વધી ગયું હતું એના કારણે ચક્કર આવી ગયા, એક ઇન્જેક્શન આપ્યું ને થોડી વારમાં એને હોશ આવી ગયો, હોશ આવતાની સાથે તે શ્યામા વિશે પૂછવા માંડી.
"સરલાવહુ, શ્યામા તો તમારી ભેગી હતી ને? તમે કેમ અમને પૂછો છો?"- દાદાએ એને પૂછ્યું.
"બાપુજી, હું એને તૈયાર જ કરતી હતી ને એવામાં એની બહેનપણી માયા આવી, ને મને કહેવા લાગી કે બહાર કોઈ બોલાવે છે, ને હું બહાર આવીને અંદર ગઈ ત્યાં તો બન્ને રફુચક્કર થઈ ગઈ!"- સરલાએ એકી શ્વાસે બધી બીના કહી રહી.
"શું? માયા આવેલી?" - ગૌરીએ ઉમેર્યું.
"હા ભાભી, મને તો બીક લાગે છે કે શ્યામા એની ટોળકી સાથે કોઈ નાદાની ના કરી બેસે!"- સરલાએ ઉમેર્યું.
" શાંત થઈ જા મમ્મી, અમે છીએ ને! શ્યામા અહી જ ક્યાંક હશે ગામમાં! શોધી લાવીશું હમણાં જ!"- પ્રયાગ સાથ આપતા બોલ્યો.
"ભલે, તો જા પ્રયાગ, જોડે ભાર્ગવ અને મયૂરને પણ લેતો જા!"- બાપુજીએ એને હુકમ કર્યો.
" એક બાજુ મહેમાન આવવાની તૈયારી અને આ છોકરી આવી નાદાની શેને કરે છે?"- વિમલસિહ બોલ્યાં.
" આ બધાની લાડકી એટલે ફાટે છે! એને લાડ લડાવવામાં ક્યાંક આબરૂ ના જતી રહે કોઈ વાર!" ગૌરીએ બળાપો કરતાં કહ્યું.
"જે હોય એ પછી જોઈશું, છોકરાઓ ગયા છે ને! મહેમાનની તૈયારીઓ ચાલુ રાખો, મને વિશ્વાસ છે શ્યામા પર!"- હેમલરાયે બધાંને અપીલ કરી, ને એમની વાત એટલે સૌને માન્ય જ રહે!
આ બાજુ છોકરાઓએ ગાડીને સેલ માર્યો ને શ્યામાની શોધ આદરી, નાનકડું ગામ એટલે ફરી વળતાં વધુ વાર લાગે એમ નહોતી, તોય તેઓ ઉતાવળે નીકળ્યાં!

ક્રમશ: