Kone bhulun ne kone samaru re - 124 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 124

કાર્ડ બની ગયા બીજે દિવસે ત્યારે ચંદ્રકાંત ફરીથી ખાડીલકર રોડ આવ્યા...પૈસા ચુકવી રબ્બર સ્ટેંપલેટર પેડ લઇને રમેશભાઇને દેખાડવા ગયા...

"અરે વાહ સંધવી તેંતો લેટરહેડ વિઝીટીંગ કાર્ડ બનાવી લીધા ? બહુ ...સરસ...એક હું રાખી લઉંછુ... નામ પણ અજીબ રાખ્યુ છે યોસ...!!!??વાહ ચા પીવી છે?..બહુ સરસ ચા બનાવે છેગોવીંદ..."

અંતે ચાર રુપીયાની ચા ખરીદીને પીવડાવવાથી અડધી અડધીની ચાની દુનિયામા ચંદ્રકાંતે રમેશ સાથેપ્રવેશ કર્યો...

બજારમા ઉંચી ક્વોલીટીની નવી ડીઝાઇનની ફાઇલો કોણ રાખે છે ?કેવી બને છે શું નવીનતા છે..?ત્યારેપહેલી સ્પ્રીંગ ફાઇલ જોઇ જે જાડી મોંધી બોક્સ ફાઇલની અવેજીમા વપરાય પણ તેની સ્પ્રીંગ એટલીકડક રહેતી કે પતલા (મેનીફોલ્ડ...!!)કાગળો ફાટી જતા હતા..એક સેંપલ ફાઇલ ખરીદી લીધી..તોબીજી જગ્યાએ ગોદરેજની ડ્રોઅર માં સ્લાઇડ થતી ફાઇલ ઉપાડી આમ મેથોડેક્સ અને કોંટેસા ફાઇલોપણ સેંપલમા ખરીદી લીધી...કાગળ અને કાર્ડબોર્ડ કે પુંઠાની ફાઇલોથી આગળ નાતો જોડાવાનોહતોએ તો કાળનો સંકેત હતો...

સાંજે બહુ બધી જાણકારી મેળવી ચંદ્રકાંત બોર્ડીંગે પહોચ્યાં ત્યારે એક મોટો ભુકંપ તેની રાહ જોઇ રહ્યોહતો.ટ્રસ્ટીમંડળે ઉગ્ર બોલાચાલી પછી નિર્ણય લીધો હતો કે લીએ અને એલ એલ બી કરનારા કોઇભણતા નથી પણ ભણવાને બહાને નોકરી કરે છે અને બોર્ડીંગમા રહે છે.બીજા નવા વિદ્યાર્થીઓને કારણ સર એડમીશન મળતુ નથી માટે તમામ આવા વિદ્યાર્થીઓ ને વારંવાર સી. મા નાપાસ થઇનેબોર્ડીગના જમાઇરાજો..તમામને એક મહીનામા બોર્ડીંગ ખાલી કરવાની નોટિસ મળી ગઇ .સહુને માથેવીજળી પડી હતી .( આજે કપોળ બોર્ડીંગ નોનકપોળ વિદ્યાર્થીઓથી ઉભરાઇ રહી છે ...!!! આવુ અમરેલી સહિત તમામ કપોળ બોર્ડીંગમા બન્યુ છે આડ વાત આજે પણ ખૂંચે છે..)

જમીને ચંદ્રકાંત ઉપર પહોંચ્યા...સામે વિલા મોઢે હરીશ બેઠો હતો અનિલને કોઇ ફરક નહતોપડતો..એને તો ઢળવુ તુ ને ઢાળ મળી ગયો હતો...તેના મામા તેને મુંબઇના કામકાજમા પલોટવા તૈયારબેઠા હતા..હરીશ કપોળની એક માત્ર છાપરી સમા વોરા નટવરલાલ શામળદાસની ૯૪ નગીનદાસમાસ્તર રોડ ફોર્ટની ઓફિસમા રાતવાસો કરવાનો હતો દિવસે ત્યાંજ નોકરી કરવાની...

ચંદ્રકાંતનું શું..? બહુ તપાસે જાણ્યુ કે રુઇઆ કોલેજની બાજુમા રુઇઆ હોસ્ટલમા શેરીંગ બેઝ ઉપરઆફ્રીકાથી આવેલા કરોડપતી બાપના એક માત્ર સંતાન રાજુ પટેલ સાથે રહેવા મળવાનુ હતુ જમવાનુકાલબાદેવીમા પ્રિંસેસ સ્ટ્રીટમાં કપોળો માટેની બારભાયા ક્લબમા બપોરે/ સાંજે જમવાનુ મળે ત્યાંકુપન લઇ લેવાની હતી..ચંદ્રકાંતને માત્ર સંજોગો જેમ લઇ જાય તેમ જવાનું હતુ..હવે વહેતા રહેવાસિવાય બીજો કોઇ ઉપાય નહોતોબહુ મુશ્કીલથી ઓફિસોમા ભટકીને વર્ક મેમરી કન્ટ્રોલ સીસ્ટમવેંચાતી હતી જેમા મોટી મલાઇ જીતુ જનરલ સ્ટેશનરી ધનજી સ્ટ્રીટ મારી જતો હતો પણ ચંદ્રકાંતલાચાર બેબસ હતા...

"જીવન ચલનેકા નામ ચલતે રહો સુબહો શામ..."ચંદ્રકાંત ભટકતા રહ્યા...રવીવારે મોટીબહેન બનેવીનેમળે ત્યારે તને ગંધ પણ આવવી જોઇએ કે મારો ભાઇ સવારે રેલ્વેની પંદર પૈસાની ચા અને બે પાંઉખાઇ આઠ આનામા સવાર પાડે છે...કુપનથી જમવામાં પણ એક ટાઇમ જમવાનુ એક ટાઇમ માટુંગામામણીની રુઇઆ પાંસેની ઇડલીની પ્લેટ ઉપર ગ્લાસભર પાણી..જાતે કપડા ધોવાના ધડી કરીને ઓશીકાનીચે રાખી દેવાના...કપડાધોવાના સાબુથી નહાઇ લેવાનુ... બહુ મુશ્કીલથી બે મહિના રુઇઆમાંરહેવા મળ્યુ ત્યાં મહીના પુરા થયા એટલે લો કોલેજની ફી ભરવાની હતી...હવે..?જો કપોળબોર્ડિંગમાં રહેવા મળે તો લો કોલેજમા બીજું સીમેસ્ટર ભણી શકાય તેમ હતું .હવેજ્યારે કપોળબોર્ડિંગેચંદ્રકાંતને રવાના કરી દીધા એટલે

ચંદ્રકાંતે એક સીમેસ્ટર ભરીને ન્યુ લો કોલેજને રામ રામ કરી દેવા પડ્યા . મનની અંદર વિશ્વાસ હતોકે પોતાની વાક્છટા લોજીક તર્ક કરવાની આવડત તેને સારા વકીલ જરુર બનાવી શક્ત પણ હાયકિસ્મતે તેને ફરીથી ધોખો દીધો ,ત્યારે વકિલ થવાના સપનાની લાશ હવે જમીનમાં ધરબાઇગઇ...બોર્ડીંગ ગઇ કોલેજ ગઇ અને બે મહીને માંડ રુઇઆ હોસ્ટેલ રહ્યાં ત્યાં પણ ખાલી કરવી પડીત્યારે રાજુ પટેલ પાંસે ચંદ્રકાંત પહેલી વાર તુટી ગયા. આજે મુક્ત રીતે રડતા રડતા કિસ્મતની વાતકરતા રહ્યા..."

ચંદ્રકાંત મારા પપ્પાએ મને જો પાછો નૈરોબી બોલાવ્યો નહોત તો તારા જેવા દોસ્તને છોડત નહી.મારેમુંબઇ સેટ થવુ હતુ તને મારા ફ્લેટમાં મફત રાખત પણ આઇ એમ સોરી...યાર

સાંજે રાજુએ નૈરોબીની જાહોજલાલીની વાતો કરી ત્યાંના તેમનાં કુટુંબના તેજાનાના વેપારની વાતકરી અને સ્વાહીલીભાષા ત્યાંના નિગ્રોની વાત કરતા રહ્યા છેલ્લી સવારે ચંદ્રકાંતે અને રાજુનીફીલ્ટર કોફી ઇડલીની પાર્ટી માણી "ચંદ્રકાંત મારો સામાન તો પેક થઇ ગયો છે .આજે સાંજનીફ્લાઇટમા નિકળી જઇશ પણ મારે તને એક યાદગારી આપવી છે...પ્લીઝ ના નહી કહેતો..

રાજુનુ પાંચઇંચનુ જાડું ફોર્મનુ ગાદલુ ...દેખાડ્યુ...હવે શેતરંજી ઉપર નહી આના ઉપર સુવાનુ તારે. જ્યારે ગાદલા ઉપર સુતો હોઈશ ત્યારે તું મને બહુ યાદ આવીશ.”

પહેલી વખત રાજુ પણ ભેટતી વખતે રડ્યો...

ગાદલુ ચાલીસ વરસ જીવની જેમ રાખીને ચંદ્રકાંત તેના ઉપર સુતા સુતા બહુ રડ્યા છે.. સમયેચંદ્રકાંત પાંસે એકજ લકઝરી હતી કે ગાદલે સુઇ શકતા હતા.

"યે આંસુ મેરે દિલકી ઝુબાન હૈ..."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED