Azadi..why not 15th August? books and stories free download online pdf in Gujarati

આઝાદી..૧૫ મી ઑગસ્ટ ના શા માટે?

કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો ભારત દેશ? જાણો...

ઈતિહાસની સાલવારીઓ યાદ રાખવામાં ભલભલા ભારતીયો ગોથા ખાય છે પણ એક તારીખ એવી છે જેને દરેક હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી, આ તારીખ છે 15મી ઓગસ્ટ. 1947ની આ તારીખે ભારત દેશ બ્રિટિશરોની ધૂંસરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો

પ્રસ્તુત છે 15મી ઓગસ્ટ સાથે સંકળાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ હકીકતો

કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો ભારત દેશ?

જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટ સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં માઉન્ટબેટને 15મી ઓગસ્ટ પસંદ કરવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. જ્યારે હિંદને આઝાદ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો એ સમયે ભારતના નેતાઓ સાથેની એક બેઠક બાદ માઉન્ટબેટન પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાને 15મી ઓગસ્ટના રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી દીધી હતી. અને આ રીતે ભારતનો સ્વતંત્રતા દિવસ નક્કી થયો હતો, જો કે એ સમયે દેશના જ્યોતિષોએ આ તારીખને ભાર અપશુકનિયાળ ગણાવીને આ દિવસે ભારતને આઝાદ નહીં કરવાની સલાહ આપી હતી, જો કે આવી વાતોમાં નહીં માનતા નેહરુએ આ ચેતવણીને ગણકારી ન હતી.

બીજા કયા દેશો 15મી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે?

માત્ર આપણે જ નહીં અન્ય ચાર દેશો પણ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ મનાવે છે. આ દેશો છે સાઉથ કોરિયા, બહેરીન અને રિપબ્લિક ઓફ કોંગો. સાઉથ કોરિયા 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનથી આઝાદ થયો હતો, બહેરીન 1971ની આ તારીખે બ્રિટનથી આઝાદ થયું હતો જ્યારે કોંગોએ 1960માં આ તારીખે ફ્રાન્સથી આઝાદી મેળવી હતી તો લૈચટેંસ્ટેઇન 1866માં જર્મનીમાંથી આઝાદ થયો હતો.

સ્વતંત્રતા સંગ્રામનો નાયક જ ગેરહાજર હતા આઝાદીની ઉજવણીમાં

15 ઓગસ્ટ, 1947ના એ દિવસે જ્યારે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર મહાત્મા ગાંધી ઉજવણીથી દૂર પશ્ચિમ બંગાળના એક ગામમાં ઉપવાસ કરી રહ્યા હતા, તેઓ હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના લોહિયાળ કોમી રમખાણોના વિરોધમાં ઉપવાસ કરી રહ્યા હતા.

કેમ પાકિસ્તાન એક દિવસ વહેલા આઝાદ થયું?

બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને આઝાદી દિનની કરાંચી અને નવી દિલ્હી બન્ને સ્થળે થનાર ઉજવણીમાં ભાગ લેવો પડે એમ હતો, અને બન્ને સ્થળે એક જ દિવસે હાજર રહી શકાય એમ નહીં હોવાથી કરાંચીમાં આગલા દિવસે એટલે કે 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, બસ ત્યારથી જ પાકિસ્તાન દર વર્ષે આ તારીખે આઝાદી દિન મનાવે છે.

જ્યારે નક્કી થઈ ગયું કે 15 ઑગસ્ટના રોજ ભારત સ્વતંત્ર થશે તો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો હતો.

પત્રમાં લખ્યું હતું, "15 ઑગસ્ટ આપણે પહેલો સ્વાધીનતાદિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તેમાં તમારા આશીર્વાદ આપો."

જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક ભાષણ 14 ઑગસ્ટની મધરાતે વાઇસરૉય લૉજ (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન)થી આપ્યું હતું, ત્યારે નહેરુ વડા પ્રધાન બન્યા ન હતા.

આ ભાષણ આખી દુનિયાએ સાંભળ્યું હતું, પરંતુ ગાંધી તે દિવસે નવ વાગ્યે સૂઈ ગયા હતા અને એથી તેમણે એ ભાષણ સાંભળ્યું નહોતું.

15 ઑગસ્ટ 1947ના રોજ લૉર્ડ માઉન્ટબેટને ઑફિસમાં કામ કર્યું, બપોરે નહેરુએ પોતાના મંત્રીમંડળની યાદી સોંપી અને પછી ઇન્ડિયા ગેટ પાસે પ્રિન્સેઝ ગાર્ડનમાં એક સભાને સંબોધન કર્યું.

15 ઑગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો નહોતો ફરકાવાયો
દરેક સ્વતંત્રતાદિવસ પર ભારતીય વડા પ્રધાન લાલ કિલ્લાથી ઝંડો ફરકાવે છે, પણ 15 ઑગસ્ટ 1947ના રોજ એવું થયું ન હતું.

લોકસભા સચિવાલયના એક શોધપત્ર પ્રમાણે નહેરુએ 16 ઑગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાથી ઝંડો ફરકાવ્યો હતો.

ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનના પ્રેસસચિવ કૅમ્પબેલ જૉન્સનના જણાવ્યા પ્રમાણે મિત્ર દેશની સેનાની સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઑગસ્ટના રોજ હતી. એથી આ જ દિવસે ભારતને સ્વતંત્ર કરવાનો નિર્ણય લીધો હતો...

ભારત દેશ 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયો, પરંતુ તેનું પોતાનું કોઈ રાષ્ટ્રગાન ન હતું. રવીન્દ્રનાથ ટાગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યું હતું, પરંતુ તે રાષ્ટ્રગાન 1950માં જ બની શક્યું હતું.

Jay Hind.
Jay Bharat.
Vande Mataram🇮🇳🇮🇳🇮🇳

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED