History of the festival of Raksha Bandhan... books and stories free download online pdf in Gujarati

ઈતિહાસ રક્ષાબંધન ના ઉત્સવનો...

ભાઈ અને બહેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ માસ ના પૂર્ણિમા ના દિવસે આ તહેવાર ઉજવવા માં આવે છે. જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મુંબઈ અને કોંકણ જેવા દરિયાકાંઠા ના વિસ્તાર ના હિંદુ માછીમારો દ્વારા દરિયા ની ચોખા, ફૂલ અને નાળિયેર થી દરિયા ની પૂજા કરે છે જેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન ના તહેવાર ને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રક્ષાબંધન ના આ તહેવાર પર બહેન ભાઈ ના કાંડા પર રાખડી બાંધી ને તેને સર્વ પ્રકાર ની રક્ષા કરવા નું વચન માંગે છે. એક તરફ બહેન ભાઈ પાસે થી રક્ષા માટે નું વચન માંગે છે જ્યારે ભાઈ બહેન ને આજીવન રક્ષા માટેનું વચન આપે છે. રક્ષાબંધન પર બાંધવા માં આવેલી દોરી એ ભાઈબહેન ના સંબંધ ને મજબૂત બનાવે છે.

રક્ષાબંધન નો ઇતિહાસ:
રક્ષાબંધન ની શરૂઆત ક્યારથી થઈ તે અંગે ની જાણકારી સંપૂર્ણ પણે પ્રાપ્ત થતી નથી પરંતુ મહાભારત અને રામાયણ ના સમય માં વાર્તા દર્શાવવામાં આવી છે જે નીચે મુજબ છે.

દેવરાજ ઈન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ:
એક સમયે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં હારના પરિણામે, દેવતાઓએ યુદ્ધમાં તેમના તમામ શાહી પાઠ ગુમાવ્યા. પોતાનું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છાથી દેવરાજ ઈન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદની વિનંતી કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની વહેલી સવારે, દેવ ગુરુ બૃહસ્પતિએ નીચે આપેલા મંત્ર સાથે સંરક્ષણ વિધિ કરી.

येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः।

तेन त्वामभिवध्नामि रक्षे मा चल मा चलः।”

ઇન્દ્રાણીએ આ પૂજામાંથી પ્રાપ્ત થયેલા દોરા ને ઇન્દ્રના હાથ પર બાંધ્યો. જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને તેને ફરીથી તેનો ખોવાયેલો રાજ લખાણ મળ્યો. ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવા લાગ્યો.

શ્રીકૃષ્ણ અને દ્રૌપદી:

ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. આપણે જાણીએ છીએ તેમ એને ચાર હાથ અને ત્રણ આંખો હતી. તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો. ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું. શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો ૧૦૦ કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે.

શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બને છે. તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો. પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજયના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો. એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી. ત્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પર કરી નાંખી. તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર વાગી ગયું.

ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાડવા માટે કંઈક લેવા ગયા ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, “ધન્યવાદ બહેન! તેં મારા કષ્ટમાં મારો સાથ આપ્યો. હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ. આથી જ જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી એવું મનાય છે. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

ભાઈ – બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન..... ☺☺

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED