Prem Kshitij - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૮

જીપ ઘર આગળ આવીને થંભી, એના અવાજની સાથે જ ઘરના બધા બહાર એવી ગયા, એમનાં મનમાં રહેલી ચિંતા જે ઘર કરીને બેઠી હતી એ શ્યામાને જોવા માટેની હતી, આમ કઈ પણ કહ્યા વગર ઘરેથી જુવાનજોધ દીકરી એના માંગાના દિવસે રફુચક્કર થઈ જાય તો ચિંતા થાય એ સહજ છે.
ભાઈઓ ભેગી એને જોતાં જ બધાંને ટાઢક વળી, સૌના મોઢાં પર જાણે વરસાદ આવ્યો હોય એવી ખુશાલી છવાઈ ગઈ ને જોડે થોડો ગુસ્સો પણ! થોડો નહિ પરંતુ ઘણો બધો... દાદાનો ગુસ્સો તો અત્યારે સાતમે આસમાને હતો એવું જણાઈ રહ્યું હતું, કોઈ દિવસ શ્યામાને એક પણ શબ્દ વઢે નહિ એવા દાદા આજે ગરમ હતા, આજે શ્યામાએ જે કર્યું એનાથી તેઓ ખૂબ નારાજ થયા હતા, થાય જ ને વળી, એમને ઘડીભર તો એમની આબરૂના ધજાગરા થતાં દેખાઈ રહ્યા હતાં, એમની આખા પંથકની શાખને શ્યામા કાદવમાં ચાગદવા બેઠી હોય એવું લાગી રહ્યું હતું, પણ એને નજર સમક્ષ જોતાં મનમાં હાશકારો તો વ્યાપ્યો પરંતુ ગુસ્સો હજીય મગજમાં તેજ રેસ લગાવીને બેઠો હતો.
ને બીજી બાજુ શ્યામા એની નિર્દોષ આંખો સાથે સૌને જોઇ રહી હતી, જાણે એને કોઈ મોટો ગુનો નાં કરી દીધો હોય એમ! એની હિરણનયનો સૌની આંખો વાંચવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અત્યારે આંખો વાંચવા જતાં ભણવાનું ભૂલી જવાય એવી ઉપાધિ એને ભાસી રહી હતી. એને એના પલાળેલા કપડાં જરા સરખા કરતાં બારણાંની બાજુએથી મેડીએ જવાનો પ્રયત્ન કર્યો પરંતુ દાદાએ એમનાં વજનભેર અવાજ સાથે એને અટકાવી.
"શ્યામા, ઉભી રહે!"
શ્યામા એમનાં અવાજની સાથે ઉભી રહી ગઈ એ પણ કઈ જ બોલ્યાં વગર, એને અણસાર આવી ગયો કે આજે તો એનું આવી બન્યું, એને અજાણતામાં પણ બહુ મોટી ભૂલ કરી દીધી એનો એને દાદાના રૂઆબ સાથે જ આવી ગયો, એ બે ઘડી એકદમ શાંત રહી, જેટલી હતી એટલી બધી હિંમત કરીને માત્ર એક શબ્દ બોલી શકી,"જી!"
"ક્યાં જતી રહી હતી કહ્યા વગર?"- આજુબાજુ એકદમ સન્નાટો છવાઈ ગયો, જાણે શોલે મુવીનો ગબ્બર આવી ગયો હોય એમ!
શ્યામા કઈ જ બોલી નહિ, આમ તો સાવજને પાછી વાળે એવી ચારણ કન્યા જેવી હિંમતવાન હોવા છતાંય અત્યારે સાવ સસલા માફક નરમ પડી ગઈ, એની આ દશા જોતાં બધાંને એની ફિકર થવા માંડી કે શું થશે શ્યામાનું હવે?
"દાદા... શ્યામાની કોઈ ભૂલ નથી, એ હું એને લઈ ગઈ હતી પરાણે..."- આવા માહોલમાં સખીનો સાથ આપવા માટે માયા વચ્ચે પડી.
"મેં તને નથી પૂછ્યું!"- દાદાએ એની સામે આંખો કાઢી, એ એમનો ઇશારો સમજી ગઈ અને ચૂપ થઈ ગઈ.
"દાદા... ઇ કરુણાની વાહે...."- શ્યામાએ હિંમત ભેગી કરીને જીભ ઉપાડી.
"ને અહી શું થયું એની ફિકર સુદ્ધાં છે તને?"
"હું માફી માંગુ છું દાદા....પણ હું ના ગઈ હોતે તો આજે આપણાં ગામની એક વહુ હિરણમાં વહી ગઈ હોતે!"- શ્યામાએ એની વાત રાખી.
"તો કોઈને કહીને જઈ શકાય ને?"- દાદાને શ્યામાની આંખના સચ્ચાઈ જણાઈ, એ જરાક નરમ પડ્યાં, માથે ચડેલો ગુસ્સો કૂણો થયો.
" એટલો વખત નહોતો...અને કહેવા રહેત તો શું તમે કોઈ મને જવા દેતે?"- કહેતાં શ્યામાની ગભરમણ ઓછી થઈ.
" ના તને તો ના જવા દેતે...પરંતુ એને બચાવી લેવાનો રસ્તો તો ચોક્કસ કરી આપ્યો હોતે!"- દાદાએ એને આશ્વાશન આપ્યું.
"પણ મને કંઈ જ ન સૂઝ્યું...માટે હું પોતે એની વહારે દોડી ગઈ...દાદા મને માફ કરશો!હું તમારી ગુનેગાર છું."- શ્યામાએ બે હાથ જોડીને માફી માંગી.
" માફ કરી દ્યોને બાપુજી. એને કોઈની જાન બચાવવા માટે જ તો આવું કર્યું ને!"- ગૌરીએ દાદાને વિનાવતા કહ્યું.
"હા દાદા... દીદીએ સાચું કહ્યું...તેઓ નદી ઘાટે ગયા હતા, ત્યાં બધા ભેગા થયેલા હતા!"- પ્રયાગ બોલ્યો.
"આમેય હજી ક્યાં મહેમાન આવ્યા છે? હવે શેની ફિકર... શ્યામા અહી જ તો છે!"- મહેશ બોલ્યો.
"શું? મહેમાન હજી નથી આવ્યા?"- શ્યામાએ વાતમાં વચ્ચે બોલતાં કહ્યું.
" હા દીકરા! હજી આવવાના બાકી છે તું તૈયાર થઈ જા જલ્દીથી." દાદાએ દીકરા કહીને એને માફ કરી દીધી અને મુસ્કાન સાથે એને ઘરમાં જવાની મંજૂરી આપી, પરંતુ મહેમાન હજી સુધી ઘરે નથી પહોંચ્યા એ સાંભળીને શ્યામા નવાઈ પામી ગઈ.
"પરંતુ એમની ગાડી એમને તો રસ્તામાં મળી હતી, અત્યાર સુધી તો પહોંચી જવા જોઈએ!"- શ્યામાએ સમયનો ક્યાસ કાઢતા કહ્યું.
"શું? તે એમને રસ્તામાં જોયા?"- ગૌરીએ પૂછ્યું.
"હા મમ્મી, અને એમને રસ્તો પણ પૂછ્યો...ને આ માયાડી એમાં બેઠેલા કોઈની જોડે બાખડી પણ પડી!'
"સત્યાનાશ થાય માયાડી તારું...જ્યાં જાય ત્યાં ઝગડા જ આદરવા હોય તારે તો..."- ગૌરીએ એને ભાંડવા માંડ્યું.
"એ હય... ઈ લોકો વયા તો નહિ ગયા હોય ને?"- રમિલાએ વચ્ચે નકારાત્મક સુર રેડ્યો.
"ચૂપ થાઓ રમીલા વહુ...આવી જશે..મને વિશ્વાસ છે.." દાદાએ સૌને સાંત્વના આપી.

ક્રમશઃ
જુઓ આગળના ભાગમાં....
ક્યાં ગયા છોકરાવાળા...
ક્યાંક રમીલાની વાત સાચી તો નહિ પડે ને?
કે પછી દાદાનો વિશ્વાસ પાક્કો છે....?










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED